અધુુુરો પ્રેમ.. - 55 - આદરભાવ Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ.. - 55 - આદરભાવ

આદરભાવ

આજે આકાશ મળ્યો એની ખુશીનો કોઈ પાર ન રહ્યો, એક નવી ઉમીદ પલકનાં હ્લદયમાં જન્મી હતી.પરંતુ જ્યારે એણે સાંભળ્યું કે આકાશને પણ બે બાળકો છે,ત્યારે એનાં પગ નીચેથી જમીન સરી ગ્ઈ.એટલે નહીં કે એનાં લગ્ન થઈ ગયાં હતાં. ને બે બાળકો પણ હતાં. પણ એટલાં માટે કે એનું પણ કોઈ કુટુંબ છે,અને મારે એનાં ઘરને તોડવાની કોશિષ જરાય પણ ન કરવી જોઈએ.

હું જેવીરીતે જીવન ભોગવી રહી છું, એમ મારાં લીધે કોઈનું ઘર પરીવાર છીનવાઈ જાય એ હું બીલકુલ સાખી નહી લ્ઉ. પલકે મનમાં નીર્ધાર કરી લીધો. કાલે રવિવારે આકાશ મળવાં આવે ત્યારે એને ચોખવટથી સમજાવી લેવો જોઈએ.

પરંતુ આકાશને મળવાની ખુશી પલકને વારંવાર પારાવાર ખુશીનો એહસાસ કરાવી રહીછે. આજે પલક એકપણ પલ નીંદર કરી શકી નથી. આખી રાત જાણે એક ક્ષણમાં વીતી ગઈ. જાગતી આંખોમાં સવાર પડ્યું. પલકનું હ્લદય આકાશનાં પ્રેમને પામવાની તાલાવેલી ઉપજાવી રહ્યું છે. પણ દીમાગ એવું કરતાં રોકી રહ્યું છે. સવારે પલકે વહેલી સવારે બધું કામ પરવારી લીધું. અને આજે આકાશને મળવાની ખુશી પણ હતી અને એને સમજાવી અને ફરી ક્યારેય નહી મળવાનું દુઃખ પણ હતું. પલક સવારે તૈયાર થઈ અને બેસી ગઈ.

આ તરફ આકાશે પોતાનાં ઘેર જ્ઈ અને આ બધી વાત પોતાની ભાભીને કરી,કહ્યું ભાભી આજે મને પલક મળી હતી અને એની જીંદગીમાં કેટલાં દુઃખનાં પહાડ તુટી પડ્યાં છે.ભાભી એ બીચારી બહું દુઃખી થઈ ગઈ છે, મને સમજાતું નથી કે હું એની માટે એવું તો શું કરું કે એની જીંદગી પાટા ઉપર આવી જાય.

વીભાભાભીએ આકાશને કહ્યું કે કાલે તું પલકને અહીંયા લ્ઈ અને આવજે,આપણી સાથે કાલે ભોજન પણ કરશે અને થોડી હીંમત પણ આપીએ જેથી એનું દુઃખ થોડું હળવું થાય.

ભાભીની વાત આકાશને ખુબ ગમી એણે કહ્યું ઠીક ભાભી તમે ખૂબ જ સરસ મજાની વાત કરી. હું એમજ કરીશ કાલે સવારે પલકને અહીંયા લ્ઈ આવીશ.

આકાશ પણ કાલે વહેલાં સુઈ ગયો હતો, સવારે વહેલાં તૈયાર થઈ ગયો. જાગીને પલકને ફોન કર્યો અને કહ્યું પલક તું આ જગ્યાએ આવીજા.હું તને લેવા સામે આવું છું. થોડીવારમાં એકબીજાને મળી ગયાં. આકાશે પલકને કહ્યું ભાભીએ તને મળવાં માટે અમારા ઘરે બોલાવી છે.અને એ બહાને મારી પત્નીને પણ મળી લેવાશે.

પલકે આકાશને કહ્યું રહેવાં દે આકાશ તારી પત્નીને આપણાં અફેયરની વાત ખબર પડશે તો એ મને મારી નાખશે.

આકાશે કહ્યું તું એ વાતની ચિંતા કરવી રહેવાં દે"મારી પત્નીને બધીજ ખબર છે. એ મારી ભાભી છેને એની નાની બહેન છે.એટલે મારી ભાભીએ એને બધીજ વાત કરી લીધી હતી.
તું જ્યારથી મારી જીંદગીમાંથી ગ્ઈ હતીને પછી હું ખૂબ જ ઉદાસ રહેતો હતો. તેથી મારી ભાભીએ એની નાની બહેન સાથે મારાં લગ્ન કરાવી લીધાં હતાં. એટલે ચિંતા ન કર અને તું મારી પાછળ તારી ગાડી આવવા દે.

થોડીવાર પછી બન્ને ઘેર પહોંચી ગયાં, સાથે એની દીકરી વંદના પણ હતી.પલક અને વીભાભાભી એકબીજાને ભેટીને ખૂબ રડ્યાંછે. પછી ભાભીએ કહ્યું પલક જો તારા આકાશની પત્ની અને મારી નાની બહેન, તને મળવાં માટે એ વર્ષોથી તલપાપડ છે.જા એને મળી આવ,પલક આકાશની પત્ની પાસે ગ્ઈ અને કહ્યું આઈમ સોરી હું તારી ગુનેગાર છું. તારું નામ શું છે ?

એણે કહ્યું નીરાલી (આકાશની પત્ની)

અરે વાહ બહું જ સુંદર નામ છે,પલકે કહ્યું પછી એકબીજાને પ્રેમથી ભેટી પડ્યાં. નીરાલીએ પલકને કહ્યું મે આકાશ પાસેથી
તારી રગેરગની વાત સાંભળી છે.જેટલું તું તારા વીશે જાણતી હશે હું પણ તને એટલીજ જાણું છું.

અરે ! વાહ ! પલકે કહ્યું ! પણ એક વાત કહું નીરાલી ?

હાં કહોને એમાં વળી પુછવાનું શું હોય નીરાલી એ કહ્યું

જ્યારે તને ખબર પડી કે આકાશ કોઈ છોકરીને પ્રેમ કરેછે, તેમ છતાં તું લગ્ન કરવાં માટે તૈયાર ક્ઈ રીતે થઇ ગઇ.

જો પલક પહેલાં તો એ મારાં મોટાં બહેનનો દીયર છે.એ નાતે એ અવારનવાર વીભાબેન સાથે અમારા ઘરે આવતો ત્યારે જ મને એ ખૂબ ગમતો હતો.અને મારી બહેન ઘણીવાર મને કહેતી પણ ખરી કે તું મારાં ઘેરજ વહું થઈ અને આવીશ. મારો દીયર બહું રુપાળો અને દેખાવડો.છે,એની વાત સાંભળીને હું વર તરીકે આકાશને જ પહેલાથી પસંદ કરી ચુકી હતી. અને પછી જે તારું ચેપ્ટર થયું એની તમામ માહિતી મારી બહેને મને આપતી હતી.સાચું કહું જ્યારે મને ખબર પડી કે આકાશ તને પ્રેમ કરે છે. ત્યારે હું પડી ભાંગી હતી.પરંતુ જ્યારે મને ખબર પડી કે તારા લગ્ન કોઈ બીજા સાથે થયાં છે ને,ત્યારે હું જેટલી ખુશ ક્યારેય નથી થઈ. અને પછી એ બધાં અહીંયા અમદાવાદમાં રહેવાં આવી ગયાં. અને અમારાં પણ લગ્ન થઈ ગયાં. આજે આકાશ પણ જીજાજી સાથે એમની કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ કરેછે. અને સૌથી મોટી વાત અમે બધાં એટલામાં સુખી જીવન વ્યતીત કરીએ છીએ.

બહુજ સરસ પલકે કહ્યું, પરંતુ તને જરાપણ દુઃખ ના થાય અમે આ રીતે મળીએ વાત કરીએ અને એકબીજા પ્રત્યે અપાર પ્રેમ દાખવીએ તો તને કોઈ વાતનું દુઃખ ન થાય.

નીરાલી કહે ના રે મને જે જોઈએ એ બધું મળી ગયું છે. પણ એટલું તો જરૂર ઈચ્છીએ કે હવે તમારા વચ્ચે કોઈ અવળો સંબંધ ન હોય. અને તેમ છતાં પણ જો આકાશ એવું વીચારતાં હોય તો પછી ભગવાન જેવો ધણી.પરંતુ મને તો પુરો વીશ્ર્વાસ છેકે તું પણ હવે કોઈનું ઘર તોડવાનું પસંદ ના જ કરે.તું એટલીતો સમજદાર હશેજ.

પલક સાનમાં બધું સમજી ગ્ઈ,પણ એક વાતનો આનંદ થયો કે નીરાલીને અમારા વિશે બધીજ ખબર છે. એ કારણે પલકને
જરાપણ દુઃખ થયું નહીં. આખોદીવસ ખૂબ મજા કરી.એક બીજાની સાથે જુની વાતો ઉકાળીને પેટ પકડીને હસ્યાં. સાંજ થવા આવી, રાત્રીનું ભોજન પણ તૈયાર થઈ ગયું. બધાં જ જમી લીધું. પછી પલકે રજા લીધી અને વીભાભાભીએ કહે પલક અવારનવાર આવતી રહેજે.નીરાલીને ગળે મળીને પોતાનાં ઘેર જવાં માટે નીકળી ગયાં. થોડીવારમાં પોતાનાં ઘેર પહોંચી ગયાં

પલક સોફામાં બેઠી બેઠી વીચાર કરેછે, યાર ઘણાં દીવસો પછી આટલો બધો"આદરભાવ"મળ્યો છે. આકાશ સાથે લગ્ન ન કરીને આજે હું પારાવાર પસ્તાવો કરી રહીછું. એક નોકરી કરતો છોકરો શોધવાં માટે આખી જિંદગી ખુંવાર કરી નાખી.
ભલે થોડું લાવીને થોડું ખાવાનું મળે અને ઘરમાં શાંતિ હોય એજ સાચું સુખ છે.પણ હવે શું કરીએ જબ ચીડીયાં ચુગ ગ્ઈ ખેત.

વંદનાએ એ બધી વાતો સાંભળી હતી,એ ઘણી મોટી અને સમજદાર થઈ ગઈ હતી. તેથી એણે પલકને પુછ્યું મમ્મી શું તું આકાશ અંકલને પ્રેમ કરતી હતી ?

પલક દીકરીની વાત સાંભળીને અવાચક થઈ ગઈ, એણે વાતને ઓળીટોળી નાખી કહ્યું અરે ના બેટાં એતો પેલાં આંન્ટી
હતાં ને ? આકાશ અંકલનાં પત્ની એને કહેતાં હતાં. હ્લદયમાં એક કમકમાટી પ્રસરી ગઈ. થયું કે હવેથી વંદના સામે વાત કરતાં વીચારવું જોઈછે.

પલકે પોતાની મમ્મીને ફોન કરી સઘળી વાત કરી ને કહ્યું તમને બહુ જ યાદ કરેછે,તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને એમનાં ઘેર જરુર લ્ઈ જ્ઈશ. ખુબ મજા પડી.

કેટલાય દીવસો પછી પલકને આટલી બધી ખુશ જોઈને સવીતાનનું કાળજું ઠર્યું. એને થયું કે ચલો કોઈ બહાને પણ મારી પલક ખુશ થઇ છે.માં દીકરીએ ખૂબ વાતો કરી આજે બહું જ લાંબી વાત પલકે કરી નહીંતર બસ બે મીનીટમાં ફોન કટ કરી નાખે. પછી કહ્યું મમ્મી હવે હું ફોન કટ કરું છું. કહી ફોન કાપ્યો અને પલંગમાં આડી પડીજ હતી.ને ફોનની ઘંટડી રણકી ઉઠી સામેથી અવાજ આવ્યો હૈલ્લો હુંં પોલીસ સ્ટેનથી પીએઓ બોલું છું. કોણ પલક બહેન ? હા જી સર હું પલક બોલું છું....


( પોલીસ નો ફોન આવ્યો પલક ચોકી ગ્ઈ એને થયું કે કોઈ દિવસ નહી અને આજે પોલીસનો ફોન કેમ આવ્યો હશે...
જોઈશું ભાગ:- 56 અચરજ)