કેદ- સમય કે માનવી? Twinkal Kalthiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેદ- સમય કે માનવી?

હાર્ડવેર બનાવવામાં સૌથી આગળ કોઈ દેશ હોય તો એ છે જાપાન! ત્યાંનો સૌથી મોટા હોંશું આઈલેન્ડ ની વાત છે.ત્યાંના એક દરિયાકાંઠે આવેલા શહેર માં કોસુકી નામનો છોકરો હતો. નામ પ્રમાણે જ એ એક ઉજ્જવળ સૂરજ હતો. નાનપણમાં જ એક એક્સીડન્ટ માં પોતાના માબાપ ને ગુમાવી દીધેલાં અને પોતાની નાની સાથે રહી ને જિંદગી જીવતો હતો.ઉંમર કરતાં પેલા પરિપકવ બની ગયેલો કોસુકીને કોઈ મિત્રો ના હતા.( એક મિત્ર હતો પોતાનો પાલતુ કુતરો!)
જ્યારે ૭-૮ વરસ ની ઉમર એ નાની સાથે ચર્ચ જતો તો એક વાત માં એને ઘણું કુતુહલ મળતું; એ હતી ચર્ચ ના ટાવર પર લાગેલી ઘડિયાળ! અને નાનકડો કોસુકી વિચારતો કેવી રીતે લોકો સમયનાં ગુલામ છે, સમય કે એમ જ બધા કામ કરે છે. અને નાની ને કહેતો કે નાની મારે સમય ને પોતાનો ગુલામ બનાવવો છે! આ વાત પર નાની હસી પડતા અને કહેતા , ' બેટા, માનવી બધું કરી શકે પણ કુદરત ની વિરૂદ્ધ ક્યારેય ન જઈ શકે.સમય ને કાબૂ માં લાવવો અશક્ય છે.' પણ કોસુકીના મન માં ધૂન બની ગઈ હતી કે સમય ને પોતે મેળવી ને જ રેહશે.
સમય પસાર થતો ગયો અને કોસુકી યુવનાવસ્થા માં આવ્યો પરંતુ એને ના કોઈ શોખ હતા કે ના કોઈ ઈચ્છા. પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરીને બસ ઘર માં જ પુરાય ગયો હતો.ના કોઈ સાથે વાતચીત કે કોઈ ગતિવિધિ.જમવાનું પણ ભાન નહતું રહ્યું.નખ અને વાળ ની તો જાણે વર્ષોથી માવજત જ ના થઈ હોય. પોતાની લગન માં કોસુકી એ ભૂલી ગયો કે સમય સાથે નાની ની પણ ઉમર થતી જાય છે.એને પણ પોતાના પ્રેમ ની , હૂંફ ની જરૂર છે. દિવસ રાત બસ એ યંત્ર બનાવવામાં લાગી ગયો.સમય ને માત આપે એવું યંત્ર!
૩ વરસ ના પરિશ્રમ પછી એ દિવસ આવ્યો જ્યારે પ્રયોગ સફળ થયો હતો.કોસુકીના આનંદ નો પાર નહોતો.હવે આ ટાઈમ મશીન થી પોતે મિસ કરેલા 3 વરસ અને આવતી કાલ જોવા માંગતો હતો.પોતાને દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ માનવા લાગ્યો હતો.નાની, ઓ નાની! કોસુકી એ બૂમ મારી. વૃધ્ધાવસ્થા માં કદમ રાખેલી નાની ને પોતે ક્ષણ માટે ઓળખી ના શક્યો! આટલો બધો ખોવાઈ ગયો હતો પોતાના પ્રયોગ માં! આટલા વરસથી જેણે પાલનપોષણ કરી ને મોટો કર્યો એ નાની ને જ્યારે પોતાના સાથ ની જરૂર હતી ત્યારે એ પોતાની દુનિયા માં મસ્ત હતો! દુઃખ લાગ્યું, પણ ખુશી ની આગળ એ બે પળ પણ ના ટક્યું. ખુશી ખુશી નાની ને પોતાના સફળ પ્રયોગ વિશે જણાવ્યું. કોસુકિ જિંદગી માં પહેલી વાર આટલો ખુશ હતો.હવે એ પોતાની સાથે સમય ગુજારશે એ ઉમ્મીદ થી નાની પણ પોતાના દુઃખ ભૂલી ખુશ હતી.પણ બે માંથી કોઈ ને ખબર ન હતી કે આ ૨ પળ ની ખુશી છે!
આખરે જ્યારે કોસુકી એ ટાઈમ મશીન થી ભૂતકાળ માં જોવા પ્રયાસ કર્યો તો એનાથી એ ના જોવાયું કે કેવી રીતે પોતાનો વફાદાર કુતરો , પોતાનો એકમાત્ર દોસ્ત એની બાજુમાં જ પોતાનો દમ તોડી રહ્યો હતો.પોતે જ્યારે લેબ માં ધૂની બની ને આ મશીન બનાવવામાં મસ્ત હતો ત્યારે આ વફાદાર મિત્ર એની આખરી ક્ષણ માં પોતાનો પગ ચાટીને, ઘડીક પેન્ટ નો છેડો પકડી ને બોલાવવા કોશીશ કરતો હતો , અને આખરે! કોસુકી રડી પડ્યો, ધ્રુસકે ધ્રુસકે! પણ એને સંભાળવા માટે કોઈ નહોતું.દુનિયા નો ખરો કટાક્ષ છે આ!
આટલા વર્ષો પછી એને ઘરની બહાર પગ મૂક્યો.હવે બધું જ ઘણુંખરું બદલાઈ ગયું હતું.પોતાનું મનપસંદ ચર્ચ ઘણી યાદો તાજી કરી ગયું.પોતે જે દરિયાકાંઠે કલાકો બેસી ને પાણીની હલચલ જોતો પોતાના વફાદાર મિત્ર સાથે! બધું જ આખો સામે આવી ગયું અને ઘડી પણ આંખ ના પાણીને વહી દેવાથી રોકી ના શક્યો.
માંડ ભાન સંભાળી જ્યારે ઘરે ગયો તો નાની એ પોતાની મનપસંદ વાનગી બનાવેલી હતી. એ પૂછવા માગતો હતો કે કેટલી મુશ્કેલી પડી તમને? શું કર્યું આટલા વરસ? કોઈ શિકાયત છે? પણ એક શબ્દ ના નીકળ્યો! જાણે વર્ષો પછી નાની એ આટલી ખુશી જોઈ હોય એમ એનું મોઢું ચમકતું હતું!
પોતાના રૂમ માં જઈ પાછું આ યંત્ર ને ચાલુ કરતાં પોતે રોકી ના શક્યો.હવે એને ભવિષ્ય નું જ્ઞાન મેળવવું હતું.૨ વરસ પછી જ્યારે પોતે પોતાના ઘર માં એકલો બેસી ને સંગીત માણી રહ્યો હોય છે ત્યારે જ ભયાનક ભૂકંપ અનુભવાય છે. બધા જ ઘરની બહાર નીકળી ને બેબાકળા થઈ આમ તેમ ભટકે છે ત્યારે એને યાદ આવે છે કે નાની ઘર માં નથી.રઘવાયો થઈ ને મુઠ્ઠી વાળી એ ચર્ચ તરફ દોડે છે અને દૂરથી જોવે છે તો ત્યાં જ્વાળા છે.ચર્ચ નું નામોનિશાન નથી દેખાતું અને ધરતી આગ જરી રહી છે.જ્વાળા માં જ નાની નું દેહવિલન થઈ ગયું અને પોતે જોતો રહી ગયો. કોસુકી પાગલ બની જાય છે, હવે જિંદગી માં પોતાનું કોઈ જ નથી રહ્યું.જીવવા માટે નો જાણે અર્થ જ નથી રહ્યો.આ સત્તા કોઈ કામ ની નથી.એકલાં જીવવું પ્રાણી માટે પણ મુશ્કેલ હોય છે, પોતે તો છતાં પણ માણસ છે.(ખરેખર!)
ધોધમાર આસુંની વર્ષા સાથે , લાલ થયેલો પોતે જ્યારે વર્તમાન માં આવે છે ત્યારે ખબર પડે છે કે આ સમય ને હજી વાર છે, નાની પોતાના ઘરમાં જ છે.પણ હવે શાંત પડવું અશક્ય છે.એને પોતાની આંખે જે જોયું એ ખબર હોવા છતાંય આગળ જીવવું શક્ય નથી જ.નાની ને આવી રીતે મરતા પોતે નહીં જોઈ શકે, આખા શહેર ને આવી રીતે નાશ પામતા એ નહી જોઈ શકે.અને એક જ ઝાટકે આટલા વરસની મેહનત તોડી નાખી; યંત્ર તૂટી ગયું! અને મન ક્યારેય જોડાયું નહિ.બસ આ જ વિચારો એ કોસૂકી ને પાગલ કરી મૂક્યો.અને ખાવાં પીવાનું છોડી પાછો પોતાની નવી દુનિયા - વિચારો ની દુનિયા માં ચાલ્યો ગયો.હવે એને જીવવામાં કોઈ રસ નથી કે નથી મહાન બનવાની આકાંક્ષા ! મહાભારત ના સહદેવ જેવી સ્થિતી હતી ' ના કેહવાય, કે ના સેહવાય!' થોડા જ દિવસ માં કોસુકી રિબાઈ ને મૃત્યુ પામ્યો!

સમય ને કેદ કરવો અસંભવ છે.કુદરત નો કોઈ પણ નિયમ તોડવો અશક્ય છે! માણસ જિંદગી ની આ હાડમારી માં એ ભૂલી જાય છે કે પોતે કુદરત ની સામે એક નાનકડો કંકર છે.જેનાથી આ દુનિયા નું , આ જાતિ નું અસ્તિત્વ છે એને ક્યારેય ન જીતી શકાય.બધું નિયંત્રણ માં કરવા જવાથી આખરે કંઈ જ હાથ માં આવતું નથી!