Tina - 6 books and stories free download online pdf in Gujarati

ટીના - 6

ટીના-6
(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને ચાહવા લાગે છે. ટીના રવિ ને ચિઠ્ઠી લખે છે અને બને ની પહેલી મુલાકાત સારી રહે છે. પછી તેઓ વારંવાર મળવા લાગે છે. ટીના ના બર્થ ડે પર રવિ એને એક ડ્રોઈંગ, એક કાર્ડ અને ગિફ્ટ આપે છે. ટીના નું ધ્યાન ભણવા માં ન લાગતું હોવાથી તે એના વિશે રવિ સાથે વાત કરવાનું વિચારે છે. રવિ છુટ્ટા પડવાનું કે છે પણ ટીના નથી માનતી. રવિ એકવાર ટીના ને કિસ કરવાની ટ્રાય કરે છે પણ તે શરમાઈ ને ભાગી જાય છે, રવિ ને પસ્તાવો થાય છે. પણ થોડા દિવસ રહી ને ટીના સામે થી કિસ ની હા પાડે છે, અને તેઓ કિસ કરે છે. વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. પેલા 2 દિવસ એટલે કે રોઝ ડે અને પ્રપોઝ ડે એ લોકો નથી ઉજવાતા, આજે ચોકલેટ ડે હોય છે. હવે આગળ ...)


આજે ચોકલેટ ડે હોવાથી ટીના અને રવિ બને એકબીજા માટે ચોકલેટ લઈ જવાનું વિચારે છે. ટીના રવિ ને ભાવતી ફ્રુટ એન્ડ નટ સિલ્ક લે છે, જ્યારે રવિ ચોકલેટ સિલ્ક લે છે. બને ને ખબર નથી હોતી કે સામે વાળા એ પણ મારી માટે ચોકલેટ લીધી છે. બને જલ્દી થી ટ્યુશન પહોંચે છે. હવે તો કાયમ બાજુ માં જ બેસતા. રવિ ટીના ને કહે છે કે,
રવિ : ટીના, હું તારી માટે કંઇક લાવ્યો છું.
ટીના : હું પણ લાવી છું.
રવિ : તો પેલા તું બતાવ.
ટીના : નાં પેલા તું.
રવિ : નાં તું પેલા.
ટીના : ઓકે, બસ. બતાવું છું.
ટીના ચોકલેટ કાઢે છે બેગ માંથી અને રવિ ને આપતા, હેપ્પી ચોકલેટ ડે વિશ કરે છે.
રવિ : હું પણ તારા માટે ચોકલેટ જ લાવ્યો છું.
રવિ પણ ચોકલેટ કાઢી ને આપે છે ટીના ને.
ટીના : તો ચાલ અત્યારે જ ખાઈએ.
રવિ : હા, ટીનુ.

રવિ એક ચોકલેટ ખોલે છે, અને ટીના ને આપે છે.
ટીના : એમ નહિ, તું મને ખવડાવ તારા હાથે
રવિ : ઓકે.
એમ કહી ને રવિ ચોકલેટ નો એક પીસ પોતાના મોઢા માં મૂકે છે, અને ટીના ને એ ખાવા કહે છે. ટીના રવિ ની નજીક જઈ ને એ પીસ એના મોઢા માંથી લઈ લે છે, પણ ત્યાં તો રવિ ટીના ને એમ જ નજીક રાખી ને કિસ કરે છે, અને બને એ ચોકલેટ ખાતા ખાતા કિસ પણ કરતા જાય છે. ચોકલેટ કિસ, વાઉ, સાંભળવા માં જ કેટલું મસ્ત લાગે છે, તો કરવામાં તો કેટલી મજા આવતી હશે. એ બને એટલા ખોવાઈ જાય છે કે, રવિ ના હાથ માં રહેલી ચોકલેટ ઓગળવા લાગે છે, અને ટીના ના ડ્રેસ પર પાસે છે.

ટીના હવે રવિ ને દુર કરે છે, અને પોતાનો ડ્રેસ બતાવે છે કે જો તે બગાડ્યો. રવિ એને સાફ કરી દે છે. પછી બાકી ની ચોકલેટ બને એકબીજા ને હાથે થી ખવડાવી ને પૂરી કરે છે. ટીના અને રવિ બને ઘણા નવા અનુભવો કરી રહ્યા હોય છે, એકબીજા ની સાથે રહી ને. આજ નો અનુભવ પણ કંઇક અલગ જ હતો, પહેલી વાર પોતાના પ્રિયતમ એ હાથે થી ખવડાવ્યું.

પ્રેમ માં પડ્યા પછી નાની નાની વાતમાં પણ કેટલો પ્રેમ દેખાય છે, એકબીજા પ્રત્યે. કેટલા રોમાંચક અનુભવો ની સફર છે, આ પ્રેમ. પ્રેમ એટલે બસ જોયા વિના પણ એકબીજા ને ઓળખી જવા, બોલ્યા વિના પણ એકબીજા ને સમજી જવા. ઘણું બધું લખાયું છે, આ પ્રેમ પર. છતાં, આજ લગી કોઈ પ્રેમ ને વ્યાખ્યાયિત નથી કરી શક્યા. અને કરી પણ ના શકાય, આ તો એક એવો અનુભવ છે જે દરેક ને અલગ અલગ રીતે થતો હોય છે. જ્યાં લગી પ્રેમ ના થાય ત્યાં લગી સમજાતું નથી કે આ પ્રેમ શું હોય છે, કેવો હોય છે. પ્રેમ થાય ત્યારે પણ ક્યાં તરત ખબર પડી જાય છે કે મને પ્રેમ થયો છે, બસ એ તો અજાણતા જ થઈ જાય છે.

ટીના અને રવિ પણ પ્રેમ ના એક એક પગથિયાં સાથે ચડતા જાય છે. 11 ફ્રેબૂઆરિ એટલે પ્રોમીસ ડે, આ દિવસે બધા પ્રેમી યુગલો એકબીજા સાથે કાયમ રેવા ના, દરેક સ્થિતિ માં સાથ આપવાના વચન આપે છે. એમ ટીના અને રવિ એ પણ એકબીજા ને પ્રોમિસ કર્યું કે, તેઓ હંમેશા સાથે રહેશે આમ જ. આજ રીતે હગ ડે અને કિસ ડે પણ પસાર થઈ ગયા. હવે આવ્યો બધા જ પ્રેમીઓ નો મોસ્ટ ફેવરીટ દિવસ, એટલે કે વેલેન્ટાઈન ડે.

રવિ અને ટીના ને અફસોસ થાય છે કે બને એકબીજા ને આજ ના દિવસે ગિફ્ટ નહિ આપી શકે, કેમ કે ઘરે સવાલ થાય અને એમાં પણ ખબર હોય કે આજે વેલેન્ટાઈન ડે છે, એટલે તો કોઈ બહાના પણ ન બનાવી શકાય, એટલે બને સાથે સમય પસાર કરી ને જ વેલેન્ટાઈન ડે સેલિબ્રિટ કરવાનો વિચાર કરે છે. તો હમેશા ની જેમ બને વહેલા આવી ને એકબીજા સાથે બેસી ને અલકમલકની વાતો કરે છે. આમ જ આજ નો દિવસ પસાર થાય છે. વેલેન્ટાઈન પછી આવતા બીજા દિવસો, જેમ કે, કિક ડે, સ્લેપ ડે વિગેરે.. પણ આમ જ પસાર થાય છે.

રવિ અને ટીના ટ્યુશન માં પણ મળતા રહે છે, અને ફોન પર પણ વાતો કરતા હોય છે. આજે પણ રવિ નો ફોન આવે છે, પણ ટીના ની દીદી ઘરે હોવાથી તે બાર બાલ્કની માં જઈ ને વાત કરે છે. બને વાત કરતા હોય છે, ત્યાં ટીના ની દીદી ત્યાં આવે છે, અને પૂછે છે કે, કોની સાથે વાત કરે છે તું. ટીના જલ્દી થી કોલ કટ કરી દે છે, અને કહે છે કોઈ ની સાથે નહિ, હું તો સોંગ સાંભળતી હતી. અને તે ચાલી જાય છે, અને ટીના ફરી થી રવિ ને ફોન કરી ને કે છે કે દીદી આવી ગયા હતા. અને પાછા વાતો કરવા લાગે છે, પણ કોણે ખબર હતી કે આજે તેઓ લાસ્ટ ટાઈમ વાત કરી રહ્યા છે, હવે થી નહિ કરી શકે.

તો શું થયું હશે આગળ ? એવું તો શું થવાનું છે કે હવે ટીના અને રવિ વાત પણ નહિ કરી શકે ? શું એ બને વચ્ચે કોઈ પ્રોબ્લેમ થશે કે પછી કોઈ બીજી જ વાત હશે ? એ જોઈશું આગળ ના ભાગ માં.

વાચક મિત્રો, તમને કેવી લાગી રહી છે આ પ્રેમ કહાની, એ જરૂર થી જણાવજો. કોઈ suggestions હોય તો જરૂર જણાવજો અને હા, તમારા ratings and reviews આપવાના ના ભૂલતાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED