Love Blood - 21 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-21

લવ બ્લડ
પ્રકરણ-21
રીપ્તા અને દેબુ કોલેજ પહોંચે પ્હેલાંજ નુપુરને વિચારોમાં પરોવાયેલી કોલેજ પહોચવાની તૈયારીમાં જોઇ અને દેબુએ એની છેક પાસે બાઇક લઇ જઇને હોર્ન માર્યુ અને નુપુર એકદમ જ ચમકી.
એ પછી બંન્નેનાં ડાયલોગ અને એકબીજાની સામે નજર થી નજર મિલાવી તાકી રહ્યાં સ્પષ્ટ એહસાસ થઇ રહેલો કે બંન્નેનાં પ્રેમ ઉભરાઇને બહાર આવી રહ્યો છે અને બેન્ને જણાં એકમેકમાં પરોવાઇ રહ્યાં છે. અને રીપ્તાએ એની આંખો મીચી ઢાળી દીઠી એનાંથી સહેવાયુ જ નહીં..
નુપુરે ફરિયાદ કરી કે દેબુ કાયમ આવુ જ કરે એમ કહી મીઠો ઝગડો કર્યો. દેબુએ કહ્યું. "તને આમ શાંતિથી કોઇક વિચારોમાં આવતી જોઇ તારું ક્યાંય ધ્યાન જ નહોતું તને ખબર જ નહોતી કે તારી આગળ પોસ્ટ બોક્ષનો ડબ્બો આવો મોટો લાલ રંગનો આવ્યો છે અને તારું ધ્યાન નથી એટલે મેં તને ચેતવી.. એકતો મેં તને વાગે નહીં એટલે હોર્ન મારી બચાવી અને મને લઢે છે જો સામે ડબ્બો....
નુપુરે જોયું એનું સાચેજ ધ્યાન નહોતું સામે પોસ્ટનો ડબો અને થાંભલો હતો અથડાઇ ગઇ હોતતો ? મને વાગત.
એને ફરીથી શરમ આવી.. મનમાં બોલી.. વાંદરા તારાં જ વિચારોમાં હતી અને પછી બોલી એવું કંઇ નથી મને ખબર જ હતી.. પછી ચોરી પકડાઇ ગઇ જાણીને ખડખડાટ હસી પડી રીપ્તા પણ નુપુરનું જુઠાણું પકડાઇ ગયું એ પણ હસી પડી.
દેબુ હસતાં હસતાં નુપુરને જ જોઇ રહેલો.. એય નુપુર તારાં દાડમની કળી જેવાં દાંત તારાં આ રૂપાળો ચહેરો જોઇને હસતાં હસતાં વધુ ને વધુ નિખરી રહ્યો છે એને પાછો ખોવાયો.
રીપ્તાએ કહ્યું "એય મજનુ ચલ કોલેજ આવી ગઇ દીલ પર કાબૂ અને મનને બીજે વાળ સમજી ગઇ છું કે હવે લૈલા મજનૂ ભેગાં થયાં એટલે મારાં તો કોઇ કલાસ જ નથી પણ હવે કોલેજનાં કલાસમાં જઇએ ?
નુપુર હસતી હસતી સાયકલ પાર્ક કરી દેબુએ બાઇક નુપુર રીપ્તાનાં હાથ પકડીને કોલેજમાં અંદર કલાસમાં જવા માંડી દેબુ પાછળ આવી રહેલાં અને શૌમીક મળી ગયો.
શોમીકે કહ્યું "દેબુ તું તો કાલે ક્યારે આવ્યો ક્યારે ઘરે જતો રહ્યો ખબર જ ના પડી યાર. હું કોલેજની બહાર નીકળી તને શોધતો રહ્યો તું તો ક્યાંય નીકળી ગયો હોઇશ.
દેબુએ શોમીક નાં ખભે હાથ મૂકીને કહ્યું "અરે યાર એવું કંઇ નહોતું પણ પહેલો દિવસ હતો અને મારે થોડું કામ પણ હતું એટલે નીકળી ગયેલો. બોલ કેવો રહ્યો કોલેજનો પહેલો દિવસ ? મજા આવીને આપણી સાથેનાં સ્કૂલની બેચનાં ઘણાં છે આ કોલેજમાં મજા આવશે.
શૌમીકે કહ્યું "હાં યાર... મજા આવશે. સ્કૂલની જેમ દોસ્ત દોસ્તીમાં આ કોલેજનાં વર્ષો પણ નીકળી જશે પછી પાછી કોઇ નવી પરીક્ષાઓ થોડો ગંભીર થઇ ગયો.
દેબુએ જોયું કે શૌમીક કોઇ ચિંતામાં લાગે છે એણે શૌમીકને પૂછ્યું" એય શોમુ શું થયુ તું કંઇ ચિંતામાં છે ? પહેલાં દિવસની ખુશી અને આનંદ ક્યાંય તારાં ચહેરા પર નહોતો નથી આજે શું બરોબર છે ?
શૌમીકે કહ્યું "છોડને યાર ચાલ્યાં કરે.. તું તારો મૂડ શા માટે બગાડે છે ? મારું તો ભાગ્ય જ એવું લખાયું...
દેબુએ એને અટકાવતાં કહ્યું.. ભાગ્યને કેમ દોષ દે છે. કહેને શું થયું ? યાર સ્કૂલ ટાઇમથી આપણે સાથે ને સાથે રહ્યાં છે એકબીજાનાં વિચાર દુઃખ વહેંચ્યા છે કીધાં છે.
શૌમીકે મ્લાન હસતાં કહ્યું "વહેચ્યાં નથી મે તને કાયમ કીધાં છે અને તે કાયમ મદદ કરી છે મારાં પર તો તારાં ઘણાં ઉપ...કાર... છે હું કેવી રીતે ભૂલૂં ?
દેબુએ કહ્યું "કેમ આવું બોલે છે ? દોસ્તીમાં ઉપકાર કેવો શોમુ.. આવુ ના બોલીશ નહીંતર અત્યારે જ દોસ્તી કટ કરીશ.
શૌમીકે કહ્યું "જોજે એવું ભૂલમાં બોલતો તું તો એક દોસ્ત એવો છે જેને હું મારું બધુ જ કહી શકું છું.
દેબુએ કહ્યું "તો કહે તને શેની ચિંતા છે કેમ ઉદાસ છે ? શૌમીક ક્હ્યુ "દેબુ મારાં ફાધર ખૂબ બિમાર છે જોબ પર જઇ શકતાં નથી એમની સારવારમાં પૈસા પાણીની જેમ વપરાય છે મેં ફી પણ... મારાં પડોશી અંકલ પાસેથી ઉધાર પૈસા લઇને ભરી છે એમને 10 દિવસમાં પાછા આપવાના વાયદે પૈસા લીધાં છે અને જેમ એક દિવસ વિતે છે અને મારી ચિંતામાં વધારો થાય છે. કોલેજ પુરી થયાં પછી પાર્ટટાઇમ જોબ શોધુ છું મને મળી ગઇ છે અહીંયા લોકલ ન્યૂઝપેપરની ઓફીસમાં ટાઇપ સેટીંગ અને કોમ્પ્યુટર પર ટાઇપીંગનું કામ કરુ છું પણ એ સમય થશે પગાર મળશે. માં એ ક્હ્યુ છે કે ચિંતા ના કરીશ બેત્રણ દિવસમાં એ વ્યવસ્થા કરશે. આગળ વધી કહ્યું"
દેબુ મને ખબર છે માં કોઇને કોઇ સામાન કે ઘરેણું વેચશે અને વ્યવસ્થા કરશે.. પાપાને સારુ થઇ જાય તો સારું નહીંતર આમને આમ ઘર ખાલી થઇ જશે બસ આવી બધી ચિંતાઓ રહ્યા કરે છે દેબુ સોરી... સવાર સવારમાં તને આવી વાતો કરી દુઃખ પહોચાડું છું પણ મને થાય કોને કહું ? કોને કહું ? તારો મારો ખાસ મિત્ર છે તું મારી બધીજ સ્થિતિ જાણે છે એટલે તને કહેવા હિંમત થઇ છે.
દેબુ થોડો વિચારમાં પડી ગયો એની આંખના ખૂણાં પણ ભીના થઇ ગયાં એણે ક્હ્યુ ચિંતા ના કર શોમુ કંઇ ને કંઇ રસ્તો નીકળી જશે.. જેનું કોઇના હોય એનો ભગવાન હોય જ છે.
શૌમીકે આંખ લૂછી.. બોલ્યો ચલ હવે બહુ મનમાંથી અને પેટમાંથી નીકળી ગયું શાંતિ થઇ છે બધુ જ પેટમાં અને મનમાં દબાવી રાખેલું... ચલ કલાસમાં જઇએ મારું તો આવુ બધુ ચાલ્યા કરવાનું અને બંન્ને જણાં કલાસમાં દાખલ થયાં.
******************
મીંજ બોઇદાની કોલેજમાં આવેલો અને બોઇદા સાથે બધી વાત કરી... બોઇદાને સાથ આપશે એવી મિત્રતા જતાવી હતી બોઇદાએ જોસેફ સામે આંખ મીંચકારીને ભેટ્યો હતો અને હૂંફ અને આત્મીયતા જતાવવા પ્રયત્ન કરેલો.
બોઇદાને એવો વિચાર આવી ગયેલો આને સીડી બનાવીને ઉપર જવામાં મજા છે બહુ સંઘર્ષ જ કરવો ના પડે આનો ઉપયોગ કરવો પડશે સામેથી મિત્રતા કરી છે તો હવે રસ્તો સરળ થઇ જવાનો.
બોઇદાને પોતાની બામ્બુ કેવ ત્યાંથી કેવી ઐયાશી કરીને નીકળેલો મીંજ આવેલો બધી વાત થઇ હતી અને પછી કોલેજ આવી મુંજાની ટોળકી છોકરી શોધતી હતી અને મીંજની સલાહ હમણાં કોઇ બબાલ નહીં ઇલેકશન આવે છે.
બોઇદાએ જોસેફને કહ્યું "આપણે પણ પહેલો દિવસ છે શું આપણે અંદર કલાસ રૂમમાં જવું પડશે ? હાજરી પુરાવવાની છે ?
જોસેફ કહ્યું જઇએ જ ને અંદર એટલે તો કોલેજ આવ્યા છીએ આપણે ક્યાં ભણવું છે ? પણ બીજા બધાને ભણાવવા માટે તો જવું જ પડશે ને ? એમ કહીને હસ્યો અને બંન્ને જણાં જોર જોરથી હસવા માંડ્યાં. જૂલીએ ક્હ્યુ એય બદમાશો પહેલો દિવસ છે કાબૂમાં રહો એવુના થાય કે પ્હેલાં જ દિવસે રેસ્ટીગેટ કરે તમને.
બોઇદાએ જૂલી સામે ઉડતી નજર નાંખી અને ત્રાંસી આંખે ગુસ્સે થઇને બોલ્યો ? કોની તાકાત છે કે બોઇદાને રેસ્ટીગેટ કરે ? અરે આ શહેરની કોલેજો ભડકે બળે... અને પછી પોતાની જ હોંશિયારી અને ફીશીયારી ઉપર હસવા લાગ્યો.
જોસેફે જૂલીને કેડમાંથી પકડીને કહ્યું "ચાલ અંદર કલાસમાં જઇએ. બોઇદાને ક્હ્યુ આવે છે ને ? ચાલ જોઇએ શું ચાલે છે ? કલાસમાં આવી બધી મજા માણવી પડશે.
બોઇદાએ જોસેફને જૂલીને કેડમાંથી પકડીને લઇ જતો જોઇ રહ્યો અને એનાં હોઠ પર કાયમનું લૂચ્ચુ સ્મિત આવી ગયું આંખો લાલ થઇ પછી બોલ્યો હાં હાં ચાલો એમ કહીને એ જોસેફ જૂલીની સાથે ચાલવા માંડ્યો અને એણે પણ જૂલીની કેડમાં હાથ ભરાવ્યો.
જૂલીથી આ સહેવાયુ નહીં એણે બંન્નેનાં કેડમાંથી હાથ દૂર કરીને ગુસ્સામાં આગળ કલાસમાં જવા નીકળી ગઇ. બોઇદો બોલ્યો "અરે યાર આ તારી જૂલીનો લાલ મરચાં જેવી છે મેં તો....
જોસેફે કહ્યું "યાર તું પણ ખરો છે તારાંથી થોડું એવું કરાય ? એતો મારો માલ છે મારી ફ્રેન્ડ છે. તું કેવી રીતે કરી શકે ? બોઇદો કહે અરે ભાઇબંધીમાં તારું મારું કેવુ બધુ વહેચીને જ ખાવા-પીવાનું અને લૂંટવાનું હોયને....
જોસેફે કહ્યું "ધીરજ રાખ હજી શરૂઆત છે. એતો મુર્ગી માંડ ફસી છે... થોડી મને ફેરવવા તૈયાર કરવા દે પછી સાથે જમણ જમીશું અને બંન્ને જણાં ગંદા ઇશારા કરતાં એકમેકની સામે જોઇને ખડખડાટ હસી પડ્યાં... પણ એમની પાછળ બે કાન બે આંખ જોઇ અને સાંભળી રહી હતી...
વધુ આવતા અંકે ---પ્રકરણ-22

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED