ધી ડાર્ક કિંગ - 4 Jinil Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધી ડાર્ક કિંગ - 4

બીજી બાજુ રિયોના અને પામાર્શિયા ના રાજાઓ ખુબ ગભરાયેલા હતા. આ વાતની ખબર એઝાર્ન સમુદ્રની પશ્ચિમ બાજુએ ક્યુડેન, સેન્ટાનિયા અને વેન્ટૂસમાં પણ પ્રસરી ગઈ હતી. કિંગ બેલમોંટે કિંગ ઈક્બર્ટ અને કિંગ મોર્થન સાથે બેઠક યોજી. બેઠકમાં રાજાઓ ચિંતામાં હતા અને અચાનક કિંગ ઈક્બર્ટને પેલો વેપારી શેઇલી યાદ આવ્યો. તરત જ કિંગ બેલમોંટે તેને શોધી લાવાનો હુકમ આપ્યો. સિપાહિયો તેને આખા રાજયમાં શોધવા લાગ્યા પણ ક્યાય મલ્યો નહી. છેવટે જ્યારે સિપાહિ એક યુવાન જે રસ્તામાં સુતો હતો તેણે પુછ્યું કે “એ ભાઈ તે ક્યાય પેલા વેપારી શેઇલી ને જોયો છે” પેલા એ નકારાત્મક જવાબ આપ્યો અને સિપાહિઓ આગળ વધ્યા ત્યા પેલા યુવાને રોક્યા અને પુછ્યું “કેમ ? શું થયું છે?” પેલા માથી એકે કહ્યું “પેલો ડાર્ક થંડર આવી રહ્યો છે અને એના વિશે પેલો વેપારી બધું જાણે છે.” “ ઓહો ડાર્ક થંડર! એની માહિતી તો મને પણ ખબર છે.” પેલો યુવાન બોલ્યો
આ સાંભરી પેલા ચોકી ગયા અને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. થોડી વાર પછી એકે કહ્યું “તારે અમારી સાથે આવું પડશે.” પેલા યુવાને “હા” કહી અને પેલા એને રાજા પાસે લઈ ગયા. પેલો યુવાન બીજું કોઈ નહી પેલો ‘એથીસ્ટન’ જ હતો જે વેન્ટૂસ થી આવ્યો હતો.
પછી એ લોકો મહેલમાં પોહચ્યા. પાછી સભા ભરાઇ અને એથીસ્ટનને ત્યા રજુ કરવામાં આવ્યો . કિંગ ઈક્બર્ટ તેને જોઇ ને બોલી ઉઠ્યા “અરે! આ તો શેઇલી નથી.”
એક સિપાઇ બોલ્યો “ હા મહારાજ, અમે એણે આખા રાજ્યમાં શોદ્યો પણ ક્યાય ન મલ્યો ; પણ આ યુવાને કહ્યું કે એ બધું જાણે છે.”
“સારુ એણે અહી નજીક લાવો.” કિંગ બેલમોંટ બોલ્યા.
એથીસ્ટન નજીક ગયો અને કહ્યું “ મહારાજ શું જાણવું છે તમારે?”
કિંગ બેલમોંટે કહ્યું “ તું જે કંઈ ડાર્ક થંડર વિશે જાણે છે તે કહે.”
એથીસ્ટને કહેવાનું ચાલું કર્યુ “ દંતકથા મુજબ , પશ્ચિમ વિસ્તારમાં બે રાજ્યો હતા ક્યુડેન અને સેન્ટાનિયા હતું. સેન્ટાનિયા ના કિંગ લ્યુનાન હતા . સામુદ્રની પેલી બાજું પૂર્વ બાજુ પણ બે રાજ્યો હતા. રિયોના અને પામાર્શિયા હતું. રિયોના ના કિંગ ડાર્ક હતા. એ સમયમાં સમુદ્રની બંને બાજુના રાજ્યોના રાજાઓ વચ્ચે સતત ઝગડા થતા રહેતા . એક વાર કિંગ ડાર્કે પોતાના જ પાડોશી રાજ્ય પર રાત્રીના સમયે હુમલો કરી દઈ પોતાની સત્તા સ્થાપી દીધી. એના મનમાં લાલચ જાગી ગઈ કે એ આ સમગ્ર રાજ્યો પર રાજ કરે. પછી એણે સમુદ્રની પેલે પારના રાજ્યો પર રાજ કરવા નીકળી પડયો. થોડા દિવસોના સફર બાદ કિંગ ડાર્ક ક્યુડેનના કિનારે પોહોચ્યા અને ઘણા સંઘર્ષ બાદ તેણે ક્યુડેન પર પણ જીત મેળવી લીધી. આ ક્યુડેનના સમાચાર સાંભાળી કિંગ લ્યુનાન ના ગુસ્સાનો પાર ન રહ્યો . એણે રાતો રાત સેનાપતિ સાથે ચર્ચા કરી મજબુત સેના બનાવી લીધી. કિંગ લ્યુનાન પાસે એના પિતાએ ભેટ આપેલી તલવાર ‘લાઇટ’ હતી. બે દિવસ બાદ કિંગ ડાર્ક સેન્ટાનિયા પોહચી ગયો અને કિંગ લ્યુનાન સાથે ભયંકર યુદ્ધ થયું. આમાં બન્ને રજાઓ ખડતલ હતા. થોડા સમય બાદ બંને રાજાઓ ઘાયલ થયા હતા પણ કોઈ નમવા માંગતુ ન હતું. અંત કિંગ લ્યુનાને તક જોઇ કિંગ ડાર્કના પગમાં તલવારનો ઘા મારી નિચે પાડી દીધો અને કિંગ લ્યુનાન એના પર ચડી બેઠો. એટલામાં બે સિપાઇઓ આવી પોહચ્યા અને એને પકડી લીધો. આની જાણ થતા જ સેનાએ હથિયાર ફેકી દીધા. પછી એને બંધી બનાવી સમગ્ર રાજ્યના લોકો સામે એક ઊંડો છાતીમાં ચીરો પાડી દીધો. એ ઊંડો ઘા એને યાદ રહી ગયો અને કિંગ લ્યુનાનના કહેવાથી એ ને પૂર્વીય વિસ્તારના પહાડી વિસ્તારમાં તડપવા છોડી આવ્યા. આમ દંતકથા પ્રમાણે એણે છેલ્લી જે તલવારથી મર્યો હતો એ તલાવરથી જ એનો વિનાશ હતો.
એટલે જ ડાર્ક થંડર 'લાઇટ' તલવારથી ડરતો હતો.
- જીનીલ પટેલ.