ધી ડાર્ક કિંગ - 6 - છેલ્લો ભાગ Jinil Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધી ડાર્ક કિંગ - 6 - છેલ્લો ભાગ

બીજી બાજુ એથીસ્ટન વેન્ટૂસ પોહચી ગયો પણ ત્યાની સેના સેન્ટાનિયા જાતી રહી તેથી તેને લાગ્યુ કે પેલો આવી ગયો છે . એ વિચારતો વિચારતો જાતો હતો ત્યા રસ્તામાં એના એક મિત્રએ એને રોક્યો અને કહ્યું “ હાશ તું અહી જ મળી ગયો ,હું તને જ શોધતો હતો.”
“ કેમ શું થયું? “ એથીસ્ટન બોલ્યો
“ અરે તું ચાલ મારી સાથે જલદી” પેલો સામે ઉભેલો મિત્ર બોલ્યો.
પછી એથીસ્ટન અને એનો મિત્ર બંને ઘોડા પર બેસી ગયા અને એક ખેડૂતની ઝોપડી માં ગયા. એથીસ્ટનને જોઇ પેલો ખેડુત ખુબ રાજી થયો અને એની સાથે બનેલી ઘટના કહેવાની ચાલું કરી “ હું ગઈ કાલે મારા ખેતરમાં કુંવો ખોદતો હતો ત્યારે અચાનક મારૂ ઓજાર એક પેટી સાથે અથડાયું , મેં તરત જ એ પેટીના આજુબાજુથી માટી ખોદી એને બહાર કાઢી. પછી મે એને ખોલી તો એમાથી સોનાના સિક્કા અને એક ચમકદાર તલવાર નીકળી.મેં તરત જ એને મારા ઘરે લાઇ સંતાડી અને તને શોધવા નીકળી પડયો પણ તું ના મલ્યો એટલે મેં તારા મિત્રો ને કહ્યું.”
આ સાંભરી એથીસ્ટન પેલી તલવાર જોવા ઉતાવળો થયો. એને તરત જ પેલા ખેડુતને કહ્યું “ તમે મને પેલી તલવાર બતાવજો જલદીથી.”
પેલા ખેડુતે પેલી પેટી ખોલી તલવાર કાઢીને બતાવી. એ જોઇ એથીસ્ટન બોલી ઊઠ્યો “ ધી લાઇટ ”
એથીસ્ટને કહ્યું “ તમારો ખુબ આભાર, આ તલવાર વર્ષો પહેલા ચોરાઇ ગઈ હતી અને તમે એને શોધી કાઢી.”
એટલું કહી એ તલવાર લઈ નિકળ્યો ત્યા પેલા ખેડુતે રોક્યો અને કહ્યું “ પણ આ સિક્કા નું શુ?”
“એ તમારી મહેનતના છે રાખી લ્યો.”
પછી એથીસ્ટન નીકળી પડયો સેન્ટાનિયા જવા અને બીજી બાજુ ડાર્ક થંડર પણ ક્યુડેથી નીકળી પડયો હતો. પેલા એથીસ્ટનના મિત્રએ તલવાર વાળી વાત એના બીજા મિત્રોને કહી અને એમ કરતા-કરતા આ વાત જોર્ડન સુધી પોહચી ગઈ.
જોર્ડનને વાતની જાણ થતા એ ખુબ ગુસ્સે ભરાયો અને એથીસ્ટનની પાછળ એ પણ સેન્ટાનીયા નીકળી પડયો.
બન્યુ એવું કે ડાર્ક થંડર એથીસ્ટનની પહેલા પોહચી ગયો અને એનુ લક્ષ્ય માત્ર કિંગ બેલમોંટને ખતમ કરવાનું હતું. ત્યા બે રાજ્યોની સેના હતી પણ ડાર્ક થંડરની સેના કરતા તો ઓછી જ હતી કેમ કે ડાર્ક થંડર પાસે પાંચ રાજ્યોની સેના હતી. ડાર્ક થંડર સીધો જ મહેલમાં પોહચી ગ્યો ત્યાં કિંગ બેલમોંટ અને કિંગ મોર્થન બંને હતા અને તેમણી આજુબાજુ ૩૦૦ સિપાઇ ગોઠવેલા હતા. પણ ડાર્ક થંડરની આગળ થોડીજ ક્ષણમાં રાખ થઈ ગયા.
પછી એક બાજુ ડાર્ક થંડર અને બીજી બાજુ પેલા બે રાજા , લડાઇ ચાલું થઈ. બંન બાજુ વર્ષો નો વેર હતો. થોડા સમય બાદ કિંગ મોર્થન વધારે ન ટક્યા, એ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘણુ બધું લોહી વહી ગયું હતું. પણ કિંગ બેલમોંટ હજુય સક્ષમ હતા.
