horror express - 22 books and stories free download online pdf in Gujarati

હોરર એક્સપ્રેસ - 22

Jay Hanuman dada
વિજય તે જાણતો હતો કે તેને જાણે અજાણે આગળ ઘણું જોવા મળશે.
ઉડતા પક્ષીઓને જોઈ લીધા અને એવી દુઆ માંગી લીધી કે બિચારી છોકરી ના આત્માને પણ પક્ષીઓની જેમ મુક્ત થઈને ઊડી જાય......
હવે વિજયને તેના મિત્ર ને મળવાની ઈચ્છા થઈ એટલે વિજય નોકરી પતાવીને ઝડપથી પોતાના ઘરે જવા નીકળી છે.
પોતાને ઘરે જઈને જમી ને વહેલું સૂઈ જાય છે તેના પપ્પા અને મમ્મી જાગતા હતા વિજય એકલો બહાર સુતો હતો અને તેના મમ્મી-પપ્પા ઘરની અંદર પલંગમાં એકબીજાનો સહવાસ લઈને સૂઈ રહ્યા હતા.વિજય નોતી ખબર કે તે એકલો બહાર સૂઇ રહ્યો હતો. રાત જામવા લાગી.
અડધી રાતે વિજયના દિમાગ ઉપર કોઈકે હુમલો કર્યો અને તે હુમલો ભયંકર તાકાત ધરાવતો હતો.વિજય તો એક બાજુ પડખું કરીને સુઈ ગયો જાણે તેનું મગજ પકડીને તેને આંખો ખોલી નાખીને તરત જ જાગી જવાય.
વિજય જાગ્યો ત્યારે તેનું માથું દુખતું હતું તે પારલૌકિક અનુભવો નો ઘણો ત્રાસ હતો.
ત્યારે તેણે જોયું કે બહારની બાજુએ એકલો સૂઈ ગયો હતો તેના મા-બાપ તેની બાજુ માં ન હતા......એના કપાળ પર પરસેવો છૂટી ગયો.
તે ધીમેથી ઊભો થયો,બારીમાંથી અંદર જોવા માટે તે ગયો પણ જાણતો હતો કે અંદર તેના માબાપ સૂઈ રહ્યા હતા.
તે ઉભો થયો અને ડોકિયું કર્યું અને તે સપનાની યાદ આવી ગઈ.
ભૂતાવળ તેને તે દિવસે રોકી રહી હતી કેવી રીતે તે દરવાજો નિશબ્દ બની ગયો અને તેનો પ્રવેશ અટકી ગયો. એ બધું જ યાદ આવતો અંદર જોવાની તેની હિંમત આવી ગઈ તે અંદર જોઈ ન શક્યો અને પાછું છાનું માનું પોતાની પથારીમાં સૂઈ ગયો.
"ટૂંટિયું વાળીને તે રાતે પથારી વશ થઈ ગયો તેને હવે બીજો કોઈ અનુભવ લેવાની તાકાત તેનામાં ન હતી."
તે મનમાં ને મનમાં હનુમાન દાદાનું નામ લઈને સૂઈ ગયો જે તેના પપ્પાએ તેને શીખવાડ્યું હતું અને સવાર પડી ગઈ.

રાત્રે થયેલા અનુભવને લીધે વિજય ને થોડુંક મોડું થયું.
વિજય ના પિતાજી તો તૈયાર ઊભા હતા અને વિજય ને ઉઠાડે છે.
"જલ્દી ઊઠ બેટા તારે નોકરી જવાનું મોડું થશે."
પપ્પા નો ઉદગમ અવાજ સાંભળીને વિજય ફટાફટ તૈયાર થઇ જાય છે અને પોતાની બેગ લઇ ને નોકરી જવા માટે તૈયાર થઈ જાય છે. જેવો તે બસ સ્ટેશનની જાય છે અને બસ આવી જાય છે ને ફટાફટ બસમાં તેનો પરિવાર બેસી જાય છે.
બસ ધુમાડા કાઢવા લાગી અને લોકોના ટોળેટોળા બસમાં ચડવા લાગે છે. તેના ગામ માંથી વિજાપુર જતી એક જ બસ હોવાથી લોકો ખીચોખીચ ભરાઈ જાય છે અને તે બેસી ગયા હતા.
હવે બન્યું એવું કે તે સીટમાં તેઓ ત્રણ જણા બેઠેલા તેઓ ની સીટ માં કોઈ કે પોતાનો રૂમાલ મૂકી રોકેલી જગ્યા હતી તે આવીને તેઓની સાથે ચોક્કસ લડવાનું થવાનું હતું અને એટલે જ વિજય ને હટાવી તેના પપ્પા સીટ માં પગ વાળી ને બેસી ગયા.
વિજય ને વચ્ચે રાખવામાં આવ્યો અને તેની મમ્મી બાજુમાં બેસી.
વિજય ને બારી માં બેસવું પસંદ નહોતું પવન જોરથી તેના ચહેરા પર વાગવા લાગ્યો. ત્યારે તેને ગુસ્સો આવે છે. મિસ્ટર તમે અહીંયા ન બેસી શકો ચાર-પાંચ ફેશનેબલ છોકરીઓ આવીને વિજય ના પપ્પા જોડે લડવા લાગી વિજય સમજી ગયો કે પેલો રૂમાલ આ છોકરીઓ નો જ હતો. આજે તો વિજય ના પપ્પા અને મમ્મી પણ સાથે હતા( કારણકે વિજયના કાકા વિજાપુર રહેતા હોવાથી તેમની મુલાકાતે વિજય મમ્મી પપ્પા નીકળ્યા હતા અને વિજય નોકરી કરવા માટે નીકળ્યો હતો.)
જુઓ અમે તો બેસી ગયા છીએ તમે તમારો રૂમાલ લઇ લો ....
વધુ આવતા અંકે......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED