પશ્ચાતાપ - 3 Rohan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પશ્ચાતાપ - 3

અમારી બન્ને બાજુ એ સામ સામે બે ડુંગરા હતા અમારી ડાબી બાજુએ એક ડુંગરા પર બાંધકામ કરવામાં આવેલ હતું જે મંદિર હતું અને અમારી જમણી બાજુના ડુંગરાઓ માં ગુફાઓ દેખાતી હતી. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થતો કે, અમે એવી જગ્યાએ ઉભા હતા કે, જેની ચારેય બાજુએ ગુફાઓજ હતી અને માણસ નું નામો નિશાન નહતું. માણસોની shknસાક્ષી પૂરતું હતું તો અમારી ડાબી બાજુ આવેલ ડુંગર પર બનાવવામાં આવેલ મંદિર આ સિવાય કશુજ નહિ, ચારેય બાજુ ગાઢ ઝાડીઓ અને ઝાડવાઓ. એવું લાગતું હતું કે ગીચ જંગલ ની વચ્ચે થોડી ખુલ્લી જગ્યા છે અને એ જગ્યામાં અમે બન્ને મિત્રો એકલા ઉભા હાતા જાણે કુદરતી વાતાવરણ ને ખલેલ ન પહોચાડતા હોય. હું આ જગ્યાનું સૌન્દર્ય જોવામાં વ્યસ્ત હતો. આટલી અદ્ભુત જગ્યા કે, ચારો તરફ એકદમ શાંતિ. કોઈ કોઈ વાર આ શાંતિને તોડતા કોઈ કોઈ વાર દુરથી પક્ષીઓના અવાજ આવતા હતા આ બધું જોઈ હું વિચારે ચડીગયો અહિયાં આ જંગલ માં આબધુ કોને બનાવ્યું હશે? વર્ષો પહેલા અહિયાં કોણ રહેતું હશે? આ પથ્થરો કેવી રીતે કોતરવામાં આવ્યા હશે? એટલામાં મારા વિચારોમાં ખલેલ પાડતો અવાજ આવ્યો, ભાઈ આમજ જોયા કરીશ કે મોટરસાઈકલ પર થી નીચે ઉતરીશ. વિવેકે સહજ કહ્યું અને મેં જવાબ આપતા કહ્યું હા ભાઈ હું નીચે ઉતરું છું જરા શાંતિ રાખ. બન્ને મિત્રોએ મોટરસાઈકલ ત્યાં આવેલા નજીક નાં ઝાડ નીચે રાખી અને અમારી જમણી બાજુ એ આવેલા ડુંગર તરફ ચાલવાનું શરુ કર્યુ. થોડા ડગલાં ચાલ્યા ત્યાં અમારી સામે પથ્થરમાં કોતરેલી વિશાલ ગુફા હતી. એની પાસે ડાબી બાજુ એ એક મોટું ઝાડ હતું ત્યાં અમે ઉભા રહ્યા, ત્યાં વિવેકે કહ્યું ભાઈ આપણે આ ગુફાઓ જોવી છે પણ ભૂખ બહુ લાગી છે આખા ડુંગરામાં કોઈ બીજું બેસાય એવી જગ્યા દેખાતી નથી તો આપણે અહી ઝાડ નીચે બેસી પેટ પૂજા કરી લઈએ. પછી અમે એ ઝાડ પાસે ગયા અને મેં મારી કાંડા ઘડિયાળ તરફ જોયું ૧૨ વાગવામાં થોડી વાર હતી મેં વિવેક ને હકારમાં જવાબ આપતા કહ્યું સારુ આપણે થોડી પેટપુજા કરી લઇએ અને અમારા ખભે રાખેલા બેગ નીચે ઉતર્યા. ઝાડ નીચે થોડી ચોખ્ખી જગ્યા કરી બન્ને મિત્રો ત્યાજ ઝાડ નીચે બેસી ગયા. અમે બન્ને પોત પોર્તાની બેગ માં રાખેલ સુકો નાસ્તો અને પાણી ની બોટલ બહાર કાઢી અને સુકો નાસ્તો આરોગવાનું ચાલુ કર્યુ મારું ધ્યાન સુકા નાસ્તામાં ઓછુ અને પેલી ગુફા તરફ જાજુ હતું. મનમાં સતત એકજ વિચાર આવતો હતો આટલી મોટી ગુફા કોણે કોતરી હશે? અને કોતરી હશે તો પણ કઈરીતે? કેટલા વર્ષો ની મહેનત લાગી હશે આ ગુફાઓ બનાવવામાં? મારા હાથ અને મો યંત્રવત જમવાનું કામ કરતા હતા અને મારું મગજ એ ગુફાઓ વિષે વિચારવામાં વ્યસ્ત હતું અને વિવેક મૂંગામોઢે નાસ્તો કરવામાં વ્યસ્ત હતો. એવું લાગતું હતું કે, જાણે વર્ષોથી ભૂખ્યો હોય અને માંડ જમવાનું મળ્યું હોય એમ નજર નીચી રાખી જમવાનું કામ યંત્રવત કરતો હતો. થોડીવાર પછી બન્ને મિત્રોનું પેટ ભરાય ગયું સાથે લીધેલી પાણી ની બોટલ થી હાથ મોઢું ધોયા અને પાણી પીધું. વધેલો નાસ્તો વ્યવસ્થિત પાછો બેગ માં મૂકી દીધો અને થોડી ખાલી પ્લાસ્ટિક ની બેગ વધેલી હતી ચારેય તરફ જોયું તો કોઈ જગ્યા એ પ્લાસ્ટિક નો કચરો વેરાયેલો ન દેખાયો જેથી વાતાવરણ ને પ્રદુષિત ન કરવું એવું વિચારી એ પ્લાસ્ટિક બેગ ભેગી કરી મારી બેગનાં એક ખાનામાં વ્યવસ્થિત રીતે ભરી દીધી અને બાકી સામાન અને પાણીની બોટલ બધું બેગમાં મૂકી મેં અને વિવેકે બેગ ખભે ચડાવી. ચાલ તારી ઉત્સુકતા દુર કરીએ એમ કહી વિવેકે પેલી ગુફા તરફ ચાલવાનું સરુ કર્યુ. હું એની પાછળ ચાલતો થયો. અમે બન્ને એ વિશાળ ગુફા સામે જઈને ઉભા રહ્યા. લગભગ ૫૦ થી ૬૦ ફૂટ પહોળી ગુફા અને લગભગ ૩૫ ફૂટ ઉંચ્ચી ગુફાના મુખ પર એક લાઈન માં છ પીલર કોતરવામાં આવ્યા હતા આ ચોરસ આકાર નાં પીલર લગભગ ૧.૫૦ ચોરસ ફૂટ નાં હતા જે ગુફા નાં નીચેના ભાગથી છત સુધી જતા હતા. આ છ પીલર માંથી માત્ર બેજ પીલર સાજા હતા બાકી નાં ચાર પીલર ખંડિત હાલત માં હતા. જોતા એવું લાગતું હતું કે, સમય નો માર સહન કરી કરી ને એ પીલર ખંડિત થયા હોય એવું લાગતું હતું. અમે બન્ને તે ગુફા તરફ આગળ વધ્યા અને તે ગુફામાં પ્રવેશ કરતા એવું લાગ્યું કે, કોઈ એપાર્ટમેન્ટ નાં પાર્કિંગમાં ન આવીગયા હોય. એવડી મોટી જગ્યા એકજ પથ્થર માંથી કોતરીને બનાવામાં આવી હતી ગુફા ની ઊંડાઈ લગભગ ૫૦ ફૂટ જેટલી હશે એકદમ ચોકસાઈ પૂર્વક કોતરવામાં આવેલી એ જગ્યા ને જોઈ એવું લાગતું હતું કે, એ જગ્યા પર પશુઓ ને બાંધવામાં આવતા હશે. મેં મારી નાની ડાયરી કાઢી અને એ ગુફા વિષે જે ધ્યાન ખેચતી બાબતો હતી તે ટપકાવાનું ચાલુ કર્યુ છતપર જ્યાં પીલર ગુફાના મુખને ટેકો આપતા હતા ત્યાં ચોક્કસ જાડાઈ નું બીમ પણ કોતરવામાં આવ્યું હતું જેના પરથી એવું લાગતું હતું કે, ગુફા કોતરનાર લોકો એન્જીન્યરીંગ અને બાંધકામ વિષે સારી માહિતી ધરાવતા હશે. આ ગુફાનું નિરિક્ષન કરી બન્ને મિત્રો બહાર નીકળ્યા એ ગુફાની જમણી બાજુ એ પગે ચાલીને ઉપર જવાય એવો રસ્તો દેખાયો અમે બન્ને મિત્રો તેરસ્તે ડુંગર ની ઉપર જવા આગળ વધ્યા એ નાનકડા રસ્તાની બન્ને બાજુ બોરડી, બાવળ તેમજ અજાણ્યા ઝાડ અને વેલાઓ હતા ચાલવામાં ખુબજ ધ્યાન રાખવું પડે તેમ હતું રસ્તાની બન્ને બાજુ એ કાટાળી ગીચ ઝાડીઓ હતી થોડા ઉપર ચડ્યા હસું ત્યાજ પથ્થર માં કોતરેલા પગથીયા નજરે ચડ્યા હું અને વિવેક તે પગથીયા તરફ ચાલ્યા ત્યાં પહોચી વિવેક પગથીયા પાસે ઉભાપગે બેસી પગથીયાનું નિરિક્ષણ કરવા લાગ્યો. પથ્થરો માં છેક ઉપર સુધી આ પગથીયા કોતરવામાં આવેલા હોય એવું લાગતું હતું આ પગથીયા લગભગ એક મીટર જેટલા પહોળા અને જોવામાં આજના આધુનિક પગથીયા જેવાજ હતા. એક સરખા માપનાજ અને એક સરખીજ ઉચ્ચાઈનાં પગથીયાનું નિરિક્ષણ કરી અમે એ પગથીયા પર આગળ વધ્યા થોડે ઉપર જતાજ પગથીયાની જમણી બાજુ એ ઝાડવા વચ્ચે એક ગુફા દેખાઈ હું અને વિવેક એ ગુફા તરફ આગળ વધ્યા આ ગુફા પહેલી ગુફા કરતા પ્રમાણમાં ખુબજ નાની હતી, પણ આ ગુફા જોતા એવું લાગતું હતું કે, આ ગુફા રહેવાના ઉદેસ્યથી બનાવામાં આવી હશે. ગુફા માં પ્રવેશ પહેલા ગુફાની બહાર થોડી સમતલ જગ્યા હતી, જેમ કે નાનકડી ઓસારી કે ઉભાવા માટે કોતરી ઓટલો બનાવામાં આવ્યો હોય તેમ લાગતું હતું આ ઓટલા પર ચડતા એક મીટર પહોળો અને આસરે છ ફૂટ ઉંચ્ચો કોતરેલો દરવાજો હતો ગુફામાં ખુબ અંધારું હતું. આ વેરાન જગ્યામાં આ અંધારી ગુફામાં પ્રવેશ કરવો એ જોખમ ભરેલું હતું જંગલ વિસ્તાર હોવાથી જંગલી પશુઓ ની પણ બીક હતી કેમ કે, અંદર કોઈ હિંસક પ્રાણી પણ હોઈ શકે. આ વિચારો માં હું વ્યસ્ત હતો ત્યાં વિવેકે એમના ખભા પરથી બેગ ઉતારી અને ફન્ફોડવાનું ચાલુ કર્યુ. વિવેકે એમની બેગનાં એક ખાનામાંથી નાનકડી ટોર્ચ કાઢી અને મારી સામું જોઈ નાનકડું સ્મિત કરી બોલ્યો ચાલ ભાઈ અંદર જાઈએ અમે બન્ને એ ધીમા પગે આગળ વધવાનું ચાલુ કર્યુ અને ગુફાની અંદર પરવેશ કર્યો આ ગુફા કોઈ મોટી ગુફા ન હતી પણ ૧૫ બાઈ ૧૫ નો એક ઓરડો કોતરેલો હતો. તેમાં દરવાજાની જમણી બાજુ ની દીવાલ માં ૬ ફૂટ પહોળું 3 ફૂટ જેટલું ઊંડું અને ૪ ફૂટ જેટલું ઉચ્ચું એવું કબાટ જેવું કોતરવામાં આવેલ હતું ધ્યાનથી જોતા એ કબાટ ની ડાબી બાજુ એ પથ્થર માં થી કોતરવામાં આવેલ ઓશિકા આકારનો એક ઉભાર હતો થોડું વિચાર્યા બાદ એવું લાગ્યું કે, આ કબાટ જેવા ખાના નો ઉપયોગ સુવા માટે કરવામાં આવતો હશે. એવીજ રીતે એજ કબાટ ની સામીની બાજુએ આવીજ સુવા લાયક જગ્યા કોતરવામાં આવી હતી આ ગુફામાં બીજું કઈ ખાસ ન હતું સિવાય આ બન્ને કોતરેલી પથારી જે સુવાના ઉપયોગમાં લેવામાં આવતી હશે આ ખાસ પથારી વિષે મારી ડાયરીમાં ટપકાવી અમે પેલી ગુફાની બહાર નીકળ્યા એજ ગુફા ની આજુ બાજુ અમે જોવાનું નક્કી કર્યુ એ ગુફાની બહાર નીકળતા જમણી બાજુ એ થોડા વેલા દુર કરી હું અને વિવેક આગળ વધ્યા દસ બાર ફૂટ જેટલું ચાલ્યા હશું ત્યાજ વિવેક ની નજર એવીજ એક ગુફા પર પડી જે બહારથી જોતા પેલી ગુફા જેવીજ દેખાતી હતી બન્ને મિત્રોએ તે ગુફામાં પ્રવિષ માટે અડચણ રૂપ થોડી વેલ દુર કરી જોયું તો એવીજ એક ગુફા પણ બાજુ બાજુ માં બે દરવાજા હતા બન્ને દરવાજા થોડા થોડા અંતરેજ કોતરવામાં આવ્યા હતા અમે બન્ને મિત્રોએ એકજ દરવાજા માંથી પ્રવેશ કર્યો આ ગુફા પહેલી ગુફા જેવીજ એક સરખી લંબાઈ પહોળાઈ પેલી ગુફા જેવીજ કોતરેલી પથારી બધું એક સરખુજ અમે તે દરવાજા માંથી બહાર નીકળી બીજા દરવાજા માં પ્રવેશ કર્યો આ ગુફા પણ પેલી બે ગુફાઓ જેવીજ હતી કોઈજ ફેરફાર નહિ બન્ને મિત્રો એ ગુફા માંથી બહાર નીકળ્યા અને પાછા ઝાડી ઝાખરા દુર કરતા આગળ વધ્યા થોડે દુર ચાલ્યા પછી એક મોટો ખાડો આવ્યો ત્યાંથી આગળ જવાય તેવું નહતું આથી અમે બન્ને મિત્રો ત્યાંથી પાછાવળી ફરી પગથીયા તરફ ચાલવાનું સરું કર્યુ એજ પગથીયા પરથી ઉપરની તરફ જતા પગથીયાની સામેજ એક ગુફા નજરે ચડી જે ગુફા પ્રમાણમાં મોટી હતી એ ગુફાની નજીક જઈ જોતા એ ગુફા આસરે ૨૦ ફૂટ પહોળી હતી તેની બન્ને બાજુએ એક એક ગોળાકાર થાંભલી કોતરેલી હતી એ ગુફામાં પ્રવેશ કરતા ગુફાની અંદરની બાજુ એ એક દરવાજો કોતરેલો હતો એ દરવાજામાં પ્રેવેશ કરતા અંદરની બાજુ એક ઓરડો કોતરેલો હતો જે અતિ જર્જરિત હાલત માં હતો જે ઓરડાની જમણી બાજુ ની એક દીવાલ પડી ગયેલ હતી જેનું નજીક થી નિરિક્ષન કરતા એ દીવાલ લગભગ ૬ ઈચ જેટલી જાડી હતી અને એ દીવાલ ની પેલેબાજુ પણ એક ઓરડો કોતરેલો હતો એ ઓરડો પણ આ ઓરડા જેવોજ હતો માત્ર ચાર દીવાલોજ હતી એ ઓરડા માંથી બીજી કોઈ એવી જગ્યા ન હતી કે, ત્યાંથી બહાર જઈ શકાય આથી મેં અને વિવેકે એવો અંદાજ લગાડ્યો કે, આ ઓરડામાંથી પેલા ઓરડામાં જવા અહિયાં દરવાજો બનાવવામાં આવ્યો હશે જે સમય નાં માર ને કારણે કાળક્રમે પડી ગયો હશે. આ ઓરડાની માહિતી મારી ડાયરીમાં ટપકાવી વિવેક ની નાની ટોર્ચનાં આધારે અમે બહાર નીકળ્યા ત્યાંથી થોડે આગળ ચાલતા એક નાનકડી ગુફા દેખાણી અને અમે એ નાનકડી ગુફા તરફ આગળ વધ્યા જોવામાં બહારથી એકદમ નાનકડી લગતી ગુફા નાના એવા પથ્થર માંથી કોતરવામાં આવેલા ઓટલા પર બનાવામાં આવી હતી તેનો દરવાજો જર્જરિત હાલતમાં હતો હું અને જય તે ગુફામાં પ્રવેશ કરવા આગળ વધ્યા ત્યાજ અચાનક ગુફામાંથી આવતી અજાણી વાસે મારા અને વિવેકનાં પગ ત્યાજ થંભાવી દીધા એ વાસ એકદમ અજાણી અને તીવ્ર હતી જાણે કોઈ એસીડની ન હોય તેવી ગંધ આવતી હતી એ ગંધના કારણે નાકમાં કઈ વિચિત્ર ખંજવાળ અનુભવાતી હતી. મેં મારા પેન્ટ નાં ખીસા માંથી રૂમાલ કાઢી મારા નાક આગળ રાખ્યો વિવેક નાં હાથમાં રહેલી ટોર્ચ મેં લઇ એ ગુફામાં અંદરની બાજુ પ્રકાશ ફેક્યો ગુફા એકદમ સામાન્ય હતી કશું જાણવા લાયક ન લાગ્યું પરંતુ એ વિચિત્ર ગન્ધે મારી ઉત્સુકતામાં વધારો કરેલ આ ગંધ સેની છે એ જાણવા આતુર થયો હોય તેમ ગુફા તરફ આગળ વધ્યો ત્યાં વિવેકે અચાનક પાછળથી મારો ખભો પકડ્યો મેં વિવેક સામે દ્રષ્ટિ કરી વિવેકે એમનું માથું નકારમાં હલાવી એ ગુફામાં પ્રવેશ ન કરવા સુચન કર્યુ. પણ મેં મારા હાથના ઇસારાથી વિવેક ને કહ્યું ધીમેથી મારી પાછળ આવ અને અમે બન્ને મિત્રો એ બિલ્લી પગે ગુફામાં પ્રવેશ કર્યો પ્રવેશ કરતાની સાથેજ જાણે ગુફાના શાંત વાતાવરણ માં ખલેલ પડીહોય તેમ એક સાથે સેકડો પક્ષીઓની પાંખોનો ફફડાટ થતો હોય તેવો અવાજ આવ્યો હું અને વિવેક કઈ સમજ્યે તે પહેલા અમારા માથા પર ન ગણી શકાય એટલી માત્રામાં ચામાંચીડીયા ઉડાઉડ કરવા લાગ્યા મેં ટોર્ચ છત તરફ કરી અસંખ્ય ચામાંચીડીયા ગુફામાં ઉડતા હતા મેં ટોર્ચ ગુફાના એક ખૂણા તરફ ફેરવી મારી અને વિવેકની આખો ફાટી ને ફાટીજ રહી ગઈ ગુફામાં ચારે તરફ ચામાચિડીયા ઊંધા ટીંગાતા હતા મેં મારી ઝીંદગી માં એટલા ચામાચિડીયા ક્યારેપણ જોયા નહતા નાનકડા ઉંદર સમાન કાળા કલરના ચામાંચીડીયા જેને ઉંદર જેવી નાનકડી પૂછડી હતી તેના કાન પ્રમાણમાં થોડા મોટા હતા અને ચામાચીદીયાના મો ઉંદર ને થોડા મળતા આવે તેવા હતા પણ કઈક વિચિત્ર પ્રકારનું મુખ હતું થોડીવાર નિરિક્ષન કર્યુ પછી ગુફામાં આવતી ગંધ નાં કારણે શ્વાસ લેવું મુસ્કેલ થતું જતું હતું હવેતો મોપર રાખેલ રૂમાલ પણ કશું કામ આપે તેમ ન હતો. એટલી તીવ્ર ગંધ હતી જો થોડું વધુ રોકાય તો મારી અને વિવેકની હાલત ખરાબ થઈજાય એમ લાગતું હતું. બન્ને મિત્રો ગુફામાંથી બહાર આવ્યા. અમે ગુફા માંથી બહાર નીકલતાજ એ ગુફાનું વાતાવરણ પહેલાની માફક શાંત બની ગયું ગુફાની બહાર આવી અમે બન્ને મિત્રોએ પોતાના નાક પર રહેલ રૂમાલ દુર કર્યો થોડો ખુલ્લી હવામાં શ્વાસ લીધો ત્યાં થોડીવાર ઉભા રહ્યા બાદ અમો આગળ વધ્યા ત્યાંથી લગભગ ૨૦ થી ૨૫ ફૂટ આગળ વધતા મારું ધ્યાન એક વિચિત્ર ગુફા પર પડ્યું આ ગુફાનો પ્રવેશ દ્વાર એકદમ પહોળો હતો એ ગુફામાં લગભગ 5 થી ૬ ઇંચ જેટલું પાણી ભરેલું હતું ગુફાથી થોડેદુર એક દીવાલ હતી એ દીવાલમાં પ્રમાણમાં થોડો પહોળો પ્રવેશદ્વાર હતો એ પ્રવેશદ્વાર લગભગ ૪ ફૂટ જેટલો પહોળો અને લગભગ ૮ ફૂટ જેટલો ઉંચચો હતો જે દરવાજાની અંદર એ ઓરડાની વચ્ચો વચ્ચ એક ગોળાકાર સ્થંભ જેવું કશું બનેલું હતું જેની ગોળાય વધારે હતી એ સ્થંભ જેવી આકૃતિ એટલીબધી જર્જરિત હાલતમાં હતી કે, એ આકૃતિ શું હતી એનો અંદાજ લગાડવો ખુબજ મુશ્કેલ હતું. એ ઓરડામાં પાણી ભરેલું હતું આથી મેં અને વિવેકે એ ઓરડામાં પ્રવેશ ન કરવો એવું નક્કી કર્યુ પરંતુ મારા અને વિવેક માટે આશ્ચર્ય ની વાત એ હતી કે આ જગ્યા એ આટલુબધુ પાણી આવ્યું કયાથી? અને વિવેકે ચારેય બાજુ નજર ફેરવી પણ એ પાણી નો સ્ત્રોત ક્યા છે એ નજરે ન ચડ્યો અમે એ અકબંધ રહસ્ય સાથે આગળ વધ્યા અને ફરીવાર પથ્થર માં કોતરેલા પગથીયા અમારા ધ્યાને ચડીયા એ પગથ્યાને જોતાજ મારા મગજમાં એક વિચાર આવ્યો આ બધી ગુફ્ફા એક તબક્કા વાર કોતરવામાં આવી હશે જેમ કે, આપણા બહુમાળી મકાનો એક માળ ઉપર બીજો માળ હોય તેમ અને મેં વિવેક ને ત્યાજ ઉભા રહેવા કહ્યું વિવેક મેં કહ્યું આ ગુફાઓ બહુમાળી મકાનોની જેમ બનાવામાં આવી છે એવું મને લાગે છે. કેમ? વિવેકે મને કહ્યું મેં પ્રતિ ઉત્તર આપતા કહ્યું ધ્યાનથી આ પગથીયાને જો આપણે જે પગથીયા પરથી આવ્યા એ પગથીયા આપણને હર વખતે ૧૫ થી ૨૦ ફૂટ ની ચોક્કસ ઉચાઇ સુધી લઇ જાય છે અને હર વખતે પગથીયા પુરા થતા એક લાઈનમાં ગુફાઓ આવે છે આપણે ડુંગરની નીચે હતા ત્યાંથી આપણે પગથીયા પર થઇ ૨૦ ફૂટ જેટલે ઉંચ્ચે આવ્યા પગથીયા પુરા થતા થોડી માત્રામાં ખુલ્લી જગ્યા અને ચાલવા માટેનો નાનકડો રસ્તો જેમાં માંડ એક વ્યક્તિ ચાલી શકે અને જે રસ્તો ગુફા સુધી લઇ જાય છે. હવે આપણે આ પગથીયા સામું ઉભા છીએ આ પગથીયા લગભગ એટલેજ ઉંચ્ચે સુધી જાય છે. વિવેકે હકારમાં ડોકું હલાવ્યું મેં આ બાબત મારી ડાયરીમાં ટપકાવી લીધી મેં અંદાજ લગાવ્યો કે, આ ડુંગરને નીચેથી ઉપર સુધી એક સરખા ભાગમાં વહેચી ચોક્કસ ઊંચાઈ નો અંદાજ લગાવી અને આ ગુફાઓ અને ઓરડાઓ ચોક્કસ માપ માં કોતરવામાં આવ્યા હતા આ ગુફાઓ ની બીજી ખાસિયત એ હતી કે, હરેક ગુફાઓ અને ઓરડાઓ એકજ પથ્થર માંથી કોતરવામાં આવ્યા હતા. આ બાબત પણ મેં મારી ડાયરીમાં ટપકાવી હું અને જય આગળ વધ્યા બન્ને મિત્રો પગથીયા પર ચાલતા ચાલતા વાતો કરતા જતા હતા ત્યાં અચાનક વિવેક ની નજર એક ગુફા પર પડી એ ગુફા અમે થોડીવાર પહેલા જોયેલી ગુફા જેવીજ હતી જે ગુફાનો દરવાજો પ્રમાણમાં મોટો અને ગુફાની અંદર એક દીવાલ અને એ દીવાલ માં પહોળો પ્રવેશદ્વાર અને ઓરડાની વચ્ચો વચ એક ગોળાકાર સ્થંભ સારીવાત એ હતી કે, આ ગુફામાં પાણી ભરેલું ન હતું જેથી આ ગુફામાં પ્રવેશ કરી શકાય તેમ હતો હું અને વિવેક તે ગુફા તરફ ઉત્સુકતાથી આગળ વધ્યા અને એ ગુફામાં પ્રવેશ કર્યો અને એ ગુફામાં બનેલી દીવાલ નાં દરવાજા માંથી અમે બીજા અંદરના ભાગમાં પ્રવેશ કર્યો એ ગુફા લગભગ ૨૦ ફૂટ ઓરસ ચોરસ નો એક ઓરડો હતો એ ઓરડાની છત પ્રમાણ માં ઉચ્ચી હતી લગભગ ૧૫ ફૂટ કે તેથી વધુ ઉંચ્ચી હશે એ ઓરડાની વચ્ચોવચ ગોળ વિશાલ સ્થંભ હતો જે પેલા સ્થંભ ની જેમજ જર્જરિત હાલતમાં હતો તેના નીચેના ભાગ પરથી જાણી શકાય કે, આ સ્થંભ ગોળાકાર હતો તે જીર્ણક્ષિર્ન હાલતમાં હોવાછતા તે આકૃતિ લગભગ ૬ ગુટ ઉંચ્ચી હતી. મેં એ ઉદેસ્ય થી છત પર નજર નાખી કે આ જો સ્થંભ હોય તો એના અવશેષો છત પર જોવામળે પણ આશ્ચર્ય ની વાત એ હતી કે, આવા કોઈ નિશાન છત પર જોવા નાં મળ્યા છત એકદમ સમથળ હતી જેવીકે આજના સમયની સિમેન્ટ કોન્ક્રીટ થી બનાવાયેલી છત હોય તેવીજ છત. મેં આ બાબત મારી ડાયરીમાં ટપકાવી અમે એ સ્થંભનાં અકબંધ રહસ્ય સાથે બહાર નીકળ્યા આ ડુંગરોમાં મારે અને વિવેકને લગભગ ૨ કલ્લાક નો સમય થઇ ગયો હતો શરીરમાં થોડો થાક અનુભવાતો હતો મેં વિવેક સામે જોયું ભાઈ આપણે થોડીવાર બેસવું જોઈએ એવું તને નથી લાગતું અને વિવેકે હકારમાં ડોકું હલાવ્યું અને અમે પગથીયાની બાજુમાં ઉગીનીકળેલા એક ઝાડના છાયામાં બેસીગયા બન્ને એ અમારા ખભે રહેલી બેગ નીચે ઉતારી બેગમાંથી પાણી ની બોટલ બહાર કાઢી બન્ને મિત્રો એ થોડું પાણી પીધું મેં આજુબાજુ નાં પથ્થરોનું નિરિક્ષન કરવાનું ચાલુ કર્યુ એટલામાં મારા ધ્યાનમાં એક અદ્ભુત બાબત આવી ડુંગરના બીજા પથ્થરો એક મોટી સિલા નહિ પરંતુ મોટા મોટા ટુકડામાં હતા પરંતુ જે પથ્થરોમાં ગુફાઓ કોતરવામાં આવી હતી એ એક મોટી સિલા હતી અને બીજી ચોક્કસ વાત એ હતી કે, જે પથરો માં પગથીયા કોતરવામાં આવ્યા હતા તે કાળા પથરો જેવા હતા અને જે પથ્થરો માં ગુફા કોતરવામાં આવી હતી એ પથ્થરો પીળા લાલાશ કલરના પથરો હતા આ જોતા મેં એવું અનુમાન કર્યુ કે, પીળા લાલાસ વાળા પથરો કોતરવામાં કાળા પાથર કરતા સહેલા હશે આથી આ પથરો માં ગુફાઓ કોતરવામાં આવી હશે. એવું લાગતું હતું મારા નિરિક્ષણમાં ખલેલ પાડતા વિવેક બોલ્યો ભાઈ હવે આગળ વધીશું? અને મેં હકારમાં જવાબ આપ્યો અને પાણીની બોટલ બેગમાં મૂકી અને અમે તે પગથીયા પર આગળ વધ્યા થોડે ઉપર જતા મારી નજર એક વિશાલ ગુફા પર પડી જેનો પ્રવેશદ્વાર પડી ગયો હતો પણ ગુફાનો અંદરનો ભાગ એકદમ વ્યવસ્થિત રીતે સચવાયેલો હતો ગુફામાં પ્રવેશ કરતા મોટા આકારની ગુફા સુવ્યવસ્થિત કોતરવામાં આવી હતી એ ગુફા ખાસી એવી મોટી હતી એ ગુફા લગભગ ૫૦ ફૂટ ઊંડી અને ૬૦ ફૂટ જેટલી પહોળી હતી એ ગુફાની ખાસ વાત એ હતી કે, એ ગુફામાં ચાર પિલર હતા જે એકબીજા સાથે સમાંતર ચરુશ્કોણ બનાવતા હતા એ પીલોર નીચેથી ગોળ અને પછીથી છાસ્ત્કોણ માં કોતરાયેલા હતા અને એ પિલર નો ઉપરનો ભાગ ગોળાકાર દડા જેવો કોતરવામાં આવેલ હતો છત પર પિલર જ્યાં અડકતાં હતા ત્યાં એક પિલર થી બીજા પિલર સુધી એક બીમ જેવું કોતરવામાં આવ્યું હતું એ ચાર પિલર કોઈ ખાસ ઉદેસ્યથી કોતરવામાં આવ્યા હોય એવું લાગતું હતું પણ એમનો હેતુ સમજમાં આવતો ન હતો આ ગુફાના પીલોર વિષે મારી ડાયરીમાં ટપકાવી મેં મારું નિરિક્ષણ ચાલુ રાખ્યું પણ કોઈ ખાસ ફાઈદો ન થયો વિવેકે પણ આ પીલર શું છે તે જાણવા ગુફાનો ખૂણે ખૂણો જોઈ લીધો પરંતુ એ પીલર નું રહસ્ય અમારા માટે અકબંધ રહ્યું અમે ત્યાંથી બહાર નીકળ્યા અને અમે પગથીયા પર થી ચાલી થોડા ઉપરની બાજુ આગળ વધ્યા અને થોડું ચાલ્યા પછી ડુંગરની ટોચ નજીક અમારી નજર એક અદભુત અને અનોખી ગુફા પર પડી એ ગુફામાં પ્રવેશવા માટે ચાર પગથીયા હતા બન્ને બાજુ જાડી થાંભલી કોતરેલી હતી જાણે નાની એવી ઓસરી બનાવામાં આવી હતી ઓસરી પૂરી થયા પછી એક દરવાજો હતો તેમાં એક મોટી ગુફા હતી જે ગુફા લગભગ ૭૦ ફૂટ ઊંડી અને લગભગ ૩૦ ફૂટ પહોળી હતી આ ગુફામાં સામસામે ચાર ચાર એટલે કે, કુલ આઠ દરવાજા બનેલા હતા અને હરેક દરવાજા ની અંદર એક એક ઓરડૉ હતો જોતા એવું લાગ્યું કે તે ગુફાનો ઉપ્યોગ રહેણાક તરીકે કરવામાં આવતો હશે. અમે તે ગુફાની બહાર નીકળ્યા તે ગુફાની પાસેથી એક નાનકડો રસ્તો જતો હતો તે રસ્તે ઉપરની બાજુ ચાલ્યા થોડું ચલ્તાજ અમે ડુંગર ની ટોચ પર પહોચી ગયા ત્યાં પહોચતાજ ચારે તરફ એક અદભુત નજારો હતો લીલા છમ ઝાડ અને દુર દુર સુધી જંગલજ જંગલ દેખાતું હતું ડુંગરના પાછળ નાં ભાગે અમે જે ડેમ પાસેથી આવ્યા હતા તે ડેમ દેખાતો હતો થોડીવાર એ અદભુત નાજારાનો આનંદ લીધો બન્ને મિત્રો એ બેગમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીધું પછી નીચે ઉતરવાનું ચાલુ કર્યુ પગથીયાથી થોડે નીચે ઉતરતા એક નાનકડો પગદંડી જેવો રસ્તો બનાવેલો હોય તેવું લાગ્યું વિવેક ત્યાં ઉભો રહી ગયો અને મને ત્યાં ઉભા રહેવાનું કહ્યું અને બોલ્યો ભાઈ આ રસ્તો પણ નીચેની બાજુ જતો હોય એવું લાગે છે. ચાલ આજ રસ્તે નીચેની બાજુ જઈએ કદાચ કાઈ નવું જોવા કે, જાણવા મળે મેં થોડીવાર વિચાર કર્યો પછી વિવેક ની વાતસાથે સહમતી દર્શાવી અમે બન્ને મિત્રો એ તે રસ્તા પરથી નીચેની બાજુ ચાલવાનું સરું કર્યુ આમતો આ રસ્તા પર કાઈ ખાસ અલગ નહતું પરંતુ આ રસ્તાપર ચાલતા એક પથ્થરમાં કોતરેલા ખાના એ મારું ધ્યાન ખેચ્યું જે લગભગ દોઢ ફૂટ ઓરસ ચોરસ કોતરેલું હતું નજીક જઈને જોવાની મને ઉત્સુકતા થઇ હું તે તરફ આગળ વધ્યો તેની નજીક જઈ જોયું તો તે કોઈ ખાનું નહિ પણ પાણી સંગ્રહ કરવાનાં ટાકા જેવું લાગતું હતું અને જોતા એવું લાગતું હતું કે, એ ચોરસ ખાનું પાણી બહાર કાઢવા માટે બનાવવામાં આવ્યું હશે એ ટાંકો આખો પાણી થી ભરેલો હતો અને એ ખાના થી લગભગ એક ફૂટ જેટલો અધુરો હતો મને જોઈ એ આશ્ચર્ય થયું કે, અહિયાં એટલી ઊચ્ચાઈ એ આ પાણી આવ્યું ક્યાંથી આ વિચારી મેં વિવેક પાસેથી ટોર્ચ માંગી અને ટાકાની અંદરની બાજુ નમી અંદરની બાજુ સાવચેતી થી ટોર્ચ કરી જોતાની સાથેજ મારી આખો ફાટી રહી એ પાણી નો ટાકો અંદરથી ૨૦ ફૂટ ઓરસ ચોરસ અંદરથી કોતરવામાં આવ્યો હતો એ ટાકાની ઊંડાઈ નો અંદાજ લગાવવો મુસ્કેલ હતો જેથી એ એક રહસ્ય બની રહ્યું અને એ ટાકાની ખાસિયત એ હતી કે, આ ટકામાં પાણી ક્યાંથી આવે છે એ કહેવું મુસ્કેલ હતું મેં એવો અંદાજ લગાવ્યો કે આ ટાકમાં પથ્થરો માંથી પાણી નીતરી એકઠું થતું હશે બધાથી મોટી આશ્ચર્ય ની વાત એ હતી કે, આ જુનવાણી ગુફાઓ બનાવનારે કેમ અંદાજ લગાડ્યો હશે કે, ડુંગરામાં આ જગ્યા એ પથ્થર માંથી પાણી રીઝે છે એ ચોક્કસ હતું કે, આ ગુફા બનાવનાર લોકો એન્જીન્યરીંગ અને નિર્માણ માં પારંગત તો હતાજ સાથે સાથે ભોગોલીક રચના માં પણ ખુબજ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. મેં આ વાત મારી ડાયરીમાં ટપકાવી અને અમે આગળ વધ્યા વિવેક મારી આગળ ચાલતો હતો થોડું ચાલ્યા હસું ત્યાં વિવેક નાં પગ અચાનક થંભી ગયા એ જોઈ હુપણ ઉભો રહ્યો અને વિવેક સામું જોયું વિવેક ને થોડે દુરથી જોતા મને એવું લાગતું હતું કે વિવેકે કોઈ એવી વસ્તુ જોઈ છે કે જેની આ જગ્યા એ કલ્પના પણ નાં હોય તે એની ડાબી બાજુએ એકી ટસે જોઈ રહ્યો હતો હું વિવેક તરફ આગળ વધ્યો વિવેક પાસે જઈ મેં એ દિશા તરફ જોવાનું સરું કર્યુ અને મારી હાલત પણ વિવેક જેવીજ થઇ ગઈ આ એવીજ જગ્યા હતી જેવી અમે નીચે ની તરફ જોઈ હતી પણ આ જગ્યા એકદમ વ્યવસ્થિત રીતે સચવાયેલી હતી એમાં બે મત ન હતો ગુફાનો પ્રવેશદ્વાર પહોળો અને પ્રમાણ માં ઉચ્ચો હતો એની અંદરની બાજુ એક ગોળાકાર સ્થંભ જેવું દેખાતું હતું આ જગ્યા પર પ્રકાસ સારા એવા પ્રમાણ માં આવતો હતો અમે બન્ને મિત્રો તે ગુફા તરફ આગળ વધ્યા પ્રવેશદ્વાર ની નજીક આવતાજ મારા પગ એકદમ થંભી ગયા ગુફાની અંદર જે પિલર જેવી રચના હતી જે અમે નીચેથી ઉપર આવતા બે જગ્યા એ જોઈ હતી એજ રચના અહી પૂર્ણ સ્વરૂપમાં હતી એ પહેલી નજરે જોતા સંપૂર્ણ આકારનું શિવલિંગ હતું જેની ઊંચાઈ લગભગ ૮ ફૂટ જેટલી હશે અને તેનો વ્યાસ પણ ખાસો હતો જેને એકજ પથ્થર માંથી બનાવામાં આવ્યું હોય તેવું લાગતું હતું એ શિવલિંગ ને થાળું ન હતું ફક્ત પથ્થર માંથી બનાવામાં આવેલ બાણ હતું દરવાજા બહારથી જોતા શિવલિંગ ફરતે થાળાની જગ્યા પર આછા લીલા કલરનો એક સમાન પટો હતો તેના પરથી એવું લાગતું હતું કે, ત્યાં એક તાંબાનું કે, એમને મળતી આવતી કોઈ ધાતુનું થાળું હશે જેના નિશાન સ્વરૂપે આ આછા લીલા જેવા રંગનો પટો પડીગયો હશે પણ સાથે એ સવાલ પણ મનમાં થયો કે, એ થાળું ગયું ક્યા? નાતો એ શિવલિંગ ખંડિત હતું નાતો કોઈ નિશાન દેખાતું હતું જેના પરથી સંકા થાય કે, કોઈ ચોરી ગયું હશે પણ ત્યાં આવું કાઈ નજરે ચડતું ન હતું જેથી નક્કી થાય કે, થાળાનું શું થયું હશે અમે બન્ને મિત્રો આ સવાલ નો જવાબ ગોતવા ઉત્સુકતાથી અંદર પ્રવેશ કર્યો પ્રવેશ કરતાજ અમારા પગ થંભી ગયા એ ખંડમાં અમારા સિવાય એક અન્ય વ્યક્તિ પણ હતી જે શિવલિંગ ની સામે દરવાજાની ડાબી બાજુએ બેઠેલી હતી અમે એ વ્યક્તિ ને પાછળ થી જોઈ અમે ત્યાજ થંભી ગયા મનમાં ઘણાજ વિચારો ફરવા લાગ્યા આ કોણ છે? અહિયાં શું કરે છે? આ માણસ અહિયાં રહેતો હશે? આવા વિચારો થી મગજ છલકાવા લાગ્યું મેં મારા વિચારો પર કાબુ મેળવતા વિવેક સામે જોઈ મો પર આંગળી રાખી ચુપ રહેવાનો સંકેત કર્યો અને મેં પેલા માણસ સામે જોયું.................