Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 6

પ્રકરણ - 6

માણસ હંમેશા પોતે જાતે લીધેલા નિર્ણયોથી જ શીખે છે – સાચા સમયે લીધેલા ખોટા નિર્ણયો...

વૈભવી ... વૈભવીના કાનમાં કેટલાક અંતરથી એક મીઠો મધુરો અવાજ સંભળાયો હતો.

તે મધુર અવાજ નિયતિનો હતો. નિયતિ એક માસૂમ દિલની, નિર્દોષ, સુંદર અને બધાની પરવા કરતી છોકરી હતી. તે પણ અનંતની જેમ એવા ઘણા સમય અને સંજોગોથી એટલી પરિચિત હતી, જેમાં તેણીએ અંતિમ નિર્ણય તરીકે કોઈ એક જ વિકલ્પ પસંદ કરવો પડ્યો હોય. તે પોતાની ઉમર કરતાં વધુ પરિપક્વ અને ઘડાયેલી વ્યક્તિ હતી. કોઈ એવું માની જ ન શકે કે સામાન્ય દેખાતી છોકરીની વિચારસરણીનું સ્તર આટલું ઊંચુ પણ હોઇ શકે છે. અમુક વાર સંજોગોની હેરાનગતિ સામે તે પોતાના મનને મનાવવા માટે થોડી મજાક કરતાં ને થોડું હસતા શીખી ગઈ હતી. આર્થિક સંકડામણો અને કહેવા પૂરતા સગા વહાલા દ્વારા તરછોડાયા પછી પોતાની અન્ય બે બહેનોનું ભણતર પૂરું કરવા પોતાનું ફેશન ડિઝાઈનર બનવાનું સ્વપ્ન ગિરવે મૂકીને એણે જામનગર છોડીને સુરતની વાટ પકડી હતી, જ્યાં એની મુલાકાત વૈભવી સાથે થઈ અને તે તેણીની સાથે તેના ઘરમાં એક પી.જી તરીકે રહેતી હતી. એક નવા શહેરમાં એક ખાસ મિત્ર દ્વારા દગો મેળવ્યા પછી એની પાસે અન્ય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.

# # #

નિયતિએ આવતાવેંત જ પલંગ ઉપર કૂદકો લગાવ્યો અને વૈભવીના બાજુમાં લંબાવ્યું અને તેના ફોનને ઝૂંટવી લીધો. નિયતિની ધરદાર નજરે એક જ ઝલકમાં વૈભવીની અનંત સાથેની વાતચીતનો ક્યાસ કાઢી લીધો. અચાનક, વૈભવી અને નિયતિ - બંનેના ચહેરાની અભિવ્યક્તિઓ બદલાઈ ગઈ. વૈભવીએ આ બાબતમાં ચિડાઈને પોતાનો અણગમો દર્શાવ્યો.

" વૈભવી, આ શું છે?", નિયતિએ પૂછ્યું.

"શું ??", તેણીએ નફ્ફટાઈપૂર્વક જવાબ આપ્યો.

"તુ બહુ જ સારી રીતે જાણે છે કે હું શાના વિશે વાત કરી રહી છું", નિયતિના અવાજમાં, એના વાકબાણોમાં વૈભવીને ધિક્કારની લાગણીનો અનુભવ થયો..

"હમ્મ .. તો શું છે ?", વૈભવીએ ફરી ઉદ્ધતાઈથી જવાબ આપ્યો.

આ વખતે વૈભવીએ એ પોતે શુ કરવા જઈ રહી હતી એ જાણતી હોવા છતાં એવી પ્રતિક્રિયા આપી હતી કે જે કંઈ બન્યું હતું તેના વિશે તેને કઈં જ ખબર નથી.

"તુ પહેલેથી જ અન્ય વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હોવા છતા એક અજાણી વ્યક્તિના જીવનને કેવી રીતે બરબાદ કરી શકે છે.", નિયતિએ તેણીને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે વૈભવી ક્યાં એ વાતો સાંભળવાના મૂડમાં હતી ???

"ઓહ !!! નિયુ !!! મારું મગજ નહીં ખા. હાલમાં હું તારા કોઈ જ બોરિંગ લેક્ચર અથવા ફિલોસોફિકલ ચર્ચા સાંભળવાના મૂડમાં નથી. ", વૈભવીએ કેટલાક વિચિત્ર હાવભાવ સાથે મોઢું મચકોડ્યું.

"પરંતુ, વૈભવી, તને કોઈની જિંદગીને, કોઈની લાગણીઓને બરબાદ કરવાનો કોઈ જ અધિકાર નથી. હું તને આ નહિ કરવા દઉં. પ્લીઝ સ્ટોપ ધિસ ઓલ હિયર, રાઈટ નાઉ ", નિયતિએ વૈભવીને વિનંતી કરી.

"જો, નિયુ ... તુ એક લાંબા અરસાથી મારી સારી મિત્ર છે, મને સારી રીતે જાણે છે, મારા ઘણા રહસ્યો તુ જાણે છે, પરંતુ એનો અર્થ એ નથી કે તને મારી અંગત બાબતમાં દખલ કરવાનો હક છે. હું તને મારી વ્યક્તિગત બાબતમાં દખલ કરવા નહિ દઉ. તો સારું રહેશે કે તુ આ બધાથી દૂર રહે. તારું હાલ જે પણ સ્ટેટસ છે એ મારા લીધે છે બાકી તુ પણ જાણે છે કે સુરતમાં આટલી સુંદર સૂરત લઈને સલામત ફરવું કેટલું કઠિન છે.મહેરબાની કરીને મીઠા ઝાડના મૂળિયાં કાપવાની કોશિશ ના કરીશ અને એમ પણ અરમાન પણ જાણે જ છે કે..... ", વૈભવીએ મચકોડેલા મોઢે વાક્ય અપૂર્ણ રાખ્યું.

"અરમાન પણ? ક્યારથી ?? ", નિયતિને આઘાતજનક આશ્ચર્ય થયું.

"હા, તે પણ જાણે છે અને એ પણ છેલ્લા છ મહિનાથી "

ટૂંકમાં, વૈભવીએ નિયતિની કોઈ પણ રીતની શરમ રાખ્યા વગર બેદરકારીપૂર્વક અપમાન કર્યું હતું અને નિયતિ માટે મુખ્ય આશ્ચર્યજનક વાત તો એ હતી કે વૈભવીનો બ્રાન્ડ ન્યુ લેટેસ્ટ બોયફ્રેન્ડ અરમાન પણ તે બાબતમાં સામેલ હતો. આજે નિયતિને ખરેખર પોતાની પરિસ્થિતિની સાથે સાથે પોતાની એક સાચા મિત્રની પસંદગી કરવામાં ગફલત કરી જવાની ભૂલ પર ગુસ્સો આવી રહ્યો હતો. માણસ જ્યારે સાચા સમયે ખોટાં નિર્ણયો લે છે ને ત્યારે જ તેને પોતાનું અસ્તિત્વ પરોક્ષ હોવાની પ્રતીતિ થાય છે. નિયતિને આજે ખરેખર પોતાના વૈભવીના ઘરે રહેવાનો નિર્ણય લેવા પર અફસોસ થઈ રહ્યો હતો.

જ્યારે નિયતિને એની ખાસ મિત્ર નિર્ઝરીએ સુરતમાં આવ્યાના થોડા સમય પછી છેતરીને રખડતી કરી મૂકી હતી ત્યારે નિયતિ પ્રથમ વાર વૈભવીને મળી હતી. જામનગરથી સુરત આવ્યા પછી નિયતિ નિર્ઝરીની નાની બહેન તરીકે એની કોલેજના હોસ્ટેલમાં રહી રહી હતી. એ સાથે નિર્ઝરીએ એને ડેટા એન્ટ્રી ઓપરેટરની નાની નોકરી પણ અપાવી હતી, બદલામાં નિર્ઝરી એની પાસેથી તગડું ભાડું, બે ટાઈમનું ભાણું અને રૂમનું સફાઈકામ ખૂબ જ સિફતપૂર્વક કરાવતી હતી, એ સિવાય નિયતિના તમામ બચત કરેલા રૂપિયા પોતાની પાસે જમા રાખતી. નિયતિ પણ આ બધુ જાણતી હતી અને સમજતી હતી પણ, મજબૂરીનું નામ મહાત્મા ગાંધી – એ બધું જ અવગણીને સહન કરતી. જ્યારે બધું અસહ્ય થઈ પડ્યું અને નિયતિએ વિરોધ વ્યક્ત કર્યો ત્યારે નિર્ઝરીએ એને તગેડી મૂકી. થાકેલી હારેલી નિયતિ અઠવા લાઈન્સ બ્રિજના કોર્નર પર બેસીને આંસુ સારતી હતી ત્યારે એને વૈભવી એક આશાના કિરણના રૂપમાં મળી હતી પણ એને ક્યા ખબર હતી કે એ જ આશાનું કિરણ એક દિવસ એના અસ્તિત્વને પોતાના વાકરશ્મિઓથી ભસ્મીભૂત કરી દેશે.

ઘણી વાર તમારા અંગત મિત્રો જ તમને તમારી ઓકાત બતાડી દે છે. કડવું જરૂર લાગશે સાંભળવામાં અને પચાવવામાં પણ ગળેથી ઉતારવું તો રહ્યું જ ને !!!!!!

"હું તો બસ એક બિચારા ગરીબ અજાણ્યા આશિક સાથે ફ્લર્ટિંગરૂપી મજાક કરી રહ્યો છું, બીજું કંઇ નહીં, જસ્ટ ચિલ બેબી", તેણી હલકટાઈપૂર્વક નિયતિને તાકી રહી હતી.કોઈ પણ કળી શકે એમ નહતું કે વૈભવીના આટલા માસૂમ ચહેરા પાછળ એક દુષ્ટ મંથરા છુપાયેલી છે.

"ઓહ ... તો છેલ્લાં નવ મહિનાથી તું એક અજાણ્યા – બિચારા - આશિકની લાગણીઓ સાથે રમત રમી રહી છે અને તુ તેને ફક્ત એક મજાક કહી રહી છે. સાવ છેલ્લી પાયરીએ ઉતરી ગઈ તુ તો, વૈભવી !!! ", નિયતિ ગુસ્સાથી બોલી.

"હજી પણ હું સમજી નથી શકતી કે તમે એક નિર્દોષ અને અજાણ્યા વ્યક્તિ સાથે આવું કરી કેવી રીતે શકો છો, જેને તમે હજુ સુધી યોગ્ય રીતે જાણતા પણ નથી? શું તને કોઈ ખ્યાલ છે કે તારી આ મજાક કેટલું ખતરનાક સ્વરૂપ લઈ શકે છે? , નિયતિએ એક જ શ્વાસમાં પ્રશ્નોરૂપી બાણોનું ભાથું ખાલી કરી નાખ્યું.

"મને મારી મોજ સિવાય બીજી વસ્તુઓથી તસુભર પણ ફરક પડતો નથી", વૈભવીએ નફ્ફટાઈપૂર્વક સામો તર્ક કર્યો.

"આજે મને સમજાય છે કે મારા જીવનમાં એવા ઘણા લોકો છે જે માણસાઈ, ડહાપણ અને સાદાઈ-શરાફતના નકાબ પહેરીને ફરે છે, પણ એમાંના અમુક જ લોકો એવા છે કે જેમને હું એમના સાચા ચહેરા અને તીક્ષ્ણ મગજથી ઓળખું છું જે ખૂબ જ ગંદા રાજકારણથી ભરેલાં છે", નિયતિને તેની સો-કોલ્ડ મિત્રના જીવનનો ભાગ હોવા બદલ પોતાની જાત પર ધિક્કાર થઈ રહ્યો હતો.

"વ્હોટેવર..આઈ ડોન્ટ કેર ...", વૈભવીએ ટૂંકા અને અસભ્ય જવાબ સાથે તેમની ચર્ચા બંધ કરી દીધી.

નિયતિ ત્યાંથી એક અફસોસ સાથે રવાના થઈ.

# # #

બિચારો એ છોકરો ... નિયતિ સતત વૈભવી અને અરમાન દ્વારા કરવામાં આવી રહેલી મજાકને લઈને એ છોકરાને માટે ચિંતા કરી રહી હતી. કોઈ માણસ આટલું નીચ કેવી રીતે બની શકે છે કે તે કોઈના પણ હૃદય, કોઈની લાગણીઓ સાથે રમી જવા માટે તૈયાર હોય છે, માત્ર એના પોતાના વિકૃત આનંદની સંતુષ્ટિ માટે ... હજુ પણ તેણી અનંતના વિચારોમાં હતી.

કાશ, હું તેને મદદ કરી શકતી..., નિયતિએ તેના મનમાં વિચાર કર્યો. તેણી અનંત વિશે ચિંતિત તો હતી પણ તેણે ક્યારેય એને જોયો ન હતો કે ના તો તેની સાથે મળી હતી. કારણ કે તે વૈભવીના હલકટ અને ઉદ્ધત સ્વભાવની સાથે સાથે એના અરમાન સાથેના સંબંધથી પણ માહિતગાર હતી.

અરમાન - એક રખડેલ, છેલબટાઉ અને રોમિયોગીરી કરનાર માલદાર બાપની બગડેલ ઓલાદ હતો, જેણે દારૂ, હુક્કા અને સિગારેટના વ્યસન તથા શરીરની વિકૃત ભૂખ સંતોષવા વેશ્યાઓની પાછળ તેના પિતાની આવકનો અનહદ બગાડ કર્યો હતો. આ નવાબઝાદો દિવસે ને દિવસે કપડાંની જેમ ગર્લફ્રેન્ડઝ બદલવામાંથી પણ બાકાત ન હતો.. તેના પૈસા, મોંઘા કપડાં અને ભવ્ય કારના કારણે છોકરીઓ પણ તેની ખરાબ યુક્તિઓમાં છેતરાતી હતી. અરમાનની ઉંમર 10 વર્ષની હતી જ્યારે તેની માતાનું અવસાન થયું. ત્યારબાદ તે સાહેબ –આઉટ ઓફ કંટ્રોલ- થઈ ગયા. વધુમાં, તેનો ઉછેર તેના બંગ્લાની બાઈ સાથે થયો હતો. સ્ત્રી ચાહે કેટલો પણ કાબૂ કરવાનો પ્રયત્ન કરે પણ એના બાળકને એની મા સિવાયની કોઈ પણ સ્ત્રી ના સાચવી કે નિયંત્રણમાં રાખી શકે. તેના પિતાએ તેના પર કોઈ ખાસ ધ્યાન આપવાની તસ્દી લીધી ન હતી. તેઓ તો બસ રાત ને દિવસ તેમના ફિશરીઝના બિઝનેસના એક્સ્પાન્સનમાં રોકાયેલા રહ્યા હતા. જેમ જેમ અરમાન મોટો થયો તેમ તેમ, તેના કૌભાંડો ખુલ્લાં થતાં રહ્યાં. ઘણી વખત તો તેને તેના કોલેજ મેનેજમેન્ટ દ્વારા કોલેજ કેમ્પસમાં જ ડ્રગ્સ, દારૂ અને ધૂમ્રપાન કરતી વખતે રંગે હાથ પકડવામાં આવ્યા હતા પરંતુ સુરત શહેરમાં તેના પિતાના સત્તા અને મોટાં માથા જોડેના સંબંધોને કારણે તેને બચાવી લેવામાં આવ્યો હતો. ઉપરાંત, તેના પિતા જાણીતા ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે ગુજરાત સરકારના ધારાસભ્ય પણ હતા.

આમ પણ ભારત જેવા લોકશાહી અને પ્રજાસત્તાક દેશમાં એક બની બેઠેલા સાધુઓને અને બીજાં રાજકારણીઓને બધાં જ બે નંબરના ધંધા કરવાની અને એ કર્યા પછી ખુલ્લેઆમ ભટકવાની ભરપૂર સત્તા છે, ખરૂં ને ????

નિયતિ જાણતી હતી કે શા માટે વૈભવીએ અનંતને મળ્યાના થોડા જ દિવસ પછી અરમાન જેવા છોકરાની પ્રપોઝલને સ્વીકૃતિ આપી હતી – ફક્ત એના દેખાવ, બ્રાન્ડેડ કપડાં અને એના પૈસાને જોઈને...પણ કદાચ વૈભવી એ નહોતી જાણતી કે મુસીબત, દગો અને કફન – આ ત્રણ કોઈ જ બ્રાન્ડ નથી ધરાવતા. વૈભવી પણ મધ્યમ વર્ગના પરિવારની છોકરી હતી. તેને પણ બ્રાન્ડેડ કપડાં અને કિંમતી ઓર્નામેન્ટ્સ પહેરવાની ઇચ્છા થતી હતી પરંતુ તેણીની ઇચ્છાઓ પૂર્ણ કરવાની કોઈ રીત નહોતી તેથી તેણીએ તેના જીવનને આકાશી ઊંચાઈઓ સાથે જીવવાનો ખોટો નિર્ણય પસંદ કર્યો હતો. તેણીને તો માત્ર લોન્જ અને ફાઇવ સ્ટાર રેસ્ટોરાંમાં લંચ-ડિનર અને લોંગ નાઈટ લોંગ ડ્રાઈવથી મતલબ હતો, પરંતુ તેના બદલામાં તેની પાસેથી શું કરાવવામાં આવી રહ્યું છે તેનાથી તેને કોઈ નિસ્બત ન હતી. તેણીએ જીભના ચટાકા અને સેલ્ફ સેટિસ્ફેકશન માટે અરમાનની સામે તેની વર્જિનિટી પણ ગિરવે મૂકી દીધી હતી. 650 રૂપિયાની ડિનર ડિશ અને 350 ના પેટ્રોલની સામે એને રાતભર માટે વૈભવીનું શરીર માણવા મળતું, જેની વૈભવીને કોઈ જ કદર નહતી.

# # #

અચાનક નિયતિ ઊભી થઈ અને તરત જ પોતાના ફોનમાં એફ.બી ખોલ્યું અને અનંત શાહનું નામ શોધવા માંડ્યું. એક જ સેકન્ડમાં એની નજર સામે લગભગ વીસેક જેટલા અનંત શાહના એકાઉન્ટ હતા. જેમાં તેને એક આઈ.ડી. એવું મળ્યું જેમાં વૈભવીનું નામ તેના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ તરીકે દેખાતું હતું. નિયતિએ ફટાક દઈને એ પ્રોફાઈલ ખોલી અને તપાસ કરી કે આ એ જ અનંત છે જેના જીવનરૂપી ક્ષિતિજમાં વૈભવી દ્વારા અનંત સંવેદનાની હત્યા થવાની હતી. અફસોસની લાગણી સાથે થોડા સમય પૂરતો તેણે શ્વાસ રોક્યો અને એક નિષ્ફળતાની પ્રાપ્તિના લહેકા સાથે ઉચ્છવાસ છોડીને "એડ ફ્રેન્ડ" આઇકન પર ક્લિક કર્યું અને હવે એની નજરોમાં આતુરતા હતી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારાય એ માટેની...

થોડીક મિનિટો પછી, તેણે એફબીનું નોટિફિકેશન જોયું કે, "Anant Shah has accepted your friend request". ત્યાર બાદ સૌથી પહેલા તેણે તેની સંપૂર્ણ પૂરેપૂરી પ્રોફાઈલ, ફોટા અને સ્ટેટસઅપડેટ ચેક કર્યા. તેને પૂરેપૂરો છ્યાલ આવી ગયો હતો કે અનંત હવે વૈભવીના પ્રેમમાં છે. તેને અનંતના બધા જ અપડેટ્સમાં એક નિર્મળ અને શુદ્ધ હૃદયની પ્રેમ, સમર્પણ, પ્રામાણિક્તા, વફાદારી, સચ્ચાઈ અને નિર્દોષતા જેવી બધી જ લાગણીઓનો અનુભવ થયો. નિયતિ અનંતને મદદ કેવી રીતે મદદ કરવી તે અંગેની દ્વિધામાં હતી.

# # #

ટ્રિન..ટ્રિન ... !!! (નોટિફિકેશન ટ્યુન વાગે છે)

તે અનંતના ફોનમાં મેસેન્જરની નોટિફિકેશન ટ્યુન હતી. અનંતે મેસેન્જર ખોલ્યું અને નિયતિ પ્રજાપતિનો મેસેજ જોયો.

"હેય ... !!!", નિયતિએ મેસેજ કર્યો.

"હેલો ...શુ તમે મને ઓળખો છો ? અગર હા, તો શી રીતે ?", અનંતએ તરત જ પૂછ્યું, કારણ કે તે અજાણ્યા વ્યક્તિઓ, ખાસ કરીને છોકરીઓ સાથે વાત કરવા માટે ટેવાયેયો નહોતો અને જયારથી તે વૈભવીના પ્રેમમાં હતો ત્યારથી એણે તેના મનમાં સ્વીકારી લીધું હતું કે વૈભવી સિવાય કોઈ પણ વ્યક્તિ વિશે વિચારવું કે તે તરફ જોવું એ એના માટે એક પાપ સમાન હતું. કેટલો નિર્મળ પ્રેમ.., નિયતિથી નિશ્વાસ નખાઈ ગયો કે કારણ કે તેને ખબર હતી કે આ નિર્મળ પ્રેમ સાથે કેટલી મલિન રમત રમાઈ રહી છે.

"નથી ઓળખતી... પણ હું તમને મદદ કરવા માંગુ છું", તેણીએ જવાબ આપ્યો.

"મદદ ?? કેવી મદદ ?? અને શા માટે ?? ", તેણે ઉપરાઉપરી ત્રણેક પ્રશ્ન પૂછ્યાં અને સાથે સાથે "મને કોઈ મદદની જરૂર નથી", એમ ઉમેર્યું પણ.

"સાંભળ અનંત, હું નિયતિ છું, વૈભવીની એવી ખાસ મિત્ર, જે ખૂબ જ ટૂંક સમયમાં એને અક્ષરશઃ જાણી ગઈ છે.", અનંત આ વાર્તાલાપ બંધ કરવાની તૈયારીમાં જ હતો અને અચાનક જ તેણે વૈભવીનો ઉલ્લેખ થતો જોઈને સંવાદ ફરી શરૂ કર્યો. "કહો, તમે મને શા માટે મદદ કરવા માંગો છો?"

"જુઓ, તમે મારા ભાઈ જેવા છો અને ઘણા સમયથી હું વૈભવીને જાણું છું. તે તમારી સાથે માત્ર એક મજાક કરી રહી છે. "

"મજાક!!! એ વળી શા માટે મારી સાથે મજાક કરશે? "

"હું કારણ જાણતી નથી પરંતુ મને એ વાતને વિશ્વાસ છે કે વિશ્વાસ તોડવામાં એ કોઈ કસર નહિ રાખે.", નિયતિએ કહ્યું.

"સાંભળો, મિસ નિયતિ ... એવું લાગી રહ્યું છે કે કાં તો તમને મારા વૈભવી સાથેના સંબંધોથી ઇર્ષ્યા થઈ રહી છે અથવા તો તમે પોતાની કોઈ બાબતનો બદલો લેવા માટે મને માધ્યમ બનાવવાનો દુષ્ટ વિચાર અમલમાં મૂકી રહ્યાં છો. "

"સંબંધ ?? "

કેવો સંબંધ અને કેવી રિલેશનશિપ ?? અને મારે શા માટે તમારા બંનેથી ઇર્ષ્યા કરવી જોઈએ. જો મારા મનમાં કંઇક એવું હોય તો પછી મેં તને મારા ભાઈ તરીકે સંબોધિત કર્યો ન હોત.", નિયતિની આંખોમાંથી લસરી રહેલાં આંસુ તેના ગાલ પર આવીને વિસામો લઈ રહ્યાં હતા.એના ગળે ડૂમે ભરાઈ ગયો હતો. એના શબ્દોમાં અનંતને મદદ ન કરી શકવાની ભારોભાર નિષ્ફળતા વર્તાતી હતી, જ્યારે અનંત એક અજાણ શુભચિંતકની વાત સ્વીકારવા તૈયાર ન હતો.

આમ પણ સમય જ્યારે આપણી તરફેણમાં ન હોય ને ત્યારે કાચ જેવું સત્ય પણ મૃગજળ જેવું ધૂંધળું અને અસ્પષ્ટ જ વર્તાય છે. કારણ એટલું જ કે અપેક્ષાનું આકર્ષણ વ્યક્તિમાત્રની આંખોમાં પરોક્ષતાનું એટલું બધું તેજ ભરી દે છે કે વ્યક્તિ એ તેજની પાછળની કાળા અંધકારરૂપી સચ્ચાઈ જોઈ જ નથી શકતો, જોવું તો દૂર, એ વાતની કળ પણ નથી પામી શકતો.

"મારો વિશ્વાસ કરો અનંત, હું તેણીને બહુ જ સારી રીતે જાણું છું અને તેથી જ હું તમને તેનાથી દૂર રહેવાની ચેતવણી આપું છું. મહેરબાની કરીને મારી વાતનો વિશ્વાસ કરો. ", નિયતિ હૃદયપૂર્વક અનંતને એક વાર આંખ ખોલીને હકીકત જોવા વિનંતી કરી હતી પરંતુ અનંત વૈભવીના આકર્ષણમાં અંધ હતો.

"મારા પ્રિય બહેનનો ખૂબ ખૂબ આભાર", અનંતએ 'બહેન' શબ્દ પર ભાર મૂક્યો અને સંવાદ ચાલુ રાખ્યો, "તમારી દરેક જાતની સલાહ માટે ઘણો આભાર અને મારા વિશે ચિંતા કરવા બદલ પણ આભાર પણ મને નથી લાગતું કે તમારી સલાહ અથવા ચિંતા મારી જિંદગી-મારી વૈભવી પ્રત્યેના મારા પ્રેમ કે લાગણીઓને બદલી શકશે", અનંતે પોતાનો તર્ક ગુસ્સા અને હતાશાના ઈમોજીસ સાથે પૂર્ણ કર્યો.

(અનંત ઑફલાઇન થઈ ગયો)

નિયતિ ઉદાસ થઈ ગઈ. તે ખરેખર હતાશા અને નિસહાયપણાંની લાગણી અનુભવી રહી હતી કારણ કે તે કોઈના જીવનને બચાવવા માંગતી હતી – તે એક વ્યક્તિને એવા કપટરૂપી પાશમાંથી આઝાદ કરાવવા માંગતી હતી કે જે તેની તાકાત, તેનો વિશ્વાસ, તેનું મનોબળ, તેની જવાબદારીઓ, તેનું હૃદય અને સૌથી મહત્વપૂર્ણ - તેની જીવન જીવવાની આશા તોડી નાખે એમ હતું. અહીં આશા એ વ્યક્તિ માટે ટકી રહેવાનું મુખ્ય પરિબળ હતું જે પોતાના જ પરિવારને બચાવવા માટે પોતાના જ માદરેવતનથી 200 કિલોમીટર દૂર રહી રહ્યો છે, એ જ પરિવાર જેનું ગુજરાન ચલાવનાર એ વ્યક્તિ પોતે એકલી જ હતી. પરંતુ પછી તેણે અનુભવ્યું કે આ બાબતને સમય પર છોડી દેવી વધારે બહેતર રહેશે.

કેટલીક વાર કોઈ વ્યક્તિને એ કેવી લાગણીઓ અનુભવી રહી છે એમ પૂછીને બાબતને બગાડવી એના કરતાં મૌન રાખીને એ શુ પ્રત્યુત્તર આપે છે એની રાહ જોવી સારી.. કારણ કે માણસ પોતે જ લીધેલા ખોટા નિર્ણયોમાંથી શીખે છે – ખરા સમયે લીધેલાં ખોટા નિર્ણયો....

# # #