Featured Books
શ્રેણી
શેયર કરો

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 6

ભાગ - 6

(સેતુ નાં પપ્પાની વાત Dr. શાહ તો ધ્યાન થી સાંભળતા જ હતાં.સાથે સાથે સેતુ માટે પણ આ વાત લગભગ નવી હતી જે વિસ્તૃત જાણવા મળી રહી હતી. Dr.દીપ્તિ ને પણ આ વાત જાણવાની ઉત્સુકતા દેખાઈ રહી હતી. રમેશ ભાઈ પોતાની વાત આગળ વધારે છે.)
રમેશ ભાઈ : જબરજસ્તી હનીમૂન નાં પંદર દિવસ આમ પૂરા થઈ ગયાં. આજે અમે કહેવા પુરતા અને જબરજસ્તીનાં હનીમૂન પરથી પાછા ફરી રહ્યાં હતાં . એરપોર્ટ થી બહાર નીકળી અમારે પહેલાથી વાત થયાં મુજબ એક ટેક્ષીમાં હું મારી મમ્મીને મળવા સીધો મારાં ઘરે અને મીનાનાં પપ્પા એટલે કે હવે મારા સસરા જે અમને ગાડી લઇને લેવા એરપોર્ટ આવ્યાં હતાં. મીના એનાં પપ્પા સાથે ઘરે જવા નીકળી.એને તો મારી સાથે આવવું હતુ પરંતું તુ થાકી ગઇ હોઈશ આપડે ફરી કાલે મળવા જઈશું એમ કહીને મેંજ એને નાં પાડી અને અલગથી ટેક્ષી કરી હું મારા ઘરે પહોંચ્યો.
પણ, પણ આ શું ? દરવાજાને સહેજ ધક્કો માર્યો ઘર ખુલ્લું હતુ પરંતું ઘરમાં કોઈ ન હતુ. ઘણાં દિવસ થી ઘરમાં સફાઇ થઈ નાં હોય એવું પહેલીજ નજરે લાગતું હતુ.ઘણી જગ્યાએ કરોળિયાના જાળાં બાઝી ગયા હતાં.અને ઘર ની વચ્ચોવચ એક ખુરશી પડી હતી. આજુબાજુમાં તપાસ કરી તો પડોશીઓ પાસે થી જાણવાં મળ્યું કે, તમારા લગ્ન ને દિવસે તમને આશિર્વાદ આપીને તમારા મમ્મી ઘરે આવ્યાં હતાં અને ઓરડાની વચ્ચોવચ પેલી સામે પડી તે ખુરશી પર બેઠા હતાં.અમે લોકો તેમને મળવા ગયા પરંતું જાણે તે કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા હોય તેવું લાગતું હતુ. અમને એમ કે આજે જે કંઈ પણ થયુ(કોર્ટ મેરેજ) તેનુ દુઃખ હશે.પરંતું અમે થોડી વાર રહીને આવતાં-જતા અમસ્તા જ નજર પડતાં જોયું કે તે એજ ખુરશીમાં મોડી રાત સુધી બેસીને આંખનો પલકારો પણ માર્યા સીવાય સુકી આંખે ક્યાંક ખોવાયેલા હોય તેમ મોડી રાત સુધી ત્યાંજ ખુરશીમાં બેસી રહ્યાં હતાં.રાત્રે ઘર પણ બંધ કરતા ન હતાં.બે દિવસ આમ ચાલ્યું હશે અને ત્રીજા દિવસે ઘર ખુલ્લું હતુ પરંતું તમારા મમ્મી ન દેખાતા અમોએ અંદર ઘરમાં તપાસ કરી પરંતું તેઓ જોવા મળ્યા ન હતાં.અમને થયુ એકલા પડ્યા છે અને ટેન્શનમાં ઘર વાખવાનું ભૂલી કોઈ સબંધી ને ત્યાં જતા રહ્યાં હશે.એટ્લે અમે ઘરનો દરવાજો આડો કર્યો. તાળું એટ્લે નહોતા મારતાં કે નથીને રાત્રે મોડાં કે એક બે દિવસ માં ટાઈમ બે ટાઈમ આવી પણ જાય.
સાહેબ,મે શોધવાની પુષ્કળ કોશીશ કરી પરંતું લગ્નનાં દિવસે અમને આશીર્વાદ આપવા આવી હતી એ પછી છેક અત્યારે આ હોસ્પિટલમાં મે મારી મમ્મી ને જોઇ અને હું વર્ષોથી દબાવી રાખેલો ડુમો રોકી નાં શક્યો.આટલું બોલી ફરીથી પોતાની દિકરી સેતુને પાસે લાવી ભેટી પડી આગળ Dr. શાહ ને જણાવે છે કે સાહેબ "ભલે મારી માને આ કન્ડીશનમાંથી ઉગારવવા વાળી મારી દિકરી સેતુ હોય,પરંતું તેને આ કન્ડીશનમાં લાવવાવાળો હુ જ છું" એમ કહી પોતાના કપાળ પર હાથ મારતાં ખુબજ પસ્તાવો કરે છે.
ત્યાંજ એક નર્સ અંદર આવી ડોકટર ને જાણ કરે છે કે માજીને જે ઇન્જેકશન આપ્યું હતુ ને તે સુઈ ગયા હતાં તે પૂરા હોશમાં પણ આવી ગયા છે.બિલકુલ સ્વસ્થ છે અને જાગીને બેડ પર બેઠાં છે.
Dr. શાહ સેતુ અને એનાં મમ્મી-પપ્પા ને અહિયાંજ બેસવાનું કહી નર્સ સાથે ઓફીસ માંથી બહાર નીકળે છે. સેતુ નાં પપ્પા Dr. શાહ ને સાથે આવવા એકવાર રીકવેસ્ટ કરે છે. પણ Dr. શાહ થોડી વાર અહિયાંજ બેસવા અને મોઢું ધોઈ ફ્રેશ થવા અને ત્યાં સુધી માજી ને હું રૂટીન ચેક કરી લઉ.આટલુ કહી Dr. શાહ ઓફીસ ની બહાર નીકળી રહ્યાં છે. Dr. દીપ્તિ તેની જગ્યાએથી ઊભી થતાં શાહ તેને પણ જરૂર નથી હું જોઇ લઉ છું એમ કહી માજીનાં રૂમ તરફ જઇ રહયા છે. દીપ્તિ પણ એમજ એની જગ્યાએથી ઊભી થઈ Dr. શાહની પાછળ જઇ રહી છે. શાહ છેક માજીને જે રૂમમાં રાખ્યા છે ત્યાં પહોંચવા આવે છે ને, અચાનક Dr. શાહની નજર પાછળ આવતી દીપ્તિ પર પડતાંજ......
Dr. શાહ : (ઉંચા અવાજે દીપ્તિને) તને એક વાર કહ્યુ ખબર નથી પડતી. તને કહ્યુ કે બેસ ઓફીસમાં હું જોઇ લઇશ.
(દીપ્તિ ની સાથે-સાથે આખી હોસ્પિટલનો સ્ટાફ ચોંકી જાય છે. કેમકે Dr. શાહનો આ ગુસ્સો અને આટલો ઊંચો અવાજ પહેલી વાર સાંભળ્યો હતો. શાહ નું આ રૂપ દીપ્તિ અને હોસ્પિટલનાં પૂરા સ્ટાફ માટે વિચારતાં કરી દે તેવું હતુ.
આગળ