આ વાત 1931 ની છે. સૌરાષ્ટ્ર ના એક ગામ માં હીરો અને એની પત્નિ કુંતિ રહેતા હતાં. લગન ને બે વરસ થયા હતા પણ કોઈ કારણસર હજી કોઈ બાળક થયુ નહોતું . સવારે નાસ્તો કરી ને હીરો નિકલતો ત્યારે જ કુંતી તેને ભાથું આપી દેતી. હિરો મહેનતુ હતો. ખેતર મા કામ કરતો. અને પૈસે ટકે પણ સુખી હતો . કુંતિ સમજદાર અને હોંશિયાર સ્ત્રી હતી. તે બરાબર ઘર ચલાવતી. સુખી સંસાર હતો બંનેનો.
એક દિવસ બીજા ગામે થી કહેણ આવ્યું કે હીરા ના કાકા ગુજરી ગયા છે અને તેનું તેરમું ચાર દિવસ પછી છે. હિરા ના કાકા નું ગામ ખૂબ દૂર હતું. અને બીજી કોઈ સગવડ ના હોવાથી ચાલતું જ જવું પડે તેમ હતું. હિરા એ નક્કી કર્યું કે પરમ દિવસે નીકળી જાએ તો દોઢ દિવસ નો રસ્તો છે તો બરોબર પહોંચી જવાય. તેણે કુંતી ને વાત કરી કે આપણે બને નીકળી જયશુ. કુંતી એ ઘણી ના પાડી કે તમે એકલા જાઓ તો ચાલે. પણ હીરો ના માન્યો.
તે દિવસે સવારે ૭ વાગે બને નીકળી ગયા. કારણ ચાલતા જાય તો બીજે દિવસે ૧૨ વાગે તો ગમે તેમ પહોંચી જાય. અને તેરમું તો એ પછીના દિવસે હતું. એટલે આરામ થી પોરો ખાતા પણ પહોંચી જવાય.રસ્તામાં બપોરે એક વૃક્ષ ની ની નીચે બને એ ઘરે થી લાવેલું ભાથું ખાઈ લીધું અને પાછું ચાલવા લાગી ગયા.
સાંજ ના ૬ .૦૦ વાગ્યા છે અંધારા ના ઉતારા આવવા ની તૈયારી છે. ચાલતા ચાલતા હીરો અને કુંતી એક ગામ પાસે થી નીકળે છે ત્યારે કુંતી કહે છે,રાત પડી ગઈ છે, આ ગામ મા રોકાઈ જઈએ, કાલ સવારે વહેલા નીકળી જશુ તો પણ ૧૨ વાગ્યા સુધી તો પહોંચી જ જઈશું. હિરો માનતો નથી કહે છે ૪ કલાક નો રસ્તો છે, આજે રાતે દસ વાગ્યા સુધીમાં પહોંચી જઈશું. કુંતી કહે છે રસ્તામાં ચોર ડાકુ મળશે તો ભારી થઇ પડશે. હિરો કહે છે હું છું ને અને મારી પાસે બંદૂક પણ છે. મેં ઘરે થી સાથે લઈ જ રાખી છે . છતાં કુંતી એ બહુ કહ્યું પણ હીરો માન્યો જ નહિ. કુંતી એ કહ્યુંહું થાકી પણ બહુ છું છતાં તે ના જ માન્યો.
રસ્તા માં બંને ચાલ્યા જાય છે રસ્તો એકદમ વિરાન છે . લગભગ જંગલ જ જેવો રસ્તો છે .દૂર દૂર થી કૂતરા ભાસ્વાના અવાજો આવ્યા કરે છે. ડગલે ને પગલે વાતાવરણ ડરામણું થતું જાય છે. બે કલાક ચાલ્યા હશે પછી થોડુક વધુ ચાલે છે, ત્યાં સામેથી પાંચ લુટારા આવતા દેખાય છે. બધાં ના હાથ મા તલવારો છે. કુંતી પતિ ને કહે છે આ લોકો લુટી લેશે, મારા શરીર પર ઘરેણાં છે. તે પણ લઈ લેશે, તરી બંદૂક કાઢ અને એ મારે તેની પહેલાં વાર કરી દે. ગમે તેમ તો પણ તે
રાજપૂત ની દીકરી હતી. અને તેનો પતિ પણ તો રાજપૂત જ હતો. પણ આ શું કુંતી જુવે છે, તેનો પતિ
તો થર થર ધ્રુજે છે. કુંતી કહે છે,મરદ બન આ શું કરે છે. ત્યાં તો પાંચે લુટારા સામે આવે છે. અને હિરો તો લુટારા સામે બંદૂક નીચે મૂકીને કરગરવા લાગ્યો.
લુટારા સીધા કુંતી પાસે આવીને ઘરેણાં કાઢવા કહેવા
લાગ્યા. કુંતી ની પછેડી મા એક કટાર હતી તે કાઢી ને
ઉભી રહી. અને બોલી ખબરદાર આગળ નહિ આવતા. હિરો ઉભો ઉભો ધ્રૂજ તો હતો. કુંતી રાડો
પાડતી હતી પણ જાણે પતિ સાવ બહેરો હોય તેમ ઉભો હતો. પાંચ લુટારા પાસે કુંતી નું શું ચાલે, લુટારા
ઘરેણાં ખેચવા ગયા અને હવે તો તેમની નજર કુંતી ના
લચકતા જોબન પર પણ પડી. તેમની નિયત કુંતી સમજી ગઈ અને જોરથી બચાવ બચાવ ની બૂમો પાડવા લાગી.
બાજુ માં થી ભિમો નામનો મરદ રાજપૂત પસાર થતો હતો. બચાવ ની બૂમો સાંભળી તે આવ્યો, જાણે તુફાન આવ્યું હોય. હાથમાં નાગી તલવાર લઈ ને તૂટી પડ્યો પાંચ લુટારા પર અને ખાશું ૪૫ મિનિટ રમખાણ ચાલ્યું તેમાં બે લુટારા તો ત્યાજ મરી ગયા અને બાકીના ત્રણ ભાગી ગયા. મારામારી માં ભિમાં ના હાથમાં લુટારુ ની તલવાર લાગી એટલે ડાબા હાથ માંથી લોહી નીકળતું હતું. કુંતી એ સાડી ફાડી હાથ પર બાંધી દીધી.
હિરો દૂર ઉભેલો તે નજદીક આવ્યો અને બોલ્યો અને કુંતી ને કહે લે ચાલ હવે. કુંતી એ મહા તિરસ્કાર ભારી નજરે પતિ સામે જોયું અને કહ્યું ખરાબ ગાળ આપીને કહ્યુ કે બાયલા તારી બાયડી ની લાજ લૂંટાતી હતો અને તું હીજડા ની જેમ ઉભો હતો, ફટ છે તને. હવે તો આજ મારો ધણી.
ભીમાં ની પાસે જઈ કુંતી બોલી બસ હવે તમે જ મારા ધણી. જો તમે લગ્ન ના કર્યા હોય તો મને સ્વીકારી લો અને તમારા લગ્ન થયા હોય તો પણ હું તમારી સાથે જ આવીશ અને કાલે સવારે કૂવો દેખી મરી જઈશ. પણ કોઈ પણ હિસાબે આ કાયર સાથે નહિ જાઉં. ભીમો બોલ્યો હું હજી કુંવારો જ છું.અને મારા નસીબ માં તારા જેવી હિંમત વાળી છોકરી લખી હશે એટલે જ મને કોઈ મળી નથી.
હીરો તો ઉભો ઊભો જોતો રહ્યો અને હજી કુંતી ને સમજાવા જવા નજદીક પહોંચે છે, ત્યાં જ કુંતી તેને એક લાફો એવી જોરથી મારે છે કે હિરા ને ચક્કર આવે છે અને તે પડી જાય છે . તેને પડ્યો રહેવા દઈ કુંતી ભિમા જોડે ચાલી નીકળે છે.
અસ્તુ