Tina - 7 - last part books and stories free download online pdf in Gujarati

ટીના - 7 - છેલ્લો ભાગ

ટીના-7
(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને ચાહવા લાગે છે. ટીના રવિ ને ચિઠ્ઠી લખે છે અને બને ની પહેલી મુલાકાત સારી રહે છે. પછી તેઓ વારંવાર મળવા લાગે છે. ટીના ના બર્થ ડે પર રવિ એને એક ડ્રોઈંગ, એક કાર્ડ અને ગિફ્ટ આપે છે. ટીના નું ધ્યાન ભણવા માં ન લાગતું હોવાથી તે એના વિશે રવિ સાથે વાત કરવાનું વિચારે છે. રવિ છુટ્ટા પડવાનું કે છે પણ ટીના નથી માનતી. રવિ એકવાર ટીના ને કિસ કરવાની ટ્રાય કરે છે પણ તે શરમાઈ ને ભાગી જાય છે, રવિ ને પસ્તાવો થાય છે. પણ થોડા દિવસ રહી ને ટીના સામે થી કિસ ની હા પાડે છે, અને તેઓ કિસ કરે છે. વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે, અને બને એને ભરપૂર માણે છે. હવે આગળ ...)

ટીના ના ઘરે એના મમ્મીને પણ ઘણા સમયથી ટીના નું વર્તન બદલાયેલું લાગતું હતું. એમાં એક વાર મોબાઈલ માં બેલેન્સ પણ સાવ ઓછી હતી અને એના મમ્મી જોઈ ગયા હતા. ટીના એ રવિ ને કીધું તું કે બેલેન્સ નાખવાની છે, પણ રવિ એ એક - બે દિવસ પછી નખાવી દઈશ એમ કીધું હતું. અને એમાં આજે ટીના ની દીદી પણ એને કોઈ સાથે ફોન માં વાત કરતા જોઈ ગઈ. આ બધા ને લીધે ટીના ના ઘરે શક વધતો જતો હતો, પણ ટીના તેનાથી સાવ અજાણ હતી.

હજી સુધી એવું નોતું બન્યું કે ઘર નો શક યકીન માં બદલાઈ જાય, પણ હવે જાણે નસીબ એ પણ નક્કી કરી લીધું હોય કે હવે ટીના નો સાથ નથી દેવો. એટલે ટીના ના પપ્પા ના હાથ માં એક રવિ ની લખેલી ચિઠ્ઠી આવી ગઈ, જે ટીના થી અજાણતા જ પડી ગઈ હશે. એ ચિઠ્ઠી માં રવિ એ વેલેન્ટાઈન વીક માં કયા દિવસે કયો ડે છે, એ લખ્યું હતું અને ટીના એ જે જે ડે એ લોકો એ સેલિબ્રિટ કર્યા હતા, એની સામે ટીક કરી હતી. એ પછી ટીના ની મમ્મી એ તપાસ કરતા ખબર પડી કે ટીના રવિ ને પ્રેમ કરે છે, પણ એ મંજુર નોતું.

ટીના બપોર થઈ ને સ્કૂલે થી આવી, આજે એના પપ્પા ને અત્યાર માં ઘરે જોઈ ને એને નવાઈ લાગી, પણ થયું કે હશે કંઇક કામ એટલે ઘરે રહ્યા હશે. ટીના આવી ને ફ્રેશ થઈ અને જમી લીધું એટલે એના પપ્પા એ એને એની પાસે બોલાવી. ટીના ના મમ્મી ને પણ બોલાવ્યા. અને ટીના ના હાથ માં ચિઠ્ઠી આપી ને પૂછ્યું કે આ કોની છે? આ જોઈ ને તો ટીના ના જાણે હોશ જ ઉડી ગયા, એને કલ્પના પણ નોતી કરી કે આવું થશે, પણ હવે કઈ છુપાવા થી પણ ફાયદો નહોતો.

ટીના એ બધું જ કહી દીધું એના મમ્મી પપ્પા ને કે કઈ રીતે શરૂઆત થઈ અને શું થયું. ટીના રડતી ગઈ અને બધું બોલતી ગઈ, એને એમ પણ કીધું કે ને આની અસર ભણવા પર નથી પડવા દીધી. પણ એ વાત સાંભળે કોણ, અને ટીના ના મમ્મી પપ્પા એ એને કડવા વેણ કહેવાના શરૂ કર્યા. ટીના નું તો જાણે આજે સર્વસ્વ લૂંટાઈ ગયું. બસ એ રડતી રહી.

ટીના ના મમ્મી એ રવિ ને ફોન લગાવી ને મળવા બોલાવ્યો એક જગ્યા એ, ટીના પાસે થી રવિ એ આપેલું બધું કઢાવ્યું. સાંજે 4 વાગે રવિ સાથે મળવાનું નક્કી કર્યું, હજી 2 જ વાગ્યા હતા એટલે બધા સુઈ ગયા ઘર માં, પણ ટીના એ આજે ક્યાંથી ઊંઘ આવે. જેમ તેમ કરી ને 4 વાગ્યા, એટલે ટીના ના મમ્મી પપ્પા ટીના ને લઇ ને રવિ ને જ્યાં બોલાવ્યો હતો, ત્યાં ગયા. રવિ પહેલે થી આવી ગયો હતો ત્યાં.

રવિ સાથે વાત કરતી વખતે ખબર પડી કે, ટ્યુશન ના મેમ ને ફરિયાદ કરનાર બીજું કોઈ નહિ પણ રવિ જ હતો, અને એક - બે વાર એને ટીના ના મમ્મી ને ટીના નો પિછછો કરતા પણ જોયા હતા, પણ એને ક્યારેય ટીના એના કહ્યું નહિ. રવિ ની આ વાત સાંભળી ને તો જાણે ટીના ના પગ નીચે થી જમીન ખસી ગઈ, એ વિચારી પણ નોતી શકતી કે એના રવિ એ આવું કર્યું. ટીના ના મમ્મી પપ્પા એ રવિ ને ધમકી આપી ને જવા દિધો કે હવે ક્યારેય ટીના નો કોન્ટેક્ટ કરવાની ટ્રાય ન કરતો, અને ટીના ને લઇ ને ઘરે આવી ગયા.

ટીના નું બાર જવાનું બંધ કરી દેવામાં આવ્યું, ખાલી તે સ્કૂલે જાય, એ પણ એટલે કેમ કે બોર્ડ ની એક્ઝામ માથે હતી. ટીના ને ઘરે ખબર પડી ગઈ એનું જરાય દુઃખ નોતું, પણ રવિ એ આવડી મોટી વાત એના થી છુપાવી હતી, એ નોતી સમજી શકતી કે શા માટે રવિ એ આવું કર્યું એની સાથે ? એ કઈ શકતો હતો મને પણ કેમ નહિ કીધું હોય. આવા ઘણા સવાલો હતા ટીના ના મન માં , પણ જવાબ દેવા વાળું કોઈ જ નહિ. શા માટે આવું થતું હોય છે, આપણે જેના પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીએ એ જ શા માટે એને તોડતા હોય છે.

ટીના તો આજે સાવ વિખેરાઈ ગઈ હતી, એને મરી જવાનો પણ વિચાર આવ્યો, એક વાર પ્રયત્ન પણ કર્યો પણ અસફળ રહ્યો. બસ 2 દિવસ માં તો ટીના કંટાળી ગઈ એના મન ને માનવામાં. આખરે એને નક્કી કર્યું કે એક નવી શરૂઆત કરશે. ભૂલી જશે રવિ ને અને એના મમ્મી પપ્પા ના સપના પુરા કરશે.
બસ આ નિશ્ચય સાથે ટીના આજે સુઈ ગઈ, અને એનો પહેલો પ્રેમ અધુરો રહી ગયો. એને તો એ પણ નહોતી ખબર કે રવિ એ શું સાચે એને પ્રેમ કર્યો હતો ? કે માત્ર ટાઈમ પાસ જ હતો એ. પણ આ સવાલ ના જવાબ કદાચ ક્યારેય નહોતા મળવાના.

સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો