A dream episode 1 books and stories free download online pdf in Gujarati

A dream. સપના મરતા નથી

મિત્રો, આજની જે આ વાત છે એ માત્ર એક વાર્તા નથી પણ એક હકીકત છે.
આ વાતની શરૂઆત થાય છે એક યુવતી થી જેનું નામ છે વંદના.વંદના નો જન્મ એક મધ્યમવર્ગીય ઘરમાં થયો હતો.વંદના ચાર ભાઈ - બહેનોમાં છેલ્લેથી બીજી હતી.તેનાથી મોટા તેના બે ભાઈ હતા.વંદનાનો રોજનો નિયમ કંઇક આ પ્રમાણે હતો.

" રોજ સવારે 5 વાગ્યે જાગવાનું,વહેલી સવારે પાણી ભરવા જવાનું,પાણી ભરીને બધાના કપડાં ધોવાના,કપડાં ધોઈ નાસ્તો બનવાનો,બધા નાસ્તો કરીલે પછી જ જો છેલ્લે કઈ વધ્યું હોય તો વંદનાને જમવાનુ નહિતર તરતજ વાસણ માંજવા બેસી જવાનું,વંદના બધું કામ પતાવીને પછી તેના ભાઈ - બહેન સાથે એક સરકારી શાળા માં ભણવા જતી.શાળાએથી પછી આવીને પોતાના ભાઈ બહેન સાથે થોડું જમીને પોતાના કામે લાગી જતી ."બસ આજ એની દિનચર્યા.

આ દિનચર્યા માં વંદનાને પોતાના માટે કઈ સમય જ ના મળતો,કે ના તેના ભવિષ્ય માટે સમય મળતો.જેમ તેમ કરી મારી મચકોડીને વંદના એ કૉલેજ પૂરી કરી.તેને આગળ ભણી ને માસ્ટર ડિગ્રી લેવાની તીવ્ર ઈચ્છા હતી પણ ઘરમાંથી તેને રજા ના મળી .તેના માતા પિતા તેને કેહવ લાગ્યા કે ,તું દીકરીની જાત છો તું વધારે ભણીશ તો પણ અમને સુ કામનું?બીજી તરફ નોકરી અને પૈસા ની લાલસામાં તેના માતા પિતા એ તેના બંને દીકરાને ખૂબ ભણાવ્યા.વંદના હવે 20 વર્ષ ની થય ગઈ.હવે તેના માતા પિતા તેને જલ્દી પરણાવી ને તેની જવાબદારી માંથી મુક્ત થવા માંગતા હતા.એક દિવસ વંદના ના પિતા ના મિત્ર શૈલેષ ભાઈ પોતાના પુત્ર ભાર્ગવ ના લગ્ન નો પ્રસ્તાવ લઈને આવ્યા. વંદનાના પિતા એ તરતજ પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને સદનસીબે ભાર્ગવ આર્મી માં મેજર ના પદ પર હતો,માટે સુખી કુટુંબ સમજીને પોતાની પુત્રી ને ભાર્ગવ સાથે પરણાવવાનું નક્કી કર્યું.વંદના પણ આ લગ્ન થી ખુશ હતી, કારણ કે તે વિચારતી હતી કે જે પ્રેમ તેને પોતાના ઘરમાં નથી મળ્યો તે કદાચ તેને પોતાના સાસરિયાં માં મળશે.ટુંક સમયમાં જ વંદનાને સાસરિયે વળાવી દેવામા આવી.

વંદનાના સાસુ સસરા તેને પોતાની પુત્રી ની જેમ રાખતા હતા. વંદના અને ભાર્ગવ એકબીજાને સારી રીતે સમજી શકતા હતા બંને વચ્ચે ક્યારે અણબનાવ ન થતા. જોતજોતામાં છ મહિના જેટલો સમય પસાર થઈ ગયો એક દિવસ ભાર્ગવની માતાએ ભાર્ગવને સવારમાં ફોન કર્યો અને ખુશ ખબર આપી કે તે પિતા બનવાનો છે. આ સાંભળીને ભાર્ગવ ખૂબ જ ખુશ થયો અને તે થોડા દિવસોની રજા લઈને ઘરે આવ્યો.તે દિવસે રાત્રે વંદના અને ભાર્ગવ મોડે સુધી જાગતા હતા અને વાતો કરતા હતા. વાતો વાતોમાં ભાર્ગવે વંદનાને કહ્યું કે મારું આર્મીમાં જોડાવા પાછળનું ફક્ત એક જ કારણ છે કે હું મારા હાથે થી આતંકીઓને સજા આપવા માંગું છું,આ મારું સપનું રહ્યું છે.

