Adhuro Prem. - 58 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 58 - સંઘર્ષ

સંઘર્ષ

પોતાનાં પતીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરીને ફરી નવી જીંદગી શરૂ કરીને પલકને હૈયામાં કપરો આઘાત લાગ્યો. પરંતુ કરે પણ શું ? વકલે એનાં પતી વીરુધ્ધ અંધારામાં રાખીને છુટાછેડા લીધાં વગર જ બીજાં લગ્ન કરી લેવાં માટે કેસ દાખલ કર્યો. નોટિસ ફટકારી"આજની તારીખે પલક પણ કોર્ટમાં હાજર રહી હતી.

વકીલે દલીલ રજું કરી કોઈ વ્યક્તિ પોતાની પ્રથમ પત્નીને છુટાછેડા આપ્યાં વગર હીન્દુ ધર્મનાં કાનુન મુજબ બીજાં લગ્ન કરી ના શકે.આ ફ્રોડ માણસને સજા થવી જોઈએ. ખુબ જ જબરજસ્ત દલીલો રજુ કરી. એકબીજા વકીલોએ સામ સામે ગંભીર આરોપ લગાવ્યયાં.

વીશાલે કોર્ટમાં જ કહ્યું કે સર આ નાલાયક સ્ત્રી છે.એનાં કેટલાય પુરુષો સાથે શારિરીક સંબંધો છે,એક વખત મે મારી સગી આંખે આ સ્ત્રીને પરપુરુષ સાથે નગ્ન અવસ્થામાં મે પોતેજ જોઈ છે.હવે તમેજ કહો સાહેબ આવી બત્ચલન સત્રી સાથે હું મારું જીવન કેવીરીતે વીતાવું.

વીશાલની વાત સાંભળીને જજ સાહેબ પણ તમ્રી ખાઈ ગયાં. અને કહ્યું આ નફ્ફટ માણસને બહાર બેસાડો.જજને ખબર હતીકે આ માણસ જુઠ્ઠું બોલે છે. પરંતુ એ સબુત વગર કરે પણ શું ?

વીશાલનાં વકીલે પોતાની દમદાર સફાઈ થી સાબિત કરી દીધું કે કાનુન મુતાબીક છ વર્ષ કોઈ પતી પત્ની દુર રહે.અને એનાં વચ્ચે કોઈ પતી પત્ની જેવો સંબંધ ના હોય તો એ કાયદાકીય રીતે છુટાજ કહેવાય. અને એ પોતાની મરજીથી બીજાં લગ્ન પણ કરી શકેછે.

આજની કોર્ટની મુદદ પલક માટે ખુબ માનસિક ત્રાસદાયક હતી.પરંતુ હવે એનું કાળજું પથ્થર જેવું કાળમીંઢ બની ચુક્યું હતું. જાણે એનાં દીમાગ ઉપર એ વાતની કોઈજ અસર ન પડી.હસતાં હસતાં બસમાં બેસીને ચાલી નીકળી,ને કહ્યું હવે તમે સંભાળી લેજો વકીલ સાહેબ લાગેછે,હવે મારે આવવું શક્ય નથી.

વકીલે પણ કહ્યું ઠીકછે, બેન હવે જ્યાં જરૂર પડશે ત્યાં જ તમને બોલાવીશ.

પલક આટલાં વર્ષો પછી એક વાત સમજી ચુકી હતી કે એને પોતાની સરકારી નોકરી હોવાથી કોર્ટ તરફથી કશો પણ ચુકાદો એનાં તરફી મળવાની આશા કે શક્યતા નહીવત લાગી. પરંતુ એનાં ચકકરમાં એ લાખો રૂપિયા ફી ના રુપમાં વકીલને આપી ચુકી હતી. અને એકેક મહીને આ શહેરથી આ શહેરમાં કોર્ટની મુદત એ અલગ.

હવે પલક બીલકુલ એકલી પડી ગઈ છે, કારણકે અવારનવાર
એનાં પતીએ લગાવેલાં આરોપથી પલકની મમ્મી પણ એની ઉપર શંકા વ્યક્ત કરે છે. સવીતાબેને એને બાધાંભારે એકવાર
પુછ્યું પણ ખરુ કે હે પલક આ વીશાલ જે કાંઈ આડું અવળું બકવાસ કરેછે,એ સાચું છે કે જુઠ્ઠું ?

એ સમયે પલકને જાણે ધરતી માગ આપે તો સમાઈ જવાનું મન થઈ ગયું હતું. એણે મમ્મીને એકપણ શબ્દ કહ્યો નહીં. બસ ચુપચાપ ત્યાંથી નીકળી ગઈ. અને પોતાનાં ઘેર પોતાની દીકરીને સાથે જતી રહી. મનમાં વિચાર કરેછે , અરેરે ! આવું પણ જોવાનું બાકી હતું જીવનમાં. એ દરમિયાન ઘણીવાર જીવન ટુંકાવવાનો વીચાર આવ્યો હતો. પરંતુ આ મારી નાનકડી પરીએ મને મરવાં પણ ન દીધી.

હવે એણે પોતાનાં જીવનનો ધ્યેય નક્કી કરી લીધો.આજથી એનો "સંઘર્ષ"ચાલું થયો છે.હવે એનાં મનમાં એકજ લક્ષ છે.બસ ઈમાનદારી પુર્વક નોકરી કરવાની અને પોતાની દીકરીને ખુબ ભણાવી ગણાવી અને પગભર કરવી.દીવસ ઉપર દીવસ વીતવાં લાગ્યાં.


વહેલી સવારે ઉઠીને ઘરનું કામ કરીને ટીફીન તૈયાર કરે તેમજ દીકરીને તૈયાર કરી સ્કુલે છોડીને પછી પોતાની ઓફીસે જાય. વળી ઓફીસથી છુટીને દીકરીને સ્કુલે રીસીવ કરવાં જાય. વળી ઘેર આવે અને જમવાનું તૈયાર કરે.આ નિત્યક્રમ થઈ ગયો. સાથે સાથે કોઈ ઓફીસનાં મીત્રો આવે ક્યારેક ત્યાં પાર્ટી હોય કે જમવાનું હોય એવીરીતે થોડો થોડો આનંદ મળતો ગયો. પરંતુ પલકને થોડું થોડું જીવન અધુરું લાગતું હતું.
એકદિવસ પલક અને વંદના બેઠીછે, અચાનક વંદનાએ કહ્યું મમ્મી પેલાં આકાશ અંકલને બોલાવને એ મને બહું જ ગમે છે.પ્લિઝ મમ્મી પ્લિઝ બોલાવને વંદનાએ ખૂબ જીદ કરી.

પલકે કહ્યું તું ફોન કરીજો" કારણકે મારાથી એ રીસાઈ ગયો છે. હવે એ મને મળવાં કદાચ નહી આવે.તું જોતી નથી બે વર્ષથી એકપણ ફોન નથી કર્યો. આકાશનાં નામ માત્રથી પલક આનંદવિભોર બની જતી હતી. એણે કહ્યું તારા ફોનમાંથી નંબર ડાયલ કરીને બોલાવી જો.

વંદનાએ કહ્યું ઠીક છે, મને નંબર આપો ને વંદનાએ નંબર લગાડી કહ્યું કોણ ? આકાશ અંકલ ?

સામેથી કહ્યું હાં જી બોલું છું, આપ કોણ ?

વંદનાએ કહ્યું અંકલ હું તમારી પલકની વંદના"

આકાશ વંદનાનાની આવી વાતથી અચંબિત થઈ ગયો. એણે કહ્યું અરે ! અરે ! બેટાં તને આવું બધું બોલતાં કોણે શીખવ્યું ?
અંકલ એ બધું જવા દ્યો કોણે શીખવ્યું શું થયું કે શું ન થયું"તમે અત્યારે ને અત્યારે અમારા ઘેર આવો હું અને મમ્મી તમારી રાહ જોઈએ છીએ. અને અત્યારે તમારે જમવાનું અમારાં ઘેરજ છે.જો તમે નહી આવો તો તમને તમારી વંદનાનાં સોગંદ છે.એટલું કહી અને વંદનાએ ફોન કટ કર્યો.

પલકે કહ્યું શું કહ્યું આકાશ અંકલે ? હું એનાં સ્વભાવને બરોબર ઓળખું છું. એ કોઈદિવસ નહીં આવે કારણકે એ જ્યારે મને છોડીને ગયો હતો ત્યારે મે એને એકજ શબ્દ કહ્યો હતો.અને કેટલાય વર્ષો મને છોડીને જતો રહ્યો હતો. એ બહું જ પ્રેમાળ પણ છે અને ખુબ જ નીષ્ઠુર પણ છે.અગર કોઈ વાત એનાં હ્લદયમાં લાગી જાય તો એ ક્યારેય ભુલી નથી શકતો.એ નહીં આવે મને ખબર છે.

વંદનાએ કહ્યું મને વીશ્ર્વાસ છેકે આકાશ અંકલ જરૂર આવશે
બંન્ને માં દીકરી વાતો કરેછે ને દરવાજો ખટખટાવ્યો ખોલીને જોયું તો આકાશ હતો.પલકને નવાઈ લાગી એણે આકાશને કહ્યું મને હતું કે તું નહીં આવે ?

હમમમમ આકાશે કહ્યું કદાચ તે ફોન કર્યો હોત તો ન પણ આવેત' પરંતુ વંદનાએ એનાં સોગંદ આપ્યાં હતાં. એનાં સોગંદ મારાથી કેમ કરીને ઉથાપાય.

આકાશનો હાથ પકડીને પલક એને પોતાનાં બેડરૂમમાં લ્ઈ ગ્ઈ.આકાશને ખુબ જ ટાઈમ હગ કરીને ફરી ખુબ રડીછે.પલકે કહ્યું એનાં પતીએ બીજાં લગ્ન કરી લીધાં છે.એ વાતથી પોતે ખૂબ દુઃખી છે.અને બીજું તો કશું નહીં પણ એ મમ્મીની વાત હજીએ મને શાંતિ નથી લેવાં દેતી.એણે પણ મને જાણતાં હોવાં છતાં મારી ઉપર શક કર્યો. ત્યારબાદ આજસુધી મે મમ્મી જોડે વાત નથી કરી.

આકાશે કહ્યું અરે ! પલક ? તું પાગલ છે ? માસીએ શું ગુનો કર્યો છે. કોઈની વાતમાં આવી જવું એ માણસનો સ્વભાવ છે. અને ખાસ કરીને જે વાત વારંવાર બોલવામાં આવે એ સાચીજ લાગેછે.તારે માસીને વાત કરી લેવી જોઈએ. અને માફી માંગવી જોઈએ પલક,તે બહું મોટી ભુલ કરી છે. માસીને કેટલું બધું દુઃખ થયું હશે.

આકાશે કહ્યું મને માસીનો નંબર આપ હું જ લગાડી આપું છું.
પણ પલકે કહ્યું નાં આકાશ તું રહેવાં દે, હું કરી લ્ઉ છું, ફોન લગાડી માં દીકરી ખુબ રડ્યાંછે. એકબીજાને માફી માંગી. અને કહ્યું.મમ્મી આજે આકાશ આવ્યો છે, વંદનાએ બોલાવ્યો છે.હું આકાશને આપું તું વાત કરી લે,આકાશને કહ્યું બેટાં મારી પલકનું ધ્યાન રાખજે તું ત્યાં ગયો પછી એકપણ વખત વાત નથી કરી.આજે તારી સાથે વાત કરી આનંદ થયો. ઘરમાં બધાને યાદ આપજે.(ફોન કટ થયો)

પલક અને આકાશ ખુબ મોડેસુધી બેઠાં હતાં. એકબીજાને ભેટીને વારંવાર બાળપણમાં ખોવાઈ જતાં હતાં. પલકે કહ્યું આકાશ એક વાત કહું ? તું ખોટું ન લગાડીશ ?

આકાશે કહ્યું હાં પલક શું બોલ શું કહેવું છે ?

આકાશ તું ધ્યાનથી સાંભળજે તારી સામે આખી જીંદગી પડી છે.તારી પત્ની પણ તને બહુ પ્રેમ કરે છે. અને તારા બાળકો તો કેટલાં ક્યુટ છે.તું મારી પાછળ તારો હસતો ખેલતો પરીવાર બરબાદ ના કરી નાખીશ.જો આકાશ મારી જીંદગી તો હવે હંમેશા આવી "સંઘર્ષ"પુર્ણ જ રહેછે.કારણકે મારું ભાવી વીધાતાએ નક્કી કરી નાખ્યું છે. અને એ પણ મે મારા હાથેજ લખ્યું છે. અત્યારે મને થાય છે કે એક દીવસ મેં મારી જાતને કંટ્રોલ કરી લીધી હોત તો આજે જીવન કાંઈક જુદું જ હોત.એક ભુલે કરીને આજે વંદના મારી સાથે છે.અને એનું પણ જીવન અંધકારમય કરી નાખ્યું છે. માથે બાપનો છાંયો હોય તો આ જગત નજર ઉપાડીને જોતાં સો વખત વીચાર કરે.ને જગતને ખબર પડે કે આ ધણી વગરની બાયડી છેતો એનું જીવતર ઝેર કરી નાખે.

આકાશે પલકને વચ્ચે ટોકી કહ્યું પલક એ જુની વાત નથી કરવી હવે આગળ શું કરવું છે, એનો વીચાર કરવાનો છે.મારી વાત ધ્યાનથી સાંભળ હું હજીએ પણ તારી સાથે લગ્ન કરવાં તૈયાર છું. બસ તું તારી જાતની સમજાવી શકે તો ? સમાજ પણ ચુપ થઈ જાય અને સમય પણ બદલાઈ જાય. એવાં ઘણાં લોકો જગતમાં છે,જેની બબ્બે પત્નીઓ હોય છે.

પલકે કહ્યું આકાશ તું ફરી શરુ થઈ ગયો, હું તારો સાથે ક્યારેય લગ્ન નહીં કરી શકું. પણ હા હું તારી પ્રેમીકા બનીને મારી આખી જિંદગી પસાર કરી લ્ઈશ.............ક્રમશઃ


(પલક પાસે હવે બીજો કોઇ વિકલ્પ નથી, એણે અત્યારે પલક સાથે સંબંધ રાખવાનો ફેસલો કર્યો પણ આડા સંબંધનું પરીણામ કેવું ભયાનક આવેછે એનો અત્યારે એને અનુભવ નથી.............જોઈશુ આગળ ભાગ:-59 મીલન )




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED