Aajno Asur - 4 books and stories free download online pdf in Gujarati

આજનો અસુર - 4

આજનો અસુર ભાગ -4

ભાગ-3 માં આપણે જોયું કે ઘરના દરેક સભ્યો આઇ.વી.એફ થી સંતાન પ્રાપ્તિ માટે માની ગયા છે, પરંતુ ધીમેશ્વર હજુ સુધી માન્યો નથી હોતો. આગળ...

વડવાળ વિનાનો વડલો સુનો, તેમ સંતાન વિના ઘર સૂનું... આખરે તેને પણ છોકરો ન હોવાની કમી સતાવવા લાગે છે, ને આખરે તે માની જાય છે. બીજા જ દિવસે ઘીમેશ્વર અને તેની પત્ની બંને ડોક્ટર પાસે જાય છે અને સંતાન પ્રાપ્તિ માટે થતી પ્રક્રિયા ચાલુ કરવા કહે છે. આ વાત સાંભળી ડોક્ટર પણ થોડું મુસ્કુરાય છે. કારણ કે જો કોઈના ઘરે ખુશીઓ આવતી હોય તો તેમાં સામેલ થવાનો મોકો સૌને નથી મળતો.

રેવતી ને થોડી દવા આપે છે અને બે દિવસ બાદ તેઓને ફરી આવવા કહે છે, તેઓ ઘરે પાછા ફરે છે અને ઘરે તેના પિતા ને વાત કરતા બધા ખુશ થઈ જાય છે. બે દિવસ બાદ બંને ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટર દ્વારા બે-ત્રણ રિપોર્ટ કરાવવાનું કહેવામાં આવે છે ને ત્યારબાદ ડૉક્ટર તેને દર મહિને બે વાર, એમ બે મહિના સુધી દવાખાને આવવાનું કહે છે.

એક દિવસ ઘીમેશ્વર નવરાશમાં તેના પિતાને, તેના ડોક્ટર મિત્રને મળવા લઇ જાય છે અને ડોક્ટર પણ રજા પર હોવાથી ઘરે જ હોય છે. ત્રણેય સાથે બેસીને ચા પીતાં હોય છે. વાત માંથી વાત નીકળતા ઘીમેશ્વર ડોક્ટરને આઇ.વી.એફ ટેક્નોલોજી વિશે પૂછે છે. ડોક્ટર ધીમે-ધીમે ચા પીતા-પીતાની સાથે વાત કરે છે, ત્યાં અચાનક ઘીમેશ્વરના હાથમાંથી ચા નો કપ છટકી જાય છે ને તે અચંભિત રહી જાય છે, કે આવું પણ હોઈ શકે ખરું !!!

ખરેખર ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. તેઓ થોડીવાર બાદ ઘરે આવતા રહે છે અને જોવે છે કે રેવતી એક ખૂણામાં બેહોશ થઇ ગઇ હોય છે. ઘીમેશ્વર તરત જ નજીકના ડોક્ટર ને બોલાવે છે તપાસ કરતા માલૂમ પડે છે કે રેવતી અશક્તિને લીધે બેહોશ થઈ હોય છે. બીજા દિવસે જ તેઓ દવા ચાલુ હતી એ ડોક્ટર પાસે જાય છે. ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે કે હવે આમની વધુ સંભાળ લેવી પડશે અને તેમનું નામ ત્યાં રજિસ્ટરમાં નોંધવામાં આવે છે અને પ્રેગ્નન્સીનો પંદર દિવસ બાદ નો સમય આપવામાં આવે છે ત્યારબાદ તેઓ ઘરે પરત આવે છે.

આખરે તે દિવસ આવી જાય છે ઘીમેશ્વર રેવતી અને મહેશ્વર તેઓ ઘરેથી નીકળી જાય છે. બે દિવસ રેવતી ને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવે છે અને ત્યારબાદ રેવતીને છોકરાનો જન્મ થાય છે. આ વાત સાંભળી ઘીમેશ્વર અને મહેશ્વર ની ખુશીનો પાર નથી રહેતો. બાળકનો જન્મ નોર્મલ હોવાથી તેઓને તરત જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. થોડા દિવસ બાદ તેની જન્મપત્રિકા બનાવવામાં આવે છે. તેને મેષ રાશિ આવવાથી તેને રાશિમાં અ.લ અને ઈ શબ્દ આવવાથી તેનું નામ અવિનાશ રાખવામાં આવે છે.

જન્મપત્રિકામાં જોતા જયોતિષ કહે છે કે આ બાળક તો ખૂબ હોશિયાર હશે. આ વાત સાંભળતા ઘીમેશ્વર અને રેવતી ને ખુશીનો પાર નથી રહેતો, પરંતુ તેના જ થોડા ક્ષણો બાદ જ્યોતિષ દ્વારા કહેવામાં આવે છે, પરંતુ જો તેનું ભવિષ્ય જોતા માલુમ પડે છે કે તેને સન્માન અને પ્રેમના અભાવના કારણે તે ખોટા કાર્ય તરફ વળી શકે છે અને તેના જવાબદાર પણ સ્વયં તેના પરિવારજનો જ હોઈ શકે છે. આ વાત સાંભળતા જ પરિવારજનો માં ચિંતાનો માહોલ સજૉય જાય છે.

અવિનાશ હવે મોટો થઇ ગયો છે, તે સમજવા લાગ્યો છે. ભુલો તો સૌથી થતી હોય છે. પરંતુ સમય પસાર થતાની સાથે સમાજ તરફથી સાંભળવા મળતા કુ શબ્દો ઘીમેશ્વર ને તકલીફ પહોચાડે છે. લોકોને બાળક તો જોઈએ છે પરંતુ લોકો તેની સમીક્ષા કરવાનું ભૂલતા નથી, એ જ સમાજની વાતો ઘીમેશ્વરને પોતાના જ બાળક પ્રત્યે ખોટા વિચારો કરવા પ્રત્યે ઉપસાવે છે, પરંતુ આમાં એ બાળકનો તો શું દોષ ?? આવા જ સમાજના વિચારોવાળા લોકોના શબ્દો સાંભળી તે પોતાના જ છોકરાને ધીમે-ધીમે મારવા-પીટવા લાગે છે, જોઈએ તો આ સામે કંઈ કારણ સામે આવતું નથી. બાળકોની નાની-નાની ભૂલો તેને મોટી લાગવા લાગે છે અને આખું ઘર તેની સહમતી મા ન હોવાથી તેઓને પણ ખરી-ખોટી સંભળાવે છે. ત્યારે જ રેવતી કહે છે કે છોકરાઓ પસંદ નથી તો પછી તેને જન્મો છો શા માટે !! આ વાત સાંભળી ઘીમેશ્વર ગુસ્સે થઈ અવિનાશ ને વધુ મારે છે. ત્યાં જ અવિનાશ ભાગી ઘરની બહાર જતો રહે છે.

ત્યાં પેલી તરફ જોઈએ તો મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો માં પૂછપરછ કરતા કઈ માહિતી માલૂમ પડતી નથી, તેઓને ઘરે રવાના કરી દેવામાં આવે છે. આ મૃત્યુને ચાર દિવસ વીતી ગયા છે પરંતુ તે વ્યક્તિને કોણે માર્યો તેની હજુ કાંઈ માહિતી પ્રાપ્ત થતી નથી, ત્યારે અચાનક જ પોલીસ ને નદી કિનારે રહેતા પંડિત અવઘીશ ના ઘરે તપાસ કરવા પહોંચી જાય છે. તેના ઘરની તપાસ કરવામાં આવે છે પરંતુ તે વ્યકિતના મૃત્યુ સાથે જોડાયેલી કોઇ વસ્તુ ઘરમાંથી પ્રાપ્ત થતી નથી.

પોલીસ ત્યાંથી જતા રહે છે ને ત્યારબાદ અવઘીશ તેના છોકરા ભાસ્કરને કડક થઇ પૂછે છે કે આ બાબત વિશે તને કઇ ખબર છે, ત્યાં ભાસ્કર થોડું જોર થી બોલી જવાબ આપે છે,ને અવઘીશ આ બાબત થી તેને મારવા લાગે છે અને ફરીથી તે ભાસ્કર ના બોલવા પર અવઘીશ તેને મારે છે ને ભાસ્કર ગુસ્સે થઈ ઘરે થી ચાલ્યો જાય છે અને તેમાં અવઘીશ પણ જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો કે જા જતો રહે જા, ને ક્યારેય પાછો ન આવતો, પરંતુ ઘરમાં હજુ ઝઘડો શાંત થયો નથી હોતો.

થોડા સમય બાદ ગુસ્સો શાંત થતા અવઘીશને યાદ આવે છે કે ભાસ્કર હજુ ઘરે પરત આવ્યો નથી, ને અવઘીશ તેને તરત જ શોધવા નીકળી પડે છે. ને બીજી તરફ જોઈએ તો કાશીમાં સાધુ-સંતોની ટોળકીઓ અવાર-નવાર દર્શનાથે આવતી રહેતી હોય છે, ત્યારે શ્રી કાશી વિશ્વનાથ મંદિર ના દર્શને એક ટોળકી હમણાં જ ભાસ્કરના બહાર નીકળતા જ ત્યાંથી પસાર થતી અવઘીશ ને નજરે પડે છે. તે ટોળકીમાં 10-12 સાધુઓ અને તેમાં બે બાળ સાધુઓ પણ હોય છે અને તેમાંના એક સાધુ તો યુવાન વયના જોવા મળે છે.

સાધુ મંદિરના દર્શન કરે છે ને ત્યારબાદ ગંગાના દર્શન કરી તેમાં સ્નાન કરવા જાય છે ત્યાં આ તરફ અવઘીશ આજુબાજુ ડાફોડિયા મારતો ભાસ્કરને શોધતો હોય છે. તે મંદિરમાં પણ શોધે છે પણ ત્યાં પણ ભાસ્કર હોતો નથી. આખરે થાકી જતા તે ઘરે આવતો રહે છે અને રેવતી અને તેના પિતાને આ વાત કહે છે કે ભાસ્કર દેખાતો નથી મે આજુબાજુ તપાસ કરી પણ તે કયાંય મને ના દેખાયો, આ વાત સાંભળતા જ આખું ઘર પરેશાન થઈ જાય છે. સમય વિતતો જાય છે, સાંજ થવા લાગી છે અને થોડાક જ સમયમાં ગંગાઆરતી થવાની છે.

ઘરના દરેક સભ્યો તેને શોધવા નીકળી પડે છે પણ તે કોઈના ધ્યાને આવતો નથી, ત્યાં આ તરફ ગંગા નદી ની આરતી શરૂ થાય છે, તમામ સાધુઓ ગંગા આરતીનો લ્હાવો માણે છે અને તે પૂર્ણ થતા સૌ મંદિરમાં પ્રસાદ લઈ ભોજન કરી ત્યાંથી રવાના થાય છે પરંતુ હજુ સુધી ભાસ્કર મળ્યો નથી. સાંજ થતાં હવે તેઓ ને ભાસ્કર ન મળતા પોલીસ ને જાણ કરે છે ત્યાં પોલીસ સ્ટેશનમાં ફોન કરતા અવઘીશ કહે છે, હું અવઘીશ, તમારી પાસે નદી કિનારે મૃત્યુ પામેલ તે માણસ ની માહિતી આપવા આવ્યો હતો તે. ત્યારે પોલીસ કહે છે, હા બોલ અવઘીશ શું થયું ?? અવઘીશ કહે છે કે મારો છોકરો ભાસ્કર ખોવાઈ ગયો છે તે મળતો નથી, પોલીસ ટીમ તરત જ તેના ઘરે આવી પહોંચે છે.....

શું ભાસ્કર જાતે જ જતો રહ્યો છે ??? કે પછી કોઈ તેને જબરજસ્તી ઉઠાવી ગયું છે ???? કે પછી કોઈ તેને કિડનેપ કરી ગયું છે ???

જોઈએ આગળ ભાગ-5 માં

આભાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED