આજનો અસુર - 2 Rahul Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

આજનો અસુર - 2

આ ઘટના કંઈક એવી છે જે વિચારવા પર વિવશ કરી નાખે છે. માનવ આટલી હદ સુધી ક્રુર હોઈ શકે ખરા ! આજકાલના માનવીઓ એટલા બુદ્ધિશાળી છે કે તેમને પારખવા ખુબજ કઠીન છે.

આજરોજ કાશીમાં નદીના કિનારે એક લાશ મળી આવે છે. જોતજોતામાં તેની દુર્ગંધ ફેલાવા લાગે છે અને અને ત્યાના સ્થાનિકો નુ ધ્યાન તે દુર્ગંધ તરફ ખેંચાય છે. જોવે છે તો નદી કીનારે એક વ્યકિત પડેલો દેખાય છે. તેઓ તરત જ તેની તરફ દોડી પહોચે છે. ખબર પડે છે કે તે વ્યકિત મરી ગયો છે.

તેઓ તરત જ પોલીસ તંત્રને ફોન કરે છે. પોલીસ તંત્રની ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી જાય છે. તે ટીમમાં ઇન્સ્પેક્ટર શુક્લા, સબ ઇન્સ્પેક્ટર રાશિ મીણા, બીજા ત્રણ કોન્સ્ટેબલ ઈકબાલ ખાન ,એમ.કોલકર અને સી.શર્મા હતા. પોલીસ તંત્ર દ્વારા તે લાશ ની આજુબાજુ તપાસ કરવામાં આવે છે. ઇન્સ્પેક્ટર દ્વારા સ્થાનિકોને પૂછપરછ કરવામાં આવે છે કે કોઈ આ વ્યક્તિ ને ઓળખે છે, કે કોઈ એ આ વ્યક્તિને અહીયા જોયો છે. બધા જ ના પાડે છે. ઇન્સ્પેક્ટર શુક્લા અને તેની ટીમ દ્વારા લાશની તપાસ ચાલુ કરવામાં આવે છે. આજુબાજુ તપાસ કરવા માં આવે છે. પરંતુ નદી કીનારે તો ફકત ફુલ ના હાર અને પિતૃ તર્પણ કરેલા પીંડ જ જોવા મળે છે. તે મૃત્યુ થયેલ વ્યક્તિના શરીર પરથી તેણે પહેરેલી વસ્તુ જેમની તેમજ જોવા મળે છે. અને લાશ પર પણ ફક્ત ખભા પર ખેશ અને ધોતિયું પહેર્યું હોય છે.

તે લાશની આજુબાજુ કંઈ પુરાવા ન મળતા પોલીસ તંત્ર તે લાશના ફોટાની ઓળખ થઈ શકે તે માટે દરેક પોલીસ સ્ટેશનમાં તે ફોટો સર્ક્યુલેટ કરે છે. અને તે વ્યક્તિના પરિવારની શોધખોળ કરવામાં આવે છે.

લાશની પાસેથી કંઈ મળ્યું ન હોવાથી તુરંત જ ફોરેન્સિક ટીમ બોલાવવામાં આવે છે જેમાં ચીફ ઓફીસર મોહન ગુપ્તા અને સાથે ત્રણ સાથી ઓફિસર હોય છે. જેમાં મિતુલ બોઝ, અભિષેક ત્રિપાઠી અને ત્રિગુણા શર્મા હોય છે. આમ આ ત્રણે ઓફિસરોની અલગ જ ખાસીયત હોય છે, જેમાં મિતુલ એ વ્યક્તિને કઈ જગ્યાએ મારવામાં આવ્યો છે, તેની ઓળખ કરવામાં માહેર હોય છે, અભિષેક ની ખૂબી એ છે કે તે વ્યક્તિ ને જોતા જ તેની ઉંમરનો નક્કી અંદાજ આવી જાય છે અને ત્રિગુણા તે વ્યક્તિની મોત નું કારણ શોધવામાં માહિર છે,

ફોરેન્સિક ટીમ દ્વારા ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે વ્યક્તિની ઉંમર આશરે 35 થી 36 ની જાણવા મળે છે. અને તે વ્યક્તિને ત્યાં જ આસપાસ જ મારવામાં આવ્યો છે. પરંતુ તેની મોત પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

એટલામાં જ ગુપ્તા સાહેબ બોલ્યા કે એ વ્યક્તિ પરિણીત હતો, શું ! એ સાંભળી શુક્લા સાહેબ ચોંકી ગયા કે તમને કઈ રીતે જાણવા ?? ત્યાં ગુપ્તા સર ને મંદ-મંદ હસતા જોઈ તે સમજી ગયા કે તેઓ મજાક કરી રહ્યા છે.

વ્યક્તિને જોઇને લાગતું નથી કે એ પંડિત (બ્રાહ્મણ) હોય. અને કદાચ તેના પરિવારમાં કોઈ વ્યક્તિ મરી ગયું હશે, તેની વિધિ કરાવવા માટે આવ્યો હોઈ શકે છે. ત્યારબાદ તે લાશને ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવે છે.

ત્યાં જ નદીના કિનારે રહેતા અને પિતૃ તર્પણ કરાવતા એક પંડીત પોલીસ સ્ટેશને આવે છે અને શુક્લા સાહેબને જણાવે છે કે જે વ્યક્તિ ની લાશ મળી છે તે વ્યક્તિ મારી પાસે તેના મૃત પિતાનું પિતૃ તર્પણ કરાવવા માટે આવ્યો હતો. આ વાત કરતાં જ સાહેબ તેને તરત જ ફટકારે છે કે પહેલા પુછવામાં આવ્યુ હતુ ત્યારે કેમ ના જણાવ્યુ ? ત્યારે પંડીત કહે છે, હું ગભરાઈ ગયો હતો સાહેબ.

પણ સાહેબ એ વ્યક્તિ વિધિ કરાવતી વખતે એકદમ શાંત અને ચુપ હતો. ત્યાંજ ઇન્સ્પેક્ટર શુક્લા પર ફોરેન્સિક ચીફ ગુપ્તા સાહેબનો ફોન આવે છે અને તેમા જણાવવામાં આવે છે કે તેનુ મૃત્યુ ઝેર આપવાથી થયુ છે.

આ સાંભળતા જ તે પંડીત ની તરત જ ધરપકડ કરી લેવામાં આવે છે અને તેને જણાવવામાં કે તે વ્યક્તિનુ મૃત્યુ ઝેર આપવાથી થયુ છે. પરંતુ તે પંડીત કહે છે, સાહેબ મેં એવું કશું નથી કર્યું હું તો ફક્ત એક સાધારણ પંડીત છું અને લોકોની આત્માની શાંતિ માટે વિધિ કરી પોતાનું ગુજરાન ચલાવું છું. હું શા માટે આવુ કરુ સાહેબ. તુરંત સબ ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલની ટીમને તેમના ઘરે તપાસ કરવા માટે મોકલવામાં આવે છે.

પરંતુ તેના ઘરેથી કશું મળતું નથી. તેઓ પોલીસ સ્ટેશને પરત ફરે છે પરંતુ ત્યાર બાદ પણ તે વ્યક્તિને બે દિવસ જેલમાં રાખવામાં આવે છે, આખરે તેના વિરુદ્ધ કોઇ સબૂત મળ્યા ન હોવાને કારણે તેને છોડી દેવામાં આવે છે. તે વ્યક્તિ ઘરે પરત ફરે છે, તેને જોઈ ઘરના સભ્યો ખુશ થઈ જાય છે અને તેનો દીકરો તેને ગળે ભેટી પડે છે, પરંતુ તેમાં કંઈક અચૂક તો જાણવા મળે છે કે તેના દીકરાના ચહેરા પર તેના પિતાના ઘરે પરત આવવાની નહીં પણ કંઈક બીજી જ ખુશી જોવા મળે છે.

કોણ હશે તે વ્યક્તિને મારનાર તે પંડિત કે પછી કોઈ બીજું જ, જાણો આગળના ભાગમાં

આભાર