હું આકાશ,(આભ,આસમાન,ગગન જેવા ધણા એ નામે ઓળખાવ છુ)
આ જરા મારા પ્રિયાંસી શાંત ને એકાંતવાસમાં છે...તો થયું લાવ હું લખવા બેસુ" શું કર્યું મે આટલા વર્ષો થી...અનંત કાળ નાં મારા અસ્તિત્વનું સરવૈયું કાઢવા .."
પણ સાચું કહું??? કશું જ યાદ નાં આવ્યું કયા થી આવે યાદ! .. બસ ધરતી ને સુખ દીધા નું યાદ...એના સુખ માટે કરેલા પ્રયાસો નો જ આવ્યો ચિતાર.. ક્યારેક મારાથી વધારે થયેલી એ
ખુશ મારી પ્રયાસી, તો ક્યારેક હું એના સુખી કરવા લગાવું બળ ને એ થયેલી દુઃખી, ક્યારેક કઈંક કર્યા વગર જ થાય ખુશી થી એ લથબથ, એવું કેટલું ય છે અમારી સહયાત્રામા...
શરૂઆતમાં મારી પૃથ્વી તપ્ત એવી લાવા થી મળી હતી મને, ઘણી સહનશીલ હતી અે, દર્દ એનું દુઃખી કરતું હતું મને, પણ એમાં થી પાર ઉત્તરી એ, જળ નાં સજૅન થી ખુદ ને નવપલ્લવિત કરી સકી.હા, મારો સહયોગ ખરો પણ હું એને નય ગણવું, પોતાના ને દુઃખ માંથી ઊભા કરવા હાથ લંબાવ્યા એ કંઈ સારા સારા કર્મો માં ગણાવાય અને લોકો ને કહેવાય, એ તો મારા અંગતપાના પર જ શોભે.
એ પછી ય કેવી એકલી અટૂલી હતી . જળ ની શીતળતા માં મૃત પાય. હા સજૅન થયું એમાં એના જ પ્રયાસથી "જીવન" . એના જ જેવી જીવનતા એને સર્જી.. બહુ જ.અદભુત . ..નાના થી સારું કરી ઘણા જીવો ને સર્જ્યા, પોષયા, પોતાના પંખ માં સાચવ્યા, લીલોત્રા થી અમરા મિલનને વધારે સુનેરી બનાવ્યું. હું બસ એના મારા સહવાસ ને એના જીવન આનંદ નો મુક સાક્ષી બની રહ્યો.
આવા જ એક જીવ નું એને સજૅન કર્યું "માનવી" થોડો આગવો એવો, એનો પ્રિય હતો, લાડ ઘણા લડાવ્યા, ને પોષયો. હું શું કહી શકું એને.! મારી પ્રાણ પ્રિય ને કેમ ટોકુ! લાડ બગાડે સહુ ને એ સમજ્યો પણ નાં સમજાવી શક્યો એને! બસ ત્યાંથી શરૂ થઈ અમારા દુઃખની કહાની.
અતિ લાડ થી બગડેલો એનાથી પોસ્ય એ માનવજીવ એનો જ ઘાતક બની બેઠો. સરુવાત માં તો બીજા જીવો એના સહજીવી ઓ ને કર્યું નુકસાન, નંદન વન સા વૃક્ષો,જળ ની શોભા એવા જળચરો, મારા અલ્કર એવા અબર ઘેલા પંખીઓ, સહુ નો કર્યો ઘાત.
ને પોતે વિસ્તરતો રહ્યો..મારું હૃદયસ્વામિની થઈ દુઃખી. સુધારવા કયાૅ પ્રયાસ. સમજાવ્યો એને ક્યારેક તોફાન બની, ક્યારેક શીતળ જળ બની, ક્યારેક તાડવ કરી, ક્યારેક સુખાલાપ કરી, પણ માનવ જેનું નામ નાં સમજ્યો. મારી ધરતી દુઃખી થઈ..હું પણ આંશુ સારી ક્યારેક સાંત્વના આપતો.. પરંતુ હજી પૂરતું નોતું..
માનવી નાં અપલખણ હવે આવ્યા સામે.. માતા સમાન જનમ દાત્રી નો એ ઘાતક બનાવા લાગ્યો...કોમલ મારી પ્રિયાંસી અંદર પવિત્ર જળ નાં બદલે ભર્યું દૂષિત પાણી, ફળદ્રુપ મારી પ્રિયા નો દુરપિયોગ કર્યો, જીવનુપિયોગી નાં બદલે વિલાસ નાં કેફી પણુ વાવલા લાગ્યો,
દુર્ગંધ મારતા કચરાથી મારી પ્રિયા ને પરેશાન કરી, છતાં અે જોવ સહનશકિત મારી સહવિચરણીની, નાં દુઃખી કરવાનું સાજા કરવાનું વિચારતી, બસ આંશુ સારતી રહી, ક્યારેક સમજાવતી રહી પણ.. માનવ ક્યાં સમજાવવાથુ સમજે એમ હતો !
હા, આજકાલ શાંતિ છે થોડી મારી પ્રિયા ને પણ એ હજી દુઃખી છે માનવ ના દુઃખ મા .
આજકાલ..એના લાડલા એ દુઃખ આપવાનું ઓછું કર્યું એને, કારણ કે એ દુઃખી છે. પોતાને બચાવવા પ્રયાસ કરે , ને ફરી પ્રિયા એ એના દુઃખે દુઃખી છે...બસ હું એના સહવાસ વિચારાધીન છું ..કેમ કરી મારી પ્રાણપ્રિયા ને સુખ સાગર માં લઈ જાવ..??