વ્યથા એક તૂટેલા માણસની Rizwana Mir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્યથા એક તૂટેલા માણસની

તૂટેલી ઈચ્છાનું ઘડતર લઈ જીવવું એટલે જીંદગી.
જ્યારે આપણા સપનાના વાવેતરમાં બધું ખાલી જ હોય અને એક લાંબી ગતિના અંધકાર સાથે જીવવું એટલે જીંદગી.એ વાવેતર માં પણ પોતાની ઈચ્છા નું ફળ ન મળે અને એવું વેરાન જીવન જીવવું અને લાંબા અંધકારમાં કોઈ અજવાળાની આશા જ ન હોય તો માણસ અને તેના સપના જીવતા જ લાશ બની જાય છે.

કેટલી મુશ્કેલ બને છે એ જીંદગી જ્યારે પોતાના સપના તોડી અને કોઈ બીજાના સપના માં જોડાવું પડે જ્યાં આપણું કઈ જ મહત્વ ન હોય.કોઈની આશા ન હોવા છતાં જીવવુ એ કેટલું મુશ્કેલ બને છે તે જિંદગી જીવનાર ને જ ખબર હોય છે.કોઈ જીંદગી જીવવા માટે રોવે છે તો કોઈ પોતાના ખોવાયેલા માટે રોવે છે.
फिसलती ही चली गई
एक पल रुकी भी नहीं
अब जाके महसूस हुआ
रेत के जैसी है जिन्दगी।
જ્યારે પોતાના ખોવાય છે ત્યારે જીંદગી વેરાન થય જાય છે.માત્ર તૂટેલા સપનાને યાદ કરીને લાશ બનીને ફરવું એટલે જીંદગી.જ્યારે આપણું પોતાનું જ આપણને મરવા માટે તરછોડે તો જીવવું કોનાં માટે?

હા,હશે તો કુદરત કે ભગવાન!પણ કોઈના વિખાય ગયેલા સપનાને જોડવા માટે નહિ પરંતુ કોઈકના જોડતા સપનાંને તોડવા માટે.
અનેક સપના તોડ્યા બાદ તું કિસ્મત ના કાંટે લટકાળી દે છો.આ તારો કેવો ન્યાય!તું સપના તોડી શકે છો પણ જોડી શકતો નથી..તને શું ખબર પડે જ્યારે કોઈનું દિલ તૂટે અને પોતાનું તેનાથી દૂર જાય તો તે માણસ જીવતે જીવ મરી જાય છે.તું તો એકલો જીવે છો.તરી પાસે દિલ છે જ નહિ તો તું દિલ ની વેદના શું જાણે?


ખુદા તારી ખુદાઇ પણ કમાલ છે.સપના જોવાની તાકાત આપે છો પણ સપના પૂરા કરવાનો હક્ક નથી આપતો.તારી બનાવેલી દુનિયામાં કેટલા માણસો લાચાર છે અને કેટલા માણસો મજબૂર છે .તેની વેદના તું શું જાણ ? કેમ કે તું તો દુનિયા બનાવીને ગૂમ થય ગયો છે.
ज़ख्म कहा कहा से मिले हैं
छोड़ इन बातो को
ज़िन्दगी तू तो बस ये बता
की सफर और कितना बाकी है।

સાંભળ્યું છે કે ,તારી ઈચ્છા વગર એક પાંદડું પણ નહિ હલતું.પણ આ વાત સાવ ખોટી છે.જે કઈ કરાવે છે તે તું જ કરાવે છે.ક્યારેક પોતાના છીનવી લે છો તો ક્યારેક પારકાને પોતાના બનાવી દે છો.બધું જ તું કરાવે છો પાપ કહો કે પુણ્ય.


કોઈ તૂટેલા વિશ્વાસ વાળાને જઈને પૂછજે કે ખુદા કે ભગવાન કોણ છે? તને જવાબ મળશે કે નિયતિના નામે આખી દુનિયાને રડવનારો.તારી બનાવેલી દુનિયામાં તને જ નથી ખબર કે કેટલા માણસો મજબૂરી મા જીવતી લાશ ની જેમ ફરે છે.આજ તારી નિયતિ અને આજ તારા લેખ.


કોઈ કોકનો વિશ્વાસ તોડે,તો પણ તેને શું ફરક પડે ? તું ફક્ત દુનિયા બનાવી જાણ્યો .કેહવાય છે કે સારા કામ કરો તો જન્નત મળે,પણ એકવાર તૂટેલા સપના સાથે જીવી જો તો તને ખબર પડે કે જન્નત શું અને દોજખ શું ? એકવાર આ દુનિયામાં નજર કરી જો ,જીવતો માણસ પત્થર બની ગયો છે .જેમ પત્થર પર પાણી રેડવાથી કઈ ફેર ના પડે તેમ માણસ ને પણ લાગણીનું મહત્વ નથી રહ્યું,તેને પણ કઈ ફેર પડતો નથી .


તું માણસ બનાવીને બેઠો છો ,તો તને ખબર છે કે માણસ કેટલો લાચાર છે ?વળી,એની પાસે જ તું આશા રાખે છો કે તારી બંદગી કરે, તારું નામ લે.જે માણસ નું દિલ તૂટી ગયું, એના સપના વેરવિખેર થય ગયા,લાચારી અને બેબસી માં જીવતા હોય તો એ માણસ તારું નામ દિલથી કેવી રીતે લે !જેનું દિલ જ તારે લીધે તૂટ્યું હોય .હવે તું જ નક્કી કર કે તારું નામ કેવી રીતે લેવું ?


રડતી આંખને હસાવનાર કોઈ નથી
હારી ગયેલા હૈયા ને મંજિલ બતાવનાર કોઈ નથી
આસુ તો દરેક આંખમાં હોય છે
પણ તે આંસુ ને સમજનાર કોઈ નથી.


જો કોઈ માણસ ના સપના પુરા કરવા ની હિંમત તારામાં નથી તો આવા નતનવા ખેલ શા માટે રચે છે ?શું માણસ માં જીવ નથી ?એના સપનાને તૂટતાં જોઈ એને દુઃખ ના થતું હોય ?તું નિરંજન નિરાકાર છે,પણ માણસ તો અમર નથી.


તારી આ દુનિયામાં તું ધર્મ અને કર્મ ની હિસાબ માંગે છો ,તો હમેશા સારા કર્મ કરનારને જ કાયમ દુઃખ કેમ આપે છે ?શું આજ તારો નિયમ ? આજ તારી નિયતિ ?પૂજા કરો કે બંદગી કરો , કઈ જ ફેર પાડવાનો નથી.જો તમ ખુદા કે ભગવાન થય ને માણસ નું દુઃખ દૂર ના કરી શકો તો માણસ પણ વિચાર કરતો થય જાય કે જ્યાં છેલ્લી આશા હતી ત્યાંજ નિરાશા મળી.

ટુંકમાં,
અપેક્ષાઓ થી શરૂ થાય,
અને અનુભવોના હાંશકરે અંત પામે
એનું નામ,
જીંદગી