હોરર એક્સપ્રેસ - 23 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

હોરર એક્સપ્રેસ - 23

પિતાજી પડછંદ અવાજ માં બોલ્યા અને ત્યાં કાબરો ની જેમ પેલી છોકરીઓ તેમને શબ્દોમાં વળગી પડી.
ક્યાંથી આવી જાવ છો.
આ બધું સંભાળીને વિજય નો પિત્તો ગયો તેઓ લગભગ ઊભા થઇ ગયેલા અને જે છોકરી બોલી તેના મોઢા ઉપર લીલો રૂમાલ ફેકી મારે છે.
"મિસ્ટર તમને શરમ નથી આવતી લેડીઝ ઊભી હોય અને તમે બેસી રહ્યા છો અને ઉપરથી જુવાનજોધ દીકરાને પણ બેસાડી દીધો છે."
બાજુમાં પિતાજી આગળ બોલવા જાય એ પહેલો તો કેટલા લોકો એ વિશ્વાસ પૂરાવી દીધો.
તે બધાનું કહેવું હતું કે છોકરીઓ ઉભી ન રહે.
સારુ .....
તમારી બેસવું હોય તો મારી જગ્યાએ બેસી જાઓ.
હું ઉભો રહીશ પણ મારા પિતાજી ઊભા નહીં થાય વિજય ની વિનંતી બધા એ માન્ય રાખી અને તે ઊભો થઇ ગયો.
છોટી જેવી પાતળી ત્રણ કન્યાઓ દબાઈ ની સીટમાં ગોઠવાઈ ગઈ.
બસ ચાલી નીકળી કંડકટરનું રોજની જેમ ટિકિટ ફાડવા નો કાર્યક્રમ શરૂ થયો બે કલાક ઊભું રહેવાનું હતું પણ વિજયની મજાની સીટ નહોતી મળી એની મમ્મી પણ જોકો ખાઈ રહી હતી એના પપ્પા બાજુમાં બેઠેલા હતા અને બારીની બહાર સમય પસાર કરવા નજર નાખી રહ્યા હતા.
પેલી છોકરીઓ મઝાથી બેસીને કાનમાં ઈયરફોન નાખી સાંભળી રહી હતી.
બસ પુરપાટ દોડતી જઈ રહી હતી મોટાભાગના લોકો સૂઈ ગયા હતા વિજય નું અંતર મન પાછું સપના માં ફરી ગયું.
કોણ બોલાવતું હતું.
એને સપનાઓ નવા નવા અનુભવ અને નવી નવી આત્માઓ કેમ કરી ને તેને મળ્યા કરતી હતી એવું તે શું થયું હતું એના જીવનમાં જે ભયાનકતા ની સાથે જિંદગી વીતી રહી હતી.
આ વખતે વિજય સપના માં એક અવાવરું જગ્યાએ ઊભો હતો.ચારેકોર બસ કાંટા અને જાખરા દેખાઈ રહ્યા હતા.જ્યાં જુઓ તો ભૂતાવળ જેવું વિરાન પડ્યું હતું ધૂળની ડમરીઓ ઊડીતી જતી હતી અને જોવામાં બધું ભયાનક લાગી રહ્યું હતું......
કેતન તો અહીંયા વિજયને તને તેની પાસે આવતો જુવે છે. દૂરથી કહી દે છે.
વિજય કેતન ની પાસે આવીને બોલ્યો તું પેલા રૂમમાં બંધ હતો ને.......
તેણે મને છોડી મૂક્યો.
હું તને સ્પેસીઅલ અહી મલવા આવ્યો છું.
અરે હા હું પણ તને જ મળવા આવું છું.
બંને એકબીજાને જોઈ રહ્યા એકબીજા ના સવાલો ના જવાબ શોધતા હતા.
જાણે બંને અસમંજસમાં હતા તેઓ ભૂતયોની માં કેવી રીતે ફસાઈ ગયા હતા એનો જવાબ મળવો મુશ્કેલ લાગતું હતું.
મારે કોઈને મરવું નથી.
કેતન ના શબ્દો કાનમાં ગુંજી ઉઠયા અને વિજય લાચારી અનુભવવા લાગ્યો.
શું આખું જીવન આવું બધું જ ચાલવાનું ભયના ઓથાર નીચે જીવ્યા કરવાનું.
વિજય આપણે આગળ જવાનું છે.
પણ કહો તું આ બધું કેમ જાણે છે.
તારા પહેલા એ ભૂત મારી જોડે આવેલું અને મને ઓર્ડર કર્યો કે ભૂત જોડે તમે લઈ જવો અને તેના બદલામાં તે મને છોડી દેશે આવી હતી એની શરત......
ભાઈ વિજય નું શરીર અર્ધબેભાન અવસ્થામાં મૂંઝવણમાં ગોથા ખાઈ રહ્યું હતું. હમણાં હમણાં તેણે પોતાની ઉંમરથી ઘણા મોટા અનુભવ કરી લીધા.ભૂત સાથે તેના અવારનવાર મુલાકાત લઈ મળતો હતો.
વળી આ કેતન વાતનો વધારે ફોડ પાડતો ન હતો.
તારે જેટલું જાણવું છે એટલું હું તને કહી દઉં.
વિજય ની નારાજગી લોબી ચાલી કેતન ભણવા માં વિજય હોશિયાર ન થોડું ઘણું ભણી લેવા તે શાળામાં આવતો પણ એવું કશું લાગતું નહોતું કે તે ભણી ઘણું આગળ વધશે અને વિજયની સરખામણીમાં તેની બુદ્ધિ ધન તો કશુંય ન હતું. બંનેનું મળવું અને નીકળવું .....
અને આટલું આગળ વધુ એક આચાર્ય ની વાત હતી. કેતન જોડે જો ભૂતિયા અનુભવોનું ભાથું વધારે હોય તેમ લાગી રહ્યું હતું અને તે વિજયનું માર્ગદર્શક બની ને વર્તતો હતો.
વધુ આવતા અંકે......