kon nidar books and stories free download online pdf in Gujarati

કોણ નીડર

અનિકેત તેના મા બાપ નો એક નો એક પુત્ર.અનિકેત અત્યારે એમ. બી. એ. પાસ કરી એક મોટી કંપની મા નોકરી એ લાગ્યો છે. અનિકેત ના પિતા જયંતિ ભાઇ ખુુબ હોશિયાર, તેેઓ બેંક માં નોકરી કરી સારા પૈસા બનાવ્યા હતા. અને પોતાની હોંશિયારી થી શેર ની દલાલી પણ કરી હતી.
અનિકેત નાં મમી સરલા બેન ખૂબ માયાળું સ્વભાવ ના અને પેટ માં જરા પણ પાપ નહિ .અનિકેત ને તેના મમી પપા ને ખૂબ પ્રેમ કરે અને મમી પાપા પણ અનિકેત નું ખૂબ ધ્યાન રાખે. માં બાપ બંને અનિકેત ને પરણવાનું કહે પણ અનિકેત હંમેશા કહે બે વર્ષ પછી કરિશ. પપ્પા સમજાવે બેટા પૈસા આપણી પાસે સારા છે .તો હવે શું વાંધો છે . પણ અનિકેત કહે નહિ થોડા હજી વધુ કમાઈ લેવા દો.

અનિકેત ના પપ્પા વારંવાર કહે બેટા વધુ પૈસા ને શું કરવા છે. તુ વહુ લઈ આવ બધાં સાથેથી રહીએ એટલે બસ. પણ અનિકેત ના માને.

અનિકેત ને ઓફિસ જોઈન્ટ કરે બે વર્ષ થયાં હતા. તેની કામ કરવાની ધગશ ને હોંશિયારી જોઈને તેના સાહેબો બહુ ખુશ હતા.
અનિકેત નાં કંપની ની નવી બ્રાન્ચ લંડન માં ખુલવાની હતી. નવી બ્રાન્ચ ની જવાબદારી અનિકેત ને સોંપવાની સાહેબો ને ઇચ્છા હતી. અનિકેત ને લંડન જવાની ઇચ્છા નહોતી, કારણ તેના માં અને પપ્પા.

એક દિવસ અનિકેત એ આવી ને એના પપ્પા જયંતી ભાઈ ને વાત કરી કે કંપની તેને લંડન મોકલવા માગે છે. પૈસા પણ સારા મળશે અને કમ સે કમ ત્રણ વર્ષ જવું પડશે. પપ્પા જયંતીભાઈ અને સરલાબેન તો રડવા લાગ્યા કે બેટા આવી રીતે જવાની જરૂરત જ નથી. અમે તો એકલા પડી જાયે.અનિકેત ની ઈચ્છા તો હતી માં બાપ ને સાથે લઈ જવાની એટલે ઓફિસ માં પણ વાત કરી હતી, પણ એ વાત ની તો ચોખી મનાઈ હતી. એટલે ત્રણ વર્ષ તો અનિકેત એ અલગ જ રહેવું પડે.
અનિકેત ની સાથે હમણાં એની સાથે તેનો એક પ્યુન લંડન આવવાનો હતો રામુ એનું નામ .રામુ અને અનિકેત આમેય તે બહુ બનતું. પિયુંન હતો પણ તે તેને દોસ્ત ની જેમ રાખતો.
એક દિવસે સવારે નાસ્તા નાં ટેબલ પર અનિકેતે પપ્પા મમી ને કહ્યું આજે મારે ફાઈનલ જવાબ આપવાનો છે. કારણ ૧૫ દિવસ પછી તો મારે જવું પડશે. જયંતીભાઈ અને સરલાબેન એ સાવ ના જ પાડી. અનિકેત એ કહ્યું જો હું ના પાડું તો મને નોકરી માં થી કાઢી નાખશે. પપ્પા બોલ્યા ભલે કાઢે, બીજી મળશે. અને આપણે પૈસા ની એવી જરૂરત પણ નથી.અનિકેત કહે પાપા આવી તક જલ્દી મળતી નથી. પપ્પા કહે પણ બેટા તક અને પૈસા, પ્રેમ સામે કઈ નથી . તુ એટલો કાયર નહિ થા. નીડર બન. અને કાઢી મૂકે તેનાથી ડર નહિ. પણ માં બાપ થી અલગ નહિ થા .અનિકેત કહે એમાં કાયર ની વાત જ નથી. હું તો નિડર છું. પપ્પા કહે બસ તો જા અને કહે કે નિડરતા થી કે ભલે કાઢી નાખો, પણ લંડન તો નહિ જ જાઉ.

અનિકેત ઓફિસ માં ગયો. જતા જ સાહેબે બોલાવ્યો. હાથ મા ૧૫ દિવસ પછીની ટિકિટ આપી
અને કહ્યુ જાવ ખૂબ આગળ વધો. અનિકેત ને પાપા ના શબ્દો યાદ આવ્યા. તેણે સાહેબ ને કહ્યું જો હું ના પાડું જવાની તો. સાહેબે કહ્યું તો કાલ થી તમારી આ જોબ ગઇ. તમને ૧૫ મિનિટ આપુ છું. જવાબ આપજો નહિતર બીજા તમારી બદલે ૧૦ તૈયાર છે. થોડીવાર અનિકેત ઓફિસ ની બહાર ગયો અને ખૂબ વિચાર કર્યો. અરે મારે બદલે ૧૦ તૈયાર છે તો હું નાં પાડી ને ખૂબ ભૂલ કરીશ. વળી પાછા માં બાપ યાદ આવ્યાં. ખુબ વિચાર કરી ૧૫ મિનિટ પછી કેબિન માં જઈ હા પાડી અગ્રિમેન્ટ પર લંડન જવાની સહી કરી દીધી.
તરત જ સાહેબે રામુ ને બોલાવ્યો અને રામુ ને કહ્યું તારે પણ આની સાથે લંડન જવાનું છે. રામુ એ તરત ના પાડી.સાહેબે પૂછ્યું કેમ તો કહે નહિ મારા ફેમિલી ને છોડી મારે નથી જવું. સાહેબ ખૂબ ગુસે થયા અને રામુ ને કહ્યું કાલ થી નહિ આવતો.તને નોકરી મા થી કાઢી નાંખું છું. રામુ કહે ભલે. સાહેબે અનિકેત ને કીધું હવે તમારી સાથે બીજા કોઈ મોકલીશ.

સાંજે અનિકેત ઘરે આવ્યો.ઘરે આવીને પોતાનાં બેડરૂમ માં ચાલી ગયો. રોજ તો આવી ને પહેલા પાપા પાસે બેસતો વાતો કરતો, તેની સાથે મમિ એ બનાવેલી ચા પીતો પછી જ બેડરૂમ માં જતો. આજે પાપા એ પુછયુ તો કહે તબિયત ખરાબ છે અને જમ્યા વગર જ સૂઈ
ગયો.
સવારે નાસતા ના ટેબલ પર અનિકેત તેના પાપા અને મમ્મી બેઠા છે. અનિકેતે તેના લન્ડન જવા ની બધી વાત કરી. પાપા અને મમિ બને રડવા જ લાગ્યાં.પપ્પા એ કહ્યું નોકરી જાય તો ભલે જાય.પણ લન્ડન તો નથી જ જવાનું. અનિકેત એ ખૂબ દલીલ કરી પણ પપ્પા અને મમ્મી માનવા તૈયાર જ નથી. અનિકેતે કહ્યું ત્રણ વરસ નો જ સવાલ છે પછી હૂં આવીને જ લગન કરીશ અને પછી આપણે સાથે જ છીએ ને. ખૂબ સમજાવા છતાં અનિકેત ના માન્યો ત્યારે પાપા એ કહયુ અનિકેત તું કાયર છે. નીડર બન, અને નોકરી તો જોઇએ તેટલી મલશે. અનિકેત કહે પણ પાપા અત્યારે ભયંકર મંદી ચાલે છે. અને હવે બીજી કંપની માં કયાંય નોકરી છે જ નહિ. મારે તો લન્ડન જવુ જ પડશે.
ખૂબ મથામણ પછી પણ અનિકેત માનતો નથી અને પાપા ને ફાઈનલ કહે છે હું જવાનો જ છુ. અનિકેત ઓફિસ જવા નીકળે છે, ત્યારે પાપા કહેછે બેટા નિડર બન કાયર ના થા. આ શબ્દો થી અનિકેત ખૂબ ઘવાય છે અને ભડકીને ઓફિસ જતો રહે છે.

પંદર દિવસ પુરા થઈ જાય છે આજે અનિકેત લન્ડન જાવા નીકળે છે .એકલો જ જવાનો છે કારણ કે રામુ તેના દોસ્ત જેવો પ્યુન આવાનો હતો તેણે તો ના પાડી હતી. હવે ઓફિસ મા થી કહેલું કે તેણે એકલાએજ કામ કારવાનુ, જરૂર પડશે તો પછી કોઈ બીજા કોઈ માણસ ને મોકલશે.

ઘરે થી નીકળતો હતો ત્યારે પણ પાપા એ કહયુ
હજી સમજ,ટિકિટ ફાડી નાખ અને ના જા. પણ અનિકેત નીકળવા લાગે છે. પાપા કહે છે સાચે તું કાયર છે નિડર નથી જ. અનિકેત ભડકી ને જતો રહે છે.
પાપા મમ્મી રડતી આંખે તેને જતો જોઈ રહે છે .

બે મહિના જતા રહે છે. અનિકેત ને ખૂબ કામ રહે છે. ક્યારેક ફોન કરે છે . પણ ક્યારેક રાત્રે નિંદર માંmઅનિકેત ઝબકી ને જાગી જાય છે . અને વિચારે છે શું હું સાચે કાયર છુ. મારાં કરતા તો રામુ નિડર કહેવાય. તેણે નોકરી છોડી પણ અહીં ના આવ્યો . શૂ હું સાચેજ કાયર છુ. બસ આ વિચાર આવતા અને
ફરી સૂતો તો થોડી વાર રહીને પાછો ઝબકી ને જાગતો.

આવી રીતે એક વર્ષ પૂરું થાય છે. એક વર્ષ માં પપ્પા મમી જોડે અનિકેત એ એવી બહુ વાત કરી નથી હોતી.
અહીં અનિકેત ના પાપા ની તબિયત ખરાબ થતી જાય છે અને એક દિવસ રાત્રે હાર્ટ એટેક્ટ આવતા તેમનું નિધન થઈ જાય છે. અનિકેત કામ ના હિસાબે અહીં આવી શકતો નથી.
અનિકેત ત્યાં ખૂબ રડે છે. આખિર પપ્પા ને ખૂબ પ્યાર કરતો હોય છે. પણ કામ તેને બાંધી રાખે છે. એક મહિનો વિતિ ગયો છે . છેલ્લા એક મહિના થી રોજ રાત્રે અનિકેત ની નિંદર ઉડે છે અને રાત્રે એકવાર નહીં પણ ત્રણ થઈ ચાર વાર જબકી ને જાગે છે અને રડી પડે છે અને રાડો પાડે છે ના હૂં કાયર નથી ના હૂં કાયર નથી ના હૂં કાયર નથી.

બીજો એક મહિનો વીતે છે . અનિકેત ના મમી ની તબિયત ખૂબ ખરાબ થાય છે અને તેમનું પણ
અવસાન થાય છે.
અનિકેત આ વખતે પણ આવી શક્તો નથી. કારણ કામ . અનિકેત ખૂબ રડે છે .વારે વારે એને યાદ આવે છે એનો પ્યુન જેણે નિડરતા થી નોકરી છોડી હતી ફેમીલી માટે.
અનિકેત વારે વારે પોતાને જ પૂછે છે નિડર કોણ કાયર કોણ. આજે પાંચ વર્ષ થયા આ વાત ને, રોજ રાત્રે ત્રણ થી ચાર વાર અનિકેત જબકી ને જાગે છે અને રાડો પડે છે ના હું કાયર નથી ના હું કાયર નથી ના હું કાયર નથી.
અને હવે તો હદ થઈ છે હવે તો દિવસ ના પણ એક જ વાત સતત બોલ્યાં કરે છે . ના હું કાયર નથી હું નીડર છુ કાયર નથી નથી નથી.
તેમની ઓફિસ વાળા કઇ ઈલાજ ના દેખતા અનિકેત ને પાગલ ની હોસ્પિટલમાં દાખલ કરી દે છે.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો