#KNOWN - 20 Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

#KNOWN - 20

'મોમ તું એ પાગલને લઈને મારી સાથે લડી રહી છું?? ' આદિત્યનાં આમ બોલતા જ આદિત્ય અને શીલા બંને જોરજોરથી હસવા લાગ્યા.
'ઓક્કે તો કયારે છે આપણી સફળતાનો સ્વાદ ચાખવાનો દિવસ ?? ' શીલાએ હસવાનું બંધ કરતા પૂછ્યું.
'પરમદિવસે છે બસ ત્યારે આપણે આપણા આરંભેલ કાર્યનું પ્રથમ પગથિયું ચડીશું.' આદિત્યએ ગંભીર સ્વરે કહ્યું.

'તે એની બેચેની જોઈ હતી?? આ ઘરમાં આવતા જ એના હાવભાવ એ માંડ તારાથી છુપાવી રાખતી હતી.' શીલાએ હસતા હસતા કહ્યું.

'મોમ પરમદિવસે ગમે તેમ કરીને એ ખોપરીનો ટુકડો આપણે મેળવવા માટેનો નકશો જોવાનો છે અને સમજવાનો છે. ' આદિત્યએ વાત ઉમેરતા કહ્યું.

'હા મને ખબર છે. તું ચિંતા ના કર. બસ એકવાર આપણે જાણી લઈએ એ પછી આપણું કામ એ મૂર્ખ અનન્યા જ કરી દેશે. હું આવું છું તેને મળીને. '
આટલું કહીને શીલા ત્યાંથી નીકળી જાય છે.

*********************

'ખુશખબરી લાવી છું. અનન્યા આપણી જાળમાં ફસાવવા લાગી છે. તેને એમ છે કે એ આપણો ઉપયોગ કરી રહી છે પણ તે પાગલને કોણ સમજાવે કે આપણે તેનો ઉપયોગ થવા દઈ રહ્યા છીએ. '

'વધારે ઉમંગમાં આવીને એવું કોઈ પગલું ના ભરતી કે એને આ વાતની ભનક પણ પડે. આદિત્યને પૂરી જાણકારી નથી દેવાની. સમજી ગઈ ને... '

'જી હું સમજી ગઈ. કોઈજ ભૂલ નહીં થાય. બસ પરમદિવસની રાત અને આપણે એની ઓર પાસ... હાહાહા. ' શીલા આટલું કહીને અટ્ટહાસ્ય કરવા લાગી.

********************

'મારે ગમે તેમ કરીને જાણવું પડશે કે આદિત્યનાં ઘરમાં એવી તો કેવી શક્તિ છે જેનો સામનો હું નથી કરી શકતી. એ માટે મારે આત્માઓને બોલાવવી પડશે અને આદિત્યનાં ઘરમાં શું ચાલે છે?? એ જાણવું પડશે એ પણ પરમદિવસ પહેલા.
અમાસ પહેલા જાણી લઉં તો મારા માટે એ ફાયદાકારક નીવડશે. '

આટલું સ્વગત બોલતા અનન્યા પોતાના સ્થાનેથી ઉભી થઇ અને જરૂરી સામાન પોતાની બેગમાં મૂકીને પાછળના રસ્તેથી ચાલી નીકળી.
રાતના લગભગ દસેક વાગ્યાં હશે.
અંધારિયા રોડ પર એક પાંદડું પણ ખખડતું નહોતું. વાહનોની અવરજવર આ રોડ પર રાતના આટલા વાગ્યે નહિંવત બરાબર હતી.
અનન્યા ઝડપથી પોતાની મંઝિલ તરફ ડગ માંડી રહી હતી.
તેને સતત આદિત્યનાં ઘરમાં થયેલ બેચેની જ હજુ સુધી સતાવી રહી હતી.
પોતાની મંઝિલને આંખો સામે ભાળતા અનન્યાના ચહેરા ઉપર એક ઠંડકભરી શાંતિ છવાઈ ગઈ.
'સ્મશાનગૃહ ' શબ્દ વાંચતા જ અનન્યાના ચહેરા પર ચમક પથરાઈ ગઈ.
તેણે સાચવીને ધીરે રહીને ઝાંપાને ધક્કો લગાવ્યો પણ ઝાંપાનો કીચુડ કીચુડ અવાજ વાતાવરણને વધુ ભેંકાર બનાવતો હતો.
અનન્યાએ આસપાસ નજર કરી તો કોઈજ દૂર દૂર સુધી નહોતું દેખાતું.
અનન્યા એક મોટા વટવૃક્ષ પાસે આવી અને પોતાના લાવેલ બેગમાંથી બધો સામાન વ્યવસ્થિત કરીને તેને ગોઠવવા લાગી. માનવખોપરીથી લઈને રક્તરંગી કંકુ સાથે તેણે પોતાની વિધિના આરમ્ભ થવાની રાહ માત્ર જોવાની હતી. આ વિધિ રાતના 12 વાગે જ કરવાની હોવાથી અનન્યા સમય પસાર કરવા માટે ત્યાંથી ઉભી થઈને ટહેલવા લાગી.

અનન્યાએ આસપાસ બધી કબરોનું અવલોકન કર્યું. ત્યાંજ અનન્યાની નજર એક કબર પર ગઈ.
અનન્યાએ પાસે જઈને તેમાં લખેલ લખાણ વાંચ્યું તો તેની આંખો ફાટી ને ફાટી રહી ગઈ.
'12-12-20'
અનન્યા આદિત્ય સિંહ

કબર પર પોતાનું જ નામ વાંચીને અનન્યાને કપાળે પરસેવો વળવા લાગ્યો. તેણે તરત પોતાના હાથમાં રહેલો મોબાઈલ લીધો જેમાં તારીખ 23-03-20 હતી. અનન્યાને સમજમાં નહોતું આવતું કે આ બધું તેની સાથે શું થઇ રહ્યું હતું?? !!
તે ત્યાંથી તરત ઉભી થઇ ગઈ. આગળ એક આંબલીના ઝાડ પાસે એક કાળા રંગની સાડી પહેરીને ચુડેલ ઊંધા માથે લટકીને હિંચકા ખાઈ રહી હતી.
અનન્યાને જોઈને તે બોલવા લાગી.
'કેમ આઈ છું અહીંયા?? તને અને તારા આ રૂપને ભરખી
જઈશ તો કશુંજ નહીં કરી શકે.હાહાહા આહાહા આહાહા ' તે ચુડેલ ગીત ગાતી હોય એમ લયમાં હસવા લાગી.
અનન્યાએ એ તરફ ધ્યાન આપવાનું માંડી વાળ્યું. તે ફરી પોતાના નિયત સ્થાને આવી અને પોતાના કાંડામાં વોચ તરફ નજર કરી.
સમય થઇ ચૂક્યો હતો.
અનન્યા ત્યાં બેઠી અને બધી વસ્તુઓ સરખી કરવા લાગી. પોતાના હાથમાં કાપો મૂકીને તેણે રક્તની બુંદોને માટીના ઢગલા પર સરકાવી અને આંખો બંધ કરીને જોરજોરથી મંત્રોચ્ચાર શરુ કરી દીધો.
ૐ હ્રીં ક્લીં અં કં ચં તં મૃદુ જ્વલિત ફટ ફટ સ્વાહા

લગભગ અડધો કલાક સુધી તેનો આ મંત્રોચ્ચાર ચાલ્યો હશે.
સામે રહેલી માટીમાં એક આકૃતિ ઉપસવા લાગી.
એ આકૃતિએ અનન્યા સામે જોઈને તેને ઉદ્દેશીને કહ્યું.
'કોણ છે તું?? શું જાણવા માંગે છે?? '

અનન્યાએ મંત્રોચ્ચાર બંધ કર્યા અને પોતાની આંખો ખોલીને તે આકૃતિ સમક્ષ જોયું.

'હું એક ઘરમાં ગઈ હતી. હું મારી આસપાસ રહેલ દરેક આત્માને જોઈ શકું છું. તેમજ તે આત્માઓને નિયંત્રિત પણ કરી શકું છું. પણ જયારે હું એ ઘરમાં ગઈ ત્યાં મારી કોઈજ શક્તિ કામ નહોતી આપી રહી. એ ઘરમાં કેવી અલૌકિક શક્તિ છે?? એ જાણવું છે મારે. '

તે આકૃતિ અનન્યાની વાત એકચિત્તે સાંભળી રહી હતી. તેણે તરત પોતાની આંખો બંધ કરી અને ધ્યાનમગ્ન થઇ ગઈ. અનન્યા તેની આંખો ખુલવાની જ રાહ જોતી હતી.

'અનન્યા, હું જાણું છું તું જે કાર્ય કરે છે એ કોઈ સાધારણ નથી.રહી વાત એ ઘરની તો મેં મારી પૂરી શક્તિ લગાવી એ જોવામાં કે ત્યાં કઇ અલૌકિક શક્તિ છે !! પણ હું એ જાણવા અસમર્થ રહી છું. તેમ છતાં જો હું મારા ધ્યાને કહું તો આવું બે જ સંજોગોમાં શક્ય બને.
પ્રથમ કે એ ઘરમાં કોઈ દૈવી શક્તિ વાસ કરતી હોય.
બીજી એ કે એ ઘરમાં કોઈ ભયાનક અને વિનાશક શક્તિ વાસ કરતી હોય.
આ બે સંજોગોમાં જ તું ત્યાં ધારવા છતાં પણ ત્યાં તારી શક્તિનો ઉપયોગ નહીં કરી શકું. ' તે આકૃતિએ અનન્યાને સમજાવતા કહ્યું.

'પરમ દિવસે અમાસ છે. મારે એ ઘરમાં ફરી કદાચ જવું પડશે. જો હું મારી શક્તિનો ઉપયોગ કરવા ઈચ્છું તો?? '
અનન્યાએ તરત પોતાને મૂંઝવતો સવાલ કર્યો.

'તારે એ ઘરમાં જવું પડે એવું નહીં થવા દેવાનું. કેમકે અમાસનાં દિવસે અગોચર શક્તિઓ ખૂબજ બહોળા પ્રમાણમાં શક્તિશાળી હોય છે. '

'સારુ તમે જઈ શકો છો. તમને હું મુક્ત કરું છું. ' આટલું કહીને અનન્યા ફરી મંત્રોચ્ચાર શરુ કરે છે.
તે આકૃતિ ફરી હવામાં ધુમાડાની માફક ફેલાઈને વિખેરાઈ જાય છે. અનન્યા ફરી પેલી કબર પાસે જાય છે પણ ત્યાં કંઈજ ના દેખાતા તે એને માત્ર દ્રષ્ટિભ્રમ સમજી ત્યાંથી નીકળીને પોતાની હોસ્ટેલ આવી જાય છે.

*******************

અનન્યાને પોતાના રૂમમાં આવતા 3 વાગી ચૂક્યા હતા. તે પોતાના ડ્રેસિંગ ટેબલ પર આવીને બેસી.
પોતાનો ચહેરો એકધારું તે દર્પણમાં નિહાળી રહી હતી. થોડીવાર બાદ અચાનક તે જોરજોરથી રોવા લાગી. તેને જોઈને કઠણ કાળજાનો પણ ઢીલો થઇ પડે એવું તેનું રુદન હતું. તેણે પોતાના મોંઢે ઢાંકેલ બે હથેળીઓમાંથી સહેજ કાણું કરીને તેની પાછળનાં ભાગે જોયું તો ત્યાં અસંખ્ય આત્માઓ વિચિત્ર અને ડરાવના હાવભાવ સાથે તેની પાછળ ઉભી ઉભી અટ્ટહાસ્ય કરી રહી હતી. અનન્યાએ પણ તરત પોતાની હથેળીઓ હેઠે મૂકી અને એ પણ તેમાં હાસ્યનો ફુવારો છોડવામાં જોડાઈ ગઈ.

બીજે દિવસે અનન્યા આખી કોલેજમાં આદિત્યને શોધતી રહી પણ આદિત્ય તેને ક્યાંય ના દેખાયો. ત્યાંજ અનન્યાના મોબાઈલમાં મેસેજ આવ્યો.
'અનુ.. હું પાર્કિગમાં તારી રાહ જોઉં છું. જલ્દી આવ, કદાચ આ આપણી છેલ્લી મુલાકાત રહેશે. '
અનન્યા એ મેસેજ વાંચીને દોડતી દોડતી પાર્કિગમાં પહોંચે છે કે ત્યાં જ.....

(ક્રમશ : )

(જો આપને મારી નોવેલ ગમી હોય તો પ્રતિભાવ આપવાનું ના ભૂલશો...)