Aajno Asur - 5 books and stories free download online pdf in Gujarati

આજનો અસુર - 5

આજનો અસુર ભાગ-5

ભાગ-૪ માં આપણે જોયું કે અવઘીશનો છોકરો ભાસ્કર ખોવાઈ ગયો છે અને તે મળતો નથી અને તેની સાથે જ કાશીમાં સાધુ-સંતોની ટોળકી પણ આવી હતી. આખરે ભાસ્કર ન મળતાં પોલીસ તંત્રને ફોન કરી ભાસ્કરના ખોવાયાની ફરિયાદ લખાવે છે અને પોલીસ ટીમ તરત જ તેના ઘરે આવી પહોચે છે. આગળ...
કાશી આવેલી સાધુ-સંતોની ટોળકી ત્યાંથી રવાના થાય છે અને તેઓ કાશી ના જંગલો માંથી પગપાળા જતા હોય છે, ત્યાં જોવે છે કે તેઓની પાછળ-પાછળ એક છોકરો તેઓની સાથે આવી રહ્યો છે તે સાધુઓ તેને ઘરે જવા કહે છે પરંતુ તે જવાથી ઇનકાર કરે છે અને તે જંગલમાં ફકત સાધુઓ અને તે છોકરો જ નજરે પડે છે. તેઓ કાશીથી ઘણા દૂર આવી ચુક્યા હોય છે. તેથી તે છોકરાને એકલો પણ મૂકી શકે તેમ નથી, તેઓ શહેરથી પણ ઘણા દૂર આવી ચુક્યા હોય છે. ને હવે છોકરાને તેઓ સાથે જ રાખે છે.

ઘણી રાત્રી થતા તેઓ જંગલમાં જ ઘટાદાર છવાયેલા વૃક્ષ નીચે પોતાનો ડેરો જમાવે છે અને સૌ કોઈ વિશ્રામ કરે છે, ત્યાં પેલી તરફ અવઘીશના ઘરની આસપાસ ભાસ્કરને શોધવામાં આવે છે પરંતુ તેનો કોઇ પત્તો લાગતો નથી. અવઘીશ પાસેથી ભાસ્કરની તસ્વીર માંગવામાં આવે છે. અવધીશ પહેલા તો કહે છે કે તેની કોઇ તસવીર નથી, પણ તેને એક ભાસ્કર ની તસ્વીર મળે છે તે પોલીસને આપે છે,
પોલીસ - પરંતુ આ તસવીર તો તે નાનો હતો ત્યારની છે.
અવધીશ - હા સાહેબ, આ એક જ તસવીર છે તેની બીજી કોઈ નથી.

પોલીસ ટીમ દ્વારા આ ફોટાને તરત જ આસપાસના પોલીસ સ્ટેશનોમાં સરકયુલેટ કરી દેવામાં આવે છે, કે છોકરો જલ્દીથી મળી જાય, પરંતુ તે છોકરા નો ફોટો નાનો હતો ત્યારનો હોવાથી પોલીસતંત્ર ને શોધવામાં ખૂબ મૂશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. તેઓની સતત પૂછપરછ અને શોધખોળ ચાલુ હોય છે, પરંતુ ભાસ્કરની ખબર મળતી નથી. આ વાતને બે દિવસ વિતી જાય છે, ત્યાં જ અવધીશને અચાનક જ યાદ આવે છે કે ભાસ્કર ખોવાયો હતો તે સમયે સાધુ-સંતોની ટોળકી નીકળી હતી. તે કદાચ તેમાં તો નહી ચાલ્યો ગયો હોય ને.

આ વાતની પોલીસને જાણ થતા તેઓ તરત જ શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીને અને ત્યાં કામ કરતા લોકોને પૂછે છે કે અહીંયા કોઈ સાધુઓની ટોળકી બે દિવસ પહેલા આવી હતી.

પૂજારી - હા આવી તો હતી, પણ થયું છે શું ??
પોલીસ - તેઓ ક્યાં ગયા છે તેની કાંઈ ખબર ??
પૂજારી - ના, સાહેબ તેઓ તો સાંજે ગંગા આરતી થયા બાદ પ્રસાદ લઈ જમી અહીંથી રવાના થયા અને ક્યાં ગયા હોય તેની કંઈ જાણ નથી.

હજી તો પેલા નદી કિનારે મૃત્યુ પામેલ વ્યક્તિ નો કેસ ઉકેલાયો નથી ત્યાં આ છોકરો ખોવાઈ ગયો છે.

ત્યાં આગળ જોઈએ તો ઘીમેશ્વર, અવિનાશથી ગુસ્સે થઈ તેને કડવા શબ્દો કહે છે, કે જા જતો રે જા ક્યાં જઈશ હમણાં સાંજ પડતાં પાછો ઘરે જ આવવાનો છે ને..... પરંતુ દર વખતે આપણે વિચારીએ એવું થતુ નથી. ત્યારે આ સમયમાં છોકરાઓ ખોવાઈ જવાની બહુ ફરીયાદો આવતી હતી, કે સાધુઓ અને બાવાઓ સોસાયટીમાં અને ગલીઓમાં માંગવા નીકળવાના બહાને છોકરાઓને વશમાં કરી ઉપાડી જાય છે.

ધીમે ધીમે સાંજનો સૂરજ ઢળવા માંડયા પણ હજુ અવિનાશ ઘરે પરત આવ્યો નથી. હમણાં આવી જશે એમ વિચારી ઘીમેશ્વર પછી તેના કામે જતો રહેલો અને ઘરે ફક્ત રેવતી અને શિવપ્રસાદ જ હતા. પણ અવિનાશ ના ગયાને ઘણો સમય થઇ ગયો હતો પણ તે હજુ પાછો આવ્યો નથી હોતો હવે શું કરે અને શું ન કરે ?? રેવતી આજુબાજુ શોધવા તો ગઈ પણ અવિનાશ તેને મળ્યો નહીં. તેણે જલદીથી દોડીને ઘીમેશ્વરને બોલાવ્યા અને ત્યાં મહેશ્વર પણ ઘરે જ આવતો હતો. મહેશ્વર ને ખબર પડી કે અવિનાશ ખોવાઈ ગયો છે, મળી નથી રહ્યો આ સાંભળી તે પણ તેને શોધમાં લાગી ગયો.

તેઓ ત્રણે આજુબાજુના વિસ્તારો ખંખોળી માર્યા પણ અવિનાશ મળ્યો નહીં. મહેશ્વર પણ નદી બાજુ જોવા જતો રહેયો કે કાંઈ તે નદી તરફ તો નથી જતો રહ્યો ને. ત્યાં તેણે દુકાનવાળાને પણ પૂછ્યું કે કોઈ બાળકને જોયો છે જે ખોવાઈ ગયો હોય તેવું લાગતું હોય, કોઈને શોધતો હોય, ત્યાં દુકાનો વાળા ને પણ કંઈ ખબર નથી હોતી ને બીજીતરફ રેવતી અવિનાશના મિત્રોના ઘરે તેને શોઘવા નીકળી જાય છે.

ત્રણ ચાર મિત્રોના ઘરે તો અવિનાશ મળ્યો નથી હવે ફક્ત એક જ મિત્રનુ ઘર બાકી રહ્યું છે. તે ઘરે જતા જોવે છે કે અવિનાશ ત્યાં જ તેના મિત્ર સાથે રમતો હોય છે. રેવતી તેને ખીજાય છે અને કહે છે કે ખબરદાર બીજીવાર આવી રીતે ઘરેથી ક્યાં જતો રહ્યો છે તો. ત્યાં ઘીમેશ્વરને અવિનાશ ન મળતા તે પરસેવે રેબઝેબ થઈ ગયેલો ઘરે પરત ફરે છે, તો જોવે છે કે અવિનાશ ઘરે આવી ગયો છે, અવિનાશ ને ઘરે થી જતો રહેલો જોઈ ઘીમેશ્વર વધુ રોષે ભરાય છે અને અવિનાશ ને ફરી થી મારવા લાગે છે, ત્યાં મહેશ્વર ઘરે આવી પહોંચે છે તે ઘીમેશ્વરને રોકે છે પરંતુ તે કોઈનો રોકાયો રોકાય તેમ નથી. આટલો તેને શોધવા ગયાનો રોશ તે અવિનાશ પર કાઢે છે અને તેને ઘણું બધુ સંભળાવે છે, કે આવા આઈ.વી.એફ.થી જન્મેલા છોકરાઓ આવા જ હોય અને તેઓ કાંઈ કામ ના નથી. આ શબ્દો અવિનાશ ને એવા તે ચૂભે છે કે તે આ શબ્દો ભૂલી શકતો નથી.

સાંજ થઈ ગઈ છે અને જમવાનો સમય થતાં રેવતી રસોડા માં જમવાનું બનાવતી હોય ને અવિનાશ ત્યાં જાય છે અને તેની માતાને પૂછે છે કે આ આઈ.વી.એફ એટલે શું ?? રેવતી કહે છે કે બાળકો ન થતા હોય ત્યારે આ આઈ.વી.એફ પદ્ધતિથી બાળક પ્રાપ્ત થઇ શકે છે અને તું અમને લગ્નના પુરા 7 વર્ષ બાદ જન્યો છે. આ વાત સાંભળી અવિનાશ વિચારવા લાગે છે, કે જો સાત વર્ષ બાદ આવ્યો છું તો મને પિતા આટલા મારે છે શા માટે ?? ત્યારે રેવતી કહે છે કે આસપાસના લોકો દ્વારા કહેવામાં આવેલા મેણા અને ખોટા વિચારો ખોટી રીતે કહેતાં તેઓ તારા પર ગુસ્સે થઈ જાય છે.

ત્યારે અવિનાશ આવીને કહે છે કે આમાં મારો શું વાંક ?? જમવાનું તૈયાર થતા સૌ સાથે બેસીને જમે છે. ઘીમેશ્વર નો ગુસ્સો શાંત થતાં તે અવિનાશ ને ફરીથી લાડ કરવા લાગે છે, પણ અવિનાશ ને તેણે કહેલા શબ્દો તેને ભુલાતા નથી. સૌ જમી લીધા બાદ સુવાની તૈયારી કરે છે. રાત્રિનો સમય થતા સૌ પોતપોતાના સ્થાને સુઈ જાય છે. સૌ ગાઢ નિંદ્રામાં હોય છે ને અચાનક જ ધીમેશ્વરની ઊંઘ ઊડી જાય છે અને જુએ છે તો અવિનાશ તેને ત્યાં દેખાતો નથી.

તે રેવતીને જગાડે છે અને પૂછે છે કે અવિનાશ આયા નથી ક્યાં ગ્યો છે. તેઓ જાગી જાય છે અને જુએ છે તો ઘરનો દરવાજો ખુલ્લો હોય છે. આ જોઈ રેવતી ની ચીસ નીકળી જાય છે અને ઘરમાં સૌ જાગી જાય છે.

શું થયું હશે અવિનાશ તેના પિતાએ સંકળાયેલા શબ્દો થી પરેશાન થઈ જતો રહ્યો છે કે પછી બાવાઓ સાધુઓ તેને ઉપાડી ગયા હશે જોઈએ આગળ ભાગ છ માં

આભાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED