Lagniyonu Shityuddh - Chapter 9 books and stories free download online pdf in Gujarati

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 9

પ્રકરણ - 9

દરેક વ્યક્તિનો એક ભૂતકાળ હોય છે,

પરંતુ જીવન અને નસીબ બંને એને જ તક આપે છે, જે જીવનમાં આગળ વધીને ચાલે છે.

અનંતને ક્ષણભર માટે મૂર્છા આવી ગઈ. તે અચાનક નીચે ઢળી પડ્યો. તે પૂર્ણ રીતે અશક્ત હતો. તેને ચક્કર આવી ગયા. અચાનક આવી ગયેલા વાવાઝોડા પછીના વાતાવરણની જેમ શાંત થઈ ગયો હતો. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા. તેનો ચહેરો ત્રીજા આઘાતની સાથે જ નિસ્તેજ થઈ ચૂક્યો હતો. ઉપરાઉપરી તેણે તાજેતરમાં જ આઘાત અને પ્રત્યાઘાત – બંનેનો સામનો કર્યો હતો, માત્ર ક્ષણભર પહેલા.....

# # #

"અમુક વાર દોસ્તી પ્રેમનું સ્થાન લઈ લે છે અને એ પછી... દોસ્તીના એ જ સંબંધમાં પ્રેમનું કોઈ સ્થાન રહેતું નથી."

"મેં તને અગાઉ પણ ચેતવણી આપી હતી, પણ તે મારી વાત પર ક્યારેય પણ ધ્યાન ન આપ્યું. મેં બહુ લાંબો સમય ગાળ્યો છે વૈભવી સાથે – ઘણા રંગ અને રૂપજોયા છે મે એના અને માત્ર અનુભવ હોવાને કારણે, હું તને ચેતવણી આપી રહી હતી પણ તે હંમેશા મને તારા પ્રેમની દુશ્મન જ સમજી અને ના ચાહવા છતા પણ એ જ થયું જે ન થવું જોઈતુ હતુ."

"શા માટે?" અનંતથી ચીસ પડાઈ ગઈ.

"શા માટે માત્ર હું જ ? આવું મારી સાથે જ કેમ ?

શા માટે મારી કિસ્મત, મારું નસીબ મારી સાથે જ આવું કરે છે ? મેં કોઈનું ખરાબ શું કર્યું છે ? શા માટે હું જ નિયતિ ? મારી કિસ્મતમાં જ કેમ કાણાં છે ?"અનંત મોટા અવાજે બૂમો પાડી રહ્યો હતો અને નિયતિ તેને દિલાસો આપવા માટે ટેકો આપી રહી હતી.

અનંત કરતાં ચાર ગણા આંસુ એની આંખોમાં આવી રહ્યાં હતા પરંતુ નિયતિએ એને પોતાની પાંપણો સુધી જ સીમિત રાખ્યા. અનંત પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. જો એ પોતાની લાગણીઓને કાબૂમાં ન રાખતી તો અનંતને સંભાળવું મુશ્કેલ હતું. ધ્રુવલ પણ અનંતની હાલત જોઈને દ્વિધામાં મૂકાઈ ગયો હતો. એક સગા ભાઈને ઈજા પહોંચી હોય અને દુ:ખ થાય એના કરતા પણ વધુ દુ:ખ ધ્રુવલ અને નિયતિ અનુભવી રહ્યા હતા. તેઓએ કદાચ વિચાર્યુ પણ ન હતુ કે તેઓને એક અજાણ્યા શહેરમાંથી આવેલી અજાણી વ્યક્તિ સાથે આટલું ઊંડુ જોડાણ થઈ જશે.

"નસીબને દોષ ના આપીશ. એ તારા નસીબની ભૂલ નથી. તારી પાસે બંને વિકલ્પો હતા પહેલીવાર એક વ્યક્તિને એક અજાણ્યા વ્યક્તિ તરફથી ચેતવણી મળી હતી, જે હું હતી, અને બીજું એ વ્યક્તિ – જેની સાથે પ્રેમમાં પડીને મૂર્ખ બનવા માતે તમે તૈયાર હતા, જેને તમે તમારા આંધળા અને પાંગળા પ્રેમને કારણે ઓળખી શકતા ન હતા", નિયતિએ કટાક્ષના અનંતમાં જવાબ આપ્યો. એના અવાજમાં થોડો ગુસ્સો અને થોડી ઘૃણા – બંને હતા.

"એટલે તમે એમ કહેવા માંગો છો કે હું ખોટો છું અને મારો પ્રેમ પણ ખોટો છે. બધો વાંક મારી લાગણીઓનો જ છે ?", અનંતે વળતો પ્રશ્ન કર્યો.

"ના, ન તો તું ખોટો છે કે ન તારી લાગણીઓ પણ ક્યારેક જિંદગી ઓચિંતુ જ આપણને કેટલાક પાઠ શીખવવાનું શરૂ કરી દે છે. તે આપણા પર આધાર રાખે છે કે આપણે શીખવાની પદ્ધતિ પસંદ કરીએ છીએ.", અહીં તે વિશ્વાસઘાત પામવાનો અને છેતરાવાનો વિકલ્પ કરવા પસંદ કર્યો છે અને એ તને મળી પણ ગયો. અર્થ એ છે કે હવે તું શીખી ગયો છે કે લાગણીઓનો ચક્રવ્યૂહ કેવો હોય છે. - નિયતિએ જવાબ આપ્યો.

"તો લોકો કહે છે કે જો પ્રેમ સાચો હોય તો તે જરૂર આપણા જીવનમાં પાછો આવે છે. તે સાચું નથી? મારે જીવનમાં મારો પ્રેમ પાછો આવે એવી જરા પણ આશા રાખવી ન જોઈએ ?

"આ અનુભવ થયા પછી તને શું લાગે છે ? અનંત, અહીં લાગણીઓની કોઈને કઈં જ કદર નથી. બધું ફક્ત જરૂરિયાત અને પ્રાથમિકતા પર નિર્ભર રહે છે. જેવી જેની જરૂરિયાત એવો એનો સંબંધ અને જેટલો મજબૂત સંબંધ એટલો જ ઊંડો સ્વાર્થ. તારો પ્રેમ ચોક્કસપણે - નિશંક પાછો આવશે, જો તું નાણાંકીય રીતે મજબૂત હોઈશ અને જો તારો પ્રેમ વૈભવી જેવી છોકરી છે તો તો તારે તારી ઓકાત આસમાનથી પણ ઊંચી રાખવી પડશે. કારણ કે એના જેવી છોકરીઓના સ્વાર્થ સાગરની ગહેરાઈથી પણ ગહેરા હોય છે.", નિયતિએ થોડાક ભારે અવાજ અને કડક અભિગમ સાથે જરા પણ વિરામ વિના જ વાત પતાવી કારણ કે તે જાણતી હતી કે જો તે કારેલાંની જેમ કડવા વેણ નહિ ઉચરે તો અનંત ક્યારેય આ આઘાતોમાંથી બહાર નહિ આવી શકે.

ટૂંકા શાબ્દિક વિરામ બાદ તેણીએ ફરી વાત શરૂ કરી, "અહીં કોઈ તારી લાગણીઓને ધ્યાન આપવા નથી બેઠું. દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિનો ઉપયોગ કરવા માગે છે, શું તે ક્યારેય પોતાને અરીસામાં જોયો છે? કાયર ના બનીશ. મેદાન છોડીને ભાગવાની ટેવ ભૂલી જા. તને તારા પોતાના સિવાય કોઈ જ ઊભું નહિ કરી શકે. તારા પરિવાર માટે – તારી મા માટે અને ખાસ કરીને તારા પોતાના માટે લડતા શીખ. તું એક પુરૂષ માણસ છે. ઊભો થા અને જીવનમાં આગળ વધ. હજુ પણ તારે પોતાના કેરિયરમાં ઘણા અવરોધોનો સામનો કરવો પડશે. ઘણી છોકરીઓ – હજી તો ઘણી કલ્પનાઓ, ઘણી છોકરીઓ તારા કેરિયરમાં અને તારા જીવનમાં – તારા સંપર્કમાં આવશે તો તું એમાંની કેટલી છોકરીઓને ગમાડીશ ? જો કોઈ તમારી લાગણીઓની કતલ કરી નાખે તો તેનો અર્થ એ નથી કે એનો પુનર્જન્મ નહિ થાય. દુનિયા સમક્ષ તારી નબળાઈને જાહેર ન કર.

જે બાબત, વસ્તુ કે વ્યક્તિ આપણને પીડા આપે છે જો એને જ આપણે નફરતરૂપી પ્રેમ કરતાં શીખી જઈશુ ને તો એ જ પીડા આપણી સૌથી મોટી સફળતા પાછળનું કારણ બની શકે છે.

"કહેવું ખૂબ જ સહેલું છે કે બધું ભૂલી જાઓ અને આગળ વધો પણ ફક્ત એ જ મારી લાગણીઓને જાણી શકે છે અને સમજી શકે છે જેણે ક્યારેય પણ કોઈને પ્રેમ કર્યો હોય", તે ભાંગી પડ્યો.

"દરેકનો એક ભૂતકાળ હોય છે,અનંત પરંતુ જીવન અને નસીબ-તે બંને ફક્ત એને જ સાથ આપે છે જે પોતાના ભૂતકાળમાંથી બહાર આવે છે અને વર્તમાનને લડત આપીને ભવિષ્ય સામે ઝીંક ઝીલવાની તાકાત રાખે છે.", ધ્રુવલ ખાસ્સા સમયથી રાખેલું પોતાનું મૌન તાડીને બોલ્યો.

"હટ..! , અનંતે નિરાશાપૂર્વક માથું ધૂણાવ્યું.

"તમે દોસ્તો મારી પીડા નહિ સમજી શકો. તમે ચોક્કસપણે એ વાતનો અસ્વીકાર કરશો પણ હું જાણું છું, હું અનુભવું છું, હું સમજું છું કે મારી જિંદગી એ મારી છે જ નહિ. તે મારા માટે નહિ.. તેમાં ખુશીને કે આનંદની ક્ષણોને કોઈ સ્થાન જ નથી. મને ખુશ રહેવાનો કે મુસ્કુરાવાનો કોઈ અધિકાર જ નથી કારણ કે ભગવાન મને ખુશ જોઈ જ નથી શકતો. શા માટે?"

શા માટે આ બધી સજા ફક્ત મને જ?

શુ બગાડ્યું છે મે કોઈનું ?

શા માટે મને જ આટલી પીડા થઈ રહી છે ? આટલો દર્દ મને જ કેમ ?

શા માટે હું તમારા બધાના બોવા છતાં હજારોની ભીડમાં એકલતા અનુભવું છું ?

અનંત પુષ્કળ રડી રહ્યો હતો. નિયતિ કે ધ્રુવલના મોટિવેશનલ શબ્દોની કોઈ જ અસર તેના પર જણાઈ રહી નહતી. નિયતિ અને ધ્રુવલ – બંને માટે આ બાબત સંભાળવી અને તેને સમજાવવું કઠિન થઈ રહ્યું હતું.

હવે પરિસ્થિતિને થાળે પાડવા ધ્રુવલ આગળ આવ્યો. "તે તારી પસંદગી છે, અનંત. તે તારો પોતાનો નિર્ણય છે. બીજાં કોઇને તે નિર્ણયો લેવાનો કોઈ જ અધિકાર નથી. હવે તુ જ નક્કી કરીશ કે તુ શું બનવા માંગે છે અથવા તુ કેવી રીતે જીવવા માંગે છે. એ નિર્ણય લીધા પછીની જિંદગી માટે ન તો તારો ભગવાન જવાબદાર હશે કે ન તારું નસીબ"

"તું કહેવા શુ માંગે છે ?", અનંતે વળતો પ્રશ્ન કર્યો.

"ફક્ત એક વાર વિચારી જો કે આવું માત્ર તારી સાથે જ કેમ થયું ? શા માટે વૈભવીએ તારી જ મજાક બનાવી અને શા માટે કિસ્મતે પણ એને જ તારા નસીબમાં - તમારા જીવનમાં મોકલવાનું પસંદ કર્યું ? ફક્ત એટલે જ કારણ કે એક તુ જ છે જે આ પરિસ્થિતિને હેન્ડલ કરી શકે છે. કદાચ તને આ ક્રૂર અને ગંદી મજાકનો ભાગ બન્યા પછી જ આ સંસારની કડવી હકીકત અને લાગણીઓ સાથેની રમત વિશે જાણવા અને શીખવા મળવાનું તારા નસીબમાં લખ્યું હશે. કદાચ તુ શીખી શકે કે આના માઠાં પરિણામો શું અને કેવા હોય છે અને તું આમાંથી કેવી રીતે દૂર રહી શકે છે અને તેથી જ તારે હવે જાગવાની જરૂર છે. દોસ્ત, ઊભો થા. મસ્ત પાણી પી લે અને ચાલ, હવે કોલ્ડ્રિંક પીવા જઈએ પણ, હા એક શરત છે.. તારે એ માટે પૂરેપૂરું પોતાની જાતને બદલવું પડશે.", ધ્રુવલે આંખ મારતા મારતા મસ્તીભરી સલાહ આપી.

"મને લાગે છે કે તમે બંને સાચું કહી રહ્યાં છે, ધ્રુવલ અને નિયતિ. આ મારી જિંદગી છે અને તેને કેવી રીતે જીવવું – એ નક્કી કરવાનો પણ હક્ક મારો છે." તે ઊભો થયો અને મોતાનો ચહેરો ધોવા ગયો.

"આ વ્યક્તિને સમજવું ખૂબ જ મુશ્કેલ છે." નિયતિએ સ્મિત સાથે વાત કરી.

"હા, પરંતુ એટલું નહીં. તે ફક્ત થોડો મૂરખ છે." ધ્રુવલે જવાબ આપ્યો.

"ચાલો જઇએ હવે..."

"ક્યાં?", ધ્રુવલે નિયતિ સામે ત્રાંસી આંખે જોઈને પૂછ્યું.

"ઓહ, હેલો, આ મારો અવાજ છે. શું તું એને ઓળખી નથી શકતો કે શુ ? " અનંતે ધ્રુવલેનો હાથ પકડીને હલાવ્યોઅને પૂછ્યું ત્યારે એનું ધ્યાન નિયતિમાંથી હટ્યું.

"ઓહ, તો એ તું છે. હા ચાલો હવે આગળ વધીએ", બોલતાં બોલતાં ધ્રુવલ શરમાઈ ગયો અને તેની હાલત જોઈને નિયતિ હસી પડી. ધીમે ધીમે બધાએ કેફેટેરિયા તરફ પ્રસ્થાન કર્યું અને લાગણીઓના તમાશાથી ભરેલા દિવસનો અંત આવ્યો.

# # #

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED