પ્રેમ ની શરૂઆત... - 3 Dhaval Bhanderi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની શરૂઆત... - 3

chapter 3

સગાઈવિધી સંપન્ન થઈ એવી જાહેરાત સાંભળતા જ બધાએ પુષ્પવષાઁ કરી.બધા મહેમાનોએ અભિનંદન આપવા ની શરૂઆત કરી.નંદિની પણ પોતાનુ સ્થાન છોડીને સ્ટેજ પાસે આવી.રાહુલ ની બાજુ માં આવીને ઉભી રહી ગઈ.

નંદીનિ ના દિલમા જબરદસ્ત તોફાન મચ્યું હતું એવું તોફાન કે જેને સાત વરસ સુધી દબોચી ને રાખ્યું હતું. આજ એજ તોફાન જીવંત થઈ ને વિરાટ ના રૂપમા સામે આવતા પાછું મહાવિનાશ કરવા માટે તૈયાર થઈ રહ્યું હતું .પેલી કહેવત છે ને... "ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે" અથાઁત કાલ ની કયાં કોઈને ખબર છે. એજ મહાવિનાશ મા ઘણી જીંદગીઓનો નાશ થવાનો હતો.

વરસો ના દબાવેલા હેત ઊભરાણા,
હેતમા ના જાણે કોણ-કોણ ગુંથાણા,
હજુ તો પ્રેમ ની શરૂઆત થઈ,
ત્યાં મહાવિનાશ ના તોફાન મંડરાણા..?

નંદીનિ વિરાટને જોઇને અતિત મા સરી પડી.... રાહુલે ફુલોના ગુલદસ્તા મંગાવ્યાતા એ નંદીનિ ને આપ્યો. નંદીનિ સ્વસ્થ થઇ ને પરિસ્થિતિ સંભાળી લીધી. બેઉ જણા સાથે મળીને વિરાટ અને માનસી ને અભિનંદન પાઠવ્યા. સ્પેશિયલી નંદીનિ એ વિરાટ ની સાથે હાથ મિલાવ્યા ત્યારે નંદીનિના શરીરમાથી ઠંડી લહર સ્પશૅ થઈને નીકળી ગઈ. સાત વરસ પહેલાં ની દબાવી રાખેલી લાગણીઆે જાણે આંસુ બનીને આંખો ના પલક જપકતા જ બહાર આવવાની તૈયારી મા હતી.

વિરાટ પણ નંદિની નો ચહેરો જોઈને ઘડીભર સ્તબ્ધ ઉભો રહ્યો.નંદીનિ ને જોઈને ખુશ થઈ ગયો હતો.વિરાટ ને માટે તો નંદીનિ એટલે રાહુલ ની વાઈફ અને પોતાની ભાભી જ હતી.
વિરાટે તો મજાક ના મુડ મા રાહુલને પણ કહી દીધુ કે જો નંદીનિ તારા પહેલાં મને મળી હોત તો હું જ એની સાથે લગ્ન કરી લેત.

રાહુલે પણ માનસી સામે જોતા વિરાટને ટોણો મારતા કહ્યું.
વિરાટ જો નંદીનિ તને મળી હોત તો માનસીને પણ હું મળી ગયો હોત.... ???

માનસીએ પણ વિરાટના પડખામા જોરથી કોણી મારતા કહ્યું.
ઓય.. હેલ્લો.... મિ. વિરાટ કપૂર તમારો ઈરાદો શું છે ? મને ભુલી ગયો તો યાદ રાખજે એ દિવસ તારો આખરી હશે.
તને ખબર છે ને મારો ગુસ્સો. ..??
રાહુલ ને વિરાટ એકબીજા સામે જોઈને ખડખડાટ હસવા લાગ્યા. વાતાવરણ એકદમ હળવુ બની ગયુ.
નંદીનિ તો આ બધુ સાંભળીને પોતાના આંસુ ને વધારે રોકી શકે એવી હાલત મા હતી જ નહી. નંદીનિ વચ્ચે થી જ બોલી ઉઠી.
Excuse me.... Guys ..i will be back in 5 minutes. Just go to wash room.

આટલું બોલીને વોશરૂમ તરફ ઉતાવળે પગલે નિકળી ગઈ.

અંતરા પણ એટલી વાર મા આવતી દેખાય ...માનસી ની બાજુ મા આવીને ઉભી રહી ગઈ. ...
રાહુલ ને વિરાટ ની સામે જોઈને બોલી... મને મુકીને કેમ એટલુ બધુ હસવુ આવે છે? શું વાત છે મને પણ કહો?
માનસી એજ કહ્યુ અંતરા હજુ હુ પરણીને ધરે પણ નથી આવી ત્યા વિરાટ મને છોડવાની વાત કરે છે..??

અંતરા પણ બહેન નો હક જમાવતા વિરાટ પર ગુસ્સે થતા બોલી..... Hey bro.... This is not fair.....મારે તો હવે ભાભી જોઈએ જ.... ?? માનસીભાભી ડોન્ટ વરી... હું તમને કયાય નઈ જવા દવ?? હું તમારી સાથે જ રહીશ..!!

રાહુલ પણ વિરાટ ની સાઈડ લેતા અંતરા ને ચીડવવા થોડો સિરિયસ અંદાજમાં બોલ્યો.... અસ્છા... બચ્ચું.... ભાભી આવી એટલે તે પક્ષ પલટો કરી લીધો???

અંતરા તો રાહુલ ને ભેટી જ પડી નાના છોકરાની જેમ.... ના... ના... ભાઈ હું તો મજાક કરતી હતી.... તમે તો સિરિયસ થઇ ગયા...!!!

વિરાટ ને રાહુલ એકબીજા સામે જોઇને હસી પડયા.... વિરાટે અંતરા નો કાન ખેંચી ને ટોણો માર્યો.... અબ આયા ઉંટ પહાડ કે નીચે..!!

દુર બેઠેલા વિરાટ ના પપ્પા અવિનાશભાઈ બધાની ધીંગામસ્તી જોઇ રહ્યાં હતાં.વિરાટની મમ્મી કવિતા ને કહ્યું પણ ખરૂ આજે કેટલા ખૂશ દેખાય છે આપણા ત્રણેય દિકરા.... ભગવાન હંમેશા આપણા દીકરાવ ને કાયમ આમ જ ખુશ રાખે એવી પ્રભુ ને પ્રાથૅના કરીએ.

બધા મહેમાનો પણ લગભગ નિકળી ગયા હતા અને અમુક બાકી રહેલા નીકળવાની તૈયારી કરતા હતા.

નંદિની પણ વોશરુમ ની અંદર થી જાણે પોતાના હ્દયનો ભાર હળવો કરી ને બહાર ની તરફ આવે છે.રાહુલ ની બાજુ માં આવીને ઉભી રહી ગઈ છે. ત્યાં રાહુલે અચાનક જ એક સરપ્રાઈઝ પ્લાનિંગ જાહેર કરવા માટેની વાત કરી. વિરાટ, માનસી, અંતરા અને નંદીનિ પણ આ સરપ્રાઈઝ વાળી વાત શું હશે તે જાણવા માટે રાહુલ ની સામે જોઈ જ રહ્યાં....

કહેવાય છે ને કે વિધાતાએ લખેલા લેખ તો વિધાતા પોતે જ જાણે છે.

ક્રમશઃ...