amar yado 2.0 books and stories free download online pdf in Gujarati

અમર યાદો 2.0


અમર યાદો 2.0


દસ વર્ષ થઈ ગયા પરંતુ આજે પણ તે દિવસ અને સમય યાદ છે.

તેમની અને મારી પહેલી મુલાકાત.

સવારનો સમય

હુ ખુલ્લા મેદાનમાં ઠંડા પવન સાથે ચાલી રહ્યો હતો.

કાનમાં હેરફૉન અને હાથમાં પરસેવો લૂછવા માટે લેપ્તીન
તે જ સમયે એક સોંગનના અવાજ કરતા ખુબજ મોટો અવાજ આવ્યો.

મે હેરફૉન કાનમાંથી ઉતારી પાછળ જોયું.

એક સુંદર અને મનમોહક છોકરી સ્કુટી પરથી પડીને જમીન પર સુતેલી હતી.

"એ ભુત તારામાં કઈ અકલ જેવું છે કે નહીં"

તે ગુસ્સામાં ખુબ જ સુંદર લાગતી હતી.

"ના મારામાં અકલ નથી"

"અહીં હું સ્કુટી પરથી પડી છું અને તું મને જોવે છે, પહેલાં મને ઊભી તો કર પછી મને મન માણી જો જે"

મે તેમને ઊભી કરી અને તે કપડા સાફ કરતી દુર ગઇ.

મે તેમની સ્કૂટીને ઊભી કરી અને મારા હાથમાં સ્કુટીનું હેડલ હતું.

"તારા બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં"

મે સ્કુટીનું હેડેલ મુકી દીધું સ્કુટી ભફફ દેરાની નીચી પડી.

"ઓહ્... બુદ્ધિના બારદાન. આ તે શું કર્યું"

"મારામાં ક્યાં બુદ્ધિ છે"

તેને સ્કુટી ઊભી કરીને ઘોડી મારી અને તે મારી પાસે આવી.

"હવે બોલ શું છે તારે"

"તારે શું છે બોલ"

"લાવ પાંચ હજાર રૂપિયા"

"સેના પાંચ હજાર રૂપિયા"

"આ સ્કુટીમાં જે ખર્ચ થશે તે"

"હવે જા જા..., પાંચ હજાર રૂપિયા શું ફૂડી કોડી પણ નહીં આપું"

થોડો સમય માથાકૂટ ચાલી અને પછી બંને ઘરે જતા રહ્યા.

ઘરે જઈને ફ્રેશ થઈને હું ગેરેજ આવ્યો.

દરરોજની જેમ હું ગેરેજમાં કામ કરતો હતો તે સમયે

"ઓ બોસ આ સ્કુટીને જોવોને હું ચલાવીને અહીં આવી છું, સવાર સવારમાં કોઈ વાંદરાએ આ સ્કુટીની માબેન એક નાખી છે"

મે તેમની સામે જોયું.

તે ડ્રેસમાં સુંદર લાગતી હતી,ખુલ્લા કેશ તેમની સુંદરમાં વધારો કરી રહ્યા હતા, કપાળ પર લાલ રંગનું નાનું બિંદુ જેવડું ટિળક.

"તું સલા....."

"તો કોણે કહેતી હતી"

"તું જ હતો ને આ બધું કરવા વાળો"

"તો જા નથી કરી દેવી સ્કુટી સરખી"

થોડો સમય તેને મારી સામે રોદળા રોયા પછી મને તેમના પર દયા આવી અને તેમની સ્કુટી સરખી કરી દીધી.

જ્યારે સ્કુટી સરખી થઈ ગઈ ત્યારે

"આ તો હું આ શહેરમાં નવી છું અને મે કઈ જોયું નથી એટલે અહીં આવી બાકી અહીં આવત જ નથી"

"હવે કામ થઈ ગયું એટલે રામ રામ"

"હા તો તને શું લાગે છે કે હું તારી સાથે જય શ્રી કૃષ્ણ કરું"

થોડો સમય તો હું કઈજ ન બોલ્યો

તે સ્કુટી પર બેસીને સ્કુટીનો સેલ્ફ માર્યો.

"ઓહ્...મહારાણી એલિઝાબેથ પૈસા કોણ આપશે"

"તને રામ રામમાં ખબર નથી પડતી,ગધેડા"

હું કઈજ ન બોલી શક્યો અને તે ચાલી ગઈ.

થોડા સમય પછી તે ફરીથી આવી.

મને થયું કે તેને બુદ્ધિ આવી ગઈ હશે એટલે પૈસા દેવા આવી હસે પરંતુ તે બાજુની દુકાનમાં જતી રહી.

તે દુકાન એક કડલેરી હતી.

થોડા સમય પછી તે દુકાનની બહાર આવીને મારી પાસે આવી.

"ઓહ્ ઓસામા બિન લાદેનના જમાઈ આજથી હું આ દુકાનમાં નોકરી કરવા આવી છું તો તું આ ભંગાર ગેરેજનો સમાન થોડો દુર રાખજે"

"ઓહ્, હિટલરની ભાણકી તારે જે કરવું હોય તે કરજે બાકી સમાન તો અહીં જ રહે છે"

"અરે....., તારા અને તારા ગેરેજના સાકીનાકા"

તેને ત્યાં પડેલું એક ઓઈલનું પાત્ર ઉપાડ્યું અને મારા પર ફેંકવા જતી ત્યાં તે પાત્ર તેમના હાથમાંથી છટક્યું અને તે ઓઇલ ઓઇલ થઈ ગઈ.

આ જોઈ મને ખુબ હસવું આવ્યું.

તે જમીન પર પગ પછાડીને ત્યાથી જતી રહી.

બીજા દિવસ ફરી સવાર સવારમાં મારું માથું ખાવા આવી.

આજે તે અતિ સુંદર લાગતી હતી.હું તેમને જોઈ રહ્યો.

તેને એક પથ્થર ઉઠાવ્યો અને ગેરેજની બહાર જે પાણીનું માટલું હતું તેના પર ફેંક્યો અને માટલું ફોડી નાખ્યું.

" ઓહ્...."

હજી તો હું કઈ બોલું તે પહેલા એકદમ મારી સામે આવીને

"શું છે બોલ તારે"

"કેમ માટલું ફોડ્યું"

"મને ન ગમતુ હતું"

મે પણ પથ્થર ઉઠાવ્યો અને તેમની સ્કુટીનો અરીસો ફોડી નાખ્યો.

મે હાથ ખખેરતા.

"મને પણ ન ગમતો હતો"

થોડીવાર માથાકુટ ચાલી અને ફરી તે જમીન પર પગ પછાડીને ચાલી ગઈ.

હું પણ મારા કામમાં વ્યસ્ત થઈ ગયો.

બોપારનો સમય હતો હું જમીને ખુરશી પર બેઠો હતો.

ત્યાં કટલેરીની દુકાનમાંથી અવાજ આવ્યો.

"હો ભિખારી જમ્યું કે હરિવાલા"

મે માથું હલાવીને હા પાડી.

"બાકી ન જમ્યું હોય તો અહીં જમવાનું વધ્યું છે"

હું કઈજ ન બોલ્યો અને સ્મિત સાથે આંખો બંધ કરીને સુઈ ગયો તે પણ સ્મિત સાથે દુકાનમાં ચાલી ગઈ.

થોડા દિવસો આવું ચાલતું રહ્યું.

ક્યારેક તે મારી સાથે ઝગડતી તો ક્યારેક તે મારી કેર કરતી.

સમય પસાર થવા લાગ્યો બંને વચ્ચે એક અજબ પ્રકારની દોસ્તી થઈ ગઈ તેને મારા વગર ન ચાલતું અને મારે તેના વગર ન ચાલતું.

વર્ષા ઋતુ હતી, સાંજનો સમય હતો.

હું ગેરેજની અંદર કામ કરતો હતો, તે પણ એકલી જ દુકાનમાં હતી.

વરસાદ પણ ખુબ જ પડતો હતો, અંધારું પણ ખુબ જ થઈ ગયું અને તેમાં અચાનક લાઈટ જતી રહી.

તે ગેરેજમાં આવી.

"અોહ બુધ્ધુ મને ડર લાગે છે"

"તો અહીં બેસને પાગલ"

તે ખુરશી પર બેસી.

તે દિવસ તેને ખુબ નરમ કાપડની સાડી પહેરી હતી જેના કારણે તે ખુબજ સુંદર લાગતી હતી ઉપરથી વરસાદ તેના પડવાથી તેમની કમર દેખાતી હતી,તેના ખુલ્લા કેસ તેમની સુંદરતામાં વધારો કરતા હતા, હોઠ પર ગુલામી રંગની લિસટીપ લગાવેલી હતી.

હું મારા કામમાં વ્યસ્ત હતો ત્યાં અચાનક એક ભયંકર વીજળી થઈ અને તેને ડરીને મોટેથી બૂમ પાડી.

"હવે શું થયું રાવણની માસી"

તે ડરતા ડરતા બોલે.

"મને આ વીજળીથી ખુબ જ ડર લાગે છે"

આ સાંભળીને હુ હસવા લાગ્યો.

મને જોઈને તેને ગુસ્સામા મારો શર્ટ પકડ્યો.

"શું હસે છે"

"તો હસવું જ આવેને"

"કેમ"

હું કઈ જ બોલું ત્યાં એક બીજી ભયંકર વીજળી થઈ અને તે મને ભેટી પડી.

હું કઈજ બોલી ન શક્યો.

મે પણ મારા બંને હાથ તેમના પીઠ પર રાખ્યા.

બંને એકબીજામાં ખોવાઈ ગયા,તેમને તેમનું મુખ મારી છાતીથી દુર કરી અને મારા મુખ તરફ કર્યું, તેમના ગુલામી હોઠ પર વર્ષાનું એક બુંદ મારો રોમાંસ જગાડી રહ્યો હતો.

તે તેમના કોમળ હોઠ મારા હોઠ નજીક લાવતી હતી બંને હોઠ વચ્ચે સૂક્ષ્મ અંતર હતું, બંનેના ગરમ શ્વાસ ગરમીમાં વધારો કરી રહ્યો હતો.

હજી હું કઈ વિચારું તે પહેલાં તેમને મને કિસ કરી તેમની કિસ સાથે મારા દિલમાં એક વીજળી થઈ.

થોડા સમય પછી તેમના કોમળ હોઠ મારા હોઠથી દુર થાય અને તે સરમાઈને ચાલુ વરસાદે બહાર જતી રહી.

તે આંખો બંધ કરીને મુખ આકાશ તરફ રાખીને,બંને હાથની ખુલ્લા કરી અને હથેળી આકાશ તરફ રાખી ગોળ ગોળ ખુશીની સાથે ઘુમવા લાગી.

તે ખુબ જ ખુશ હતી હું ગેરેજમાં બેસીને આ ખુશીની પળની મોજ મારી રહ્યો હતો.

ત્યાં અચાનક એક ભયંકર વીજળી થઈ અને મારી આંખોની સામે તે રાખ થઈ ગઈ આ દ્રશ્ય જોઈને મારી આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ.

હું દોડને તેમની પાસે ગયો તો ત્યાં તેમની અમર યાદો હતી.
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED