Locust Attack In India - દાજ્યા પર ડામ Pratik Polra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Locust Attack In India - દાજ્યા પર ડામ

Locust Attack - “ભારત માટે દાજ્યા પર ડામ”


૨૦૨૦નું વર્ષ દરેક દેશ માટે કઠિન પરીક્ષા લઈને આવ્યું હોય તેવું લાગે છે. ભારતના વૈજ્ઞાનિકો હજી COVID-૧૯ની વેક્સીન માટે માથા ખંજોળે છે ત્યાં પૂર્વ ભારતનો કોસ્ટલ એરિયા સાઇક્લોન ‘એમ્ફાન’નો શિકાર બન્યો. પશ્ચિમ-બંગાળા અને ઓરિસ્સાના લોકોએ કદાચ સાઈક્લોનના રૂપમાં સ્વયં યમરાજને જોયા. અને હવે, આ તીડોના ઝુંડ. ઈશ્વર પરીક્ષા લે છે એ બરાબર, પણ પ્રશ્નો હંમેશા ‘આઉટ ઓફ સિલેબસ’ જ આવે છે.


What is Locust ??


તીડના આક્રમણ પહેલા થોડી માહિતી તીડ વિષે પણ મેળવી લઇએ. તીડ ઇન્સેક્ટની કેટેગરીમાં સંમિલિત છે. તીડ, ગ્રાસહોપર અને ક્રિકેટ એક જ ફેમિલીના ઇન્સેક્ટ છે. તીડની ખાસિયત એ છે કે તે અનુકૂલિત વાતાવરણ મળતા પોતાનું સ્વરૂપ બદલી શકે છે જયારે ગ્રાસહોપર અને ક્રિકેટ આવું કરી શકતા નથી. ખાસ કરીને તમને રણ-પ્રદેશો અને ઝાડી-ઝાંખરા વાળી જગ્યા એ તીડ વધુ જોવા મળે છે.


તીડના ૨ ટ્રાન્સફોર્મેશનલ ફેઝની વાત કરું તો,


સોલિટરી ફેઝ :- આ ફેઝમાં તીડ લીલા રંગનું દેખાય છે અને ઓછું અસરકારક હોય છે

ગ્રિગેરીયસ ફેઝ :- આ ફેઝમાં તીડ પીળા+કાળા રંગનું દેખાય છે. તીડોના ઝુંડ આ જ ફેઝમાં
આકાર લે છે. તેના વર્તન, આકાર અને દેખાવમાં પરિવર્તન આવે છે. ખાવાની

ક્ષમતા વધે છે, એન્ડોરન્સ પાવર વધે છે અને મગજનો આકાર ફૂલે છે.


વરસાદ, મોઈસ્ચરવાળી જમીન અને લીલોતરી આ ફેઝ ટ્રાન્સર્મેશન માટે જવાબદાર છે. ખાવામાં તો તીડ બધું જ ઝાપટી જાય. ફળફળાદી, ફૂલ, બિયારણ, પાંદડા વગેરે વગેરે.

How ‘Locust Attack’ Impacts the Economy ??


તીડોનું ઝુંડ કેટલું મોટું હોઈ શકે તે જાણવું હોય તો કેન્યામાં થયેલા આક્રમણનો કિસ્સો અચૂક સાંભળવો. ૬૦ કિમી * ૪૦ કિમીનું રેક્ટેન્ગલ. લગભગ ૨૪૦૦ સ્ક્વેર કિમી વિસ્તાર જેટલું તીડનું ઝુંડ. ૧ સ્ક્વેર કિમીમાં લગભગ ૧૦-૧૫ કરોડ જેટલા તીડ સમાઈ જાય. જરાક ઝુંડ સાઈઝનો અંદાજ તો લગાવો. એક દિવસમાં તીડોનું ઝુંડ લગભગ ૩૫,૦૦૦ લોકોના ખોરાક જેટલું સ્વાહા કરી જાય. ખેતરોના ખેતરો ખાલીખમ થઇ જાય. આ દ્રષ્ટિએ આ ઘટનાની ઇકોનોમિક ઈમ્પેક્ટ ઘણી વધારે છે. એમાં પણ, ભારત જેવા ખેતીપ્રધાન અને વિકાસશીલ દેશ માટે આ આક્રમણ ‘દાજ્યા પર ડામ’ સમાન છે કારણ કે કોરોના લોકડાઉનના કારણે એમ પણ ઈકોનોમી ઠપ પડેલી છે અને ઉપરથી થોડું ઘણું છે તેને આ તીડના ઝુંડ છિન્ન-ભિન્ન કરે.


ભારતમાં વરસાદી પવન દસ્તક દઈ ચુક્યા છે એટલે આ સમસ્યા હજી પણ વધુ ગંભીર બનવાની શક્યતાઓ છે કારણ કે વરસાદી વાતાવરણમાં તેમની સંખ્યામાં વૃદ્ધિ ઝડપથી આવે છે. ભારતમાં રવી પાકની લણણી થઇ ચુકી છે અને ખરીફ પાકના વાવેતરમાં હજી થોડો સમય છે. એટલે તીડના ઝુંડ ખોરાકની શોધમાં ભારતમાં જ ઈંડા મૂકી પોતાની સંખ્યામાં વૃદ્ધિ કરે તો નવાઈ નહીં !


How does a ‘Locust Attack’ come to India ??


તીડ આક્રમણની સમસ્યા કોઈ નવી નથી. પ્રાચીન ઈજીપ્તયનોએ પોતાની કબર પર તીડના ચિત્રો દોરેલા છે, જે નિર્દેશ કરે છે કે એ સમયે પણ તીડના આક્રમણ થતા હશે. બાઈબલ અને કુરાન જેવા ગ્રંથોમાં પણ locust attackનો ઉલ્લેખ છે.


ભારત છેલ્લા ૨૭ વર્ષોમાં પહેલી વાર આવા ભયંકર locust attackનું સાક્ષી બન્યું છે. કલાઈમેન્ટ ચેન્જના કારણે હિંદમહાસાગરનું પાણી ગરમ થાય છે, જે વધુ વરસાદ લાવવા માટે જવાબદાર છે. વરસાદ વધે તેમ તીડ પોતાની સંખ્યામાં વૃદ્ધિ કરતા જાય છે. ઈસ્ટ આફ્રિકન દેશો જેવા કે કેન્યા, યુગાન્ડા, ઇથોપિયા અને સોમાલિયામાં ડિસેમ્બર,૨૦૧૯માં વધુ વરસાદને કારણે તીડોના મોટા મોટા ઝુંડ રચાયા. આ ઝુંડ પૂર્વ બાજુ આગળ વધતા રહ્યા. તીડના ઝુંડ પવનની દિશામાં આગળ વધે છે. તેમની પોતાની કોઈ નિશ્ચિત ઉડાન નથી હોતી. ઈરાન, પાકિસ્તાન જેવા દેશોને ભારે નુકસાન પહોચાડ્યા બાદ મે મહિનામાં ભારત પર ત્રાટક્યા. ભારતમાં ખાસ કરીને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં તીડનો કોહરામ જોવા મળ્યો. આ ઉપરાંત, ઝારખંડ, બિહાર, કર્ણાટક જેવા રાજ્યો હાઈ-એલર્ટ પર છે. અધૂરામાં પૂરું, બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતે પવનની દિશા એવી બદલી કે તીડોના ઝુંડ સીધા જ ભારત તરફ ખેચાઇ આવ્યા.

Probable Solutions :-


1. જમીન પર ટ્રેક્ટર અથવા હવામાં હેલીકોપ્ટર દ્વારા પેસ્ટીસાઇડ્સનો છંટકાવ કરી શકાય. પરંતુ એનાથી વાતાવરણ પ્રદુષિત થવાનો ડર રહે છે. રાજસ્થાનમાં ડ્રોન દ્વારા પેસ્ટીસાઇડનો છંટકાવ થયો.


2. ઇકો-ફ્રેન્ડલી પેસ્ટીસાઇડ્સ યુઝ કરી શકીએ. પરંતુ તેની અસર થતા વધુ સમય લાગે છે.


3. DJ કે લાઉડ સ્પિકર વગાડી તીડને દૂર ભગાડી શકાય છે. પરંતુ આ ઉપાય ફક્ત સ્મોલ સ્કેલ પર જ લાગુ પાડી શકાય એમ છે. ભારતમાં ઘણી જગ્યાએ ખેડૂતોએ આ જ ટેકનીકથી પોતાના ખેતરોને બચાવ્યા છે.


4. મહમદ ખુર્શીદ (પાકિસ્તાન મિનિસ્ટ્રી ઓફ નેચરલ ફૂડ સિક્યોરીટીનો એક સિવિલ સર્વન્ટ) અને જોહર અલી (પાકિસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ કાઉન્સીલનો જીવ-વિજ્ઞાની) એ સોલ્યુસન આપ્યું કે મરઘાકેન્દ્રમાં મરઘાઓના ખોરાક તરીકે તીડનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તીડમાં ૭૦% પ્રોટીન હોય છે.


આ બંને પાકિસ્તાનીના આઈડિયા પાછળનું મેથ્સ જાણી લો. ખેડૂતો પોતાના ખેતરમાં નેટ પાથરીને આસાનીથી તીડને પકડી શકે છે. એક કિલો તીડના બદલામાં ખેડૂતને ૨૦ પાકિસ્તાની રૂપયા( આપણા લગભગ ૯ રૂપિયા) આપવા. ખેડૂતને તીડના છૂટકારા સાથે થોડી કમાણી પણ થઇ શકે. એક રાતમાં એક ખેડૂત લગભગ ૨૦૦૦૦ પાકિસ્તાની રૂપિયા(૯૦૦૦ ઇન્ડિયન રૂપિયા)ની કમાણી કરી શકશે.


અહીં, કેટલાક લોકો એવું ઓબ્જેક્સન ઉઠાવશે કે પાકિસ્તાનનો આઈડિયા આપણે શું કામ વાપરીએ? તો ભાઈ, આઈડિયા પર કોઈ દેશ કે ધર્મનો અધિકાર તો ના હોઈ શકે ને ! પ્રેક્ટિકલ દ્રષ્ટિકોણથી આઈડિયા ઉપયોગી લાગતો હોય તો આપણે અવશ્ય ટ્રાઇ કરવો જોઈએ.


ભારતની ઘણી મેઈન-સ્ટ્રીમ મીડિયાએ એવી સ્ટોરી કવર કરી કે તીડોનું ભારત પર આક્રમણ એ પાકિસ્તાનની કોઈ ચાલ છે. આ ન્યુઝ રિપોર્ટ પછી બધા લોકોનો આ ઘટના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાતો હોય એવું પણ લાગ્યું. આપણને આપણા દેશની દરેક સમસ્યાનો દોષ બીજા પર ઢોળવાની ટેવ પડી ગઈ છે.


શું આપણી સરકાર, આપણું બુદ્ધિધન, આપણા લોકો દરેક સમસ્યાનો સામનો કરવા સક્ષમ નથી ?? જો હા, તો હવે આપણે જ આપણા પાલનહાર બનવું પડશે અને દેશ સામે આવતી દરેક ચુનોતીઓ સ્વીકારી તેના સમાધાન પર ચર્ચા કરવી પડશે.


“સોચ બદલો, દેશ બદલો”