ધી ડાર્ક કિંગ - 2 Jinil Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધી ડાર્ક કિંગ - 2

ડાર્ક થંડર એક કબ્રસ્તાન માથી લાશો ને કાળી વિદ્યા અથવા મેજિકલ પાવર થી જીવતા કરી ૮૬ ની સેના સાથે નોર્થમોર પર હુમલો કાર્યો હતો અને હવે તે રાજ્ય પર જીત મેળવી ત્યાની સેનાને પણ પોતાની સેનામા જોડી દઈને ૧૪૮૬ ની સેના તૈયાર કરી . હવે એની તાકાત માં વાધારો થઇ ગયો હતો.
નોર્થમોર પર જ્યારે ડાર્ક થંડરે હુમલો કાર્યો હતો ત્યારે એ રાજ્યનો એક ખેડુત જે થોડે દુર પોતાના ખેતર માં હતો ત્યારે દુર ઉડતી ધુળ ની ડમરી ઉડતી જોઇ એને લાગ્યુ કે કંઈક ભયાનક ઘટના બનવાની છે, એણે તરત એના બળદો ને છોડી મુક્યા અને તે જ ગ્યુમાર્ક તરફ દોડવા લાગ્યો .
બીજી બાજુ પશ્ચિમ વિસ્તારનું છેલ્લું રાજ્ય વેન્ટૂસમાં કિંગ મોર્થનનો પુત્ર જોર્ડન એ એથીસ્ટનને મારવા ઇચ્છતો હતો. એથીસ્ટન ખુબ જ બુદ્ધિશાળી અને કુશળ તલવારબાજ હતો. એ વેન્ટૂસ રાજ્યના ગરીબો માટે ભગવાન રૂપ હતો અને બીજાઓ માટે એક ચાલાક યોદ્ધા હતો. તે વેન્ટૂસ રાજ્યના અમીરો નું ધન ચોરીને ગરીબોને મદદ કરતો હતો અને એણે બે થી ત્રણ વાર જોર્ડનનું ધન લુટ્યું હતું; તેથી જ જોર્ડન એને પકડીને મોતની સજા આપવા માંગે છે. તે સતત એથીસ્ટનને મારવાની યોજનાઓ બનાવતો રહેતો અને એથીસ્ટન જોર્ડનની યોજના નિષ્ફળ બનાવવામાં સફળ રહેતો.
એથીસ્ટન વેન્ટૂસના એક અમીર વ્યકિતનું ધન લુંટીને તેના બે-ત્રણ સાથીયો સાથે સેન્ટાનિયા આવી ગયો; ત્યાની સમૃદ્ધિ જોઇ તેણે ત્યા એક મહિનો ત્યા જ રોકાવાનું નકકી કરી દીધુ . વેન્ટૂસમાં જોર્ડન એથીસ્ટનને શોધી ને થાક્યો, પછી એણે એથીસ્ટનના મિત્રો ને બંધી બનાવી પૂછ-પરછ કરવા લાગ્યો. પહેલા તો એના મિત્રો કંઈ ન બોલ્યા પણ જ્યારે જોર્ડને અસહ્ય પીડા આપવા લાગ્યો ત્યારે મિત્રોથી ન સહેવાયુ અને કીધું કે “એથીસ્ટન વેન્ટૂસના એક અમીરનું ધન લુંટીને તેના બે-ત્રણ સાથીયો સાથે સેન્યાનિયા જતો રહ્યો છે.” જોર્ડને એમને છોડી મુકી તરત જ તેના સૈનિકો સાથે સેન્ટાનિયા જવા રવાના થયો .
પૂર્વીય બાજુ ડાર્ક થંડર નોર્થમોરમાં પોતાની ૧૪૮૬ ની સેનાના સેનાપતિ સાથે ગ્યુમાર્ક જીતવા માટેની યોજના બનાવી રહ્યો હતો. તેણે સેનાપતિને પુછ્યું “ આપડી સેનાને ગ્યુમાર્ક પહોંચતાં કેટલો સમય થશે?”
“ મહારાજ, જો આપાડી પાસે ઘોડા હશે તો લગભગ એકાદ દિવસ થશે અને ચાલાતા જઈશું તો અંદાજે ત્રણ દિવસ થશે.” સેનાપતિએ વિચારીને કહ્યું .
“ આપાડી પાસે કિંગ રોબની સેનાના ૫૦૦ ઘોડા છે”
“ હા તો મહારાજ જે ચાલવામાં નબળા છે એમને ઘોડા આપિદ્યો અને બીજા ચાલતા , જો આમ થાય તો લગભગ બે દિવસ માં પોહચી જવાય.”
“ હા સેનાપતિ આપડે જલદી જ પોહચવાનું છે. એ સારો વિચાર છે.”
“ કાલે સવારે આપડે નીકળી જાઈએ”
“અરે ! ના ના સવારે નઈ રાત્રે નીકળીશું આપડે .”
“હા મહારાજ.” સેનાપતિ માથું નમાવીને જવાબ આપ્યો.
ડાર્ક થંડરના ઇશારાથી સેનાપતિ જતો રહ્યો.
જ્યારે પેલો ખેડુત જે નોર્થમોર છોડી ગ્યુમાર્ક તરફ ભાગ્યો હતો એ ત્યા પહોચી ગયો અને કિંગ હેગાનને સમગ્ર ઘટના કહી .
કિંગ હેગાનને થોડા સમય પહેલા એક અફવા મળી હતી કે ‘ડાર્ક થંડર આવી રહ્યો છે.’ એને થયુ કે આ વાત અફવા ન હતી પણ હકીકત છે અને આમેય એનો શક તો સાચો જ છે. કિંગ હેગાને તરત જ સેનાપતિને બોલાવ્યો અને પોતાના રાજ્યને બચાવવા યોજના બનાવવા લગી ગયા. પછી સેનાપતિએ તેની સેનાના કુશળ યોદ્ધાઓની બેઠક કરી . કિંગ હેગાન પાસે ૨૧૦૦ની સેના હતી અને ડાર્ક થંડર પાસે ૧૪૮૬ ની સેના હતી. ગ્યુમાર્ક ની ફરતે ખુબજ મજબુત દિવાલ હતી જે ડાર્ક થંડર નોતો જાણતો.
હવે ગ્યુમાર્કની વિનાશ નો વારો હતો..

ક્રમશ........

- જીનીલ પટેલ