લવ બ્લડ - પ્રકરણ - 20 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ - 20

લવ બ્લડ
પ્રકરણ-20
રીપ્તાનાં પાપા દેબુને જોઇને શાંત થઇ ઘરમાં જતાં રહ્યાં રીપ્તા સાથે બધાને ખૂબ જ આશ્ચર્ય થયું કોઇને ખબર જ ના પડી કે અચાનક જ આવો વળાંક. રીપ્તાનાં મનમાં અનેક વિચાર આવ્યાં એણે એનાં કાકાને પૂછપચ્છ કરી કે પાપા વિષે ભૂતકાળની વાતો કહો પાપા આમ પીવા પર જેવી રીતે ચઢી ગયાં ? પહેલાં તો આવાં નહોતાં મને યાદ છે એ ખૂબજ પ્રેમાળ અને કવિ હૃદયનાં હતાં.
કાકાએ એમને મીલીટ્રી જોઇન્ટ કર્યા પહેલાં જે યાદ હતું બધુ જ કહી સંભળાવ્યુ કે એ કવિતાઓ લખતો ગીતો ગાતો અને મેગેઝીનમાં છપાતી પણ હતી બંગાળી સાહિત્યનું ઉડું જ્ઞાન છે ભાઇને કયારેક દુઃખી કયારેક ખૂબ આનંદમાં રહેતાં અમે તારી માં સાથે સંબંધ થયાં પછી તો ખૂબ આનંદમાં રહેતો એ પછીની મને કાંઇ ખબર નથી તું તારી મંમીને પૂછી જો એ કંઇ કહેતો કારણ કે એ બે વચ્ચેની વાત તારી માં જ જાણે દીકરા....
રીપ્તા ચૂપ થઇ ગઇ ઊંડાં વિચારમાં પડી ગઇ કાકા પણ કામ છે કહી પાપા-માંની રજા લઇને એમનાં ઘરે ગયાં ઘરમાં અત્યારે વાતાવરણ એવું નહોતું કે ફરીથી એ વાત છેડી શકાય.
**********
કોલેજ જવાનો સમય થયો અને દેબુ તૈયાર થઇને નીચે આવ્યો દૂધ નાસ્તો કરીને એ બાઇક સ્ટાર્ટ કરીને ઘરેથી નીકળી સીધો જ રીપ્તાનાં ઘરે આવ્યો. રીપ્તા તૈયાર જ બેઠી હતી રીપ્તા એવી રીતે રાહ જોઇ રહી હતી કે દેબુને બરાબર ઘરની સામે આવવુ પડે અને બધાની નજર દેબુ પર પડી શકે.
દેબુએ જોયું રીપ્તા ઉભી જ છે એટલે એણે હોર્ન માર્યુ કે આવી જા... રીપ્તા હાથે કરી થોડીવાર ઉભી રહી દેબુએ ફરી હોર્ન માર્યુ... દેબુના આશ્ચર્ય થયુ સામે ઉભી છે હોર્ન સાંભળે છે આવતી નથી.. એણે બુમ પાડીને કહ્યું રીપ્તા આવે છે કે જઊં ?
રીપ્તાની માં દોડી આવી "અરે રીપ્તા જો દેબુ ક્યારનો હોર્ન મારે શું કરે જા.. કોલેજ નથી જવાનું લેટ થશે. રીપ્તાએ કહ્યું. "હાં હાં જઊં છું માં અને એ જવા નીકળી એણે ધારેલું એવું કંઇ ના જ થયું પાપા ઓફીસ જવા તૈયાર થતાં હતાં પણ એમનું દેબુ તરફ ધ્યાન ના ગયું ના એમણે કાંઇ પ્રયત્ન કર્યો... અને ના દેબુને જાણે કંઇ યાદ હતું.
**************
નુપુર કોલેજ જવા માટે તૈયાર થઇ ગઇ એણે સાથે લંચબોક્ષમાં કંઇક ખાવા લીધુ અને વોટર બોટલ લીધી ત્યાંજ માં એ કહ્યું "નુપુર તારાં પાપા પૂછતાં હતાં કે નુપુરની કોલેજ ચાલુ થઇ ગઇ ? કેવો રહ્યો એનો પહેલો દિવસ ?
નુપુરે કહ્યું "પાપા ક્યારે આવ્યાં કયારે ગયાં મને ખબર જ નથી અને એ મને સીધું કેમ કંઇનાં પૂછે ?
માં એ કહ્યું "બેટા પાપા રાત્રે ખૂબ જ લેટ આવેલાં હમણાં ટી ગાર્ડન્સમાં હડતાલ જેવું વાતાવરણ છે અને તારાં પાપા મજદૂર સંઘનાં નેતાં એમને મોડી રાત સુધી મીટીંગ હોય અને વહેલી સવારે ટી ગાર્ડન પહોચવુ પડે બધાં આવે પહેલાં... હમણાં બધુ વાતાવરણ સારુ નથી... છોડ તારે એ બધામાં પડવાની જરૂર નથી... હું પણ હવે અડધો જ દિવસ કામ પર જવાની... તારાં પાપા ના પાડે છે કહે છે ઘર અને નુપુરનું ધ્યાન રાખો નુપુર હવે મોટી થઇ ગઇ.
નુપુરને હસુ આવી ગયું "વાહ પાપાને લાગે છે હું મોટી થઇ ગઇ.. તો તો સારું મારી કેમ ચિંતા કરે છે ? પાપાએ તો મને તૈયાર કરી છે.. શરૂઆતમાં મને પાપા ક્રૂર લાગતાં. ગુરસાવાળા પણ જે રીતે મને એમણે કરાટે દાવ પેચ અને સ્વરક્ષણ માટે જે બધુ શીખવ્યું છે વાહ મને ફક્ર છે મારાં પાપા માટે મને હવે ડર નથી રહ્યો માં. હું એમનો દીકરો બની રહી છું.
માં થોડીવાર નુપુર સામે જોઇ રહી.. દીકરી તું મોટી થઇ રહી છે એટલે જ વધારે ચિંતા છે... આપણી પછાત ગણાતી જાતમાં તું કોહીનુરનો હીરો છે. તું એટલી રૂપાળી છે કે તારી ચિંતા હવે વધી ગઇ છે.
પાપાએ પણ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે નુપુર અમારાં લગ્ન કેવા સંજોગોમાં થયાં અને જૂનાં રીતરીવાજો વચ્ચે અને પરણીને કેવી રીતે લાવ્યા એ પણ એક જોરદાર સ્ટોરી છે પાપાએ.. ઓહ છોડ હું તો જૂની જૂની વાતો પર ઉતરી ગઇ.. જા તારે મોડું થશે એક તો હજી સાયકલ પર જવાનું છે.
નુપુર કહે અરે વાહ કોઇક જોરદાર સ્ટોરી લાગે છે પણ નિરાંતે કહે જે અત્યારે મારે મોડું થાય છે. એમ કહીને નુપુર કોલેજ જવા માટે નીકળી ગઇ. અને સાયકલ ચલાવતાં ચલાવતાં લીલા જંગલનાં બિહડ જેવાં રસ્તે નીકળી ગઇ અને વિચારોનો રેલો માં નાં લગ્ન સુધી પહોચ્યો શું થયું હશે એ સમયે ? પાપા ખૂબજ બહાદુર છે એ મને પાકી ખબર ખૂબ સખ્ત દેખાય છે પણ અંદરથી મીણ જેવાં છે મારાં માટે એમને ચિંતા કરતાં મારાં માટેની કાળજી છે.
મારી કાળજી એમનાંમાં ચિંતા સ્વરૂપે રોપાય છે પણ પાપા તમે ચિંતા ના કરો તમારી દિકરી તમારાં જેવી જ બહાદુર છે. આમ વિચારો કરતાં કરતાં એ ક્યારે સીટીરોડ પહોચી ગઇ ખબર જ ના પડી.. એ મુખ્ય રસ્તા પર આવીને આજુબાજુ જોવાં લાગી... પણ એનાં ધ્યાનમાં દેબુ આવ્યો જ નહીં.
ફરીથી એ ગઇકાલનાં દેબુ સાથેનાં સંસ્મરણોમાં ખોવાઇ ગઇ. દેબુ ખૂબ જ પરાણે અને મીઠો લાગે છે એને જોતાં જ પ્રેમ થઇ જાય એવો છે... ગઇ કાલે તો એણે પ્રેમનો એવો રંગ લગાવ્યો છે કે વધુમાં વધુને ઘેરો થતો જાય છે વિચારો કરતાં કરતાં જ એનાં ચહેરો લાલ થઇને શરમાઇ ગયો. એય દેબુ આઇ લવ યુ એને યાદ આવી ગઇ ગઇકાલની બધી ક્ષણો....
હું કુદરતને જોઇને ખૂબ આનંદીત થઇ ગઇ હતી અને જાણે કુદરતને હમણાં વળગી પડીશ એમ હાથ ફેલાવીને ઉભી હતી અને મારી બાહોમાં દેબુ પરોવાઇ ગયો અને મને રહી હું ક્યારે બોલી ઉઠી દેબુ આઇ લવ યુ એ મને પણ ખબર ના પડી.. પ્રેમથી ભીંજાયેલાં પછી વરસાદમાં પલળ્યાં અને ઘરે પાછાં આવવા નીકળ્યાં હતાં.
રીપ્તાની પાસેથી સાયકલ લઇ દેબુ તરફ પ્રેમભરી નજર નાંખી એને આંખોમાં સમાવી શરમાતાં અને ધ્રૂજતા હોઠે હું ઘરે આવવા નીકળી હતી આખાં રસ્તે બસ મારાં હોઠ પર જાણે દેબુનાં જ હોઠ હતાં અને એકબીજાને ચૂમતાં રહેલાં એજ દ્રશ્ય એજ વિચારો અને એજ એહસાસ હું ઘરે પહોચી ક્યારે ખબર જ ના પડી માં બહાર કંઇક કામ કરી રહી હતી અને મને જોઇ બોલી ઉઠેલી નૂપૂર બેટા આવી ગઇ ? ત્યારે જ હું વિચારોમાંથી બહાર નીકળી માં પણ થોડીવાર મારી સામે જોઇ રહેલી "એય નુપુર કેવો રહ્યો કોલેજનો પહેલો દિવસ ? કેમ ક્યાં ખોવાયેલી છે ? બહુ બરાબર છે ને ?
અને ત્યારે હું પુરી સ્વસ્થ થઇ ગઇ મારાં ઉડતાં મનને મેં જમીન પર ટેકવ્યુ અને કહ્યું "હાં માં ખૂબ રસસ ગયો દિવસ મજા આવી ગઇ અને મારાંથી શરમાઇ જવાયુ મને માં એ કહ્યું પણ એમાં શરમ શેની આવે છે ? શું થયું.
મને થયુ હું હજી દેબુનાં વિચારોમાં જ ઉડું બધુ પછી મેં કહ્યું કંઇ નહીં માં એમજ વધારે વાત કર્યા વિના એ વધારે પ્રશ્નો પૂછે પહેલાં હું અંદર જતી રહી હતી.
નુપુર ગઇકાલની આ દિનક્રીયામાં ખોવાયેલી હતી અને પાછળથી અચાનક હોર્ન જોરથી વાગ્યું એનાં વિચારોમાં ખલેલ પડી એનાં ગોરાં ચહેરાં પર રંગ બદલયો અને રતૂંબડો થઇ ગયો ત્યાં પાછળ જોયુ તો દેબુ હતો અને જોરથી હસતો હતો પાછળ રીપ્તા...
નુપુરે કહ્યું "આમ અચાનક હોર્ન મરાય ? હું બે ક્ષણ માટે ગભરાઇ ગઇ ?
દેબાન્શુ એ કહ્યું "એ જોવા માટે તો હોર્ન માર્યુ હતું અને પછી જેવી નુપુરની આંખો સાથે આંખો મળી અને એ ખોવાયો અને પ્રેમનો સાગર જાણે ઉભરાયો... નુપુરની પણ એજદશા એ પણ દેબુની પાછળ હવે પાગલ થવા લાગી હતી. બંન્ને જણાં સ્થિર થઇ ગયાં.
બાઇક પરથી ઉતરીને રીપ્તાએ જોરથી કહ્યું "એય લૈલા મજનૂ હવે બહાર આવો એમ કહીને પુસ્તકો સીટ પર મૂકી તાલી પાડી અને બન્ને જણાં ચમક્યાં...
નુપુર શરમાઇ અને દેબુ હસવા લાગ્યો. રીપ્તા કેમ આવું કરે ? માંડ હું નજરનાં જામ પીતો હતો અને બસ મદહોશ થઇ રહેલો અને તેં અચાનક આમ વચ્ચે તાળી પાડી... યાર કેમ આવું કર્યું.
નુપુરે હસ્તાં હસ્તાં કહ્યું "રીપ્તા સાચું જ કર્યું બસ આને તો આખો વખત આવું જ સ્ફુરે છે સાવ નફ્ફટ જ છે.
રીપ્તાએ નુપુરનું ખોટું ખોટું લઢવું સાંભળ્યું બંન્નની આંખોમાં ઉભરાંતો પ્રેમ જોયો અને પોતાની આંખો નમાવી દીધી.
વધુ આવતા અંકે --પ્રકરણ-21