Premni shruaat - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની શરૂઆત... - 2

Chapter 2

મહેમાનો ની ભીડ થવા લાગી....બેસવા માટે પણ જગ્યા મળવી મુશ્કેલ હતી એવામા નંદીનિ ચોતરફ વિરાટ ને શોધવામાં લાગી ગઈ, આજે પ્રસંગની ભીડ મા પણ એકલી હોવાનો અહેસાસ થયો.

બીજીતરફ રાહુલે ઝડપથી અંતરા પાછળ દોટ મૂકી... રાહુલે પાછળ થી બુમ પાડી.... .અંતરા...અંતરા.... પણ મહેમાનો નો શોરબકોર ખૂબ હોય અંતરા સાંભળી ના શકી અને રૂમમાં તૈયાર થવા માટે જતી રહી.... આજે અંતરા ના લાડલા એકના એક ભાઈ વિરાટ ની સગાઈ હતી...આમ તો રાહુલ ને પણ ભાઈ જ માનતી હતી.... એના માટે વિરાટ અને રાહુલ બેય સરખા હતા.અંતરા પોતે સગાઈ ની બધી તૈયારી મા એટલી વ્યસ્ત હતી કે પોતાના માટે ટાઈમ જ નહોતો મળ્યો.

અંતરા પોતે બિઝનેસ વુમન હતી. વિરાટ અને રાહુલ નો જોઈન્ટ બિઝનેસ લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ મા ફેશન ડિઝાઇનર અને પ્રોડક્શન બંન્ને પોતે સંભાળતી હતી. જ્યારથી અંતરા લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ મા આવી કંપનીને નવા મુકામ પર લઈ ગઈ હતી..

હવે રાહુલ મુંઝવણમાં મુકાઇ ગયો કે વિરાટ ને કઈ રીતે શોધું...વિરાટ ના મમ્મી-પપ્પા પણ મહેમાનોની આગતા સ્વાગતા મા વ્યસ્ત હતા એટલે મનમા જ વિચાયુઁ કે એમને ડિસ્ટર્બ નથી કરવા..રાહુલ ને દુઃખ એ વાતનુ હતુ કે બે મહિના પહેલા થયેલા રાહુલ ને નંદીનિ ના મેરેજ મા સંજોગોવસાત નહોતો પહોચી શક્યો. એટલે વિરાટ એની ભાભીને પણ નહોતો મળ્યો.

બીજી તરફ વિરાટની સગાઈ પણ ઝડપથી એરેન્જ થઈ હતી.વિરાટ અને માનસી પરમદિવસે તો અમેરિકા થી પરત આવ્યા હતા . ત્યારબાદ રાહુલ પણ બિઝનેસ મિટીંગમાં વ્યસ્ત હતો કે વિરાટ ને મળવાનો સમય જ ના મળ્યો. મગજ મા વિચારોનુ તોફાન મચ્યું હતુ ત્યાં પાછળ થી અવાજ આવ્યો.

એક્સકયુઝ મી...... મી. રાહુલ દત્ત...??

તમે કોઈને ને શોધી રહ્યાં છો? શું હું તમને મદદ કરી શકુ..?
પાછળ થી કોઈકે રાહુલ ના ખભા પર હાથ મુક્યો.....રાહુલ પલટ્યો ને શોક લાગ્યો હોય તેમ જોઈજ રહયો.....
સામે વિરાટ પોતે ઊભો હતો..... રાહુલ ને હજુ સપનું જ લાગતુ હતુ....વિરાટ અને રાહુલ ધડીભર એકબીજા સામે જોતા જ રહ્યા.... જાણે વરસો થી એકબીજા ને મળ્યા જ ના હોઈ...?? કૃષ્ણ અને બલરામ ની જોડી જેવા. ..!!!

બેઉ છેલ્લાં સાત વરસ થી એકબીજા ને ઓળખતા હતા. છેલ્લા સાત વરસ મા વિરાટ લગભગ ચાર વરસ જેટલો સમય કોમા મા હતો . ને ત્રણ વરસ થયા સાજો થઈ ને રાહુલ નો ઈન્ટરનેશનલ બિઝનેસ પોતે સંભાળતો હતો. વિરાટ કોમામાંથી બહાર નીકળ્યો તો ખરો પણ નવી શરૂઆત કરવા. પાછળ ની જિંદગી ની બધી યાદશક્તિ ગુમાવી દીધી.

વિરાટ એના ફેમિલી ને પણ ભુલી ગયો તો. એના પરિવાર સાથે રાહુલે જ પુનઃમિલન કરાવ્યુ હતુ.વિરાટ ના પિતા અવિનાશ કપુર પણ શહેર ના નામાંકિત વ્યક્તિ હતા.
વિરાટ ની જુની આલ્બમ ને તસવીરો જોઈને જ પરત ફેમિલી મા આવ્યો પણ દુધમા સાકર ભળે તેમ ભળી ના શકયો.પરિવારવાળા ને સગા સંબંધીઓ વિરાટ ની કાળજી એટલી બધી રાખતા કે ખુદ ને અહેસાસ થવા લાગ્યો તો કે હુ અહીં સુરક્ષીત છું તો ધીમે ધીમે પરિવાર ના રંગે રંગાવા લાગ્યો હતો.

જયારથી ખબર પડી કે રાહુલે જ પોતાનો જીવ બચાવ્યો છે ત્યારથી તે રાહુલ નો ઋણી હતો. રાહુલ નેજ પોતાનો ભાઈ પણ બનાવી લીધો ને પરિવાર મા પણ ભેળવી દીધો.
રાહુલ ને પણ એક પરિવાર મળી ગયુ હતુ એ પણ ભગવાન નો આભાર માનવાનુ ચુકતો નહી.

રાહુલ ને વિરાટ સાથે હોય તો આખી દુનિયા ને ઈર્ષા થઈ આવે... બન્નેની દોસ્તી વધે કે ભાઈબંધી એ કોઈ નક્કી ના કરી શકે...ભગવાને પણ એકબીજા ના પુરક બનાવી ને મોકલ્યા હતા. ભલે બેય ના જન્મ અલગ અલગ માતા ની કુખે થયા પણ દુનિયા માટે બેઉ સગા ભાઈ થી વિશેષ હતા....સાચે બેય એકમેક ના બિઝનેસ પાર્ટનર તો હતાજ સાથે સુખ અને દુખ માય પાર્ટનર હતા.

બન્ને કેટલીવાર એકબીજા ને ગળે ભેટી પડયા.... બધા મહેમાનો પણ આ ભાઇબંધી ને જોતા રહી ગયા... વિરાટ આજે ફિલ્મના હીરો જેવો લાગતો હતો.સ્ટેજ પરથી એનાઉસમેન્ટ થયુ સગાઈ વિધી ચાલુ થવાની તૈયારી મા છે.
Bride and Groom Please come on the stage...

વિરાટે સ્ટેજ તરફ જવા પગ ઉપાડયા ને પાછળ રાહુલ પણ આજે અણવર ની ફરજ પુરી કરવાનો હતો.રાહુલ મનમા વિચારતો હતો કે મારો પાટૅનર આજે બીજા સાથે પણ પાટૅનરશીપ કરવા જઈ રહયો છે.

સામે છેડે થી આજની મોસ્ટ બ્યુટીફુલ એવી વિરાટ ની થનારી બ્રાઈડ માનસી આવી રહી હતી. એમની પાછળ માનસી ની ફ્રેન્ડસ પણ અણવર ની ફરજ પુરી કરવા આવતી હતી.

વિરાટ અને માનસી બન્ને સ્ટેજ પર આવી ને હળવી સ્માઈલ કરીને પોતપોતાનુ સ્થાન લઇ ને બેસી ગયા.બાજુમા અણવરે પણ પોતાના સ્થાન ગ્રહણ કરી લીધા.

રાહુલે લેડીઝ સાઈડ નજર દોડાવી ને નંદીનિ પર નજર સ્થિર કરી. પણ નંદીનિ વિરાટ ને જોવામા લીન થઈ ગઈતી. નંદીનિ ની પાંપણો ભીની થઇ ગઈ તી. પણ એ દુર બેઠેલા રાહુલ ના ધ્યાને ના આવ્યુ. રાહુલ પણ મનમા વિચારતો હતો કે નંદીનિ ને હજુ સુધી મારા સૌથી નજીક વિરાટ ને ના મળાવી શક્યો તેનો અફસોસ છે.

આખાય પ્રસંગ મા સૌથી વધારે હિમ્મત ની જરૂર નંદીનિ ને પડી . આ બધુ એની નજર સામે થાય છે.

રાહુલ ને વિરાટ દુનિયા જીતી લેવાની તાકાત ધરાવતા હતા. ભગવાને આપેલ બધા સુખ એમની પાસે હતા. પણ આગળ જતાં સમય અને સંજોગ આ બેય ની અગ્નિ પરીક્ષા કરવાના છે. એવી કયાં ખબર હતી ??

કાશ માણસ ભવિષ્ય ને જોઈ શકતો હોત..?? તો ભુતકાળમાં કરેલી ભુલો માણસ વતૅમાનમા સુધારવાની તાકાત ધરાવતો હોત

ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો