ટીના - 3 Manali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટીના - 3

ટીના-3
(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને ચાહવા લાગે છે. ટીના પેલી વાર રવિ સાથે ફોન પર વાત કરવા ટ્રાય કરે છે પણ થતી નથી. એટલે તે ચિઠ્ઠી દેવાનું વિચારે છે અને આમ ટીના અને રવિ ની પહેલી મુલકાત થાય છે પણ એમાં બવ કઈ વાત પણ નથી થતી, એટલે રવિ ટીના ને બીજી વાર મળવા કહે છે એટલે ટીના ને આજે રવિવાર ના બપોરે એક કલાક વહેલા જવાનું હોય છે ટ્યુશન રવિ ને મળવા પણ એ 10 મિનિટ તો લેટ થઈ જ ગઈ હોય છે. હવે આગળ.....)

તો ટીના હવે જલ્દી થી સ્પીડ માં સાઈકલ ચલાવી ને ટ્યુશન પહોંચે છે અને જોવે છે તો રવિ આવી ગયો હોય છે. એ અંદર જઈ ને રવિ કઈ બોલે એ પેલા સોરી કેવા લાગે છે અને કેવા લાગે છે કે મમ્મી ને રસોઈ માં લેટ થયું તું અને ઉપર થી આ સાઈકલ માં હવા નોતી એટલે લેટ થઈ ગયું, સોરી સોરી સોરી બસ એમ બોલે જ રાખે છે. રવિ કહે છેઃ "બસ, ચૂપ ટીના. હવે ના કે સોરી, મને ખોટું નથી લાગ્યું અને જો એવું જ હોય તો મારે તને સોરી કેવું જોઈએ કેમ કે પેલી વાર હું 15 મિનિટ લેટ આવ્યો હતો."

રવિ ની વાત સાંભળી ને ટીના થોડી શાંત થઇ અને બસ પછી તો શરૂ થઈ વાતોની વાતો, જાણે આજે જ એકબીજા ને પૂરેપૂરી રીતે જાણી લેવા હોય. એવા માં રવિ એ એક સવાલ પૂછ્યો ટીના ને,
રવિ : ટીના એક વાત પૂછું ?
ટીના : હા, પૂછ ને.
રવિ : તું પેલા દિવસ થી મારી સામે કેમ જોયા રાખે છે ?
રવિ ના આ સવાલ થી ટીના થોડી હેબતાઈ ગઈ કે હવે રવિ ને શું જવાબ આપવો, અને બસ એમ જ ચૂપ બેઠી રહી કંઈ ન બોલી. રવિ પણ સમજી ગયો કે ટીના જવાબ દેવા નથી માગતી એટલે તેને વાત બદલી નાખી.

તો આ મુલાકાત બવ જ સારી રહી ટીના અને રવિ માટે. બંને બવ ખુશ હતા. અને છેલ્લે રવિ એ એમ પણ કીધું કે હવે જ્યારે પણ મેળ પડે ત્યારે વહેલા આવી જવાનું આપણે મળશું અને હા, આજે છુટ્ટી ને ઊભી રેજે 2 મિનિટ. આ સાંભળી ને તો ટીના બવ જ ખુશ થઈ ગઈ કે હવે તો રવિ ને મળી શકશે. આજે ભણવા માં તો ક્યાં ધ્યાન જ હતું રવિ કે ટીના નું એ બને તો આજ ની આ મુલાકાત માં જ ખોવાયેલા હતા અને વારે વારે બધા થી નજર ચોરી ને એકબીજા સામે જોઈ લેતા.

આમ જ આજ નાં લેક્ચર પૂરા થયા અને ટીના એક બાજુ રવિ ની રાહ જોતી ઊભી રહી. ત્યાં રવિ આવ્યો અને ટીના ના હાથ માં એક ચિઠ્ઠી મૂકી ને હતો રહ્યો. ટીના ને તો ઊતાવળ હતી જલ્દી થી ચિઠ્ઠી વાચવાની, એટલે જલ્દી થી એની ફ્રેન્ડ સાથે ટ્યુશન થી થોડે આગળ જઈ ને ચિઠ્ઠી ખોલી, તો એમાં લખ્યું હતું કે,

" જોડે રેવું તેને શરૂઆત કહે છે,
જોડે જીવવું તેને જિંદગી કહે છે,
જોડે મરવું તેને પ્રેમ કહે છે,
પરંતુ અલગ રહી ને પણ જોડે રેવું
તેને "દોસ્તી" કાહે છે.

ટીના, આજ પછી જો તે ક્યારેય પણ સોરી કહ્યું છે ને તો હું તારી સાથે નહિ બોલું. "

ટીના તો બસ સાતમા આસમાને ઊડવા લાગી કે રવિ મારું આટલું ધ્યાન રાખે છે. હવે તો અવારનવાર રવિ અને ટીના મળવા લાગ્યા હતા, હા પણ હજી એક મિત્ર ની જેમ જ. બસ વાતો ની વાતો, એકબીજા વિશે ઘણું જાણી લીધું, સમજવા લાગ્યા એકબીજા ને, કેર કરવા લાગ્યા.

આ તે કેવો અનુભવ હતો, કોઈ પારકું શું સાચે આટલી જલ્દી પોતાનું બની જતું હોય છે ? એ પણ હૃદય ની આટલી નજીક. હા, પણ એક અલૌકિક અનુભવ હતો આ. સૈાથી મીઠો અનુભવ. અને શા માટે ના હોય, જ્યારે કોઈ વ્યક્તિ પેલી વાર આપણી આટલી નજીક આવે, એ પણ એ જ વ્યક્તિ જેને આપણે ચાહતા હોઈએ. આવા સમયે બધું જ ગમવા લાગે છે, જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય, દુનિયા બધા જ રંગો થી ભરપુર હોય, ચારે બાજુ માત્ર ને માત્ર ખુશીઓ ભરી હોય એવું લાગે છે.

કાલે ટીના નો બર્થ ડે હતો. એ આટલી ખુશ આજ લગી એના કોઈ બર્થ ડે પર નોતી થઈ. આ વખતે તો પોતાના રવિ સાથે બર્થ ડે પસાર થવાનો હતો, એ રવિ જેને એ પ્રેમ કરવા લાગી હતી, તો પછી શા માટે ખુશ ના હોય. આમ પણ બવ ખાસ બનવાનો હતો એનો આ બર્થ ડે. એમાં પણ જાણે નસીબ પણ એને સાથ આપી રહ્યું હોય એમ કાલે ટ્યુશન માં સવારે અને સાંજે બેય ટાઈમ એ બોલાવ્યા હતા. રવિ પણ એટલો જ ખુશ હતો. ટીના એ તો રવિ માટે એની સૈાથી પ્રિય ચોકલેટ ડેરી મિલ્ક ફ્રુટ એન્ડ નટ લાવી રાખી હતી અને બેગ માં મૂકી દીધી હતી ઘરે કોઈ ને ખબર ના પડે એ રીતે.

અને આવી ગયો આજે ટીના નો બર્થ ડે. સવારે 7 વાગ્યા માં ટ્યુશન જવાનું હોવાથી ટીના તો 6 વાગ્યા માં જાગી ને જલ્દી થી તૈયાર થઈ ને ટ્યુશન જવા નીકળી ગઈ અને રવિ ની રાહ જોવા લાગી, પણ રવિ હજી નોતો આવ્યો. હવે તો બીજા બધા આવવા લાગ્યા પણ રવિ નો આવ્યો. ટીના ને તો એમ હતું કે સૈાથી પેલા વિશ રવિ જ કરશે પણ એવું ના થવાથી ટીના ને નો ગમ્યું. ત્યાં જ રવિ આવ્યો એટલે એને ટીના ને પાછળ ની સાઈડ બોલાવી અને કહ્યું કે મારે આજે જાગવા માં મોડું થઇ ગયું અને પછી બર્થ ડે વિશ કર્યું અને કહ્યું કે તારી ગિફ્ટ તને સાંજ નાં મળશે. ટીના એ પણ થેન્કસ કહી ને રવિ માટે લાવી રાખેલી ચોકલેટ આપી એને. રવિ ના પાડતો રહ્યો આટલી મોટી ચોકલેટ લેવાની પણ ટીના તો ત્યાં મૂકી ને અંદર જતી રહી. હવે રાહ હતી સાંજ ની કે રવિ ટીના ને શું ગિફ્ટ આપશે એની.

સાંજ પણ આવી પહોંચી, અત્યારે રવિ ટીના કરતા વહેલા આવી ને એની રાહ જોતો હતો અને ત્યાં ટીના પણ આવી ગઈ, એટલે બને બેઠાં અંદર અને ટીના એ પૂછ્યું કે, મારી ગિફ્ટ ક્યાં છે ?
રવિ : 3 વસ્તુ છે તારી માટે - બર્થ ડે કાર્ડ, મે કરેલું એક ડ્રોઈંગ અને ગિફ્ટ તું કે પેલા શું આપું ?
ટીના : તે કરેલું ડ્રોઈંગ
રવિ : ઓકે, ચાલ પેલા આંખો બંધ કરી દે.
ટીના આંખો બંધ કરે છે અને રવિ એના હાથ માં ડ્રોઈંગ મૂકે છે અને ટીના ને આંખો ખોલવાનું કહે છે.
ઘણું સરસ ડ્રોઈંગ હતું તે, વૃક્ષ ની એક ડાળી પર એક નાનું એવું પક્ષી બેઠું હતું અને પાછળ મસ્ત સૂર્ય હતો. ટીના ને ઘણું પસંદ આવ્યું એ ડ્રોઈંગ. પછી રવિ એને ખરીદેલું બર્થ ડે કાર્ડ આપે છે જે જોતા જ ખ્યાલ આવી જાય કે આ બવ મોંઘું હશે અને પછી ગિફ્ટ આપે છે. ગિફ્ટ માં પરફ્યુમ હોય છે. ટીના તો બવ ખુશ હોય છે એને તો ધાર્યું પણ નોતું કે આટલી બધી ગિફ્ટ મળશે એમ. તો આ રીતે ટીના નો બર્થ ડે બવ સારી રીતે જાય છે.

ટીના નું ધ્યાન હવે ભણવા માં ઓછું લાગતું હતું અને રવિ માં વધુ, જે એને ખુદ ને મંજુર નોતું કેમ કે એ કોઈ પણ ભોગે ભણવામાં પાછળ રેવા નોતી માગતી. તો આ માટે એને રવિ સાથે વાત કરવાનું વિચાર્યું. ટીના અને રવિ હવે તો રોજ મળવા લાગ્યા હતા, પણ અને ટીના થોડી અસમંજસ માં લગતા રવિ એ ટીના ને પૂછ્યું કે,
રવિ : કેમ ટીના આજ મૂડ માં નથી ? કઈ થયું છે ?
ટીના : હા, મારા મન માં એક વાત છે.
રવિ : હા, બોલ ને.
ટીના : જ્યાર થી તારી સાથે મિત્રતા થઈ છે, ત્યાર થી મારું ધ્યાન ભણવા માં ઓછું લાગે છે. હું સમજી નથી શકતી કે કેમ આમ થાય છે ? આ બોર્ડ નું વર્ષ છે, એટલે ભણવું પણ એટલું જ અગત્યનું છે.
રવિ : તો પછી અહીંયા જ પૂરી કરીએ આપણી મિત્રતા. આજ થી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. એટલે તને ભણવા માં પણ વાંધો નહિ આવે.

તો શું જવાબ આપ્યો હશે ટીના એ ? શું તેને મિત્રતા તોડી નાખી હશે કે આગળ વધારી હશે ? એ જોઈશું આગળ ના ભાગ માં.

વાચક મિત્રો, તમને કેવી લાગી રહી છે આ પ્રેમ કહાની, એ જરૂર થી જણાવજો. કોઈ suggestions હોય તો જરૂર જણાવજો અને હા, તમારા ratings and reviews આપવાના ના ભૂલતાં.