ભારતના ઇતિહાસમાંથી એક તારણ બોધ nirav kruplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતના ઇતિહાસમાંથી એક તારણ બોધ

ભારત ના ઇતિહાસ માંથી ઘણું શીખવા જેવું છે...વિભિન્ન યુગો માં થઈ ગયેલા મહાપુરુષો ના જીવન મૂલ્યો એમની શિખામણો એ કોઈ ભી સમયે અને પરિસ્થિતિમાં આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા પેહલા હતા..માટે પ્રથમ તો બની શકે તો એવો કોઈ સાર ગ્રંથ બનાવવો જોઈએ જેથી એમની શિખામણો ને મૂલ્યો સંકલિત રૂપે આજના માનવીઓ ને વિશ્વ ને પંહોચે..
. બીજું આપની ભારતીય સંસ્કૃતિ એને એના એક વ્યાપક દૃષ્ટિ કોણ થી ન માત્ર સમજવા પણ એને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે...આજે વિશ્વની અગ્રગણ્ય યુનિવર્સિટીમાં એના ઉપર સંશોધન થાય છે ને વિશ્વના કોઈ પણ વિકસિત રાષ્ટ્ર જુઓ ચીન, જાપાન, જર્મની, બ્રિટન, ફ્રાંસ, ઇટાલી...કોઈ પણ તેમને સહુ કોઈ ને તેમની સંસ્કૃતિ પ્રત્યે અખંડ પ્રેમ છે તો આપને પણ આપના મૂળિયાં જેમાં રહ્યા છે તેવી સંસ્કૃતિ નું સન્માન કરવું જરૂરી છે...સન્માન આવે ક્યારે?? જાણકારી હોય ત્યારે..ને જાણકારી ક્યારે બને?? જ્યારે સ્ત્રોત હોય ત્યારે!! માટે માત્ર પોલિટિકલ કે ધાર્મિક રૂપેજ નહિ પણ દરેક પ્રકારના આયામો થી આ ભવ્ય વિરાસત નું દર્શન કરી એને લોકો સુધી પહોંચાડવી રહી... ભારત ઉપરોક્ત રાષ્ટ્રો કરતા બહુ પુરાણી સંસ્કૃતિ ધરાવે છે તો આપના પ્રયત્નો પણ ઉપરોક્ત રાષ્ટ્રો કરતા વિશિષ્ટ હોવા જ ઘટે...એકસમયે આપની તક્ષશિલા, નાલંદા, વલ્લભી, વિક્રમશિલા જેવી વિદ્યાપીઠો શિક્ષા નું વૈશ્વિક ધામ હતી આજે આપણે ઓક્સફોર્ડ હાર્વર્ડ બાજુ જોવું પડે એવું શું કામ છે?? આ નું નિરાકરણ જરૂરી છે...

સાથેજ અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો મારી દૃષ્ટિએ આપણે આપણા ઇતિહાસ ને યોગ્ય સંકલિત કરીને એમાં થયેલી ભૂલો પ્રત્યે ધ્યાન લેવાની જરૂર છે...કે કેવી રીતે એક નાના ટાપુ દેશના અમુક વેપારી અખંડ ભારત ના માલિક બની બેઠા?? કેવી રીતે તુર્કસ્તાન, અફઘાનિસ્તાન, કે સુદુર મધ્ય પૂર્વ અથવા ચીન બાજુ ના પ્રાંત ના વિદેશી વણજારા ઓ કે લુંટારા જાતિઓની પ્રજા આપણા દેશના એક મોટા ભાગ પર શાસન કરી શકવા કાબેલ થઈ ગઈ?? અફઘાનિસ્તાન નો સામાન્ય સરદાર છેક બંગાળ નો સુલતાન બની બેસે એ પ્રસંગ ખૂબ જ વિચાર માગી લ્યે તેવો છે...તુર્ક ચૂઘતાઈ ગુલામો દિલ્લી ના સુલતાન બન્યા ને રાજપૂત સંઘ ધરાવતો રાણા સાંગા ખાનવા ના યુધ્ધ માં હાર્યો...તે કઈ રીતે શક્ય બન્યું?..તેને મદદ કરનાર સ્થાનિક રાજાઓ હતા...તે પછી ભારતમાં તેના દરેક સ્થાનિક સમર્થકો જેઓ કંઈક લાલસાવશ બાબરની સાથે હતા તેમનું પણ બાબરે પતન કર્યું..તે વાત બધાથી અજાણ નથી...તેના થી પણ હિતશત્રુઓ પ્રત્યે શીખ લેવા જેવી છે...મુહંમદ ઘોરી પણ તેને પૃથ્વીરાજ ચૌહાણ વિરુદ્ધ મદદ કરનાર જયચંદ સામે યુદ્ધે ચડેલો ને તેનું પતન કરેલું...એ જ ઘોરીને 1178-79માં પૃથ્વીરાજ ચૌહાણની પહેલા આબુની ખીણમાં ગુજરાતના અણહિલવાડ પાટણના લશ્કરે ઘોર પરાજય આપેલો...ઘોરી ઉભી પૂંછડીએ ભાગેલો...ગુજરાતની મહારાણી નાયિકાદેવીએ, નાના બે બાલપુત્રો બાળ મૂળરાજ અને ભીમદેવ સાથે અડગતાથી એ દુશ્મનનો સામનો કરેલો...ને ગુજરાતની અસ્મિતાનું રક્ષણ કરી તેનું ગૌરવ વધારેલું...તે જ રાણીનો પુત્ર ભીમદેવ બીજો જે સોલંકી કાળમાં ગુજરાતમાં સૌથી વધુ સમય શાસન કરનાર રાજા બનેલો...પણ તેના સમયમાં દિલ્લીમાં સ્થાપિત થઈ ગયા પછી કુતુબુદ્દીન ઐબકે ગુજરાતને 2 થી વધુ વાર ખેદાન મેદાન કરેલું...તે સમયે વાઘેલા સામંત લવણપ્રસાદ ને તેના પુત્ર વીરધવલે ગુજરાતને બચાવેલું...રાજા ભીમદેવ તો અફીણી થઈને મહેલમાં ફરતો રહેતો...તે સમયે ધોળકાના મહામંડલેશ્વર લવણ પ્રસાદે પાટણની એટલે કે ગુજરાતની સર્વ સત્તાઓ આંચકીને સર્વેશ્વરની ઉપાધિ પ્રાપ્ત કરેલી..ઉપકાર તેનો કે બે નરરત્નો નામે વસ્તુપાળને તેજપાળને ગુજરાતની રાજનીતિમાં લઇ આવ્યો...જેનાથી સ્વતંત્ર ગુજરાતની રાજ્યસત્તા અમુક 100 વર્ષો વધુ જીવી ગઈ...પણ એ જ ઘોરી ને એના ગુલામો કુતુબુદ્દીન અને ઇલતુતમિશને ભારતમાં આવવાનું કહેણ મોકલનાર જયચંદ જેવા હિતશત્રુઓ શું પામવા માટે સમગ્ર ભારતવર્ષ સાથે ગદ્દારી કરી બેઠા કે આપણા રાજાઓ મદાંધ થઈને સૂધ બૂધ ખોઈ બેઠા...એ વિષયને નાણવો જરૂરી થઈ પડે છે...

સૌથી ખાસ...આપણી પ્રજા ને કાયમી સહનશીલ તરીકે ચીતરવા માં આવી છે ...આપણા યોગ્ય સેનાનાયક રાજાઓ જેવા કે સમુદ્ર ગુપ્ત, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, રાજેન્દ્ર ચોલ પ્રથમ, કાશ્મીર ના ડોગરા રાજા ગુલાબસિંહ ના સેનાપતિ જોરાવર સિંહ જેને તિબેટ માં જઈને ચીન નેં હરાવેલું..જેની સમાધિ હજુ u tya j છે...સમુદ્રો ખેડીને ઇન્દો ચીન કહેવાતા ઈન્ડોનેશિયા, મલેશિયા, લાઓસ, કમ્બોડિયા, વિએટનામ..જેવા દેશો ફતેહ કરી સામ્રાજ્યો સ્થાપનાર નાયકો ને દેશ ની સંસ્કૃતિ ને ઇતિહાસ માં યોગ્ય સ્થાન અપાયેલું નથી...આ એ દેશ છે જ્યાં આ ના ૭૦ વર્ષો પછી પણ પાઠ્ય પુસ્તકો માં એવા પ્રશ્નો પૂછાય છે કે ભારત ના વીર ક્રાંતિકારીઓ એ આતંકવાદી કરતા કંઈ રીતે અલગ હતા અથવા એ માર્ગે હતા એની તુલના કરો...કેવી હાસ્યાસ્પદ વાત છે આ?? terrorism શબ્દ ત્યારે ડીક્ષનરી માં ન્હોતો ને આજના જેવા આતંકવાદી સમૂહો નું અસ્તિત્વ નહોતું?? કંઈ રીતે કમ્પેર કરવા?? ને શા માટે?? શું આજના બાળકો ને એમ વિચારવા કહેવાનું કે ભગત સિંહ ને બગદાદી ની તુલના કરો.. ચંદ્રશેખર આઝાદ ની અયમાન અલ જવહિરી સાથે, ને લાલા હરદયાલની લાદેન સાથે તુલના કરો...

વેપારી કહેવાતા ગુજરાતની પ્રજાના વીરો એ સલાયા, જોડિયા, સિહોર, સ્તંભતિર્થ, સુરત, વલસાડ ને કચ્છ થી વહાણવતું ઉપાડી ને પૂર્વ આફ્રિકા એ ડેરો જમાવી ત્યાં ઠકરાત સ્થાપેલી...ત્યાંના સુલતાનો ની પરવાનગી થી આખા બંદરો ને એ કોલોની નો વહીવટ ગુજરાતી ઓ કરતા હતા...ત્યાં ના હબસી સુલતાનો ને પૈસા પણ ગુજરાતી શાહુકારો ધીરતા...રાજ્ય વહીવટ ની ચાવી આ વહાણવટીઓ ના ગજવા માં રહેતી એ ગૌરવ ગાથા ઓનો એ સાહસિક સમુદ્રી યાત્રા ઓનો ક્યાંય નામોલ્લેખ પણ નથી..ઉલ્લેખ પછી થાય...એટલો અન્યાય કેમ...?? શું કામ હજી આ ભૂલો સુધારતી નથી?? એ તો છોડો બતાવાતી પણ નથી!!
અંગ્રેજો ના આક્રમણ સમયે આપણી પાસે હૈદરાબાદ નો નિઝામ, મૈસુર ના સુલતાન, મરાઠા પેશ્વા સરકાર અને મરાઠા સંઘ, શિખ મહારાજા રણજિતસિંહ નું સામ્રાજ્ય, અવધ ના નવાબ અને દિલ્લી ના મુઘલ સમ્રાટો એવી સશકત સત્તાઓ હોવા છતાં ય ગુલામી ની બેડીઓ પડી શું કામ?? એ વિચારવું જરૂરી છે..ક્યાંક આજે પણ આપને એક માર્ગ પર તો નથી ને ..જે ત્યારે હતા...એ સમજવું આવશ્યક છે

ચીન જ્યારે સમગ્ર દુનિયા થી અલિપ્ત હતું ને વિશ્વ મા ફ્રાંસ અને એના શાસક નેપોલિયન ની બોલબાલા હતી ત્યારે એને ચીન વિશે મંતવ્ય પૂછતા, એના વાક્ય કંઇક આ મતલબના હતા કે ચીન એ સૂતેલો ડ્રેગન છે જો એ જાગી જશે તો વિશ્વમાં તબાહી આવશે..
આને કહેવાય ધાક...આવી ધાક ભારત અને એના પૂર્વજો એ જમાવી નથી..જ્યારે કે આપને એના માટે સંપૂર્ણ યોગ્ય હતા...ચીન આજે એ ઉકિત ને સત્ય ઠેરવી રહ્યું છે...આપને માનવું પડશે..કે ઇતિહાસ માં ભારત એ સોનાની ચીડિયા એટલે કે ચકલી કહેવાય છે ને અમુક ટુંકી બુધ્ધિ ના વ્યક્તિ એના પર ગર્વ કરે છે...એ હકીકતે નબળાઈ હતી આપણી... આપણે શા માટે સોનાનો વાઘ, સિંહ કે ગરુડ નહોતા?? ચકલી ની ડોક મરડી ને કોઈ પણ શિકાર કરી શકે...એને મારી નાખી શકે...પણ સોના નો વાઘ કે સિંહ હોય તો કોઈ સામું જોવાની હિમ્મત પણ કરી શકે?? આપના સમ્રાટ અશોક જે શાંતિ દૂત કહેવાય છે જે બૌદ્ધ ધર્મ ના પ્રચારક અને શાંતિ દૂત તરીકે પ્રખ્યાત છે એ ની રાજમુદ્રા માં પણ ચકલી નહિ સિંહો હતા ને એ પણ ચાર ચાર...દરેક દિશા માટે એક અલગ સિંહ...વૈષ્ણવ સંપ્રદાય ની બોલબાલા હતી તો આપણે એના વાહન ગરુડ ન બની શક્યા.. આદ્ય શક્તિ માં અંબા જગત જનની જગદંબા ની આરાધના કરીએ છીએ.. તોય એના વાહન વાઘ ન બની શક્યા... શ્રીકૃષ્ણ ભગવાને વાંસળી રાખેલી તો સાથે સુદર્શન પણ હતું જ..ત્રિલોકી મહાદેવ ના હાથ માં ડમરુ છે તો બીજા માં ત્રિશૂળ છેજ...એ તો ઠીક જૈન ધર્મ ના ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામી જી ભગવાન નું પ્રાણી ચિહ્ન પણ સિંહ છે..કોઈ કબૂતર નહિ ટીપુ સુલતાન તો મૈસુર નો વાઘ કહેવાતો...એને લશ્કર માં પ્રથમ રોકેટો નો ઉપયોગ કરાવેલો...મૈસુર નો એ ગર્વિષ્ઠ સુલતાન સિંહ ના આકાર વળી તોપ વાપરતો..એના પુત્રો જ્યારે અંગ્રેજ સરકાર પાસે જામીન રૂપે કેદ હતા તો પણ એને હર સ્વીકારી નહોતી ને અંગ્રેજ ના બ્લેકમલ ને વશ રહ્યો નહિ...આદરણીય ગુરુ ગોવિંદસિંહ જીના પુત્રો મુઘલ દરબાર માં કેદ હતા છતાં ય સામનો કરવા માટે એમના પગ ઠાથર્યા નહોતા.. શિવાજી પુત્ર સંભાજી એ મોત વહાલું કરેલું ધર્મ બદલવા કરતા..છેલ્લો મહાન ગુપ્ત સમ્રાટ સ્કાંદગુપ્ત વિદેશી શકો ને હરાવી ને ગર્વ પૂર્વક શકારી સહસાંક નું બિરૂદ ધારણ કરેલું ( શકો નો શિકારી) એ સિદ્ધિ ઓને ઇતિહાસ માં વ્યાખ્યાયિત કરવી જ પડશે ...આ માનવું પડશે...ચિહનોને સમજવા પડશે...ને ભૂલ સુધારવી પડશે...એટલું થાય ત્યારે ઇતિહાસ માંથી બોધપાઠ લઈને એને સાર્થક કર્યો કહેવાશે ...

અસ્તુ..!!