premna badlama dago books and stories free download online pdf in Gujarati

પ્રેમના બદલામાં દગો

"હું તારી સાથે લગ્ન ના કરી શકું", આરવે ટુંકમાં જ પોતાની વાત રજૂ કરી દીધી.

"તું મજાક કરી રહ્યો છે ને..." કાજલ આરવની ગંભીર વાતને પણ મજાક સમજી બેઠી.

"હું મજાક નથી કરી રહ્યો, હું ગંભીર છું, તારી સાથે લગ્ન નહીં કરી શકું એ મારો આખરી નિર્ણય છે." આરવ કંંટાળીને બોલ્યો.

"આખરી નિર્ણય... આ બધું શું છે યાર? તું આવી વાત શા માટે કરે છે? તારે મારી સાથે લગ્ન શા માટે નથી કરવા? તું તો મને ખુબ જ પ્રેમ કરે છે તો લગ્ન કેમ નહિ? શું મારી કોઈ ભૂલ થઈ ગઈ છે?" કાજલ રડવા જેવી થઈ ગઈ.

"મારા માતા-પિતાએ મારા માટે છોકરી શોધી લીધી છે અને મારા ઉપર દબાણ કરે છે કે હું એની સાથે લગ્ન કરી લઉ." આરવ બોલ્યો.

"તો તું તારા પેરેેેેન્ટસને સમજાવ કે તું મને પ્રેમ કરે છે, એ લોકો ચોક્કસ તારી વાત માનસે" કાજલ સહજતાથી બોલી.

"પણ એક તકલીફ છે"

"શું?"

"હું તારી સાથે લગ્ન નહીં કરું, કારણ કે તું ક્યારેય મા નહિ બની શકે.." આરવ તોછડાઈથી બોલ્યો.

"પણ તને તો કાંઇ વાંધો ન હતો, હવે કેમ આવું બોલે છે, પહેલા પણ તને ખબર જ હતી ને આ વાતની ત્યારે તો તે કોઈ ફરિયાદ નહોતી કરી, ત્યારે તો તું અનાથ બાળકને ગોદ લેવા માટે પણ તૈયાર હતો હવે શા માટે આવું કડવું બોલે છે?" કાજલ રડવા લાગી.

"ત્યારે તો હું નાદાન હતો, આ બધું ધ્યાન માં નહોતો લેતો, પણ હવે તો મારામાં અક્કલ છે હવે હું ના ચલાવી લઉ, હવે આપણે બંને વચ્ચે કાંઇ જ નથી, ભૂલી જજે મને, આપણે એક બીજા માટે બન્યા જ ન હતા." આરવ બોલીને ચુપ થઇ ગયો અને કાજલ થી મોં ફેરવીને ચાલવા લાાગ્યો. કાજલ રડતી આંખે આરવને જતો જોઈ રહી અને પોતે મા નહિ બની શકે એ પોતે ન કરેલ ગુના માટે પોતાને મળી રહેલ સજા ભોખવી રહી.

************

ચાર મહિના બાદ..

આરવ પોતાની નવી દુલ્હન પ્રીતિને નીરખી રહ્યો...
"વાહ.. કેટલી સુંદર છે તું! તારી સુંદરતા આગળ તો સ્વર્ગની અપ્સરા પણ પાણી ભરે.." આરવ પ્રીતિની સુંદરતા પાછળ પાગલ થઈ રહ્યો હતો. તે પોતાની નવપરિણીત પત્ની સાથેની પ્રથમ રાત્રીની ઉજવણીમાં ખોવાઈ ગયો.

************

આરવના અને પ્રીતિના લગ્નને હસતા રમતા પાંચ વર્ષ વીતી ગયા.. આરવે આટલાં વર્ષ દરમિયાન કાજલને એક પણ વાર યાદ નહોતી કરી..

આ બાજુ કાજલ પણ આરવથી છુટાં પડ્યાં ના એકાદ મહિના દુઃખી રહ્યા બાદ પોતાની કારકિર્દી પાછળ સમય પસાર કરવા લાગી અને ધીમે ધીમે પ્રેમમાં મળેલા દગાને ભુલી ગઈ અને પોતે એક સારી નોકરી મેળવીને જીવન પસાર કરવા લાગી હતી.

*************

"પ્રીતિ, હવે આપણે બાળક વિશે વિચારવું જોઈએ ને.. તારું શું કહેવું છે?" આરવે તેની પત્ની ને સવાલ કર્યો.

"હા, કેમ નહિ..." પ્રીતિએ જવાબ આપ્યો અને બંને લાગી ગયા કોશિશમાં..
*************

છ મહિના સુધી કોશિશ કર્યા બાદ આરવે અને પ્રીતિ થાકી ગયા અને ડૉક્ટર પાસે જવું એવો નિર્ણય લેવાયો.

પ્રીતિના રિપોર્ટ કરાવ્યા, બધું જ નોર્મલ આવ્યુ. આથી પ્રીતિએ આરવના રિપોર્ટ કરાવવા માટે કહ્યું તો આરવ પ્રીતિ ઉપર ગુસ્સે થઈ ગયો અને પ્રીતિને કંઈ કેટલીય ખરી ખોટી સંભળાવી દીધી.. પ્રીતિ દુઃખી થઈ ગઈ અને તેના ગામડે રહેતા સાસુને કહ્યું કે આરવને સમજાવે રિપોર્ટ કરાવવા માટે.. આથી તેના સાસુએ આરવને મનાવી લીધો અને આરવ રિપોર્ટ કરાવીને આવ્યો...

પ્રીતિએ આરવને સીધું પુછવા જ લાગી કે રિપોર્ટમાં શું આવ્યું છે બધું નોર્મલ આવ્યુ છે ને.

"પ્રીતિ, મને છ વર્ષ પહેલાં કરેલા ગુનાની સજા મળી છે." આરવ દુઃખી થઈને બોલ્યો.

"કેવી સજા આરવ? અને તે ક્યો ગુનો કર્યો છે છ વર્ષ પહેલાં?" પ્રીતિ તો ડઘાઈ જ ગઈ ્." અને તારા રિપોર્ટમાં શું આવ્યું છે એ તો કહે."

"પ્રીતિ, છ વર્ષ પહેલાં મેં એક છોકરીને તે મા નહોતી બની શકવાની એટલાં માટે છોડી દીધી હતી અને ભગવાને મને આટલાં વર્ષો પછી એનો બદલો વાળ્યો છે. બીચારી કાજલ કેટલી રડી હશે, કેટલી દુઃખી થઈ હશે, કાંઇ જોયું જ નહિ, કાંઇ વિચાર્યું જ નહીં મેં..." આરવ આટલું બોલીને પ્રીતિને ગળે વળગીને રડવા લાગ્યો..

પ્રીતિએ આરવનો ચહેરો હાથમાં લઈ આરવને સાંત્વના દઇ રહી અને આરવ જોર જોરથી રડીને ચિલ્લાવા લાગ્યો, "હા પ્રીતિ, હું બાપ નહિ બની શકું ક્યારેય..."
બીજા રસપ્રદ વિકલ્પો