એથીસ્ટન સેન્ટાનીયા પોહચી ગયો હતો પણ મહેલ સુધી પોહચવું કઠિન હતું કેમ કે ડાર્ક થંડરની સેના સમગ્ર રાજ્યમાં પ્રસરી ગઈ હતી પણ એતો જાબાઝ યોદ્ધા હતો એણે પેલી તલવાર કઢી લડવા લાગ્યો. ઘણા સંઘર્ષો બાદ એ મહેલ પોહચ્યો તો કિંગ જોર્ડન બેહોશ પડ્યાં હતાં અને કિંગ બેલમોંટ થોડા ઘાયલ હતા છતા લડતા હતા. એ જોઇ એથીસ્ટને બુમ પાડી “ કિંગ બેલમોંટ, લાઇટ.”
આ સાંભરી કિંગ બેલમોંટે અવાજ તરફ જોયું અને એ તક જોઇ ડાર્ક થંડરે કિંગ એમણે ઘાયલ કરી નિચે પાડી દીધા અને એથીસ્ટન તરફ ભાગ્યા. એથીસ્ટન ગભરાઇ ગયો પણ હવે તેને જ લડવું પડે એમ હતું. ત્યા પાછળ જોર્ડન આવી ગ્યો,એને એના પિતાને બેહોશ હાલતમાં જોઇ એના ગુસ્સાનો પાર ન રહ્યો અને ડાર્ક થંડરને મારવા દોડ્યો પણ એના એક ફાટકથી જોર્ડન ધુળ ચાટતો થઇ ગયો. પછી ડાર્ક થંડર અને એથીસ્ટન વચ્ચે લડાઈ થઇ, એથીસ્ટન બુદ્ધિશાળી અને કુશળ તલવારબાજ હતો એ ડાર્ક થંડરના દરેક વાર ને જોઇ એનો સામનો કરતો હતો. થોડી વારતો એમ જ ચાલ્યું પણ પછી ડાર્ક થંડર થાકી ગ્યો અને ધીમો પડી ગયો પછી એથીસ્ટન નો સમય આવ્યો એ ડાર્ક થંડરને ચાર-પાંચ ઘા મારી એને નિચે પાડી દીધો અને લાઈટ તલવાર ના ઘા થી એ મંદો પડી ગ્યો. પછી એથીસ્ટને કિંગ બેલમોંટ સામે જોયું અને ડાર્ક થંડર નું માથું ધડથી અલગ કરી દીધું , ત્યાતો ડાર્ક થંડરની સેના ત્યાને ત્યા રાખ થઈ ગઈ.
પછી એથીસ્ટને કિંગ બેલમોંટને ઉભા કર્યા અને સિપાઈઓએ જોર્ડનને ઉભો કર્યો . જોર્ડને તરત જ તેના પિતાને એક સારી જગ્યાએ સુવડાવ્યા. પછી તો એથીસ્ટને સિપાઈને સારા વૈધને શોધી લાવા કહ્યું.
જ્યા જ્યા ડાર્ક થંડરના સિપાઈઓ હતા બધા રાખ થઈ ગયા હતા. બધા જ લોકો હવે ખુશ હતા. કિંગ બેલમોંટ થોડા દિવસ પછી સજા થઈ ગયા હતા પણ તેમણે એક પગ ઘુંટણીયેથી કાપવો પડયો હતો અને કિંગ જોર્ડન પણ સારી તબિયતે હતા. પેલા રાજાઓ જે ડાર્ક થંડરે બંધી બનાવ્યા એ બધા હવે આજાદ હતા અને એ બધા સેન્ટાનિયા પોહચી ગયા હતા.
કિંગ બેલમોંટે બધા રાજાઓની સભા ભરી અને એવું જાહેર કર્યુ કે આજથી સેન્ટાનિયા અને બીજા બધા રાજ્યોનો રાજા એથીસ્ટન છે. એ વાતથી બધા ખુશ હતા અને જોર્ડન પણ , કેમ કે એના કારણે જ એ લોકોનો જીવ બચ્યો હતો. હવે સમગ્ર રાજ્યોને ચતુર , બુદ્ધિશાળી અને કુશળ યોધ્ધા રાજા મલ્યો હતો. બધા જ લોકોના મોઢા પર એક જ નામ હતું ‘કિંગ એથીસ્ટન’ .
કિંગ એથીસ્ટને હવે પોતાના રાજ્યોની સેવામા વ્યસ્ત હતો. એણે પાછુ સુંદર અને શુશીલ રાજ્યો બનાવી દીધા અને પ્રજા પણ હવે સુખી રહેતી.

સમાપ્ત.....

( પ્રતિભાવ જરુર આપજો જેથી કોઈ ભુલ હોય તો સુધારી વધારે સારી રીતે લખી શકુ .આભાર..)

- જીનીલ પટેલ.