માનસિક કોરોના Vandan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનસિક કોરોના

હમણાં એક મિત્ર પાસેથી એક ઘટના સાંભળવા મળી-
ફોન પર વાત ચાલતી હતી ત્યારે એમણે મને કહ્યું- અરે વંદન, શું વાત કરું યાર!

કોરોનાથી બચવા માટે એક આયુર્વેદિક સંસ્થાએ એક જાતનો ઉકાળો બનાવ્યો છે, જેને આયુષ મંત્રાલયે પ્રમાણિત કર્યો છે. સંસ્થા રાજસ્થાનની છે. એ લોકોએ ગુજરાતમાં મોટો જથ્થો મોકલાવ્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતાં અમુક નિષ્ઠાવાન યુવાનોએ એનું વિતરણ કરવાની જવાબદારી લીધી. એમને આશા હતી કે 'આ આફતના સમયમાંથી આખું અમદાવાદ પસાર થઈ રહ્યું હોય, ત્યારે આ ઔષધી આપણી દુકાન દ્વારા લોકો સુધી પહોંચે એ તો આપણું સૌભાગ્ય કહેવાય' એમ વિચારીને દુકાનદારો ખુશીથી અમુક જથ્થો ખરીદી લેશે અને પુણ્યનું કામ કરવાના ભાવથી એનું વિતરણ કરશે'.
એમને સૌથી વધુ ભરોસો જે દુકાનદાર પર હતો, ત્યાંથી શરૂઆત કરી. દુકાનદારને વાત સમજાવી. એણે હિસાબ માંડતા કહ્યું- "રાજસ્થાનથી અહીં આવ્યો એટલે કોસ્ટ આટલી વધી ગઈ, હવે તમે મને આટલામાં આપો અને હું આટલામાં વેચું. એનાથી વધારેમાં વેચી ન શકાય, કેમ કે MRP એટલી છાપેલી છે... આમાં મને શું મળે? ને ન વેચાય ત્યાં સુધી આ જથ્થો મારે મેનેજ કરવાનો. એ માથાકૂટનું શું વળતર મળે મને?'

લ્યો બોલો! આ કંઈ ધંધાનો સોદો કરવાનો હતો!
ઘોર નિરાશા સાથે યુવાનોની ટીમ પાછી ફરી. વડીલો દ્વારા ફરી એમને ઉત્સાહિત કરાયા અને એમણે બીજા રસ્તા અપનાવ્યા. ઉકાળાનું વિતરણ થઈ ગયું છે. સ્ટોક લગભગ ખલાસ પણ થઈ ગયો છે.

મુદ્દાની વાત એ છે કે દેશ માટે સારું કરવા માંગતા યુવાનો કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે એકાદ વખત તો હતાશ થઈ જ જાય છે. સમાજમાં સ્થિતિ છે જ એવી. પોતાનો લાભ છોડીને સમાજ વિશે વિચારનાર લોકો છે કેટલાં? ભોગવિલાસ અને લાભ-લોભ જેવી નીચ વૃત્તિઓથી ઉપર આવી શકાય એવો અવસર સામે ચાલીને આવે છે અને લોકો એને પાછો ધકેલે છે.

આ બીમારીની રસી કઈ? સમજણ. એ દરેક માનવામાં નહિ આવે ત્યાં સુધી સમાજ બીમાર જ રહેશે.

(આ સમયગાળા દરમિયાન સમાજની અમુક સારી બાબતો પણ સામે આવી છે. આ ઘટના સમાજના ઘણાં ચહેરાઓમાંનો એક રજૂ કરે છે.)

મારે આનાથી વધારે કંઈ કહેવું નથી અને માતૃભારતીના નિયમ મુજબ 500 શબ્દોથી ટૂંકી વાર્તા પ્રકાશિત ન કરી શકાય, એટલે થોડો ટેક્સ્ટ ફરી કોપી કરું છું...