બીજા દિવસે સવારે અચાનક ભાર્ગવને આર્મી માંથી ફોન આવ્યો કે તમે તરત જ પાછા આવો એક સિરિયસ મિશન પર જવાનું છે.તરત જ ભાર્ગવ તૈયાર થઈને નીકળી ગયો અને તેનો પરિવાર પણ વિચારતો હતો કે આમ અચાનક ભાર્ગવ કેમ ગયો? વાત ખૂબ જ ગંભીર હતી. આજથી ત્રણ વર્ષ પહેલા સરકારે એક આતંકવાદીને પકડ્યો હતો અને એને જ છોડાવવા માટે તેના સાથીઓએ ૫૦ જેટલા નિર્દોષ માણસોને બંદી બનાવી લીધા અને સરકાર સમક્ષ ધમકી મારી કે અમારા સરદારને જો છોડવામાં નહીં આવે તો અમે બધાને મારી નાખીશું. ભાર્ગવ કોઈપણ જાતનું જોખમ લેવા માંગતો ન હતો કારણ કે આ વખતે સવાલ ઘણા બધા માસુમ અને નિર્દોષ માણસોનો હતો. ભાર્ગવ અને તેની ટીમે એક યુક્તિ બનાવી અને તેના સરદારને લઈને તેમણે કહેલી જગ્યા પર આવ્યા.
ભાર્ગવ એ પણ તરત જ એક શરત મૂકી કે પહેલા બધા જ માણસો ને છોડી દો અને બહાર એક બસ પડી છે તેમાં તેમને રવાના કરી દો. આતંકવાદીઓએ ભાર્ગવની આ વાત માની લીધી અને બધા જ માણસોને છોડી દીધા.પછી તેનો સરદાર તેની ટુકડી તરફ જવા લાગ્યો અને ત્યાં જ ભાર્ગવ અને તેની ટુકડીએ એટેક કરી દીધો અને બંને વચ્ચે જોરદાર યુદ્ધ ચાલ્યું.
લગભગ બધા જ આતંકવાદીઓને ઢેર થઇ ગયો હતો અને ફક્ત એકલદોકલ જ બચ્યા હતા.ત્યાં જ આતંકી ટુકડીના સરદાર નો મુખ્ય માણસ ભાર્ગવ ની સામે આવી ગયો અને ભાર્ગવ તરત જ તેના પર બંદૂક રાખી અને કહ્યું કે જરા પણ હાલ્યો છે તો માર્યો જઈશ,પણ તરત જ તેના સરદારે પાછળથી ભાર્ગવને પીઠમાં બે ગોળી મારી અને ભાર્ગવ લથડતો લથડતો તેના તરફ ફર્યો તો તેણે બીજી ત્રણ ગોળી ભાર્ગવ ની છાતીમાં મારી દીધી. મરતા મરતા પણ ભાર્ગવે સરદારને કહ્યું કે તે કાયરની જેમ પાછળથી ગોળી મારી છે, જો સામે આવ્યો હોત તો તારું પણ પાણી માપી લેત, આટલું બોલીને ભાર્ગવ ત્યાં ઢળી પડ્યો અને ત્યાં જ શહીદ થઈ ગયો. પેલા બંને ભાગી ગયા.

આ તરફ બધા પરેશાન હતા કે ભાર્ગવ આમ ઉતાવળા શા માટે ચાલ્યો ગયો? શું થયું હશે? ત્યાં તરત જ ભાર્ગવની ટુકડીના એક સાથી નો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે મેજર ભાર્ગવ શહીદ થયા છે. આ સાંભળતાની સાથે જ તેના પિતા સોફા પર આઘાતથી બેસી પડ્યાં અને તેના હાથમાંથી ફોન પડી ગયો. ભાર્ગવ ની માતા એ તરત જ હાંફળા ફાંફળા પૂછ્યું કે શું થયું? કોનો ફોન હતો? તેણે જણાવ્યું કે આર્મીમાંથી ફોન હતો આપણો ભાર્ગવ શહીદ થયો છે. આટલું સાંભળતા જ ભાર્ગવની માતા જમીન પર પડી ગઈ અને આઘાતથી બેભાન થઈ ગઈ. અચાનક બધા સગા સંબંધીઓ પણ આવવા લાગ્યા અને એક કલાકમાં જ મેજર ભાર્ગવ નો પાર્થિવ દેહ તેના ઘરે આવી ગયો. થોડી જ વારમાં તેને અંતિમ સંસ્કાર માટે લઇ જવાયો. આ બધી ઘટના માં સૌથી મોટો આઘાત વંદનાને લાગ્યો હતો કારણ કે તેના બાળકે તેના પિતા નું મોઢું પણ જોયું ન હતું અને તે પણ ભાર્ગવ જોડે વધુ સમય નથી રહી, પણ તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો કારણકે તે તેની માટે અને તેના બાળક માટે તે ખૂબ જરૂરી હતું.

ભાર્ગવ ના અંતિમ સંસ્કાર ની વિધિ પણ પૂરી થઈ ગઈ અને બધા સગા સંબંધીઓ પણ તેમને સાંત્વના અને દિલાસો આપીને ચાલ્યા ગયા. ઘરમાં પણ હવે માહોલ પહેલા જેવો રહ્યો ન હતો. બધી જગ્યાએ વંદનાને ભાર્ગવ નો આભાસ થતો. પરંતુ સમયને સરતા વાર નથી લાગતી. જોત જોતાંમાં બધું જ નોર્મલ થઈ ગયું અને વંદના નો delivery time નજીક આવી ગયો હતો. હવે વંદનાના સાસુ-સસરા તેની વધારે દેખભાળ રાખતા ,તેને કોઈ પણ કામ કરવા ન દેતા અને એક પણ પ્રકારનું ટેન્શન લેવા દેતા નહીં.


વંદના એ એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે અને બાળકી અને માતા બન્ને સ્વસ્થ હતા. વંદના અને તેના સાસુ-સસરા ખુબ જ ખુશ હતા. તેણે દીકરીનું નામ રાખ્યું " અવંતિકા ". સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો હતો. ભાર્ગવ અને તેના પિતાના પેન્શન થી તેમનું ઘર ચાલતું હતું.
જોતજોતામાં અવંતિકા આઠ વર્ષની થઈ ગઈ. એક દિવસ બપોરે વંદનાને ભાર્ગવ ની ખૂબ જ યાદ આવવા લાગી. અચાનક જ તેને ભાર્ગવના મોઢામાંથી નીકળેલા દરેક શબ્દો યાદ આવવા લાગ્યા.ત્યારે તેને યાદ આવ્યું કે ભાર્ગવ નું આર્મી માં જવા પાછળનું જે સપનું છે તે અધૂરું રહી ગયું છે હજી પૂર્ણ થયું નથી. ત્યાં જ અચાનક અવંતિકા રમતી રમતી તેની માતા પાસે આવી. તેની માતાને રડતા જોઈને અવંતિકા એ પૂછ્યું ,મમ્મી શા માટે રડે છે? વંદના તરત જ પોતાના આંસુ લૂછતાં બોલી, કંઈ નહિ બેટા તારા પપ્પાને યાદ આવતી હતી. અવંતિકા કહ્યું ,એમાં રડવાનું ના હોય મારા પપ્પાને દુઃખ લાગે. વંદનાએ કહ્યું ,હા બેટા આમ પણ તારા પપ્પા ને દુઃખ લાગતું જ હશે કારણ કે તે તેમનું સપનું પૂર્ણ કરી ન શક્યા. અવંતિકા એ પૂછ્યું સપનું!, કયુ સપનું મમ્મી?

બીજા રસપ્રદ વિકલ્પો