Tina -5 books and stories free download online pdf in Gujarati

ટીના - 5

ટીના-5
(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને ચાહવા લાગે છે. ટીના રવિ ને ચિઠ્ઠી લખે છે અને બને ની પહેલી મુલાકાત સારી રહે છે. પછી તેઓ વારંવાર મળવા લાગે છે. ટીના ના બર્થ ડે પર રવિ એને એક ડ્રોઈંગ, એક કાર્ડ અને ગિફ્ટ આપે છે. ટીના નું ધ્યાન ભણવા માં ન લાગતું હોવાથી તે એના વિશે રવિ સાથે વાત કરવાનું વિચારે છે. રવિ છુટ્ટા પડવાનું કે છે પણ ટીના નથી માનતી. રવિ એકવાર ટીના ને કિસ કરવાની ટ્રાય કરે છે પણ તે શરમાઈ ને ભાગી જાય છે, રવિ ને પસ્તાવો થાય છે. પણ થોડા દિવસ રહી ને ટીના સામે થી કિસ ની હા પાડે છે. એ દિવસે ટીના જલ્દી આવી જાય છે, રવિ પેલે થી આવી જ ગયો હોય છે. રવિ ઉપર હોવાથી ટીના તેને નીચે બોલાવી લાવે છે. હવે આગળ.....)


નીચે આવી ને ટીના દર વખત ની જેમ રવિ થી દુર એક ચેર માં બેસે છે. તો રવિ એને પોતાની બાજુ ની ચેર માં બેસવા માટે કે છે, એટલે ટીના શરમાતી શરમાતી ત્યાં જઈ ને બેસે છે. પછી થોડી વાર તો વાત કરે છે બને. રવિ વાત કરતા કરતા ધીમે ધીમે ટીના ની નજીક આવે છે. પછી થોડા સંકોચ સાથે ટીના ને પૂછે છે કે, શું હું તારા ખંભા પર હાથ રાખી શકું ? ટીના મોઢું હલાવી ને હા પાડે છે. રવિ ને એમ હોય છે કે પહેલી વાર છે તો ટીના ને કદાચ કેમ કરાય કિસ એ ખબર નહિ હોય, એટલે એ એના મોબાઈલ માં બતાવે છે, કે કિસ કઈ રીતે કરાય. ટીના શરમ ના લીધે કઈ બોલી શકતી નથી.

પછી હળવે થી રવિ ટીના ની નજીક આવે છે. બંને ને એકબીજા નાં શ્વાસોશ્વાસ સંભળાઈ રહ્યા છે, હૃદય ના વધતા ધબકારા અનુભવી શકાય છે. જાણે સમય થંભી ગયો હોય એમ લાગે છે. ટીના સંકોચાતી જાય છે. અને રવિ ટીના ને ગાલ પર એક કિસ કરે છે, પછી મોઢું ફેરવી ને બીજી બાજુ કિસ કરે છે. અને પછી પોતાના હોઠ ટીના ના હોઠ ની નજીક લઈ જાય છે. ટીના એ તો આંખો જ બંધ કરી દીધી હોય છે. રવિ નો હાથ પ્રેમ થી ટીના પર ફરી રહ્યો હોય છે. રવિ ટીના ને બસ જોતો જ રહે છે, અને હળવે થી પોતાના હોઠ ટીના ના હોઠ પર મૂકી દે છે. બંને ની આંખો બંધ હોય છે, એકબીજા ના સંગાથ ને પૂરી રીતે માણી રહ્યા છે. એકબીજાના હોંઠો ને સ્વાદ ચાખી રહ્યા છે. જીભ ટકરાવી ને મસ્તી પણ કરે છે. અને ધીમે ધીમે રવિ દુર જાય છે.

ટીના તો હજી આંખો બંધ રાખી ને એ જ પળ ને માણી રહી છે, કેવો આહલાદયક અનુભવ, જાણે આ જ પળે સ્વર્ગ મળી ગયું. દુનિયા નું બધું જ સુખ આના પાસે કઈ નથી એમ લાગી રહ્યું છે. રવિ પણ એકચિત્તે ટીના સામે જોયા રાખે છે, એને આજ લગી ટીના ના ચહેરા પર આવી સ્માઈલ ક્યારેય નથી જોઈ હતી. ટીના હવે ધીમે ધીમે આંખો ખોલે છે, અને બને બસ એકબીજા સામે જોઈ રાખે છે, બને ની આંખો વાતો કરી રહી હોય છે. આંખો તો પલકારો મારવાનું પણ ભૂલી ગઈ છે. બંને ની દુનિયા અટકી ગઈ છે જાણે આ જ પળ માં.

હળવે થી હવે રવિ ટીના ને પૂછે છે કે મજા આવી ? ટીના બોલવા માગે છે, પણ આજે જાણે એનો અવાજ છીનવાઈ ગયો હોય એમ લાગે છે, એટલે ફકત મોઢું હલાવી ને જ હા પાડે છે. રવિ ફરી થી પૂછે છે, બવ મજા આવી કે થોડી ? ટીના કહે છે બવ મજા આવી. હજી પણ ટીના અને રવિ એકબીજા સામે જ જોઈ રહ્યા હોય છે, આજે આંખો એકબીજા પર થી હટાવી નોતી શકાતી. રવિ ઊભો થાય છે અને ટીના ને પણ હાથ ધરી ને ઊભી થવા કહે છે. ટીના ને સમજાતું નથી કે રવિ શા માટે ઊભા થવાનું કે છે, પણ કઈ બોલ્યા વિના ટીના રવિ નો હાથ પકડી ને ઊભી થાય છે.

રવિ ટીના ને એક મસ્ત હગ કરે છે એટલે ટીના પણ રવિ ની બાહો માં સમાઈ જાય છે. રવિ ટીના ના કપાળે એક કિસ કરે છે, અને બસ એમ જ ઊભા રહે છે. આ બધા માં સમય નું ધ્યાન જ નથી રહેતું અને બારણે ટકોરા પડે છે. એટલે ટીના જલ્દી થી પાછળ ના બારણે થી બાર નીકળી જાય છે અને રવિ આ બાજુ બારણું ખોલે છે, તો બીજા બધા આવવા લાગ્યા હોય છે.

હવે તો જ્યારે મળે ત્યારે કિસ કરવાનું મન થાય, પણ દર વખતે શક્ય તો ના બને. એટલે મોકો મળે ત્યારે ત્યારે બને કિસ કરી લેતા હોય છે. આ બાજુ ટીના તેના ભણવા પર પણ ફોકસ કરે છે, કેમ કે હવે તો મહિનો જ રહ્યો હોય છે બોર્ડ ની એક્ઝામ ને આડે. પણ કોણે ખબર હોય છે, કે આ એક મહિના માં શું થવાનું હોય છે. રવિ અને ટીના તો પોતાની મસ્તી માં જીવી રહ્યા હોય છે, એમને ક્યાં ખબર છે કે થોડા સમય માં એમની જિંદગી માં તોફાન આવવાનું છે. એ લોકો તો હવે વેલેન્ટાઈન વીક ની ઉજવણી કઈ રીતે કરવી, એમાં જ પડ્યાહોય છે.

આજે 7 ફ્રેબૂઆરી હતી, એટલે કે રોઝ ડે. પણ હજી તો બને ને ઘરે થી એમ બાર જવાની કે મન ફાવે તેમ પૈસા વાપરવાની છૂટી ના હતી, ફકત ટ્યુશન માં જ મળી શકતા. એટલે બધા ડે તો સેલિબ્રેટ નાં કરી શકે. તો આજ નો દિવસ તો આમનામ જ ગયો. બીજો દિવસ એટલે કે પ્રપોઝ ડે, પણ એની માટે તો બને ને હજી ઘણી વાર હતી એટલે એ દિવસે પણ કઈ ના કર્યું. હવે કાલે 9 ફ્રેબુઆરિ એટલે કે ચોકલેટ દિવસ હતો. તો આજે રવિ એ ટીના ને કંઇક અલગ રીતે ચોકલેટ દેવાનું વિચાર્યું.

તો શું થયું હશે આગળ ? રવિ એ શું સ્પેશિયલ કર્યું હશે ? અને આ બને ની લાઈફ માં ક્યું તોફાન આવવાનું છે ? શું તે લોકો બધા જ ડે સેલિબ્રેટ કરી શકશે કે નહિ ? એ જોઈશું આગળ ના ભાગ માં.

વાચક મિત્રો, તમને કેવી લાગી રહી છે આ પ્રેમ કહાની, એ જરૂર થી જણાવજો. કોઈ suggestions હોય તો જરૂર જણાવજો અને હા, તમારા ratings and reviews આપવાના ના ભૂલતાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED