Sangharsh - Ek adhura sapna - 3 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ - એક અધૂરા સપના - 3

“ શું નવું લાવ્યા પત્રકાર સાહેબ “ આવતા વેત સંઘર્ષે અંકુશ ને પૂછ્યું..
અંકુશ પરમાર .. સંઘર્ષ ના સર્કલ માં ઘણા સમય થી હતા.. અંકુશ પોતે એક નાના એવા ન્યુસ પેપર માં પત્રકાર હતો એટ્લે..એ જ્યારે જોવો ત્યારે મોબાઈલ માં કઈ ને કઈ વાંચ્યા જ કરતો હોય અને અત્યારે પણ એ જ કરી રહ્યો હતો..
રોજ નો તો ના કહી શકાય પણ અઠવાડિયાયા માં એક બે દિવસ આખા સર્કલ ની મિટિંગ જામતી જરૂર.. બધા જ મિત્રો જમીને અગાઉ નક્કી કર્યા મુજબ રાત્રે ભેગા થતાં અને મોદી રાત સુધી મજાક મસ્તી ની સાથે દેશ અને દુનિયા ની ચર્ચાઓ ચાલતી.. સંઘર્ષ છેલ્લે આવ્યો અને તરત જ ગલ્લા ઉપરથી સિગારેટ નું બોક્સ લાવી બધાની વચ્ચે બેસતા જ અંકુશ ને પૂછી લીધું..
“ડેમ ઈટ.. કહીને અંકુશે મોબાઈલ ટેબલ પર પછાડ્યો અને સિગારેટ સળગાવી..
શું થયું લ્યા.. કેમ મોબાઈલ પર ગુસ્સો કાઢે છે..ભાભી એ મળવાની ના પાડી કે શું ? બિરજુ વચ માં ટપકી પડ્યો... બધા ખડખડાટ હસી પડ્યા..
ક્યાં યાર આપ ભી ના.. દેશ ઇતની ગંભીર સમસ્યાઓ સે ઝૂઝ રહા હૈ ઓર આપકો ગર્લ ફ્રેન્ડ કી પડી હૈ .. અંકુશ થોડો નિરાશ થતાં બોલ્યો..
જ્યારે અંકુશ દેશ કે સમાજ ની ગંભીર વાત કરતો ત્યારે હિન્દી અથવા અંગ્રેજી માં બોલવા લાગતો..
યાર યે દેશ હૈ ય ભ્રષ્ટાચાર કી ફેક્ટરી..
કેમ શું થયું વળી પાછું.. બ્રષ્ટાચાર તો દેશ ની સિસ્ટમ નો એક ભાગ બની ગયો છે.. એક એવો રોગ જેનું ઔષધ જ નથી શોધાયું.. ધવલે ટાપસી પૂરી..
નહીં યાર એવું નથી.. દુનિયા માં કોઈ રોગ એવો નથી જેનું ઔષધ ના મળી રહે.. બસ એને ઓળખવાની જરૂર હોય છે. – ચૂપ બેઠેલો સંઘર્ષ વચ માં બોલ્યો.
તું તો રસ્તો બતાવીશ જ નહીં .. ખબર છે તારી અમને.. બિરજુ એ કહ્યું..
આખા સર્કલ માં બધા ને ખબર હતી કે સંઘર્ષ ભગતસિંહ નો આશિક છે અને ઘણીવાર આવી ચર્ચાઓ માં એ ભગતસિંહ ને ટાંકી ને ભાષણ આપી ચૂક્યો છે..
શું થયું તું કઈ બોલીશ.. ધવલે અંકુશ તરફ જોયું..
શું થાય યાર આજે નવું તૂત .. ન્યુસ છે કે જમ્મુ કશ્મીર માં એરફોર્સ ની જમીન ખાનગી બિલ્ડરો ને બારોબાર આપી દેવાઈ.. સીબીઆઇ ના મત મુજબ 1000 કરોડ આસપાસ ની જમીન ના આ ઘોટાલા માં ઉપરી અધિકારીઓ ની સાથે નેતાઓ ની પણ મિલી ભગત હશે જ..
યાર કોમન સેન્સ છે આ તો.. ભારત માં નેતા સેવા કરવા માટે થોડા બને છે એ તો એમની આગલી સાત પેઢી માટે ના રોકાણ માટે બને છે. ઉપરથી લક્સ્યુરિયાસ લાઈફ તો બોનસ માં ..અરે રાજ્ય કે કેન્દ્ર લેવલ ના નેતા તો ઠીક એક નાના એવા ગામડા નો સરપંચ બને ને તોય પાંચ વર્ષ માં ગાડી લઈને ફરતો થઈ જાય છે.. ધવલે હસતાં હસતાં કહ્યું..
હકીકત માં આ અભણ અને બુદ્ધિ ના બારદાન જેવા નેતાઓ જે દેશ ની જનતા ના પરસેવા ના પૈસા ની સાથે એમનું લોહી ચૂસી ચૂસી ને મોજ કરે છે ને એમાં એમના કરતાં ભારત ની રાજકીય સિસ્ટમ વધુ દોષી છે. બાબા સાહેબ બહુ બુદ્ધિમાન હતા અને એમને દેશ ને એક દિશા આપી શકે એવું બંધારણ તો રજૂ કર્યું પણ કોઈ કોઈ જગ્યાએ એ થાપ ખાઈ ગયા.. જનતા માટે જે કાયદા ફાંસી ના ફંદા જેવા બનાવ્યા છે ને એમાથી નેતાઓ માટે ની છટકબારી ને એ બંદ ના કરી શક્યા.. RTS (રાઇટ ટુ સિલેક્ટ ) નો અધિકાર તો એમને જનતા ને આપી દીધો પણ RTR (રાઇટ ટુ રિજેક્ટ ) ને બંધારણ માં લખવાનું ભૂલી ગયા. નાની એવી ચોરી કરનાર ને સજા થાય એવી જોગવાઈ તો કરી પણ કરોડા ના કૌભાંડ કરીને પણ છટકી જય શકે એવા નેતાઓ ના રસ્તા માં એમને કોઈ સ્પેશિયલ આડશ ઊભી કરવામાં માર ખાધો.. અને ઉપરથી આપની ન્યાયિક વ્યવસ્થા તો વાત જ શું કરવી. માણસ મરીને બીજો જન્મ લઈ બીજીવાર પકડાય ત્યાં સુધી આગલા જન્મ ના કેસ નું નિવારણ જ ના આવ્યું હોય. સંઘર્ષ બળાપો કાઢી રહ્યો હતો..
દેખ ભાઈ જ્યાં સુધી દેશ ની જનતા જાગૃત અને શિક્ષિત નહીં થાય અને તમામ વાડાઓ થી ઉપર ઊઠીને નેતા ને નહીં ચૂંટે ત્યાં સુધી આ બધુ ચાલતું જ રહેવાનુ છે.. હવે એ સમય ચાલ્યો ગયો કે આ દેશ ને ગાડી લેવા માટે લોન લેનારા લાલ બહાદુર જેવા નેતા મળે. – બિરજુ એ જ્ઞાન ની ગંગા રેલાવી..
યુ નો.. ફ્રેંડ્સ.. આ પ્રકારના ભ્રષ્ટાચાર અને ઘોટાળા લોકશાહી માટે ઊધઈ નું કામ કરે છે. નેતાઓ ના આવા કૌભાંડો ના કારણે જ આજે આમ જાણતા નો લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. લોકો વોટ દેવાનું ટાળી રહ્યા છે. ફક્ત 70 વર્ષ માં જ લોકશાહી લકવા ગ્રસ્ત થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. અને જો આ વાયરસ ને ખતમ નહીં કરવામાં આવે ને તો એ દિવસ દૂર નથી જ્યારે લોકશાહી નો મૃત્યુઘંટ વાગી જાય.. 70 વર્ષ માં જે સિસ્ટમ એના પર નો વિશ્વાસ ગુમાવી રહી છે એ રોગ ગ્રસ્ત સિસ્ટમ ને તંદુરસ્ત બાનવવા માટે આવા વાયરસ ને જડ મૂળ થી ખતમ કરવા પડશે અને આવા વાયરસ ના ઉદભાવસ્થાન પર કઠોર ઘા કરવો પડશે. કોઈપણ વ્યવસ્થા ને ટકી રહેવા માટે જનતા નો એ વ્યવસ્થા પર નો વિશ્વાસ બહુ મહત્વનુ પાસું છે અને જો એ જ કમજોર પડી જાય ને તો કોઈપણ વ્યવસ્થા એ ગમે તેટલી જૂની હોય તોય કકડભૂષ થતાં વાર નથી લાગતી. અને આપણે પણ એટલા ભોળા છીએ ને કે ક્યાક એકાદ નેતા કે મોટા વ્યક્તિ ને સજા મળી જાય ત્યાં તો લોકશાહી ના વિજય નો ઉત્સવ માનવીએ છીએ ત્યારે એ યાદ જ નથી આવતું કે આ એક ને સજા કરી ને બાકી ના 99 ને છોડી દીધા છે.. હકીકત માં લોકશાહી માં વ્યક્તિ પૂજા અભિશાપ છે પણ આપણને તો બસ નેતાઓ ની વાહ વાહી કરવામાં જ ઊંચા નથી આવતા ને .. એ જ તો કારણ છે કે આ નેતાઓ દેશ ને ઉધય ની માફક કોતરી રહ્યા છે.
સંઘર્ષ ની વાતો બધા ચૂપ છાપ સાંભળતા હતા.. વાતાવરણ એકદમ ગંભીર બની ગયું હતું સિગારેટ ના બે પેકેટ ક્યારે ખાલી થઈ ગયા ખબર જ ના પડી. જ્યારે પણ કોઈ ગંભીર વિષય ઉપર ચર્ચા થતી ત્યારે આખા સર્કલ ના ગુસ્સા નો ભોગ બિચારી સિગારેટ બે જ બનવું પડતું...
કેટલા સ્વપ્ન જોયા હતા આ દેશ ની ખુશહાલી માટે આ દેશ ની આઝાદી માટે હસતાં મુખે ફાંસીએ ચડી જનારાઓ એ... ક્યાક લાઠી તો ક્યાક ગોળી.. અરે જેલ માં આવવા જવાનું એમનું કાયમી બની ગયું હતું .આશા હતી તો આઝાદ દેશ ની પ્રજા ને ખુશખુશાલ જોવાની, દેશ ની પ્રગતિ જોવાની , વિશ્વગુરુ તરીકે રાષ્ટ્ર ને સ્થાપિત કરવા માટે અને પ્રજા ને દોજખ માથી છોડાવવા અને સ્વતંત્રતા ની સુંદર ભેટ ધરવા માટે તો તેઓ એ સર્વસ્વ, ખુદ ને પણ કુરબાન કરી દીધા.. જ્યારે જય રહ્યા હતા ને ત્યારે એમને આંખો બંદ નહોતી કરી બસ પોતાના અધૂરા સ્વપ્ન ને આગળ ની પેઢી પૂરા કરશે એ આશાએ ખુલ્લી આંખો એ આકાશ ભણી દ્રષ્ટિ રાખીને ને જ ફાંસીએ ચડ્યા હતા ને.. પણ પણ અજીબ રચના છે કુદરત ની . ભગવાને માણસ ને સ્વપ્ન જોવાની તો આઝાદી આપી પણ એને પૂરા કરવા કે નહીં એની ચાવી તો પોતાની પાસે જ રાખી.. જો કે ભગવાન પણ જાણે છે ને કે આ માણસ ની જાત છે ને બહુ અળવતરી છે જો એના દરેક સ્વપ્ન ને એની મરજી મુજબ પૂરા થવા દઇશ ને તો અભિમાન થી છટકી જશે અને મારા પોતાના અસ્તિત્વ પર જોખમ ઊભું થસે. અને માણસ જાત છે પણ એવી થોડાક પોતાના સ્વપ્ન પૂરા થાય અને મોટો થઈ જાય ને ત્યાં તો ઈશ્વર ઉપર જ તર્ક અને સવાલ કરતાં ક્યાં અચકાય છે કદાચ સવાલ ના કરે તો યાદ કરવાનો સમય જ ક્યાં છે અને એટ્લે જ ભગવાને એ હક પોતાની પાસે રાખ્યો પણ આમાં તો બધા ને ભોગવવાનું આવ્યું ને..
કેમ ભાઈ તારે શું ભોગવવાનું આવ્યું..તારા તો બધા સ્વપ્ન પૂરા થાય જ છે ને .. ગાડી, ધંધો અને જિંદગી મોજ થી જીવાય છે પછી માણસ ને જોઈએ શું બીજું.. સંઘર્ષ ની વાત ને કાપતા જ બિરજુ એ પૂછી લીધું..
ભગવાન મળે તો પહેલો પ્રશ્ન તો એ જ હસે મારો .. અગર સ્વપ્ન ને અધૂરા જ રાખવા હોય છે તો પછી એ સ્વપ્ન દેખાડે જ છે શું કામ.. સંઘર્ષ બોલી રહ્યો હતો..
સંઘર્ષ ના મોઢે થી ઘણીવાર સંભાળ્યું હતું બધા એ અધૂરા સ્વપ્ન નું પણ એના વિષે સંઘરેશે ક્યારેય વાત નહોતી કરી કે એનું ક્યૂ સ્વપ્ન અધૂરું છે કારણ કે એક સામાન્ય નોકરી થી માંડી ને બિસનેસ મેન બનવા સુધી ના સંઘર્ષ ના સંઘરસપૂર્ણ જીવન ના સાક્ષી હતા એના મિત્રો .. એટ્લે બધા માટે સંઘર્સ નું અધૂરું સ્વપ્ન એક કોયડો બની ગેયલું હતું.. ભૂલ થી ક્યારેક કોઈ મિત્ર પૂછી લેતો તો સંઘર્ષ બહુ જ ગંભીર બની જતો અને ક્યાય સુધી ખોવાઈ જતો એટ્લે હવે કોઈ મિત્ર એ વિષય ઉપર જ પ્રશ્ન જ નહોતા કરતાં . દોસ્ત આખિર દોસ્ત હોય છે ને પોતાના મિત્ર ને દુખ પહોચડે એવી કોઈપણ વાત ને ટાળવી જોઈએ જ એ જ દોસ્તી છે ને કે ગમે તેવા સંજોગો માં દોસ્ત ને હસતો રાખી શકે એ જ સાચો દોસ્ત અને સંઘર્ષ ના મિત્રો એવા જ હતા એક બીજાની ખુશી માટે કાઇપણ કરવા માટે તૈયાર જ રહેતા...
રાત નો 1 વાગ્યો હતો. ગલ્લાવાળા કાકા ક્યારેયના દુકાન વધાવી ને ચાલ્યા ગયા હતા.. રોડ પર આવતા જતાં વાહનો સિવાય કોઈ દેખાતું નહોતું ત્યારે સામેની રેસ્ટોરાં માં ભીડ જોઈને બિરજુ બોલ્યો યાર આ ભૂખ્ખડ લોકો કેવા છે જો ને રાતે એક વાગે પણ ઝાપટયા જ કરે છે પછી રોગ જ થાય ને આવાઓ ને તો.. ગંભીર વાતાવરણ ને ભેદી બિરજુ ની આ વાત ઉપર બધા હસી પડ્યા.. સિગારેટ પણ લગભગ ખાતાં થાવ આવી હતી . જે બે ત્રણ બાકી હતી એ સંઘર્ષે પોતાની પાસે રાખી લીધી હતી.. સંઘર્ષ ના ચા અને સિગારેટ ના શોખ થી બધા માહિતગાર હતા જ .. અને સંઘર્ષ પણ કહેતો “ ખબર સે મિત્રો.. એક બેવફા પ્રેમિકા સે જ્યાદા અસછી હોતી હૈ યે સિગારેટ.. દિલ તો જલાતી હૈ લેકિન ફીર ભી હોઠો પે કિસ કરતી હૈ “
સંઘર્ષ ની આ જ્ઞાનસભર શાયરી પૂરી થઈ એટ્લે બધા વિખેરાયા.. 10 મિનિટ માં ઘરે પહોચ્યો ત્યારે સંઘર્ષ ના મન માં હજુ પણ મિત્રો સાથે થયેલી ચર્ચા ના ભણકારા વાગી રહ્યા હતા.. સિગારેટ સળગાવી ખુરસી માં બેઠો અને ટીવી ચાલ્યું કર્યું ત્યારે ટીવી પર ક્રાઇમ પેટ્રોલ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ઊંઘ નહોતી આવતી. કંટાળી ને છેવટે અગાશી પર આવ્યો.. ખુલ્લા અને સ્વસ્છ આકાશ માં તમતમતા તારાઓ તરફ જોતો ક્યાય સુધી બેસીને સિગારેટ ફૂંકતો રહ્યો. આકાશ ની વિશાળતા માં સંઘર્ષ હમેશા જીવન અને સમાજ રાષ્ટ્ર ના અનેક પ્રશ્નો ના સોલ્યુસન માટે ની નવી આશા ને શોધતો રહેતો.. આભ ની વિશાળતા સતત એને એ વાત નો અહેસાસ કરાવતી કે જેમ આકાશ નો કોઈ અંત નથી એ જ રીતે જિંદગી માં પણ દરેક પ્રશ્ન ના સોલ્યુસન માટે ની આશાઓ પણ અનંત છે.. ચોમાસા ના વાદળો માં ઘેરાયેલું આકાશ જેમ જેમ ચોમાસાના દિવસો પૂરા થાય અને શિયાળો આવતા જ વાદળો રૂપી આવરણો ને દૂર ફેકી ચમકવા લાગે છે એમ જ જિંદગી નું પણ છે. ક્યારેક મુશ્કેલી માં નિરાશા ના વાદળો મન અને રદય ને ઘેરી વળે છે પણ જેવો મહેનત નો સૂર્ય એની દિશા કરવટ બદલે કે તરત જ તમામ મુશ્કેલીઓ દૂર થઈ જીવન પણ ચમકવા લાગે છે.
“ હવે ક્યાં સુધી બેસી રહીશ.. જા જઈને સૂઈ જા.. કાલે પાછો ઓફિસ તો જવાનું જ હશે ને “
પાછળ થી પપ્પા નો આવાજ આવતા જ સંઘર્ષ વિચારો ની દુનિયા માથી બહાર આવ્યો અને પોતાના રૂમ માં ગયો. વિચારો માં ને વિચારો માં અગાશી પર જતી વખતે ટીવી બંધ કરવાનું જ ભૂલી ગયો હતો. એ રૂમ માં આવ્યો ત્યારે સિરિયલ નો એન્કર બોલી રહ્યો હતો..સાવધાન રહો..સતર્ક રહો..
કેટલું વિચિત્ર છે.. લોકો ને ક્રાઇમ થી બચાવવા નું શીખવવા માટે પણ ક્રાઇમ દેખાડવો પડે છે.. મન માં વિચારી એને ટીવી બંધ કરી ને સૂઈ ગયો...
સવાર ના 10 વાગવા આવ્યા ત્યારે સંઘર્ષ ઓફિસ પહોચી ગયો હતો અને પોતાની ઓફિસ માં દાખલ થયો ત્યારે જ એના ફોન ની ઘંટડી વાગી .. અજાણ્યો નંબર હતો છતાં જાણીતો લાગ્યો... ફોન ઉઠાવી ગૂડ મોર્નિંગ થી શરૂઆત કારી..
હેલ્લો ગૂડ મોર્નિંગ સંઘર્ષ …હાઉ આર યુ... સામેથી એક મધુર અવાજ સંભળાયો...
સોરી... ઓળખાણ ના પડી..સંઘર્ષે જવાબ આપ્યો...
ઓહ.. ઈટ ઇસ વેરી સેડ.. આટલા જલ્દી ભૂલી ગયા... ધિસ ઇસ પાયલ...
ઓહ.. સોરી... હાઉ આર યુ.. તબિયત કેમ છે હવે..
બસ તબિયત એકદમ રેડી છે.. તમે મારો નંબર પણ સેવ નથી કર્યો.. અજીબ કહેવાય.. આજકાલ તો યુવાનો સામેથી છોકરીઓ ના નંબર શોધતા ફરતા હોય છે ને...
એની વે.. અગર તમારી પાસે સમય તો તો સાંજે થોડો ઉછીનો જોઈતો હતો... એમ કહી પાયલ સામે છેડે થી હસી રહી હતી..
સમજ્યો નહીં... બોલો ને કઈ કામ હતું... સમય નું તો એવું છે ને કે નિકાળો તો ઘણોય મળે બાકી તો કોઇની પાસે મારવા માટે પણ સમય ક્યાં છે આજ ના જમાના માં... સંઘર્ષે ફિલોસોફી ઝાડી..
ઓકે..વેલ.. તો સાંજે મળો...લેટ્સ હેવ આ કોફી ટુગેધર... પાયલે ઓફર કરી દીધી...
અચાનક આવેલી આવી ઓફર સંઘર્ષ માટે આંચકા સમાન હતી..એવું નહોતી કે કોઈ લેડી સાથે એને કોફી ના પીધી હોય પણ લગભગ એ બધી ઓફિસિયલ જ હતી... શું જવાબ આપવો એ નક્કી ના કારી શક્યો... એટ્લે વિલ સી....
ઓકે.. આઈ વિલ કોલ યુ ઇન ઈવનિંગ.. કહી પાયલે ફોન કટ કર્યો...
શું સર... કોના વિચારો માં ખોવાઈ ગયા છો...ચા લઈને આવનાર ઓફિસ ના છોકરાએ કહ્યું..
પાયલ ની વાત પછી વિચારો માં ખોવાયેલા સંઘર્ષ ને એ પણ ભાન ના રહ્યું કે ક્યારે એની ઓફિસ માં કોઈ આવી ગયું અને જ્યારે ઇનો અવાજ સાંભળ્યો ત્યારે અચાનક એ વિચારો માથી બહાર આવ્યો..
હોય સાહેબ હવે ઉમર છે એટ્લે આવું તો થાય .. કોઈ છોકરી ના વિચારો માં હોય એવું લાગ્યું.. છોકરાએ હસીને કહ્યું ત્યારે સંઘર્ષ પોતાનો બચાવ કરતો હોય એવો ચહેરો કરી કહ્યું... ના યાર ..હવે એવું કઈ નથી..આ તો અમસ્તો જ ..
સંઘર્ષ પોતાની ઓફિસ ના સ્ટાફ સાથે હમેશા મિત્ર જેવો જ વ્યવહાર રાખતો હતો અને એટલે જ કોઈપણ સ્ટાફ નો માણસ મિત્ર ભાવે મજાક કરવા માટે ટેવાયેલો હતો...
ચા ટેબલ પર મૂકીને છોકરો નીકળી ગયો ત્યારે પણ સંઘર્ષ ના મન માં હજુ પાયલ ના જ વિચારો ચાલતા હતા... એ નક્કી નહોતો કારી શકતો કે આ શું થઈ રહ્યું છે.. સામાની રીતે છોકરીઓ ની વાતો માં કડક રહેવા વાળો સંઘર્ષ આજે કેમ કોફી માટે ના ના પડી શક્યો એ વિચાર જ એને પરેશાન કરી રહ્યો હતો.. મન ને બીજી બાજુ વાળવા ચા પીધી છતાં પણ પાયલ ના વિચારો મન માંથી ખસતા નહોતા એટ્લે સિગારેટ સળગાવી ઓફિસ ની બારી એ જઈ બહાર ના દ્રશ્યો તરફ પોતાના મન ને વાળવાનો પ્રયત્ન કર્યો..
સંઘર્ષ ની ઓફિસ એસ જી હાઈવે પર આવેલી હતી અને એ વિસ્તાર એટ્લે અમદાવાદ નો સૌથી સુંદર વિસ્તાર કહી શકાય.. આખો દિવસ વાહનો ની અવાર જવર અને મોટા મોટા મોલ અને સિનેમા ના કારણે આ વિસ્તાર મોદી રાત સુધી પણ હર્યોભર્યો જ રહે...એમ કહી શકાય કે અમદાવાદ નો રમણીય અને યુવાન પણ કહી શકાય.. જી હા .. યુવાન..કારણ કે અહી યુવાન હિલોળે ચડે છે.. યુવાની એની મસ્તી માં સડસડાટ જતાં બાઈકો માં જાણે તોફાને ચડી હોય એવી લાગે છે.. અહી તો બાથ ભીડીને બેઠેલું યોવન દુનિયા ના તમામ બંધનો ને હમેશા ચેલેન્જ કરતું રહે છે. રાત ના આશા અંધકાર માં ચુંબનો માં લિપ્ત યુવાની જાણે દુનિયા નું ભાન ભૂલી ને સમાધિ માં બેઠેલા કોઈ અઘોરી ની માફક સંસાર થી અલિપ્ત રહી અહી વાતાવરણ ને આહલાદક બનાવી ડે છે. અહી નો દિવસ માર્કેટિંગ ના માણસો સાથે પોતાના ટાર્ગેટ ને પહોચવા સતત દોડ્યા કરે છે તો અહીની રંગીન રાતો માં કોફીબર યુવાની થી ઝળહળી ઊઠે છે.
સિગારેટ પૂરી કરી પોતાની ખુરશી માં બેસી સંઘર્ષ કામ માં મન પરોવવા નો પ્રયત્ન કરવા લાગ્યો પણ આજે કોણ જાણે કેમેય કરીને સંઘર્ષ નું મન એના કહ્યા માં રહેતું નહોતું.. એક અજીબ ડર , અજીબ બેચેની, અજીબ અકળામણ મન માં સતત ઘૂમરાયા કરતી હતી પણ એ ડર, એ બેચેની, એ અકળામણ જાણે દિલ ને સુકુન આપી રહી હતી.. આજે મન કોઈ અજાણ્યા કારણે પ્રફુલ્લિત હતું.
એને વિચાર કર્યો ધવલ ને ફોન કરી એને સાથે લઈ જવાનો. પણ જો ધવલ ને સાથે લઈ જવો હોય તો એને બધુ ખેવું પડે જો કે એમાં કઈ નવું નહોતું..લગભગ બધા મિત્રો ની વાતો એક બીજાથી શેર કરતાં જ પણ અહી ધવલ ને પોતાની સાથે લઈ જવાનો મતલબ લાંબા સમય સુધી મજાક નો શિકાર બનવાનો પૂરો ભય હતો જ... જે થવું હોય એ થાય એમ વિચારી એને ધવલ ને ફોન લગાવ્યો..
હેલ્લો ડાર્લીંગ.. આજ સવારે સવારે શું યાદ કર્યો ભાઈ ને.. ધવલ ની સવાર બહુ મોડી પડતી અને એટ્લે જ એને કુંભકર્ણ કહેતા .. સામે છેડે થી ધવલ નો મજાકિયો અવાજ સંભળાયો...
યાર તારે સાંજે મારી સાથે કોફી પીવા આવવાનું છે...
અબે એય તું મને શું સમજે છે..બે.. એક કામ કર કરણ જોહર ને બોલાવી લે.. કોફી ની ઓફર કરે છે શરમ જેવુ કઈક છે કે નહીં... ધવલ કઈક વધુ મજાક ના મૂડ માં હતો..
યાર મજાક છોડ..મારે આજે કોઇની સાથે કોફી પીવા જવાનું છે એટ્લે તું સાથે હોય તો સારું રહે ને...
ઓહો.. શું કહ્યું તે ફરી થી બોલ તો ...
અરે યાર તને પેલી અકસ્માત વાળી યાદ છે ને...
હા તો એનું શું છે...
એનો ફોન આવ્યો તો.. મળવા માગે છે...
અબે .. આ બધુ ક્યારથી ચાલુ છે અને તું હવે કહે છે... ફાઇનલી ..અમારા વિશ્વામિત્ર ના તપ નો ભંગ કરે એવું કોઈ મેનકા આવી ખરી... ધવલ ને મજા આવી રહી હતી સવાર સવાર માં સંઘર્ષ ની ખેચવાની...
અરે યાર એવું કઈ નથી.. બસ કાલે ફોને આવ્યો હતો અને આજે ફરી... પણ મારે એવું કઈ નથી હો..તું ઊલટું ના વિચારીશ.. સંઘર્ષ પોતાનો બચાવ નાના છોકરા ની જેમ કરી રહ્યો હતો...
અરે મારા ભોળા મિત્ર ..સાંભળ ..છોકરી સાથે કોફી પીવા જાય ને ત્યારે મિત્ર ને સાથે ના લઈ જવાનો હોય.. તું છે ને બિન્દાસ્ત જા ..
પણ યાર..
પણ બણ કઈ નહીં..તું જા ..ડર્યા વગર અને એને મળી લે..જાણી લે... દેખ એને તારા માં ઇન્ટરેસ્ટ લાગે છે એટ્લે જ બોલાવ્યો છે તને.. એટ્લે તું એકલો જ જજે અને હા બીજા કોઈને લઈ નહીં જતો... એમ કહી ધવલે ફોન મૂકી દીધો...
ધવલ ની વાતો થી સંઘર્ષ ની મુઝવણ ઓછી થવાની જગ્યાએ વધી ગઈ.. એનો ડર પણ હવે વધી ગયો હતો.. એમાં શું.. નોર્મલ જે રીતે બિસનેસ માટે મળે છે એમ નોર્મલ રીતે મળી લઇશ એવું મન બનાવી સંઘર્ષ કામ માં વ્યસ્ત થઈ ગયો...
ઇસ્કોન મંદિર થી અડાલજ તરફ ના હાઇવે પર ના એક કોફીબાર પાસે સંઘર્ષ ની ગાડી આવી ને ઊભી રહી ત્યારે ઘડિયાળ માં સવા સાત થવા આવ્યા હતા. પાયલ સાડા સાત વાગે આવવાની હતી એટ્લે એટલો સમય સંઘર્ષે કોફીશોપ માં બેસીને એની રાહ જોવામાં જ પસાર કરવો એવું વિચારી ગાડી ને પાર્ક કરી સિગારેટ સળગાવી. આજુ બાજુ દ્રશ્ય રયનરમ્ય લાગતું હતું. સૂર્ય નારાયણ પોતાનું દિવસ ભર નું કામ પૂરું કરી લગભગ ઘરે પધારી ચૂક્યા હતા અને નાઈટ શિફ્ટ માટે ચંદ્ર ની પધરામણી થઈ ગઈ હતી. ચંદ્ર ના આશા અજવાશ માં અંધારી રાતે પણ પોતાનો જાદુ પ્રસરાવી દીધો હતો અને એ અંધારા ના સણગારતી રંગ બેરંગી લાઇટો ચાલુ થઈ ગયેલી હતી. રંગ બેરંગી રોશની ની માં કોફીશોપ ની આજુબાજુ થી નીકળતા યુગલો ની જોડીઓ બગીચામાં પ્રણયક્રીડા કરતાં મોર અને ઢેલ ની માફક લાગી રહી હતી. પોતાની સિગારેટ પૂરી કરી સંઘર્ષ કોફીશોપ ના એક ખાલી ટેબલ પર જઈ પાયલ ની રાહ જોવા લાગ્યો. આજુબાજુ ના ટેબલ પર યુવા જોડા ગોઠવાયેલા હતા. કેટલાક વાતો માં વ્યસ્ત હતા તો કેટલાક કોફી ની ચૂસકી સાથે હસી મજાક માં. કેટલાક યુગલો એકબીજાની એટલી નજીક રહીને વાતો કરતાં હતા જાણે લાગી રહ્યું હોય રાત ના આશા અજવાશ નો લાભ ઉઠાવી પોતાના રદય ના ભાવો ને હોઠો મારફતે એક બીજાના રદય સુધી પહોચડતા હોય. સંઘર્ષ ની પરિસ્થિતી વિકટ હતી એ આજુબાજુ નજર કરતો અને પાછો નીચી નજર કરી જતો હતો. આમતેમ જોતાં સંઘર્ષ ને જોઈ એકાદ બે યુગલ ની વેધક નજર નો પણ ભોગ બની ગયો હતો. હવે એને મોબાઈલ કાઢ્યો અને મોબાઇલ માં જ કઈક કરવા લાગ્યો જેથી કરીને નજર ક્યાય જાય નહીં. સાડા સાત થયા ત્યારે સંઘર્ષ ની અકળામણ વધવા લાગી. સમય નો પાક્કો સંઘર્ષ જ્યારે કોઈ સમય ની કદર ના કરે ત્યારે બહુ ખિન્ન થઈ જતો. બહાર જઈ ઊભું રહેવું એવું વિચારી સંઘર્ષ ઊભો થઈને જેવો કોફીશોપ ના દરવાજા તરફ વાળ્યો બરાબર તે જ વખતે એક યુવતી દાખલ થઈ. આછા બ્લૂ કલર નું લેટેસ્ટ ફૅશન નું ટાઈટ જીન્સ અને ઉપર બ્લેન્ક જીન્સ નું જેકેટ પહેરેલું હતું. બહુ ઓછા મેકઅપ માં પણ એની સુંદરતા મોઢા ઉપર છલકાઈ રહી હતી. હકીકત માં તો એ સુંદરતા જ કુદરતી હતી . એમ કહી શકાય કે મેકઅપ એના ચહેરા ના કારણે વધુ સુંદર લાગી રહ્યો હતો. એમય જ્યારે એ અંદર પ્રવેશી ત્યારે કોફીશોપ ની રન બેરંગી લાઇટ ના પ્રકાશ માં ઇનો ચહેરો મનમોહક લાગતો હતો. એની ચલ માં એક અલગ જ અંદાજ હતો. એ કોઈ ભારતીય કોમલ નારી કરતાં કોઈ હોલીવુડ ફિલ્મ ની હિરોઈન હોય અને જાણે કોઈ ફિલ્મ ના એક સીન જેવુ જ દ્રશ્ય ઊભું થઈ ગયું હતું. એનો એંટેરેન્સ જ એવો હતો કે કોફીશોપ માં બેઠેલા લાગભાત ની નજર એના પર પડી બધા ને એક સ્માઇલ આપી એ સંઘર્ષ ની નજીક આવી. હેંડશેક કરી પછી બન્ને બેઠા. શું બોલવું એ જ સમજાતું નહોતું સંઘર્ષ ને . એના મન માં કઈક મુઝવણ તો કઈક અલગ પ્રકાર નો ડર પણ હતો. એની મુઝવણ ને સમજી ગયેલી પાયલે જ પછી વાત ની શરૂઆત કરી. પાયલ MBA ના લાસ્ટ યર માં હતી અને એને સાહિત્ય અને ઇતિહાસ નો ખાસ શોખ હતો. સંઘર્ષ ની જેમ જ એને વાંચન નો પણ શોખ હતો અને એટ્લે જ એની બેગ માં પણ કોઈ ને કોઈ બૂક રહેતી જ હતી. પછી કોફી શોપ માં થી બહાર નીકળ્યા પછી પણ બન્ને વચ્ચે બહુ જ વાત થઈ. ઇતિહાસ ને લઈને, સાહિત્ય ને લઈને અને અનેક વિષયો પર પાયલ નું પ્રભુત્વ સારું હતું. શરૂઆત માં વાત કરવામાં ડરતો સંઘર્ષ હવે ખૂલીને વાત કરી રહ્યો હતો. એક તો એના ગમતા વિષયો પર ચર્ચા થઈ રહી હતી અને પાયલ એક મોડર્ન છતાં સંસ્કૃતિ, ઇતિહાસ અને આની દેશ ને લગતા વિષયો પર ચર્ચા કરી રહી હતી અને એટ્લે જ હવે સંઘર્ષ ના મન કોઈ ડર કે મુઝવણ રહી હતી નહીં. પહેલી મુલાકાત ની એ ચર્ચા ના થોડ્ડા જ સમય માં સંઘર્ષ ને લાગ્યું જાણે આ સંબંધ તો કેટલાય સમય થી હશે પણ મળવાનું કદાચ આજે થયું. જ્યારે સમાન વિચારધારા વળી વ્યક્તિ જીવન માં મળે ત્યારે હમેશા એવું જ લાગે છે જાણે એની સાથે કેટલાય જનમ નો સંબંધ હશે. વાતો કરતાં કરતાં દોઢ કલાક ક્યારે પસાર થઈ ગયો ખબર પણ ના પડી છેવટે ફરી મળવાનું કારી બન્ને છૂટા પડ્યા ત્યારે રાત ના 9 થવા આવ્યા હતા. પાયલ ની વિદાય પછી સિગારેટ સળગાવી સંઘર્ષ ક્યાય સુધી પાયલ વિષે જ વિચારતો હતો એટલા માં જ પાછળ થી કોઈએ ધબ્બો માર્યો અને અચાનક આવીરીતે પાછળ થી હુમલો થતાં સંઘર્ષ ઘભરાઈ ગયો પણ વળતો થઈ જ્યાં હાથ મારવા જાય ત્યાં ધવલ ને હસતો જોઈ સંઘર્ષ ને વધુ ગુસ્સો આવ્યો અને પકડીને એક બે ફેટ મારી દીધી.
શું .. આજે તો છેવટે અમારા વિશ્વામિત્ર નું તપ ભંગ થઈ જ ગયું ને. હું કહેતો જ હતો જ્યારે જ્યારે કોઈ વિશ્વામિત્ર પ્રકૃતિ ના નિયમ ને બદલી સ્ત્રી થી દૂર થઈ તપ કરશે ત્યારે ત્યારે કોઈ ને કોઈ મેનકા આવશે જ. ધવલ ને કલ વળતાં જ બોલ્યો.
એ.. ધવલા ..એટલું આગળ વિચારવાની તકલીફ ના લે બકા.. એવું કઈ નથી.. બસ એક નોર્મલ મુલાકાત હતી અને હા તને એડ્વાન્સ માં કહી દઉં કે હવે મુલાકાત થતી રહેશે કારણ કે એનો અને મારો સ્વભાવ, શોખ અને પ્રિય વિષય લગભગ એક સરખા છે અને આજે પણ અમારી વચ્ચે અલગ અલગ વિષય પર ચર્ચા જ થઈ હતી સમજ્યો. સંઘર્ષે ધવલ ને મુક્કો મારતા કહ્યું.
હવે હવે મારીશ ના હો નહીં તો ... ધવલ પેટ પર હાથ રાખી ને બોલ્યો.
નહીં તો શું.. હજુ તો વધુ માર પડશે જો તું એ વાત ને નહીં મૂકે તો... સંઘર્ષ ગમે તેમ કરીને એ વાત ને બંદ કરવવા માંગતો હતો જો કે એના ચહેરા પર ના ભાવ થી તો લાગતું હતું કે ધવલ ની વાત એને ગમે છે પણ કહેવાય છે માણસ હમેશા બે ચહેરા લઈને જ જીવે છે એ કોઈપણ હોય એક બહાર નો દેખાડાવવાનો અને એક અંદર નો. સમય અને પ્રસંગ અનુસાર આ બન્ને ચહેરા ના પ્રકાર પણ બદલાય છે.
ઓકે.. ચાલ..એ તો કહે કે શું વાત થઈ... ધવલ સંઘર્ષ ની વાત સાંભળવા ઉતાવળો બન્યો...
કઈ ખાસ નહીં યાર બસ નોર્મલ વાતો થઈ.. વેરી ઇન્ટરેસ્ટિંગ છોકરી છે યાર એ.. મતલબ સામાન્ય છોકરીઓ કરતાં કઈક અલગ નેચર ની છે એનું એવું લાગ્યું એના અંદાજ અને વાતો પરથી.. સંઘર્ષ અજાણતા પાયલ ના વખાણ કરી રહ્યો હતો ત્યારે એને ખબર જ નહોતી કે ધવલ એનો કેવો મતલબ નિકાલશે...
વાહ.. અચાનક કવિ બની ગયો તું તો... છોકરી નો સાથ હોય જ છે એવો.. ભલભલા અક્કડ ને પણ શૃંગારરસ ની કવિતા કરતાં કરી દે.. ફાઇનલી તને કોઈ મળ્યું ખરું જેને તારા પત્થર જેવા રદય માં કોમળતા ના અંકુર ઉગાડી દીધા... ધવલ હવે એક અલગ અંદાજ માં સંઘર્ષ ની મુલાકાત ને પ્રેમ ની મુલાકાત નું રૂપ આપવાનો પ્રયત્ન કરતો હતો..
મીઠી નોકઝોક પછી બન્ને અલગ થયા.. સંઘર્ષ ઘરે પહોચ્યો ત્યારે 10 વાગવા આવ્યા હતા. ભોજન પતાવી અગાશી પર જય રહેલા સંઘર્ષ ને અંદાજ પણ નહોતો કે એની આ મુલાકાત ના કારણે એના પર કેટલા એટેક થશે. હજુ તો એ અગાશી પર પહોચીને સિગારેટ સળગાવી ત્યાં તો બિરજુ નો ફોન આવી ગયો. જેવો સંઘર્ષે ફોન ઉઠાવ્યો તો સામે છેડે થી એકીસાથે ધવલ, બિરજુ, અંકુશ નો અવાજ સંભળાયો. બધા એકીસાથે બોલી રહ્યા હતા જેના કારણે કઈ સમજ માં ના આવતા છેવટે સંઘર્ષ ચિલ્લાયો અને એક એક ને બોલવા કહ્યું. એમના અવાજ પરથી આજે એ સંઘર્ષ ની ખેચવાના મૂડ માં હતું ઇનો અહેસાસ સંઘર્ષ ને થઈ ગયો હતો.
સંઘર્ષ અને ધવલ અલગ થયા પછી સૌથી પહેલા ધવલે પોતાના આ બન્ને મિત્રો ને સંઘર્ષ અને પાયલ ની મુલાકાત વિષે કહી દીધું હતું અને રાત્રે ફોન ઉપર સંઘર્ષ ની ખેચવાનો પ્લાન બનાવી દીધો હતો.
ફોન ઉપર ત્રણેય દોસ્તો ની સાથે એમની ગર્લફ્રેંડ પણ હતી જ એટ્લે આજે સંઘર્ષ બચવાનો નથી એ સંઘર્ષ જાણી ગયો હતો. લગભગ એક કલાક સુધી મિત્રો વચ્ચે ફોન પર મજાક મસ્તી ચાલી. મિત્રો ની આ મીઠી મજાક થી સંઘર્ષ નું દિલ પ્રફુલિત થઈ ગયું હતું. એના ચહેરા પર એક અજીબ પ્રકાર ની ખુશી હતી. પોતાને આવા મિત્રો મળવાના કારણે એને આકાશ તરફ જોઈ ભગવાન નો આભાર પણ માન્યો. એ પોતાને દુનિયા નો સૌથી ભાગ્યશાળી માણસ સમજતો હતો અને સાચી વાત પણ છે. જીવન માં મિત્રો અને એમય ખાસ મિત્રો મળવા એ માણસ માટે ભાગ્ય અને ભગવાન ના અપાર આશીર્વાદ નું પરિણામ હોય છે. સારા મિત્રો ના સથવારે જીવન ખુશહાલીઑ થી ભરાઈ જાય છે. જીવન ના મુશ્કિલ માં મુશ્કિલ વખત માં પણ સતત એમનો સહવાસ માણસ ને લડવા માટે ની શક્તિ પ્રદાન કરે છે.
પોતાના મિત્રો ને યાદ કરતાં સંઘર્ષ ના ચહેરા પર અચાનક ઉદાશી ના વાદળો ઘેરાઈ ગયા. કઈક યાદ આવતા જ એના મન માં રહેલી ખુશી ગાયબ થઈ ગઈ. ઘડીભર પહેલા ખુશખુશાલ સંઘર્ષ એકદમ ગમગીન થઈ ગયો હતો. થોડા સમય પહેલા આકાશ તરફ જોઈ ભગવાન નો આભાર માનનાર સંઘર્ષ ની આંખો માં ભગવાન ને હજારો સવાલો કરી રહી હતી. એને સિગારેટ સળગાવી અને ક્યાય સુધી ગમગીન આવસ્થામાં બેસી રહ્યો. એની આંખો માં આંસુ ઉભરાઇ આવ્યા. સિગારેટ પૂરી કરી આંખો લૂછી પોતાના રૂમ માં આવ્યો અને ઊંઘવાનો પ્રયત્ન કરતો સંઘર્ષ ક્યાય સુધી પથારી માં પડ્યો રહ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED