સંઘર્ષ - એક અધૂરા સપના - 4 વીર વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - એક અધૂરા સપના - 4

પ્રકરણ - 4

ગુજરાત યુનિવર્સિટી ની લાઈબ્રેરી માં એક ખૂણા માં ગંભીર મુદ્રા માં બેઠેલો સઘર્ષ કોઈના આવવાની રાહ જોઈ રહ્યો હતો. એના હાથ માં એક પુસ્તક હતું ભારતીય ક્રાંતિકારીઓ. પુસ્તક ના પાનાં ફેરવતા ફેરવતા એ વારંવાર દરવાજા તરફ નજર કરી રહો હતો. એ બહુ જ ગંભીર મુદ્રા માં દેખાતો હતો. એની મુખમુદ્રા જોનાર સામે જાણે કેટલાય સવાલ ઊભા કરી રહી હતી. લેકચર નો સમય હોવાના કારણે લાઈબ્રેરી માં બહુ ઓછી ભીડ હતી જો કે રિસેસ ના સમયે પણ લાઈબ્રેરી માં ખાસ ભીડ જોવા ક્યાં મળે જ છે. જો તમારે ખરેખર કોલેજ જોવી હોય અને એના વાતાવરણ ને જોવું હોય ને તો તમને એ ક્લાસરૂમ કે લાઈબ્રેરી માં નહીં જોવા મળે એના માટે તમારે કોલેજ ની કેન્ટીન માં જવું પડશે. એનાથી આગળ કોલેજ ના ગાર્ડન માં હાથ માં બૂક લઈને મોઢું છુપાવી બેઠેલા યુગલો માં તમને કોલેજ નું વાતાવરણ જોવા મળશે અને એનાથી આગળ જવું હોય તો કોલેજ ના ગેટ બહાર આવેલા પાન ના ગલ્લા ઉપર ઉડતા સિગારેટ ના ધુમાડા માં તમને કોલેજ ના જીવન નો અનુભવ થશે. બહુ ઓછા યુવાનો હોય છે જેમને લાઈબ્રેરી નો ભારેખમ દરવાજો ઉઘાડી લક્ષણ રેખા કરતાં પણ વધુ સલામત ઉંબરૉ ઓળંગયો હોય છે પોતાની કોલેજ લાઈફ દરમિયાન. એટલે જ ખૂણા માં બેઠલા સંઘર્ષ ને વારંવાર લાઇબ્રેરીયન ની ઘાતક નજર નો સામનો કરવો પડી રહ્યો હતો. મોટા સફેદ ચસ્મા પહેરીને બેઠેલો આધેડ વય નો એ લાઇબ્રેરીયન વારંવાર સંઘર્ષ તરફ ક્યારેક વિસ્મય થી તો ક્યારેક અણગમા થી નજર ના બાણ ચલાવી રહ્યો હતો. જો કે સંઘર્ષ નો આ પહેલો દિવસ નહોતો લાઈબ્રેરી માં. 2004 માં કોલેજ માં દાખલ થયેલા સંઘર્ષ માટે કોલેજ ના બે વર્ષ માં તો જાણે લાઈબ્રેરી જ એનું ઠેકાણું થઈ ગયું હતું. કોમર્સ ના બીજા વર્ષ માં અભ્યાસ કરતાં સંઘર્ષ નું કોઈને કામ પડે તો ભાગ્યેજ એને કોઈને પૂછવું પડતું. જેને કામ પડે એ સીધો જ લાઈબ્રેરી માં પહોચી જતો અને ભાગ્યેજ એવું બને કે એને નિરાશ થવું પડે. લાઇબ્રેરીયન પણ સંઘર્ષ ને સારી રીતે ઓળખતો હતો. એમ કહીયે તો પણ ખોટું નથી કે સંઘર્ષ જ લાઇબ્રેરીયન માટે એક ખાસ બની ગયો હતો કારણ કે સૂમસામ રહેતી લાઈબ્રેરી માં સંઘર્ષ જ એનો સહિયારો બની ગયો હતો છતાં પણ આજ ની સંઘર્ષ ની સ્થિતિ જોઈને લાઇબ્રેરીયન નું વર્તન અજીબ બની ગયું હતું. કારણ કે એક બે વાર સાદ દેવા છતાં સંઘર્ષે ધ્યાન ના આપ્યું એના કારણે એને થોડું ખોટું પણ લાગી ગયું હતું કદાચ.

બીજો અડધો કલાક વિત્યો હશે એટલા માં અભય લાઈબ્રેરી માં દાખલ થયો અને સીધો સંઘર્ષ પાસે પહોચ્યો. કાઇપણ વાત કર્યા વગર જેટલી ઝડપ થી અભય આવ્યો હતો એટલી ઝડપ થી બન્ને બહાર નીકળી ગયા. અભય સંઘર્ષ ની કોલેજ માં જ હતો અને બન્ને પાડોશી પણ હતા અને લગભગ બાળપણ થી મિત્રો હતા. 10 પછી સંઘર્ષ કોમર્સ માં ગયો જ્યારે અભય ને સાહિત્ય માં રસ હોવાના કારણે આર્ટ્સ પસંદ કર્યું હતું. કોલેજ ના ક્લાસ સિવાય ના સમય માં બન્ને લગભગ સાથે જ હોતા. એ બન્ને ની ભાઈબંધી એમની સોસાયટી અને કોલેજ માં પણ બધા ને ખબર હતી. એમ કહી શકાય કે બન્ને એક બીજા માટે જ જાણે જીવતા હોય. કદાચ પેલું વાક્ય દો જીશ્મ એક જાન હૈ હમ આ બન્ને ના કિસ્સા માં સાર્થક પુરવાર થતું હતું. ભણવામાં જેમ બન્ને હોશિયાર હતા એમ વાંચન નો બન્ને ને શોખ હતો અને એટલે એ બન્ને વચ્ચે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે લગભગ બીજા મિત્રો ભાગ્યેજ એમની ચર્ચા માં ભાગ લેતા હતા. ઇતિહાસ નું જ્ઞાન અને તર્ક કરવાની એમની ક્ષમતા સામે ભલભલા વકીલો પણ પાણી ભરે એવી તીક્ષ્ણ હતી. બન્ને માં ઘણી સમાનતા ની વચ્ચે એક બાબત ઉત્તર અને દક્ષિણ ધૂર્વ સમાન હતી અને એ હતી છોકરીઓ પ્રત્યેની નજર. સંઘર્ષ જ્યાં છોકરીઓ થી દૂર રહેતો હતો ત્યાં અભય ગોપીઓ ની વચ્ચે રાસ રમતા કાનુડા ની માફક છોકરીઓ થી ઘેરાયેલો રહેતો. એકદમ રંગીન મિજાજ નો અભય છોકરીઓ ને આકર્ષિત કરવામાં પણ પાવરધો હતો અને એટલે જ કોલેજ માં ઘણા ની ઈર્ષા નો ભોગ બનતો.

લાઈબ્રેરી માથી નીકળી બન્ને પાર્કિંગ માં આવ્યા જ્યાં અભયે પાર્ક કરેલું બાઇક કાઢ્યું અને બન્ને સવાર થઈ સડસડાટ નીકળી ગયા. યુનિવર્સિટી થી નીકળી ઘાટલોડીયા થઈ એસ જી હાઈવે ચડી બાઇક ને અડાલજ બાજુ હંકારી દીધું. 15 મિનિટ પછી અડાલજ ચોકડી પાસે ની એક ખુલ્લી પણ વૃક્ષો થી ભરેલી જગ્યાએ આવી બાઇક ઊભું રહ્યો. જગ્યા ખુલ્લી હતી અને વૃક્ષો થી ઘેરાયેલી હોવાના કારણે રમણીય હતી. આમ તો અહી ઘણા લોકો સમય પસાર કરતાં હોય છે પરંતુ ચાલુ દિવસ હતો અને હજુ કોલેજ નો સમય પૂરો નહોતો થયો એટલે ત્યાં ખાસ ભીડ નહોતી. ક્યાક છૂટાછવાયા લોકો બેઠા હતા. અભયે બાઇક ને સાઈડ માં પાર્ક કરી બેન્ને જ્યાં કોઈ નહોતું એવી જગ્યાએ આવી બેસી ગયા. અભયે સિગારેટ નું પેકેટ કાઢી પોતે સળગાવી અને સઘર્ષ ને પણ આપી. બન્ને ચૂપ હતા. શું બોલવું, ક્યાથી શરૂઆત કરવી એ અભય ને સમજાતું નહોતું. સંઘર્ષ ઉપરા ઉપરી સિગારેટ ના ધુમાડા કાઢી જાણે રમતો હોય એ રીતે બેઠો હતો. છેવટે અભયે મૌન તોડ્યું. વધેલી સિગારેટ ને ફેકી દઈ એ સંઘર્ષ તરફ વળ્યો.

જો સંઘર્ષ અત્યારે મન થી નહીં પણ બુદ્ધિ થી વિચારવાનો સમય છે. તું જે કહી રહ્યો છે એ બહુ રિસકી છે અને ખોટું પણ છે. હું માનું છું તારી વાત માં સચ્ચાઈ છે પરંતુ આપણે એ કરી શકીએ એટલા શક્તિમાન નથી. આટલા વિશાળ દેશ માં જ્યાં પગલે ને પગલે ભ્રષ્ટાચાર વ્યાપી ગયેલો છે એને દૂર કરવો આપના હાથ ની વાત નથી દોસ્ત... આ દેશ નો ઇતિહાસ સાક્ષી છે મિત્ર... ખુદ ગાંધી ના સિદ્ધાંતો કે ગાંધી પણ આ દેશ ના માટીપગા માનવી માં જાગૃતિ નથી લાવી શક્યા. અરે મિત્ર આઝાદ ભારત નું સૌથી મોટું નવ નિર્માણ આંદોલન જે ટોટલી વિધ્યાર્થી યુવાનો નું આંદોલન હતું. જે પી એ સંપૂર્ણ ક્રાંતિ નો નારો આપ્યો. પણ શું થયું..આજે એ આંદોલન માથી નીકળેલા નેતાઓ જ દેશ ના સૌથી ભ્રષ્ટ નેતાઓ ની યાદી માં મોખરે છે. દોસ્ત આ દેશ ની રગે રગ માં ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ અને પ્રાંતવાદ વહે છે. મિત્ર આ એવું વૃક્ષ છે જેના થડ કે ડાળી જ નહીં પણ પાંદડે પાંદડે ઊધઈ ફેલાઈ ગઈ છે. હવે આ વૃક્ષ નો ઈલાજ આપના હાથ માં નથી... અરે ખુદ ભગવાન પણ જો અવતાર લે ને તો પણ એ ભ્રષ્ટાચાર અને જાતિવાદ નામના રાક્ષસ નો સંહાર કરવાનું નહીં વિચારે... અભય બોલી રહ્યો હતો અને સંઘર્ષ એક પછી એક સિગારેટ ને કુરબાની આપી રહ્યો હતો.

કાપી નાખો... મૂળ માથી ઉખાડી નાખો એ વૃક્ષ ને જેની ડાળીએ ડાળીએ ઊધઈ ફેલાઈ ગઈ છે અને નવું વૃક્ષ વાવો. આપણે નહીં કરી શકીએ .. આપના હાથ ની વાત નથી..આપની શક્તિ અને સામર્થ્ય ની બહાર નું છે. કેટલું સારું બહાનું છે પોતાની જવાબદારી માથી છટકવાનું... નહીં અભય... સંઘર્ષે વાત શરૂ કરી...અને સાથે આપણે હોશિયાર પણ એટલા કે આપણી જવાબદારી માથી છટકવા માટે ની વાત ને પુરવાર કરવા માટે ગાંધી નામની નિસરણી વાપરી ને કૂદી જવાનું બીજી બાજુ... કેટલો સસ્તો થઈ ગયો છે એ ડોશો .. એના સિદ્ધાંતો.. એની વેલ્યૂ તો જો અભય..રસ્તે ચાલતો ભિખારી કે જેને ગાંધી ને ક્યારેય વાંચ્યો નથી એવા બે ટકા ના સોસિયલ મીડિયા ના બાદશાહો પણ એને ગાળો બોલે છે અને જરૂર જણાય ત્યાં ઉપયોગ કરે છે. પણ ક્યાં સુધી દોસ્ત...ક્યાં સુધી આપણે યુવાનો આ જવાબદારી માથી છટકતા રહીશું.. સમવન હેસ ટુ સ્ટાર્ટ... સમવન હેસ ટુ ટેક રીસ્પોંસીબીલીટી...સમવન હેસ ટુ ટેક ઇનિશિયટીવ... મિત્ર બધા જ આ રીતે જવાબદારી માથી ભાગશે તો કોણ સુધારશે આ પરિસ્થિતી ને... તને શું લાગે છે અવતાર થશે એના માટે પણ... આપણે ભારતીયો હમેશા એ આશા માં રહીએ છીએ કે કોઈ આવશે.. આપણે ખુદ કશું જ કરવું નથી...સોમનાથ લુટાતું હતું ત્યારે પંડિતો માળા જપતા હતા એ આશા એ કે હમણાં ભગવાન આવશે અને રક્ષા કરશે. પરિણામ..એક વિદેશી લૂટેરો સોમનાથ ને લૂંટી ને ચાલ્યો ગયો...એકવાર બે વાર નહીં પર કેટલીય વાર..અને અને છતાં આપણે હજુ પણ એમાથી બહાર આવવા માંગતા જ નથી.. કેટલું વિચિત્ર છે..

જો સંઘર્ષ.. તું સમજે છે એવું નથી.. હું પણ માનું છું કે આ બદલવું જોઈએ... તને શું લાગે છે કે મારા દિલ માં આગ નથી..અરે દોસ્ત જ્યારે અભણ, દિમાગ ના ફરેલા માણસો ને સત્તા ની ખુરશી માં બેઠેલા જોવું છું ને ત્યારે મારૂ પણ લોહી ઊકળે છે પરંતુ યાર તને શું સમજાવું.. આ દેશ ની રજ રજ માં આ બીમારી ફેલાઈ ગયેલી છે.. અરે દોસ્ત..જેના એક અવાજ માટે આખો દેશ જાન આપવા તૈયાર હતો એ ગાંધી પણ આ રોગ ને અટકાવી શક્યા નથી તો આપણે ... દોસ્ત તું સપના ની દુનિયા માથી બહાર નીકળ અને કારકિર્દી તરફ ધ્યાન આપ... અભયે દલીલ કરી....

વેલ..દોસ્ત.. યુ નો...ગાંધી કેમ ના હટાવી શક્યો...કારણ કે એ સિદ્ધાંતો ને જડતા થી વળગી રહ્યો હતો. દોસ્ત.. આઝાદી પછી જો ગાંધી એ દેશ ના સત્તા લાલચુ નેતાઓ ને એક લાઇન માં ઊભા રાખી ને ગોળીએ દીધા હોત ને તો આજે પરિસ્થિતી અલગ હોત ..પણ એ ના કરી શક્યો કારણ કે એના માં એ તાકાત નહોતી .. એ સુકલકડી સારી રીતે સમજતો હતો કે માટી પગા ના સૈન્ય થી લડાઈ ના લડી શકાય. દેશ ની ભૂખી કંગાળ જનતા ના હાથ માં હથિયાર મૂકવાનું એ વાણિયા ને આત્મઘાતી લાગ્યું હતું અને એટલે જ આઝાદી પછી એના વિચાર, એના સિદ્ધાંતો ની કોઈ કિમત નહોતી રહી.. તને ખબર છે ગાંધી ની હત્યા કોને શું કામ કરી... નહીં દોસ્ત હકીકત માં નથ્થુરામ તો એક મહોરું છે અને જેને હિંદુત્વ ના શદ્મ કારણ ને આગળ ધરી હકીકત માં જે ગાંધી ના જે હત્યારા હતા ને એમને બચાવવાનું કામ કર્યું છે. દોસ્ત ગાંધી ની હત્યા નું કારણ હતું એના દેશ ને નવી દિશા આપવા માટે ના વિચારો, એના સિદ્ધાંતો જેનાથી દેશ ના સત્તા લાલચુ નેતાઓ, સાંપ્રદાયિક સંગઠનો અને આડકતરી રીતે ભારત ને આર્થિક ગુલામી માં રાખી પોતાની સત્તા ચાલુ રાખવા માંગતા ગોરીયાઓ ની ચાલ... ગાંધી ના સિદ્ધાંતો તો આ બધા ને ડર હતો અને એટલે જ એની હત્યા થઈ દોસ્ત જો એની હત્યા ગોળીઓ થી ના થી હોત ને તો જરૂર એ એક્સિડંટ માં માર્યો જાત... કારણ કે આઝાદી પછી એ ઘણા માટે અડચણરૂપ હતો એના પવિત્ર સિદ્ધાંતો થકી ... બસ ગાંધી એ અહી પોતાની આસપાસ ના લોકો ને, એ સમય ની સામાજિક પરિસ્થિતી ને, એ સમય ની ધર્માંધતા ને સમજવા માં ભૂલ કરી.. એ ને એ યાદ ના રહ્યું કે અહિંસા ના રસ્તે આઝાદી મેળવી તો શકાય છે પણ એને સાચવવા માટે હિંસા જરૂરી છે.. એના દુશ્મનો એ સારી રીતે સમજતા હતા... અને એટલે જ તો આખી જિંદગી અહિંસા ના માર્ગે ચાલનાર ગાંધી નું મોત હિંસક હતું....

થોડી વાર બન્ને ચૂપ થઈ ગયા.. શું બોલવું સમજાતું નહોતું.. બન્ને એ સિગારેટ સળગાવી..

છેવટે અભયે મોન તોડ્યું... જો દોસ્ત તારી બધી જ વાત સાચી છે પણ આ બધુ શક્ય નથી અને ચાલ માની લઈએ કે આપણે કઈક કરવું જોઈએ તો શું ?? એ પ્રશ્ન ઊભો થશે.. દોસ્ત હિંસક ક્રાંતિ માટે હથિયાર અને પૈસા ની જરૂર પડે. એ ક્રાંતિ નું સ્વરૂપ શું કેવું એ વિચારવું પડે..એનું પરિણામ શું આવશે એ પણ ખબર નથી અને સૌથી પહેલા તો શું કરવું એ પણ ખબર હોવી જોઈએ.. મિત્ર આ બધુ જટિલ અને અશક્ય છે.. એક જિંદગી નહીં પણ સાત જનમ ટૂંકા પડે એના માટે.. એટલે જ કહું છું સંઘર્ષ.. આ બધુ વિચારવાનું છોડી દે અને અભ્યાસ માં ધ્યાન આપ. એકવાર કઈક બની જા પછી તું તારે કરજે ને સેવા ગરીબો ની અને તું એકલો નહીં આપણે બધા કરીશું.

ગરીબો માટે આશ્રમ ખોલવા ના એવું.. તને શું લાગે છે છે કે ગરીબી આ દેશ માટે અભિશાપ છે.. નહીં દોસ્ત..એ ગરીબી માટે ના જે કારણો છે ને એ અભિશાપ છે આ દેશ માટે અને આશ્રમો ખોલીને ગરીબો ની સેવા કરવાથી એ અભિશાપ નું નિવારણ નથી થવાનું.. દોસ્ત દેશ માં દર કિલોમીટરે આશ્રમો છે..એનાથી સમાજ કે રાષ્ટ્ર માં પરીવર્તન ક્યારેય ના આવી શકે. અને હા શું કરવું અને કેવી રીતે કરવું ને એનો આખો પ્લાન છે અને તને મે કેટલીય વાર કહ્યું છે. દોસ્ત આ બધી સમસ્યાઓ ની જડ છે આ દેશ ના સતા લાલચુ ભ્રષ્ટાચારી નેતાઓ છે. સિદ્ધાંતો અને વિચારધારા જ્યાં નિષ્ફળ જાય છે ને ત્યાં એક ચીજ કામ કરી શકે છે અને એ છે ડર.. આ ખૌફ..મોત નો ખૌફ... માર નો ડર... સજા થવાનો ડર... ડર માણસ ને કાબૂ માં લાવી શકે છે અરે માણસ ને શું ખૂંખાર અને વિશાળ પ્રાણીઓ પણ ડર ના કારણે કાબૂ માં આવી શકે છે.. આ દેશ ના નેતાઓ સિદ્ધાંતો અને વિચારધારા થી આગળ નીકળી ગયા છે અને એટલે એમને સુધારવાનો એક જ રસ્તો છે અને એ છે ડર.. મૌત નો ડર.. 5-25 ને મારશું તો 500 માં ડર બેસી જશે અને એ ડર જ એમને બેઈમાની, ભ્રષ્ટાચાર કરતાં રોકી શકશે.. સાંસદ માં ખોટા વિવાદો થકી દેશ નો કીમતી સમય બરબાદ કરતાં રોકી શકશે.. કામ વગર ના મુદ્દાઓ પર ચાલતી વર્ષો સુધી ની દલીલો ને રોકી શકશે... એ ડર ઊભો કરવો પડશે જેના ખૌફ માં પોતાની નેતાગીરી ની દાદાગીરી કરતાં અટકશે.. પોતાનો રોફ જમાવતા અટકશે... નિયમો નું ઉલ્લંઘન કરતાં અટકશે... તું જો તો ખરો..સલામતી ની ગમે તેટલી સમજાવટ છતાં આપણે હેલ્મેટ નથી પહેરતા પણ ચાર રસ્તા પર પોલીસ દેખાઈ જાય એટલે હેલ્મેટ પહેરવું જ પડે છે દોસ્ત આ છે ડર.. અને વર્તમાન સમય માં ગાંધી ના સિદ્ધાંતો નું કોઈ મૂલ્ય નથી રહ્યું.. દોસ્ત ગાંધી બુદ્ધ અને મહાવીર ના સિદ્ધાંતો આ દેશ ના રાજતંત્ર સાથે વહી ગયા.. લોકતંત્ર માં પોતાની લાયકાત વગર જાતિ , ધર્મ , પ્રદેશવાદ ના નામે ચૂંટાઈને આવેલા નેતાઓ સિદ્ધાંતો ને ઘોળીને પી જાય છે... મિત્ર ગાંધી એ ભૂલ કરી હતી..એમને આઝાદી પછી આ ડર ઊભો કરવાનો હતો પરંતુ અહિંસાનો પૂજારી એ ના કરી શક્યો અને પરિણામ આજે આપની સામે છે. એ સત્ય નો ઉપાસક એક ભ્રમ માં જીવ્યો અને ભ્રમ માં જ આ દુનિયા છોડી ને ચાલ્યો ગયો.

સંઘર્ષ ની દલીલો નો અભય પાસે કોઈ જવાબ નહોતો... બન્ને ત્યથી નીકળી પાછા કોલેજ આવ્યા... અભય પણ સંઘર્ષ ની વાત સાથે સહનત હતો પરંતુ એને ચિંતા હતી સંઘર્ષ ની .. એની જિંદગી ની કારણ કે સંઘર્ષ જે રસ્તે આગળ વધી રહ્યો હતો એ વિનાશકારી હતો.. કેટલીય જિંદગીઑ નો ભયાનક અંત.. આવનારી ભયાનક પરિસ્થિતી ને જોઈ રહ્યો હતો એ પોતાની આંખો સામે અને એટલે જ એ છેલ્લે સુધી પ્રયન્ત કરી લેવા માંગતો હતો સંઘર્ષ ને એ રસ્તે થી વાળવાનો.. અને એ એ પણ જાણતો હતો કે આ કામ એને જ કરવાનું છે કારણ કે એમના સર્કલ ના બીજા 7 દોસ્ત તો સંઘર્ષ ની સાથે જ હતા.. એ બધા દોસ્તો ની જિંદગી ની પરવા હતી અભય ને કારણ કે એ બધા ને હદ થી વધુ ચાહતો હતો.. એ કોઈપણ ભોગે પોતાના દોસ્તો ને ખોવા નહોતો માંગતો અને એટલે જ એ રોકી રહ્યો હતો સંઘર્ષ ને... છેવટે અભયે બાકી ના મિત્રો ને સમજવવાનું નક્કી કર્યું કારણ કે એને ખબર હતી સંઘર્ષ નહીં માને ...

કૃણાલ, વૈભવ અને સુમિત અભય ની સાથે આર્ટ્સ ના બીજા વર્ષ માં હતા.. ભણવામાં મધ્યમ પરંતુ વિચારો ના ખેરખાન.. બધા માં જે એક વાત સામાન્ય હતી એ હતી એમની વાંચવાની આદત... સતત વાંચન ના કારણે જ આ મિત્રો ના વિચારો અન્ય કોલેજીયન કરતાં અલગ હતા.. એમ કહી શકાય કે ક્રાંતિકારી હતા.. જ્યારે ચર્ચા થતી ત્યારે કલાકો ના કલાકો વીતી જતાં.. એક થી એક ચડિયાતી દલીલ અને તર્ક થતાં.. અને એવી ચર્ચાઓ માથી જ જન્મ્યો હતો એક વિચાર જે સતત સંઘર્ષ ને કઈક કારી છૂટવાની પ્રેરણા આપતો હતો,..અને ભગતસિંહે પણ કહ્યું છે ને ક્રાંતિ ની તલવાર ની ધાર વિચારો થી જ તેજ થાય છે.. અને ક્રાંતિ તો વિચારો અને વૈચારિક ચર્ચાઓ ના ગર્ભ માં જ પોષિત થાય છે અને જન્મે છે દોસ્તો ની દોસ્તી માથી.. એમના મિત્ર વર્તુળ માં બે અન્ય મિત્ર હતા જે કોમર્સ ના પ્રથમ વર્ષ માં હતા.. ભણવામાં બધા ની જેમ હોશિયાર અને વધુ આધુનિક હતા.. દિવ્યેશ અને સંકલ્પ.. એમને કોઈ ક્રાંતિ નહોતી કરવી કે નહોતું કોઈ પરીવર્તન કરવું પણ હા દોસ્તી માટે કઈ પણ કરી છૂટવાની ભાવના છલોછલ ભરેલી હતી અને એટલે જ સંઘર્ષ ની વાતો માં ખબર ના પડતી હોવા છતાં એ એની દરેક વાત સાથે સહમત અને કઈ પણ કરવા માટે તૈયાર હતા. મિત્રતા નો દાખલો બેસાડવા માટે કદાચ એમનું મિત્ર વર્તુળ બધી જ રીતે પૂર્ણ હતું.. એમની મિત્રતા ની વાતો આખી કોલેજ માં ચર્ચાતી હતી અને એના કારણે ઈર્ષા નો ભોગ પણ બનતું હતું પણ જાણે એ મિત્ર વર્તુળ ને મિત્રતા માં શ્રેસ્થ એવા ભગવાન ક્રુષ્ણ નું રક્ષા કવચ હતું જેના કારણે કોઈપણ ઈર્ષા એમને સ્પર્શ પણ નહોતી કરી સકતી...

રવિવાર ની સવારે અભય ના ઘરે લગભગ બધા મિત્રો ભેગા થયા હતા..અભયે બધા ને આમત્રિત કર્યા હતા.. સંઘર્ષ સિવાય ના બધા જ મિત્રો આવી ગયા હતા અને એટ્લે બધા ની નજર લગભગ વારાફરતી દરવાજા તરફ જઈ રહી હતી.. બધા સંઘર્ષ ના આવવાની રાહ જોતાં હતા...

સંઘર્ષ નથી આવવાનો આ મિટિંગ.. મે એને નથી બોલાવ્યો.. સરબત ના ગ્લાસ ટેબલ પર મુક્તા જ અભયે બધા ને આંચકો આપ્યો..

હા એ આંચકો હતો બધા માટે કારણ કે આજ થી પહેલા આ ક્યારેય બન્યું નહોતું... મિત્રો ની મિટિંગ હોય એટલે બધા એ હજાર રહેવું એ વણલખ્યો નિયમ હતો અને છતાં કોઈ કોઈ કારણસર આવી શકે એમ ના હોય તો અગાઉથી જાણ કરવી પડતી.. પરંતુ આંચકાજનક હતા અભય ના શબ્દો,.. મે એને નથી બોલાવ્યો એ શબ્દો રહી રહી ને પડઘો પાડી રહ્યા હતા અને એ પડઘાનો ઓછાયો બધા જ મિત્રો ના ચહેરા ઉપર પ્રશ્ન બનીને વર્તાઇ રહ્યો હતો.

જી હા આજે મે સંઘર્ષ ને જાણી જોઈને નથી બોલાવ્યો.. અભય ના આ શબ્દો થી બાકી ના દોસ્તો ના ચહેરા પર ના પ્રશ્ન એ હવે ક્રોધ નું રૂપ લઈ લીધું હતું.. પંદર મિનિટ ની ઉગ્ર દલીલ પછી બધા મિત્રો શાંત થયા હતા અને એકપલ માટે અભય ને લઈને બાકી ના મિત્રો ના દિલ માં ઊભી થયેલી શંકા નું સમાધાન થયું હતું.. અભય ની ગંભીરતા એ મિત્રો ને શાંત કરવામાં આગવી ભૂમિકા ભજવી હતી અને આમેય બધા જાણતા હતા કે સંઘર્ષ ને કોઈ જો સૌથી વધુ ચાહે છે તો એ અભય જ છે અને એટલે જ હવે એની વાત ના માનવા માટે એમની પાસે કોઈ કારણ નહોતું.

વેલ.. આઈ વોન્ટ તો ડિસ્કસ સમથિંગ સિરિયસ વિથ ઓલ ઓફ યૂ અને હોપ યૂ વિલ અંડરસ્ટેંડ.. અભયે શરૂઆત કરી..અભય ની વાતે બધા ને ગંભીર બનાવી દીધા.. થોડીવાર માટે જે ગુસ્સો હતો એ પણ લગભગ નીકળી ગયો અને આમેય કોઈપણ મિત્ર અભય ઉપર લાંબો સમય ગુસ્સો રાખી પણ ના સકતો કારણે કે એનો સ્વભાવ જ એવો હતો કે બધા નું દિલ જીતી લેતો..

ફ્રેંડ્સ..તમે આપણે બધા સંઘર્ષ ને સારી રીતે જાણીએ છીએ અને એના વિચારો ને પણ.. મને એવું લાગે છે કે આજકાલ સંઘર્ષ બહુ જ ગંભીર રીતે પોતાના વિચારો ને વધુ ને વધુ તીવ્ર બનાવી રહ્યો છે.. એની દરેક વાત ઇનો દરેક વિચાર સાચો છે અને એ દરેક યુવાન માં હોવો પણ જોઈએ પરંતુ એ જે રીતે વર્તન કરી રહ્યો છે એ એના ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે .. કેટલીક વાર તો મને લાગે છે કે એ વાસ્તવિકતા થી દૂર સ્વપ્નો ની દુનિયા માં જીવતો હોય એવું.. એ જે ક્રાંતિ અને લડાઈ ની વાત કરે છે એ આજના સમય માં શક્ય નથી અને એનાથી કોઈ ફર્ક આવી શકે એ હાલના સમય માં માનવું પણ મૂર્ખામી ભર્યું છે..

અભય.. આ ગોળગોળ વાત ના કર યાર... સીધી વાત કર ને તું કહેવા શું માંગે છે... સુમિત થી ના રહેવાયું...

હા .. યાર...બાકી સંઘર્ષ ના વિચારો ફક્ત જાણીએ છીએ એટલું જ નહીં પણ આપણે બધા એના વિચારો સાથે સહમત પણ છીએ અને એની એક પણ વાત કે એનો એકપણ વિચાર ખોટો પણ નથી ને... કૃણાલે પણ સુમિત ની વાત ને આગળ વધારી..

હા.. હું પણ માનું છું કે એ ખોટો નથી પરંતુ આપણે એટલા શક્તિમાન નથી કે આખી સિસ્ટમ ને બદલી શકીએ... દેશ ની પરિસ્થિતી ને બદલી શકીએ.. અને આ વાત એ સમજવા તૈયાર નથી... અભયે આગળ વધારી પોતાની વાત...

ઓહ.. હા તો ભગવાન ની વાત જોવી જોઈએ આપણે.. નહીં.. આમેય ગીતા માં કહ્યું છે ને કે હું આવીશ.. બીજું શું આવશે ત્યારે સુધારશે દેશ અને સમાજ ને.. આપણે શું કામ નાહક ની ચિંતા કરવી જોઈએ.. દિવ્યેશ કડવાશ માં બોલી ગયો...

દિવ્યા..મારો એવો મતલબ નથી યાર.. તું હવે ચાલુ ના પડી જઈશ.. એક તો સંઘર્ષ ને સમજવવો અશક્ય છે અને અહી તમે પણ.. યાર હું એવું નથી કહેતો કે આપણે કઈ ના કરવું જોઈએ પરંતુ એનો સમય આવશે ત્યારે આપણે જરૂર સમાજ ને જાગૃત કરી દેશ માં પરિવર્તન લાવવાના પ્રયત્ન કરીશું પરંતુ એના માટે પહેલા આપણે કઈક બનવું પડશે ને..

કાશ.... ભગતસિંહે પણ એવું વિચાર્યું હોત કે પહેલા કલેક્ટર બની જાઉં પછી અંગ્રેજો ને જોઈ લઇશ.. સંકલ્પે પણ ટોણો મારવાનો ચાંસ ના જવા દીધો...

તમને શું લાગે છે.. મને કઈ નથી થતું દેશ ની વર્તમાન સ્થિતિ જોઈએ.. શું મારૂ લોહી નથી ઊકળતું પરંતુ સમજદારી નામ નો કોઈ ચીજ હોવી જોઈએ ને ... યાર આજ નો સમય અલગ છે .. આજે અંગ્રેજો સામે નથી લડવાનું.. પોતાના જ દેશ ના ગુંડાઓ જેવા નેતાઓ સામે છે આપણી.. અને બધા ને ખબર છે કે આ દેશ ના નેતાઓ જનતા ના વોટ થી નહીં પણ પોતાની પાસે રહેલી નોટ અને ગુંડાઓ ની તાકાત થી સત્તા હાસિલ કરે છે એમની સામે લડવા માટે આપણે સમર્થ નથી હજુ... આ હરમી નેતાઓ સત્તા માટે કોઈ પણ હદે જય શકે છે અને એમની આ રાજરમત માં આપણે ફક્ત કુરબાન થવા સિવાય કઈ નથી રહેતું... અને જો જીવતા જ નહીં હોઈએ તો લડીશું કેવી રીતે... અભયે પોતાની દલીલ રજૂ કરી...

કુરબાની તો જરૂર આપવી પડશે પણ એ આપણી નહીં હોય .. આ દેશ ના કરપ્ટ નેતાઓ ની હશે.. પરીવર્તન ની આ આંધી માં ઉડશે તો એ નેતાઓ નું અભિમાન હશે અને ક્રાંતિ ની આ વેદી માં જે લોહી હોમાશે એ આ દેશ ને લક્કડખોદ ની માફક કોતરી ખાનાર નેતાઓ અને અમલદારો નું હશે... વૈભવ જાણે ઉકાળી રહ્યો હોય એમ બોલ્યો..

એની વે.. મિત્રો શાંત થાઓ અને અભય ની વાત સાંભળી લઈએ કે એ શું કહેવા માંગે છે...

હા.. બોલ અભય.. આજની મિટિંગ નો હેતુ શું છે અને તું શું કહેવા માંગે છે સ્પષ્ટ કહે... કૃણાલે બધા ને શાંત કર્યા...

વેલ.. હું અફ્ક્ત એ જ કહેવા માંગુ છું કે સંઘર્ષ જે કામ કરવાનું કહે છે એમાં સાથ આપવાનો આપણે ના પડી દેવી.. હું જાણું છું એને ખોટું લાગશે પરંતુ એ જરૂરી છે એના ભવિષ્ય માટે અને એના જીવન માટે પણ.. એ જે રસ્તે જઇ રહ્યો છે ત્યાં માત્ર ને માત્ર વિનાશ સિવાય કશું જ નથી...

શું..શું કહ્યું તે... સંઘર્ષ ને સાથ નહીં આપવાનો... અને શેનાથી ડરે છે તું મૌત થી... એ કદીયે નહીં બને અભય... સંઘર્ષ માટે એક નહીં પણ આવી હજાર જિંદગી કુરબાન છે અને એ કહેશે આગ માં કૂદી જાઓ તો પણ એક ક્ષણ નો વિચાર નહીં કરું.... સંકલ્પ ચિલ્લાયો...

અને યાર સંઘર્ષ પોતાના માટે થોડું કઈ કરવા માગે છે.. દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના તો આપણાં બધા માં છે અને જિંદગી નો મોહ રાખી સંઘર્ષ ને ના કહેવી એ તો દોસ્તી નું અપમાન છે.. દિવ્યેશે પણ સંકલ્પ ની વાત માં સૂર પુરાવ્યો...

જો અભય.. બધા જાણે છે કે તું સ્વાર્થી નથી કે ડરપોક પણ નથી અને આ તું જે કઈ કહી રહ્યો છે એ સાચું અને યોગ્ય જ હશે એની પણ ના નથી પરંતુ તારી વાત માનવા માટે મારી પાસે કોઈ કારણ નથી.. સુમિતે પણ અભય ની વાત ને રદિયો આપી દીધો...

અભય સિવાય ના બધા નો એક જ સૂર હતો અને એ સંઘર્ષ ના કોઈપણ કાર્ય માં સાથે રહેવાનો..

મિટિંગ પતાવી બધા બહાર નીકળ્યા ત્યારે પણ કૃણાલ ગુસ્સા માં હતો અને એને અભય પર પહેલા કરતાં વધુ ગુસ્સો આવી રહ્યો હતો...

છેવટે વૈભવે એને શાંત પાડ્યો.. જો મિત્રો અભય ને ખોટો ના સમજશો.. આપણે બધા જાણીએ છીએ કે આપણાં બધા માં અભય જ સંઘર્ષ ને સૌથી વધુ ચાહે છે અને કદાચ એનો પ્રેમ જ એને આવી વાત કરવા માટે પ્રેરી રહ્યો છે.. યાર આપણે તો બધા કોલેજ માં આવી ને મિત્રો બન્યા પણ અભય તો બાળપણ થી જ સંઘર્ષ નો મિત્ર છે.. એ ક્યારેય સંઘર્ષ નો સાથ ના છોડી શકે પરંતુ એને સંઘર્ષ ની જ ચિંતા છે અને એટ્લે જ કદાચ આવી વાત કરવા મજબૂર છે... વૈભવે બધા ને સમજાવવાનો પ્રયત્ન કર્યો...

એ જે હોય તે પણ સંઘર્ષ જે પણ કરવા માંગે છે એમાં આપણે એની સાથે જ છીએ.. પછી ભલે ને જિંદગી કુરબાન કરવી પડે અને યાર.. સંઘર્ષ જે કઈ કરવા માગે છે એની પાછળ ફક્ત અને ફક્ત એનો દેશપ્રેમ છે.. અને આ રીતે બધા જ પોતાની જિંદગી નો , પોતાના ભવિષ્ય નો વિચાર કરીને બેસી રહેશે તો દેશ ને કોણ બદલશે.. કોઈએ તો રિસ્ક લેવું જ પડશે ને... સુમિતે પોતાનો વિચાર રજૂ કર્યો...

સુમિત ના વિચાર ને સમર્થન આપો બધા મિત્રો છૂટા પડ્યા...

આ બાજુ અભય પોતાના આ પ્રયત્ન માં નિષ્ફળ જવાથી થોડો ચિંતિત હતો પરંતુ છેવટે એને મિત્રો નિ વાત સાચી લાગી અને વિચાર કરી મન ને મન માં નક્કી કરી નાખ્યું કે હવે જે થાય તે પણ સંઘર્ષ ના કાર્ય માં એ સાથે જ રહેશે અને મળીને ક્રાંતિ ની જ્વાળા ની જ્યોત પ્રગટાવશે...

દોસ્તી ના અદભૂત મિલન માથી ભવિષ્ય ના ગર્ભ માં એક સંઘર્ષપૂર્ણ, ભયંકર, લોહિયાળ ક્રાંતિ ના અંકુર ફૂટી રહ્યા હાતા..