charnobil durghatna books and stories free download online pdf in Gujarati

ચર્નોબિલ દુર્ઘટના

'હલો, ભુપતભાઇ શાહ!' ટેલીફોન ના સામેના છેડેથી અવાજ આવ્યો.
'હા,જય ગોપાલ'.

' યોર સન મિસ્ટર જોય શાહ ઇઝ નો મોર...' અને ફોન કપાઈ ગયો. ભુપતભાઈ ના પગ તળેથી જમીન જ સરકી ગઈ અને બીજી લાઈન પર ચુપચાપ વાત સાંભળી રહેલી દયા નો ભપ દઈને ફર્શ પર માથું પછડવાનો અવાજ આવતા જ ભુપતભાઈ ગળે જીવ રાખી પત્નિ ને હોશ માં લાવવા પાણી ના છટકરા કરવા મથી રહ્યા . શું થયું પોતાના જયેશ ને ? (એને વિદેશ માં જઈ પોતાની નામ જોય કરી નાખેલ) પોતાનો જુવાનજોધ દીકરો આમ અચાનક છોડી ને જતો રેશે એવું કોઈ માં બાપ થી હજમ થવું મુશ્કેલ છે.

ભુપતભાઈ ની આંખ સામે નાનકડો તરુણ તરવરી આવ્યો, જેને વિદેશ જઈ ઉચ્ચ ડીગ્રી મેળવી ખુશી થી જીવવાની ખૂબ જ ઘેલછા હતી.નાનકડો જયેશ બઉ મોટું નામ કમાઈ ને પરિવાર નું મસ્તક ગૌરવ થી ઉંચુ કરવા માગતો હતો.ભણવામાં ખૂબ જ હોશિયાર જયેશ જ્યારે સ્નાતક માં સર્વોત્તમ ગૂણ સાથે ઉતીર્ણ થયો , ભુપતભાઈ એ આખા ગામમાં પેંડા ખવડાવ્યા હતા.જ્યારે પરિણામ હાથ માં પકડી એક ના એક સાત ખોટ ના દીકરા એ કીધું કે પપ્પા માટે વિદેશ જઇ મોટું નામ કમાવું છે, દયાબેન ને ઘણા દિવસ સુધી ખાવાનું ભાવ્યું નહોતું.એક ના એક દિલ ના ટુકડા ને અળગો કેવી રીતે કરી શકાય. પણ ભુપતભાઈ એ ગામના બુદ્ધિજીવી વર્ગ સાથે વાત કરી આર્થિક સહાય માગી ને દીકરાની બધી જ માંગ પૂરી કરી હતી.

એ દિવસે જ્યારે ૨૨ વરસ નો જયેશ સોવિયેત યુનિયન જવા રવાના થયો, ત્યારે આખું ગામ વળાવવા આવેલું.બધાની શુભેશ્છ્ચા તથા ગામ નું ગૌરવ વધારવાનું આશા ઝલકાતી હતી .અને ૪ વરસ ના અથાગ પરિશ્રમ બાદ એ દિવસ પણ આવ્યો જ્યારે ભુપતભાઈ નો ટેલીફોન રણક્યો અને ખુશીઓ ની ધાર વહી પડી, ' પપ્પા,હું સોવિયેત નો સૌથી યુવાન વૈજ્ઞાનીક બની ગયો છું, મારા પરીક્ષણ ની ઘડી સાવ નજીક આવી ગઈ છે , એપ્રિલ ના એન્ડ માં અમારું ન્યુક્લિયર પરીક્ષણ સફળ થતાં જ મારા આટલા વર્ષો ના સપના સાચા પડશે, દુનિયાભર માં મારું નામ બની જશે , અને તમે..તમે ધ ગ્રેટ સાયન્ટિસ્ટ ના પિતા.અત્યારે મારા પગ ઠેકાણે નથી પપા, કાશ તમે બંને અત્યારે મારી સાથે હોત, બઉ જ યાદ આવે છે તમારી.અને હા પપ્પા, બીજી એક ખુશખબરી પણ છે. સારું ચાલો, હું જાવ છું , જય ગોપાલ.' ભુપતભાઈ એક પણ શબ્દ બોલ્યા વિના સાંભળી રહ્યા હતા.જાણે કે પોતે વાદળ ને અડી હશે ! જમીન થી ૨ વેંત ઉંચા , છાતી પહોળી કરી ને બધાનું વ્યાજ ચૂકવી જ્યારે વાત કરી તો આખું ગામ અવાક્ હતું.દયા બેન તો ખુશી ના માર્યા ગરબા લેવા લાગ્યા.ખુશી બધે જ છવાઈ ગઈ હતી, આખરે આસમાન તો બધે એક જ છે ને!

ટ્રીં ટ્રીં , ફરી ફોન ની ઘંટડી રણકી અને સામે છેડેથી મધુર અને હતાશ અવાજ સંભળાયો.' હેલ્લો અંકલ, આઇ એમ લીના, જોય ' ઝ ગર્લફ્રેન્ડ! હિ ઇઝ નો મોર. હિ લેફ્ટ મી વીથ ધિસ લિટલ ચાઈલ્ડ.' ભુપતભાઈ ગળગળા અવાજ એ માત્ર એટલું જ પૂછી શક્યા કે હાઉ ડીડ ધીસ હેપન? . ત્યાંજ સામે છેડેથી લાઈન કપાઈ ગઈ.આટલા દુઃખ માં તણખા જેટલો હાશકારો મળ્યો કે દીકરો પોતાનો અંશ છોડી ને ગયો છે.પણ શું ક્યારેય એ અને દયા એને મળી શકશે? એનાથી સહન નહોતું થતું કે પોતે દીકરાની મોત નું કારણ પણ નથી જાણી શકતા.દયા હજી હોશ માં નથી આવી. આમ જ રાત ઢળી ગઈ ને ક્યારે આખો દિવસ રડેલી આખો સૂઈ ગઈ ખબર જ ના પડી.

બીજા દિવસે સવારે સમાચાર આવ્યા : સોવિયેત યુનિયન ના ચર્નોબિલ ખાતે ન્યુક્લિયર પરીક્ષણ કરતા થતી વિસ્ફોટક દુર્ઘટના થી ૪૬ લોકો મૃત્યુ પામ્યાં, જ્યારે નજીક ના વિસ્તાર માં રેહતા હજારો લોકો રેડિયેશન માં સપડાયા. વિશ્વ ની સૌથી મોટી દુર્ઘટના માં ગુજરાત નો યુવાન વૈજ્ઞાનીક જયેશ ભુપતભાઈ શાહ મૃત્યુ પામ્યો.

પહાડ જેવા દુઃખ સાથે ભુપતભાઈ અને દયાબેન પોતાનો મણ જેવો સમય માંડ પસાર કરી રહ્યા છે, ૩ મહીના પછી અચાનક દરવાજે ટકોરા પડ્યા , જયેશના ગયા પછી કોઈ સાથે આવરો જાવરો રહ્યો નોતો, અચાનક મધબાપોરે કોણ હશે આવા વરસાદી માહોલ માં, વિચારતા ભુપતભાઈ એ દરવાજો ખોલ્યો તો ત્યાં અતિસુંદર છોકરી નવજાત શિશુને છાતિસરસો છાપી ઊભી હતી.એને ઓળખતા જરાય વાર ના લાગી કે આ લીના છે અને આ જયેશ નો અંશ.કેટલા દિવસો પછી પાછું ઘર ઘર બની ગયું.દયાબેન હતાશા માંથી બહાર આવી ને નાના જયેશ ને રમાડવા માં લાગી ગયા.ભુપતભાઈ વિચારે છે , આ છોકરી માં આટલા સંસ્કાર! જયેશ ની પસંદ ક્યારેય ખોટી ના હોઈ શકે, અને મનોમન ભુપતભાઈ મલકાયા.લીના એ કહ્યું કે જયેશ નું હંમેશા થી સપનું હતું કે આ ડ્રીમ પ્રોજેકટ પૂરો થતાં જ ઇન્ડિયા જઇ મમ્મી પાપા સાથે ખુશી થી રેહવું છે.હવે જયેશ નું સપનું પૂરું કરવું જ મારું ધ્યેય છે.તમને તમારા વારસદાર થી અલગ કેવી રીતે રાખી શકું!( તૂટેલા ફૂટેલા ગુજરાતી અને વધારે અંગ્રેજી મા લીના એ કહ્યું) લીના ની ભાષા અને લીના ને દયાબેન ની ભાષા સમજતા વાર લાગે છે, પણ લાગણીના તંતુઓ સામે કંઈ ભાષા દીવાલ બની શકી છે? નાનો જયેશ પણ હવે મોટો થઈ રહ્યો છે, એ બિલકુલ જયેશ જ છે.લીના ગુજરાતી સંસ્કૃતિ માં ઢળી રહી છે.શાહ પરિવારમા ફરી થી ચહેલપહેલ આવી ગઈ . જયેશ ક્યારેય કોઈના મનમાંથી એક ક્ષણ પણ દૂર નથી જતો અને નાનો જયેશ એની ખામી પૂરી કરવા લાગ્યો છે.

નોંધ: સત્ય ઘટના પર આધારિત.
૨૬ એપ્રિલ, ૧૯૮૬ માં ચર્નોબિલ ખાતે અનુપરિક્ષણ મથક માં દુર્ઘટના થતાં ઘણા લોકો એ જાન ગુમાવી , હજારો લોકો ખોડખાંપણ માં હજી પણ જીવે છે.નવજાત શિશુઓમાં પણ આ લક્ષણો હજી જોવા મળે છે.દુનિયા ની સૌથી ખરાબ હોનારત માં એક છે .


બીજા રસપ્રદ વિકલ્પો