જય શ્રી કૃષ્ણ, આજે મે તેમને જોઈ.
વર્ષો થઈ ગયા પરંતુ તેમને ભુલી શક્યો નથી કારણ કે તેમનો ચહેરો દિલ અને દિમાગમાં ઘર કરી ગયો હતો.
નાનકડા હતા ત્યારે કઈજ ખબર ન પડી પરંતુ આજે જ્યારે ખબર પડે છે તો સમય હાથમાંથી નીકળી ગયો.
જ્યારે તેમની સાથે રમવાનો અને મજાક મસ્તી કરવાનો સમય હતો ત્યારે તેમની સાથે ઝગડો કર્યો.
વર્ષો પછી હુ એટલે સાગર મારા ગામડે આવ્યો હતો.
તે પણ ત્યાં જ હતી પરંતુ મને અને તેમને કઈ ખબર નથી.
જુનવાણી ઘરનો જુનવાણી ડેલો ખોલ્યો તો તે મમ્મીની સાથે વાતો કરતી હતી.
મને આવતા જોઈ તેને મને એક સ્મિત આપ્યું પરંતુ હવે સમય સમય નીકળી ગયો હતો.
સમય પસાર થઈ ગયો પરંતુ આજે પણ તેમના ચહેરા પર મારા માટે તે જ પ્રેમ હતો.
તેમની આંખોમાં મિલનની ખુશી તો હતી પરંતુ મિલન સંભવ ન હતું.
તેમને હગ કરીને કિસ કરવાનું દિલ તો કહેતું હતું પરંતુ તે સંભવ ન હતું.
તેમની સાથે અનંત સમય સુધી વાતો કરવાનું મન તો થયું પરંતુ સમય ન હતો.
મને જોઈને મમ્મી મારા તરફ આવી.
"ક્યાં છે મારો કાનુડો."
"મમ્મી તે અને માહી બહાર છે"
મમ્મી તેના કાનુડાને મળવા ગઈ અને હું મારી રાધાને મળવા ગયો.
જેમ જેમ તેમની તરફ જઈ રહ્યો હતો તેમ તેમ મારી દિલની ધડકન વધવા લાગે,મન શાંત થવા લાગ્યુ અને આંખો ભીની થવા લાગી.
તે મને એકી નજર જોઈ રહી હતી.
હું એકદમ તેમની નજીક આવી ગયો હતો તે જ સમયે ઘરમાંથી અવાજ આવ્યો.
"આવી ગયો બેટા"
અચાનક અવાજને કારણે નજીકનું અંતર દુર થઈ ગયું.
"જી પપ્પા"
"ક્યાં છે તોફાની"
"પપ્પા તે બહાર છે"
"ચાલ તો હું તેમને લઈ આવું"
"જી"
પપ્પા તેમના તોફાની લેવા ગયા પરંતુ તેમનો તોફાની તેમની સામે હતો.
"કેમ છે સાગર"
વર્ષો પછી તેમનો અવાજ સાંભળ્યો.
"બસ મજામાં,તને કેમ છે"
"સારું છે"
"કઈ જગ્યાએ લગ્ન કર્યા ?"
તે કઈ બોલે તે પહેલાં મમ્મી,પપ્પા,માહી અને પવન આવ્યા.
પપ્પા અને હું સોફા પર બેસીને વાતો કરવા લાગ્યા,માહી સામાન સાથે કંઇક કરતી હતી અને મમ્મી રસોડામાં બધા માટે સરબત બનાવતી હતી.
પવન તેમની સાથે રમતો હતો.હું વાતો કરતા તેમને જોઈ રહ્યો હતો.
ફરી પહેલો સવાલ યાદ આવ્યો પરંતુ બધા હોવાથી મે તે સવાલ બીજી રીતે પૂછ્યો.
"સરિતા બંને આવ્યા છો કે પછી તું એક"
તે કઈ બોલે તે પહેલાં મમ્મી રસોડામાંથી બોલી.
"તેમને ક્યાં લગ્ન કર્યા છે"
"કેમ"
"સરિતા કૉલેજમાં હતી ત્યારે એક છોકરો તેમને પ્રેમ કરતો હતો પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ આપણા જેમ ખુબ ખરાબ હતી તેના કારણે બંને નક્કી કર્યું કે જ્યાં સુધી તેમની આર્થિક સ્થિતિ સારી ન થાય ત્યાં સુધી તે લગ્ન નહિ કરે"
મમ્મીની વાત સાંભળીને મારી આંખોમાં આસુ આવી ગયા પરંતુ તે પવન સાથે રમતી હતી.
ત્યાં મમ્મી ફરી બોલી.
"પરંતુ પાંચ વરસ થઇ ગયા તે છોકરો આવ્યો નથી"
દુઃખ સાથે મનમાં મમ્મીને કયું તે હવે આવશે પણ નથી કારણ કે સરિતા જે છોકરાને પ્રેમ કરતી હતી તે છોકરાના છોકરાના તે રમાડે રહી છે.
તે પણ મારી સામે દુઃખની નજરે જોઈ રહી હતી પરંતુ હવે ન કઈ હું કરી શકતો હતો કે ન કઈ તે કરી શકાતી.
થોડો સમય તે બેસીને દુઃખ સાથે તે જતી રહી.
કઈ આપતી ગઈ તો
બસ તેમની
અમર યાદો
- સાવન પટેલ