પશ્ચાતાપ - 4 Rohan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પશ્ચાતાપ - 4

એ માણસે સફેદ ધોતી ધારણ કરેલ હતી. લાંબા સફેદ વાળ ચાંદીનાં વાયરની જેમ ચળકતા હતા જે છેક કમર સુધી આવતા હાતા. પાછળથી જોતા આનાથી વિશેષ કઈ દેખાતું ન હતું મેં શિવલિંગ સામે જોયું શિવલિંગ ઉપર સુકાયેલા બીલીપત્રો અને પુષ્પો હતા. એ પરથી એ વાત પાકી થીઈ ગઈ કે, આ શિવલિંગ ની કોઈ પૂજા કરે છે. હું અને વિવેક આગળ વધ્યા અને શિવલિંગ ની પાસે ઉભારહી એ અતિ પ્રાચીન શિવલિંગનાં બે હાથ જોડી દર્શન કર્યા અમે દર્શન કરવામાં લીન હતા ત્યાજ અચાનક પાછળથી મોટા પહાડી સ્વરે અવાજ આવ્યો હર.... હર.... મહાદેવ હર મેં અચાનક આવેલા એ અવાજ તરફ નજર કરી એ અવાજ નીચે બેસેલા પેલા અજાણ્યા માણસ નો હતો અમે બન્નેએ તે તરફ ફર્યા અને એ માણસ તરફ જોવા લાગ્યા.

લાંબા સફેદ વાળ લાંબી સફેદ દાઢી જે છાતી થી નીચે સુધી આવતી હતી. વયવૃદ્ધ દેખાતી એ વ્યક્તિની ચામડીમાં કરચલીઓ પડી ગઈ હતી છતા મજબુત બાંધા વાળી વ્યક્તિ હતી એ એમના આસન પરથી ઉભા થયા એકદમ ટટાર ઉભારહી શિવલિંગ સામે હાથ જોડી કોઈ મંત્રોઉચાર કરવા લાગ્યા એમને ઉભા જોઈ મારા મનમાં થોડો ભય પેસારો થયો છ ફૂટ કરતા પણ વધારે ઉંચ્ચાઈ, કરચલી વાળી ચામડી છતાં કશાયેલું ભરાવદાર શરીર શક્તિ શાળી આજાન બાહુ પહોળી છાતી, ડાબા ખભે થી જમણી બાજુ જતી જનોઈ મેં અંદાજ લગાવ્યો કે આ કોઈ બ્રામ્હણ હશે. પણ મારું ધ્યાન આનાથી વિપરીત એક વસ્તુએ ખેચ્યું આખા શરીર પર એક વીર યોદ્ધા ને શોભાવે એવા તિક્ષ્ણ હથિયાર નાં જુના ઘાવનાં નિશાન. એમની મુખ મુદ્રા એકદમ શાંત છતાં એવું લાગતું હતું કે, એમને કોઈ કસ્ટ પડે છે. જે એના લાંબા વાળ થી અડધા ઢકાયેલા ચહેરા પર દેખાતું હતું એ વ્યક્તિ ને જોઈ ને એની ઉમરનો અંદાજ લગાડવો મુશ્કેલ હતો. એમનો દેખાવ વૃદ્ધ જેવો હતો પરંતુ એમના શરીર ની કાદકાઠી પરથી એવું લાગતું હતું કે, ભલ ભલા જુવાનીયાઓ પર એકલા ભારે પડે. અચાનક એમણે આંખ ઉધાડી અમારા તરફ જોયું. એમની આંખમાં અનોખું તેજ હતું એમની આખો શાંત છાતા અંગારાની માફક તગતગારા મારતી હતી. અને અચાનક એ વ્યક્તિ એમના જાડા ઘેરા અવાજમાં અમને સંબોધીને બોલ્યા એ છોકરાઓ આ વિરાનામાં શું કરો છો? મેં નમ્રતા ભેર ડરતા ડરતા પ્રતિઉત્તર આપ્યો વડીલ અમો ફરતા ફરતા આ જગ્યાએ આવી પહોચ્યા છીએ આ ડુંગરની ગુફાઓ જોઈ ઉત્સુકતા વશ અમે અહિયાં શુધી આવી પહોચીયાં. સામે વાળા માણસે થોડીવાર અમારું નિરિક્ષન કર્યા બાદ બોલ્યા સારું અહી બેસો અમે બન્ને એમની સામે બેસી ગયા. એ માણસ અમારા થી થોડે દુર જઈ બેસી ગયા. એ માણસે એમના કપાળ પરથી વાળ દુર કર્યા અને અમને એમના આખા મુખમંડળ નાં દર્શન થયા. પ્રભાવશાળી ચહેરો તગતગારા મારતી એમની આખો અને એમના વિશાળ કપાળ પર એક તાજા ઘાવનું નિશાન હતું જેને જોતા એવું લાગતું હતું કે, થોડાજ દિવસો પહેલાજ ઊંડો ઘાવ વાગેલો હોય મેં એમને પૂછવાની ચેસ્ઠા કરી વડીલ તમને આ શું વાગ્યું છે. એમણે થોડા ક્ષણ મારી સામું જોયા બાદ જવાબ આપવાનું ટાળતા હોય એમ બોલ્યા તમને આ અવાવરું જગ્યા એ આવતા ડરનાં લાગ્યો મેં જવાબ આપતા કહ્યું અમે લોકો જ્યારે આવ્યા હતા ત્યારે થોડો ડર લાગ્યો પરંતુ જોવા અને જાણવાની ઉત્સુકતામાં ડર ક્યા જતોરહ્યો એનું ભાનનાં રહ્યું અને અમે ફરતા ફરતા અહિયાં આવી પહોચ્યા અને આ ગુફામાં શિવલિંગ જોઈ તેમના દર્શન નાં ઉદેશ્ય માત્રથી અમે લોકો અંદર આવ્યા અને તમારા સમક્ષ ઉપસ્થિત થયા. અમારો ઉદેસ્ય તમારી પૂજામાં ખલેલ પહોચાડવાનો ન હતો. એ કઠોર દેખાતા માણસ નાં હોંઠ પર સ્મિત ફરકી ગયું. સારું સારું એમ કહી સામેવાળી વ્યક્તિ એ જવાબ આપ્યો એટલામાં જાણે વિવેકથી રહેવાયું નહિ અને ઉત્સુકતા વાસ સવાલ કર્યો. મહાશય આ જગ્યા વિષે અમને જરા જણાવો. સામે વાળા વૃદ્ધ માણસે સ્મિત કર્યુ પરંતુ અચાનક એમના મુખપર વેદના ફરકી ગઈ. મને એવું લાગ્યું કે, એમના કપાળ પરના ઘાવ નાં કારણે દુખાવો થતો હશે. થોડીવાર મોંનસેવ્યા બાદ એ વૃદ્ધ વ્યક્તિ એ બોલવાનું ચાલુ કર્યુ. અચ્છા તો તમારે આ જગ્યા વિષે જાણવું છે? મેં અને વિવેકે હકારમાં ડોકું હલાવ્યું. એમાણસે આગળ બોલતા કહ્યું તમારા પાસે સમય તો છે ને? મેં એ માણસ ને જણાવ્યું હા છે પરંતુ સાંજ સુધીનો અમારે અંધારું થતા પહેલ આ જંગલ થી બહાર જતું રહેવાનો વિચાર છે એ વૃદ્ધ માણસે કહ્યું સારું એમ કહી એ વૃદ્ધ માણસ ઊંડા વિચારમાં ખોવાવા લાગ્યા જાણે ભૂતકાળ નાં પાના નાં ફમ્ફોલ્તા હોય એમ ઊંડા વિચારમાં સારી પડ્યા. થોડીવાર પછી એ વૃદ્ધ માણસ બોલ્યા આ વાત કળયુગ પહલા થોડા સમય પહેલાની છે. પાંચ પાંડવો અને સો કૌરવો આ બધા ભાઈઓ વચ્ચે રાજ્યને લઇ મતભેદ ઉભા થયા. જે સમય જતા મનભેદમાં પરિવર્તિત થઇ ગયા અને પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્યોને લઇ નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થતા આ બાબત થી ભીષ્મ પિતામ: ખુબ ચિંતિત હતા. આથી તેમણે કૌરવો ને પાંડવો માટે થોડો પ્રદેશ આપવા માટે સુચન કર્યુ થોડા વિચાર વિમર્શ પછી દુર્યોધને વર્ણાવ્રતનો જંગલ વિસ્તાર પાંડવો ને આપવા સહમત થયો અને અને પાંડવો એ વર્ણાવ્રત નો વિસ્તાર સ્વીકારી લીધો આ સંધી પ્રમાણે કૌરવો એ પાંડવો ને રહેવા માટે વર્ણાવ્રત માં એક મહેલ નું નિર્માણ કરી આપવાનું હતું આથી કૌરવોએ તેમના કપટી શકુની મામા સાથે મળી પાંડવો નું કાસળ કાઢવા માટે આ મહેલ નું નિર્માણ કરવા માટેની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. આ વાત થી ભીષ્મપિતામ: અને પાંડવો બન્ને અજાણ હતા થોડા સમય પછી પાંડવો માટેનો મહેલ તૈયાર થઇ ગયો હતો પાંડવો ત્યાં જવા માટેની તૈયારી માં લાગી ગયા હતા અને એ વાત થી અજાણ હતા કે, આ એમની સફર એમના જીવન ની અંતિમ સફર પણ હોય શકે છે. પાંડવો હસ્તિનાપુર થી વર્ણાવ્રત જવા નીકળ્યા

વર્ણાવ્રત ગાઢ જંગલોનો વિસ્તાર ચારેય બાજુ દુર દુર સુધી જંગલ સિવાય કસુજ નહિ વર્ણાવ્રતનાં બાસીંદાઓમાં જંગલી પશુ, હિંસક પ્રાણીઓ ઉપરાંત થોડા આદિવાસી કબીલાઓ હતા જે જંગલમાં છુટા છવાયા વસવાટ કરતા હતા વર્ણાવ્રત કુદરતી સોંદર્ય થી ભરપુર હતું. જાત જાત નાં ફૂલો, ફાળો, જાણી અને અજાણી વનસ્પતિ અને આ બધાની વચ્ચે બનાવામાં આવેલો પાંડવોનો આલીસાન રાજમહેલ જેમાં રાજમહેલની સોભા વધારતા મોટા મોટા દ્વાર, બગીચા, બગીચાઓ માં નાના મોટા તળાવો અને આ તળાવો માં કમળના ફૂલો ખીલેલા હતા. રાજમહેલ તરફ જવા માટેનો રસ્તો સંગેમલમલ પાથરીને બનાવામાં આવ્યો હતો રસ્તાની બન્ને બાજુએ રંગબેરંગી ફૂલ છોડ ઉગાડવામાં આવ્યા હતા. કોઈ કોઈ જગ્યાએ રસ્તાની વચ્ચો વચ્ચ બનાવવામાં આવેલા નાના નાના પાણીના કુંડમાં ફુવારા ગોઠવવામાં આવ્યા હતા. આજ રસ્તા પરથી આગળ રાજમહેલમાં પ્રવેશ માટે બનાવવામાં આવેલા પગથીયા લાલ પથ્થરો માંથી બનાવામાં આવ્યા હતા આ પગથીયાની બન્ને બાજુએ એજ લાલ પથામાંથી કોતરવામાં આવેલી વિશાળ સિહની પ્રતિમાઓ ગોઠવામાં આવી હતી. ત્યાંથી રાજમહેલ તરફ આગળ વધતા પગથીયાથી આગળ વિશાળ ખુલ્લી જગ્યા હતી અને આ ખુલ્લી જગ્યાની છત ને ટેકો આપવા લાલ પથ્થર માંથી બનેલી અસંખ્ય થાંભલી ઉભી કરવામાં આવી હતી. આ ખુલ્લી જગ્યા માંથી આગળ વધતા રાજમહેલ નો વિશાળકાઈ દરવાજો હતો. જે સુવર્ણ માંથી બનાવામાં આવ્યો હતો. દરવાજા પર કિમતી પથ્થરો જડેલા હતા. આ દરવાજાની બન્ને બાજુએ સફેદ સંગેમલમલ માંથી કોતરવામાં આવેલ વિશાલ હાથીની પ્રતિમા ઓ ગોઠવામાં આવી હતી. આ દ્વારથી મહેલ માં અંદર ની બાજુ પ્રવેશ કરતા. વિશાળ સભાખંડ દ્રશ્યમાન થતો હતો જેમાં સામેની બાજુએ ઉચ્ચાઇ પર સુવર્ણ અને કિમતી હીરા જવારાત માંથી બનેલ સિહાસન ગોઠવામાં આવ્યું હતું અને સિહાસન ની નીચેની બાજુએ એક લાઈનમાં બેસવા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી સભાખંડ ની પાછળ ની બાજુએ બન્ને તરફ રાજમહેલ માં જવા માટે દરવાજા હતા જેનો ઉપયોગ રાજ પરિવાર નાં સભ્યો સભાખંડ માં આવવા જવા માટે કરી શકે. જમણી બાજુના દરવાજા થી અંદર જતા જમણી બાજુએ એક્લાઈનમાં ઓરડાઓ બનાવામાં આવ્યા હતા અને ડાબી બાજુએ કલાત્મક કોતરણી વાળી થાંભલીઓ ઉભી હતી. આ ઓરડાઓની સામેની બાજુએથી રાજપરિવાર રાજમહેલનાં પટાંગણમાં થતી પ્રવૃતિઓ નિહાળી શકે એમાટે આ જગ્યા ખુલ્લી રાખવામાં આવી હતી આવીજ વ્યવસ્થ સભાખંડના ડાબી બાજુના દ્દરવાજા માંથી અંદર્જતા કરવામાં આવી હતી આ બન્ને દરવાજામાંથી બહાર નીકળતા બીજા ઓરડાઓ તરફ જતા રસ્તાઓ ક્રમશઃ થોડા થોડા અંતરે આવતા હતા.

અચાનક આ વાત કહેતા કહેતા એ વૃદ્ધ વ્યક્તિ નો અવાજ થંભી ગયો એ વૃદ્ધ માણસના ચહેરા પર દર્દ ની લકીરો ઉપસી આવી. આ જોઈ મારું ધ્યાન એ વ્યક્તિના કપાળ પર બનેલા ઘાવ પર ગયું એ ઘાવમાંથી થોડા લોહીના ટીંપાઓ બહાર આવ્યા હતા. એ માણસે તેમની કમરની ડાબી બાજુ એ એક સફેદ થેલી જેવું ખોસેલું હતું જેમાંથી એક સફેદ કલરનો કપડાનો ટુકડો બહાર કાઢ્યો આ કપડા પર સુકાઈ ગયેલા લોહીના ડાધ હતા. એ કપડા વડે એ માણસે કાળજીપૂર્વક ઘાવ સાફ કરી એ કપડાનો ટુકડો ફરી એ થેલી માં મિકી થેલી એમની કમરે ખોસી દીધી. હું આ બધું ચુપચાપ જોઈ રહ્યો હતો અને વિવેક મારી બાજુમાં બેસી ક્રમશઃ મારું અને પેલા વ્યક્તિનું નિરિક્ષન કરી રહ્યો હતો વિવેક ને જોઈ એવું લાગતું હતું કે, વિવેક હજુ આ માણસ ને સંકાની નજરે જોતો હોય આથી વિવેક બહુ સાવચેતી ભર્યું વર્તન કરતો હતો. આમ જોતા એમનું વર્તન આ અવાવરું જગ્યાને લીધે અનુકુળ હતું અને અમારી સામે બેસેલી વ્યક્તિ વૃદ્ધ જરૂર હતી પરંતુ એમની શારીરિક રચના જોતા એ વ્યક્તિથી ડરવું એ સ્વાભાવિક હતું એ વૃદ્ધ વ્યક્તિ ને જોતા એવું લાગતું હતું કે, અમને નુકશાન પહોચાડવું હોય તો એ વ્યક્તિ માટે એકદમ સહેલું હતું એવો મારો અંદાજ હતો અને એ માણસનાં સરીર પર બનેલા તિક્ષ્ણ હથીયારના જુના ઘાવનાં નિસાન એ વાત ની પુસ્થી કરતા હતા કે, આ માણસ નો દેખાવ બ્રામ્હણ જેવો નિસંદેહ હતો પરંતુ એ માણસનો ભૂતકાળ સશસ્ત્ર સંઘર્ષ વાળો રહ્યો હશે. અને એ માણસનું કસાયેલું શરીર જોઈ ને એવાત સાબિત થતી હતી કે, આ માણસ યુદ્ધ કલામાં નિપુણતા ધરાવતો હશે. આવું શરીર માત્ર એક યોદ્ધા નુજ હોઈ શકે આથી વિવેક દ્વારા રાખવામાં આવતી સાવચેતી અમારા બન્ને નાં હિતામાજ હતી. હું આ માણસ તરફ જોઈ રહ્યો હતો. એ માણસ ફરી સ્વસ્થ થવાના પ્રયત્નમાં વ્યસ્ત હોય તેવું લાગ્યું. થોડી વાર પછી એ માણસે મારી અને વિવેક ની સામું જોયું. મેં સહજપણે સવાલ કર્યો તમારી તબિયત તો બરાબર છે ને મહાસય? એ વ્યક્તિ એ એમના મુખપર પ્રસનતા લાવવાનો પ્રયત્ન કરતા કહ્યું અરે આનીતો મને હવે આદત પડીગઈ છે આટલું કહી ફરી એ વૃદ્ધ માણસ આંખો બંધ કરી કઈ ઊંડાણમાં સારી પડ્યો હોય તેવું લાગ્યું થોડી ક્ષનો પછી આંખ ઉઘાડી એ માણસે બોલવાનું શરું કર્યુ.............