પ્રેમ ની શરૂઆત... - 1 Dhaval Bhanderi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની શરૂઆત... - 1

ચંચલ મન થયુ છે આજે શાંત ,
શું તમને ખબર છે?
મારા પ્રેમ ની થઈ છે શરૂઆત.

Chapter -1

શિવપુરી શહેર નો સૌથી ધનિક ઉદ્યોગપતિ અને ઉદાર દિલનો ઉત્સાહી છોકરો હતો રાહુલ મણીલાલ દત્ત.....

કદાચ કહી શકાય કે શિવપુરી ની યુવા પેઢી રાહુલ ને પોતાનો આઈકન ગણતા. પચ્ચીસ ની ઉંમરે તો બિઝનેસ ટાઈકુન બની ગયો. એક સવૅગુણ સંપન્ન જે પોતાની શરતો પર જીવન જીવતો...નાના-મોટા તહેવારો હરહંમેશા ગરીબ અને અનાથ બાળકો સાથે જ વિતાવતો.રાહુલ પોતે એ સમય માથી પસાર થઈ ગયો હતો .નાનપણ મા ગરીબી નજદીક થી વિતાવેલી અને પાંચ વરસ ની ઉંમરે મા-બાપ ની છત્રછાયા ગુમાવી. સગા સંબંધીઓએ રાહુલ ને લક્ષ્મી વિલાસ અનાથાશ્રમ મા ભરતી કરી દીધો. સ્વાથીઁ દુનિયામાં એકલો પડી ગયો.

અનાથાશ્રમ લક્ષ્મી બેન ચલાવતા. શિવપુરી માટે કહેવત હતી કે દુનિયામાં જેનુ કોઈ નહીં એના માટે લક્ષ્મીબેન કાયમ હાજર. જયાર થી રાહુલ આવ્યો હતો લક્ષ્મી બેન ને રાહુલ સાથે લગાવ થઈ ગયો'તો .રાહુલ ને પણ માં ની કમી પુરી થઈ ગઈ હતી. લક્ષ્મી બેને જ ભણાવી ગણાવી ને ઉછેરયો.

શિવપુરી ના જ અનાથાશ્રમ મા મોટો થયો. એકલા ચાલવાની આદત નાનપણ થી જ આવી ગયેલી ઉંમર જતા એજ એમની હિમ્મત બની, દુનિયાની દરેક આફત સામે લડી ને ઉંચાઇ ના શિખરો સર કરી લીધા.આજે રાહુલ નો દરેક બિઝનેસ લક્ષ્મી બેન ના નામ પર થી ચાલુ કરે છે. આજે લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નો માલિક હતો. જેનો કારોબાર દુનિયા ના સાઈઠ થી વધારે દેશો મા ફેલાયેલો હતો.

આજે રાહુલ યાદો ને વાગોળતાં સુનમુન બેઠો હતો. ઓફિસ મા કામ ધણુબધુ હતુ ને સમય સિમિત હતો . રાહુલ નો મિત્ર વિરાટ થોડાદિવસો પહેલાં જ અમેરિકા થી પરત આવ્યો હતો, એમની સગાઈ હતી વળી પાછો બિઝનેસ પાર્ટનર એટલે ત્યાં પ્રંસંગ મા સહપરિવાર જવાનુ હતુ.

ગઇ રાત્રે સૂતા પહેલા નંદીનિ ને કહયું હતું કે કાલે ટાઈમસર યાદી આપી દેજે.વિરાટ ની સગાઈ મા જવાનુ છે. હોટેલ ધ હેવન રિસોર્ટમાં પાંચ વાગ્યે પહોંચવાનુ છે. નંદીનિ સફાળી બેઠી થઈ ગઈ જાણે વિરાટ નુ નામ સાંભળતા જ વીજ કરંટ આરપાર નિકળી ગયો હોય પણ રાહુલ કઈ જૂએ એ પહેલા નંદીનિ એ સંભાળી લીધુ જલ્દી સ્વસ્થ થઇ અને ગુડનાઇટ કહીને સુઈ ગઈ.

વિરાટ મિત્ર ખાસ એટલે ઘણીખરી પ્રસંગની જવાબદારી પણ હતી. ઓફીસનુ વ્યસ્ત શિડ્યુલ અને પ્રસંગ શરૂ થાય એ પહેલા દોસ્ત ના ધેર પહોચવાનુ ટેન્શન આ બધા વિચારો કરવામા રાહુલ રીતસર નો ચકડોળે ચડ્યો હતો એવામા ફોન રણ્કયો. આભ માથી વિજળી પડી હોય એવો આભાસ થયો. ફોન હાથમા લયને જોયુ તો nandini calling....

ફોન રિસીવ કરતા જ તીખો અવાજ આવ્યો અે અવાજ રાહુલ ની વાઈફ નંદીની નો હતો.
કયારે આવશો ધરે ? વિરાટ ને ત્યા જવાનું છે ,તમને યાદ છે કે ભુલી ગયા? તમે કામ માં વ્યસ્ત જ રહેજો. હું જતી રહીશ એકલી?

એટલા મા વચ્ચે થી રાહુલે હુંકારો આપ્યો ...નંદીની.... હવે બસ....

સામાછેડે થી બોલવાનુ બંધ થયુ ...રાહુલે કહ્યુ... ધરે દસ મિનિટ મા આવુ છુ.એકી શ્ચાસે કેટલુ બધુ બોલી ગઇ ...પાગલ

થોડીવાર મા રાહુલ ને નંદીનિ હોટેલ પહોચી ગયા. કાર પાકિઁગ તરફ વાળીને ઉભીરાખી .ઘણા સમય પછી વિરાટ ને મળવા નો મોકો મળ્યો હતો.રાહુલ મનમા ને મન મા વિચારી ને ખુશ થતો હતો. આખરે તો મનુષ્ય માત્ર ભુલ ને પાત્ર .....કહેવાય છે કે મનની ગડમથલ મન જ જાણે.
નંદીનિ નુ મન રાહુલ થી ના પરખાણુ.બાજુમા બેઠેલી નંદિનિ પણ વિચારો ના વમળ મા ખોવાઈ ગઈ .... જાણે અતિત પરત આવ્યો હોય.

નંદીનિ... નંદીનિ.... હોટેલ આવી ગઈ..... ગાડી માથી બહાર નીકળ અને ચાલ.... We are already late.... Now dont waste your time..... રાહુલ નો અવાજ સાંભળતા જ નંદીનિ અતિત માથી બહાર નીકળી અને ગાડી બહાર નીકળી.....

રાહુલ ની નજર વિરાટ ને શોધવામાં લાગી ગઈ. મહેમાનો આવવા ની શરૂઆત થઈ ગઈ હતી. એટલામાં રાહુલ ની નજર મુરતીયા ની બહેન અંતરા પર પડી પણ અંતરા ઉતાવળ મા હોય એવું લાગ્યું.