પશ્ચાતાપ - 1 Rohan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પશ્ચાતાપ - 1

અર્પણ

આ મારી રચના મારા મિત્રો, વડીલો, મારા વાચક મિત્રોને અને ખાસ તો ભાવેશભાઈ હીરાણી જેમણે તેની દુકાન પર આ કથા લખવા માટે ખાસ એક ટેબલ અને ખુરશી ની વ્યવસ્થા લાંબા સમય સુધી કરી આપેલ મારી આ રચના આ બધા ને અર્પણ કરુછું.

નોંધ: આ કથાના એકદમ કાલ્પનિક છે અને આ કથાના બધાજ પત્રો કાલ્પનિક છે. આ કથા સાથે કોઈ જીવિત કે, મૃત વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી કથા માત્ર લેખકની કલ્પના માત્ર છે. કથાને જીવંત બંનાવવા અતિહાસિક સ્થળોનો ઉલેખ કરાવવા માં આવ્યો છે. આ કથા માત્ર મનોરંજન અને વાંચન માટે રચવામાં આવીછે.

અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં રસ્તાની એકદમ નજીક આવેલી ચાર માળની ઓફીસ ની અગાસી પર ઉભા ઉભા જય મજમુદાર ગંજાવર શહેર અમદાવાદ પર આથમતા સુરજ ને એક નજરે નિહાળી રહ્યો હતો. આજે આ સુરજ ની લાલી કાંઈક જુદીજ હતી જે સુરજ દિવસે અમદાવાદને પોતાની ગરમીથી હંફાવતો હોય છે એ આ સમયે એકદમ નિર્મળ અને સૌમ્ય લાગતો હતો જેના લાલ પ્રકાશમાં પૂરા આકાશમાં પણ લાલી પથરાયેલી જે એકદમ મનમોહક દ્રશ્ય હતુ. સર.. જયના ધ્યાન માં ખલેલ પહોચાડતો એક મધુર અવાજ જયનાં કાને અથડાયો અવાજ ની દિશામાં નજર કરતા માધુરી નજરે પડી. માધુરી લગભગ ચોવીસેક વર્ષ ની છોકરી ઉંચાઇ લગભગ સાડાપાંચ ફૂટ જેટલી અને એકવડીયો બાંધો કાળું ટોપ અને સફેદ જીન્સ નું પેન્ટ એની સુંદરતા માં વધારો કરતા હતા. આમ તો માધુરી નાની ઉમરથીજ ફોટોગ્રાફી નો શોખ ધરાવતી પણ એ શોખ આગળજતાં તેના વ્યવસાય નું સ્વરૂપ લઇ લીધેલ. એક વખત એક ફોટો પ્રદર્શનીમાં જય ની નજર આ નાનીએવી ફોટોગ્રાફર નાં ફોટોગ્રાફ પર પડી અને માધુરીને તેની કંપની માં જોડાવાનું આમંત્રણ આપ્યું. જય ની કંપની કોઈ નાનોસૂનો સ્ટુડિયો નહિ પણ એક બહુ મોટું નામ હતું જેમાં કામ કરવાની ઘેલછા બહુ જાજા ફોટોગ્રાફર ને હતી. આવી મોટી તક ન જવાદેતા માધુરીએ તુરંત હા કહી દીધેલી અને જે.પી. સ્ટુડીયો માં કામ કરવા માટે હા કહી દીધી અને માધુરી ની આવડતે તેને સ્ટુડીઓ માં થોડાજ સમય માં ઉચ્ચા સ્થાને પોહચાડી દીધી. માધુરી હવે સ્ટુડિયોમાં એડિટર તરીકે કામ કરતી તેમછતા કોઈપણ કામ જય ને બતાવ્યા સીવાય આગળ નાં વધારતી અને આ વખતે પણ આવુજ હતું. માધુરી એક ઐતિહાસિક મુવી માટે નાં એક પાત્રના ફોટોશૂટ જય ને બતાવવા તેનું લેપટોપ સાથે લઇ આવેલી. માધુરીએ લેપટોપ જયની સામે ફેરવી નવા ઐતિહાસિક મુવી નાં એક પાત્રનો ફોટોગ્રાફ બતાવ્યો, આ ફોટો જોતાજ જય જાણે કોઈ વિચાર માં સરી ગયો હોય આવું લાગ્યું. માધુરી થોડીવાર તો કઈ નબોલી પણ થોડીવાર પછી સર... માધુરીનાં અવાજ નાં રણકારે ફરી જયનાં ધ્યાન માં ખલેલ પાડી. આવખતે માધુરીથી નાં રહેવાયું અને સહજ પુછીલીધું સર શું થયું? ફોટો માં કોઈ તકલીફ છે સર? નાં જયએ જવાબ આપ્યો તો શુંથયું સર તમે કોઈ વિચારમાં હોય એવું લાગે છે? હા છેતો એવુજ આ ફોટોં એ મને મારી શરુઆતની જુવાનીનાં એક પ્રશસંગ ની યાદ અપાવી દીધી અરે વાહ એ પ્રસંગ શું છે? સર મને પણ જણાવો માધુરી નાં કહેવાની સાથેજ જય તેના એ દિવસોની યાદમાં જાણે વહીગયો અને થોડીવાર પછી અચાનક બોલવાનું શરું કર્યુ.

મને ખાસ યાદ છે, એ દિવસ શનિવાર હતો જે બધા દિવસોની માફક સામાન્ય હતો અને માસ્ટર કોલેજમાં શિયાળા દરમ્યાન દિવાળી નું વેકેસન હતું કોઈ ખાસ કામ નહોતું અને હોયપણ કેમ એ સમય માં મોબાઈલકે નેટ તો નહતા બસ હતું તો ટીવી અને લેન્ડલાઇનફોન આથી ટાઈમપાસ કરવા અત્યાર જેવી સુવિધા નહતી. વેકેસન હતું રજાના માહોલ માં થોડો મોડો ઉઠયો અને ફળિયા માં જુનવાણી જુલા પર આમજ હીંચકતો હતો હા અમારે સૌરાષ્ટ્ર માં હરએક ઘર માં જુલો તો હોયજ એ પછી કાતો મકાનની ઓસરીમાં કાતો ફળીયામાં મારા ઘરે પણ ફળીયામાં જુલો હતો આમ તો. હું ગીરકાંઠા નો વતની કુદરતી સાનીધ્યમાં રહેવું બહુ ગમે આથીજ ફળીયામાં થોડા ઝાડ વાવેલા અને એજ ઝાડના છાયામાં હિચકો બાંધેલો તેમાં હીંચક્વાની મજા કઈ ઓર હોય છે. એટલામાં ઘરમાં રહેલ ફોનની ઘંટડી રણકી અને રસોડામાંથી સવાર ની ચા બનાવતા મારા મમ્મી નો અવાજ આવ્યો જય ફોન ઉચકતો કોણ છે? સામેથી અવાજ આવ્યો ગૂડ મોર્નીગ મેં વેરી ગૂડ મોર્નિંગ કહી પ્રતિ ઉત્તર વાળ્યો સામે બોલનાર મારો નાનપણ નો મિત્ર વિવેક હતો, વિવેક મારા નાનપણનો મિત્ર અને અમે કોલેજ પણ સાથેજ કરતા વિવેક કોલેજ પૂરી કરી તેના ફેમીલી બીઝનેસ માં જતો રહેલો અને મેં આગળ અભ્યાસ ચાલુ રાખેલ. વિવેક આમ તો વ્યાપારી હતો પણ નવા નવા સ્થળે ફરવાજાવું અને તે સ્થાન વિષે માહિતી એકઠી કરવાનો શોખ ધરાવતો હતો અમારા બંનેના વિચારો એક બીજા સાથે મળતા હોવાથી અમારી મિત્રતા લાંબી ચાલી. ત્યાજ ફરીવાર વિવેક નો સામેથી અવાજ આયો જય.... જય...... મને એક પ્રાચીન જગ્યા વીશે જાણવા મળ્યું છે. મેં સામે પૂછ્યું કઈ જગ્યા? વળતા જવાબ માં વિવેકે કહ્યું ભાઈ ઉતાવળ નાં કર કાલે રવિવાર છે હું સવારે તારા ઘરે આવીજાવ છુ આપણે સાથેજ તે જગ્યાપર જઈશું મેં સામે જવાબ આપ્યો સારું આવીજા. અને પછી આખ્ખો દિવસ રાજાના માહોલ માં પસાર થયો અને રાત્રીના વાળું કરી હું રાબેતા મુજબ સમયસર ઉંઘીગયો. અચાનક વહેલી સવારે છ વાગ્યા આસપાસ ફરી ફોને રણક્યો........