અર્ધચંદ્ર   પૂર્ણચંદ્ર Savan Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધચંદ્ર   પૂર્ણચંદ્ર


અર્ધચંદ્ર & પૂર્ણચંદ્ર


એકવાર અકબરના રાજ્ય પર એક વિદેશી બાદશાહે આક્રમણ કર્યું.

તે સમયે અકબર બીજા રાજ્યની મુલાકાત ગયા હતા.જો અકબર સિવાય યુદ્ધ કરે તો તે આ યુદ્ધ હારી જાય તેમ હતા.આ સમય એક જ યોગ્ય રસ્તો હતો કે અકબરના દરબારમાથી કોઈ એક ચતુર અને સમજદાર વ્યક્તિ તે બાદશાહ પાસે જાય અને તે બાદશાહની જોડે સંધિ કરે તો યુદ્ધ ના થાય.

અકબરના દરબારમાં બીરબલજી જ એક જ એવા વ્યક્તિ હતા કે તે ચતુર અને સમજદાર હતા તેથી બીરબલજી તે બાદશાહ પાસે સંધી કરવા માટે ગયા અને તેની સાથે વજીર-એ-આજમ બલદેવજી પણ ગયા.

બીરબલજીને બાદશાહએ ભરી સભામાં બોલાવ્યા અને તેને કહ્યું કે અહીં તમારે અમારી અને અકબરની તુલના કરવાની અને આ તુલાનામાં મને અકબર કરતા સારા,બહાદુર અને હોશિયાર બતાવવાના આ સાંભળીને બલદેવજી તો ગુસ્સે થઈ ગયા અને તેને બાદશાહ સામે યુદ્ધની ઘોષણા કરી દીધી.

પરંતુ બીરબલજીએ ક્યું જેવી તમારી ઈચ્છા બાદશાહ અને મુસ્કુરાતા બલદેવજીને કહ્યું બલદેવજી ગુસ્સાને શાંત કરો.

બીરબલજીએ પછી એક જ વાક્ય બાદશાહને ક્યું અને તે એક જ વાક્ય સાંભળીને બાદશાહ ખુશ થાય ગયા.

તેને અકબર સાથે સંધિ કરી. બીરબલજી અને બલદેવજીને ઉપહાર સાથે વિદાય આપી પરંતુ જે વાક્ય બીરબલજી બોલ્યા તેનાથી બલદેવજીને બહુ જ ગુસ્સો આવ્યો.

જ્યારે બન્ને મહેલ પહોંચ્યા ત્યારે બાદશાહ અકબર મુલાકાત કરીને પાછા આવી ગયા હતા.પરંતુ અકબરને આક્રમણવાળી વાત કરવાની ના પાડી હતી બીરબલજી પરંતુ બીરબલજીને ખબર હતી કે વજીર-એ-આજમ બળદેવજીનો ગુસ્સો વધારે હોવાથી આ બધી જ વાત તે બહશાહ અકબરને કહી દેશે અને ફરીથી તે બાદશાહ સાથે યુદ્ધ થશે તેથી બહુ મોટું નુકસાન થશે.

વજીર-એ-આજમ બળદેવજીએ ગુસ્સામાં ને ગુસ્સામાં આ બધી જ વાત બાદશાહ અકબરને કહી દીધી. આ વાત સાંભળીને બાદશાહ અકબરનો ગુસ્સાનો પાર ના રહ્યો. તને ગુસ્સામાં ને ગુસ્સામાં બીરબલજીને ફાંસીની સજા આપવાની જાહેરાત કરી. બીરબલજીને ખબર હતી કે જો તે વચ્ચે પ્રશ્ન કરશે તો આ યુદ્ધ બહુ મોટું થશે અને ભારે નુકસાન થશે.

ફાંસીના દિવસે બધા જ દરબારીઓ અને બાદશાહ અકબર દરબારમાં હાજર થયા. બીરબલજીને ફાંસી આપવાનો સમય નજીક આવી રહ્યો હતો પરંતુ બાદશાહને આ વાત થોડી વિચિત્ર લાગી કારણ કે બીરબલજી જેવા ચતુર અને સમજદાર માણસ પોતાના રાજ્ય કે તેમના બાદશાહ વિશે આવી ખરાબ વાત બીજા બાદશાહ પાસે ના કરે.આથી બાદશાહે વજીર-એ-આજમ બળદેવજીને પાસે બોલાવ્યા અને તેમને ફરીથી કહ્યું.બળદેવજી તમે તે વાત મને કહો કે બિરબલજીએ જે વાત બીજા બાદશાહને કરી હતી.

બળદેવજી ફરીથી તે વાત ભરી સભા સભામાં કહી ફરીથી બાદશાહે તે વાત સાંભળી અને જે વાક્ય બીરબલજી બોલ્યા હતા તેના પર વિચાર કર્યો અને આખરે મુસ્કુરાતા કહ્યુ કે બીરબલજી નિર્દોષ છે તેને આપણા રાજ્ય કે મારા માટે કોઈ ખરાબ વાત કરી નથી તેથી તેની ફાંસીની સજા રદ કરવામાં આવે છે.

પરંતુ આ વાત વજીર-એ-આજમ બળદેવજીને કઇ સમજાણી નહિ.

આથી તેને બાદશાહ અકબરને કહ્યું કે આ વાત મને સમજાણી નહિ.

તમે મને આ વાત સમજાવશો.

બાદશાહે કહ્યું કે આ વાત હું તમને નહીં સમજાવુ પરતું તમને આ વાત તમને બીરબલજી સમજાવશે.બીરબલજી મુસ્કુરાતા મુસ્કુરાતા બળદેવજીને કહ્યું કે બળદેવજી ત્યારે મેં શુ કહ્યું હતુ તે બાદશાહને.

બળદેવજી વિચારતા વિચારતા એ વાક્ય ભરી સભામાં ક્યું કે રાજા બીરબલે ત્યારે કયું હતું કે બાદશાહ અકબરએ અર્ધચંદ્ર છે અને તમે પૂર્ણચંદ્ર છે.

બીરબલજીએ વાક્યનુ અર્થઘટન કર્યું અને તેને દરબારમાં ક્યું કે અર્ધ ચંદ્રનું તેજ અને પ્રકાશ દિવસે દિવસે વધતું જાય છે જ્યારે પૂર્ણ ચંદ્ર હોય છે તેનું પ્રકાશ અને તેજ ધીમે ધીમે ઘટતું જાય છે અને એક દિવસ તેની કીર્તિ અને તેજસ્વી ગુમાવી દે છે.

આજ રીતે અર્ધચંદ્રની જેમ બાદશાહ અકબર પોતાની કીર્તિ અને તેજસ્વીતા દિવસે દિવસે વધતી જાય છે અને જ્યારે બીજા બાદશાહ પૂર્ણચંદ્ર જેમ પોતાની કીર્તિ અને તેજસ્વીતા દિવસે દિવસે બાદશાહ અકબરના તુલનમા ઘટતી જાય છે.

કોઈ સમયે આપણા સગાબંધી કે આપણા મિત્ર આપણે કોઈ સમસ્યામાંથી બહાર કાઢવા માટે તે સમય સામેવાળી વ્યક્તિ પાસે આપણા મિત્ર કે સગાસબંધી સામેવાળી વ્યક્તિના વખાણ કરે કે આપણી બુરાઈ કરે છે કે પછી તેના હા મા હા મિલાવે છે ત્યારે આપણે તેના પર ગુસ્સે થઈએ છીએ અને ગુસ્સામાં ને ગુસ્સામાં તેની સાથે સંબંધ તોડી નાખીએ છીએ.પછી આપણને જ્યારે પાછળથી ખબર પડે છે કે તેણે આપણને સમસ્યામાંથી બહાર નીકળવા માટે આ બધું કરેલું હોય છે ત્યારે આપણા પસ્તાવાનો કોઈ પાર રહેતો નથી ત્યારે તે આપણા સગાસબંધી કે મિત્ર પછી આપણાથી બહુ જ દૂર ચાલ્યા ગયા હોઈ છે.

- સાવન પટેલ