સંઘર્ષ - એક અધૂરા સપના વીર વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - એક અધૂરા સપના

પ્રકરણ – 1

......And the awards..enterprinor of the year - 2011 goes to સંઘર્ષ રાજપૂત...શહેર ના એક વિશાળ હૉલ માં એક સંસ્થા દ્વારા નવા ધંધા ની શરૂઆત કરી ને આગળ આવેલા યુવાનો ને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે ના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું..આખો હૉલ યુવા ઉધયોગપતિઓ ની સાથે સાથે શહેર ના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ થી ભરેલો હતો...સ્ટેજ ની સોભા અનેરી હતી..આખો હૉલ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો અને લાઇટ ડેકોરેશન થી વિશિસ્ટ શોભા ઊભી થતી હતી..સ્ટેજ પર અનુભવી અને પીઢ ઉધ્યોગપતિઓ ની સાથે સાથે સરકારી અને સામાજિક સંસ્થાઓના ના વ્યક્તિઓ બિરાજમાન હતા...સ્ટેજ પરથી જેના નામ ની જાહેરાત થઈ એ ખાસ પરિચિત વ્યક્તિ નહોતો કારણ કે ઉધ્યોગ જગત માં હજુ એને માંડ ત્રણેક વર્ષ થયા હશે પરંતુ પોતાની મહેનત અને ધગશ ના કારણે એને ઉદ્યોગજગત માં સફળતા ની સીડીઓ બહુ ઝડપથી ચડતો હતો...સ્ટેજ પર થી નામ ની જાહેરાત થતાં જ લોકો ની નજર આજુબાજુ દોડવા લાગી...વચ્ચે થી ઊભા થયેલા સંઘર્ષ પર બધા ની નજર ચોટી ગઈ..દેખાવ માં સામાની દેખાતા આ યુવાને લાઇટ બ્લૂ કલર નું શર્ટ અને બ્લેક પેન્ટ પહેરલા હતા...સામાન્ય ચીલાચાલૂ રિવાજ થી અલગ એને ગળામાં ટાઈ નહોતી બાંધી કારણે કે એ આધુનિકતા ની સાથે સાંસ્ક્રુતિક વિચારસરણી ને પ્રાધાન્ય આપવા માં માનતો હતો...સ્ટેજ પર જતાં યુવાન ની ચાલ અજીબ હતી જાણે ખુલ્લા જંગલ માં સિંહ નીકળ્યો હોય એ છટા બધા એ બધા ને અભિભૂત કરી દીધા હતા...સ્ટેજ પર જઈને જ્યારે રાજ્ય ના પ્રતિસ્થિત ઉધ્યોગપતિ ના હાથે સંઘર્ષ ને એવાર્ડ આપવામાં આવ્યો ત્યારે આખો હૉલ તાળીઓ થી ગુંજી રહ્યો હતો..ઓળખીતા અને ત્યાં બેઠલા માં માઠી કેટલાકે થમ્સ અપ આપી ચીયર્સ કર્યું હતું...બધા નું અભિવાદન કરી સંઘર્ષે માઇક હાથ માં લીધું..એને સંસ્થા, આમત્રિત મહેમાનો અને અન્ય નો આભાર માની પોતાની સફળતાનો શ્રેય પોતાના માતપિતાના આશીર્વાદ અને પ્રમાણિક્તા પણે કરવામાં આવતી મહેનત ને આપી પોતાનું વ્યકતવ્ય ટૂંક માં પતાવી દીધું હતું..કારણ કે આમેય આ યુવાન બહુ ઓછું બોલવામાં માં જ માનતો હતો..એ હમેશા કહેતો કે માણસ નું મોઢું નહીં માણસ નું કામ બોલવું જોઈએ અને જો કામ ના બોલે ત્યાં સુધી મોઢા થી કઈ પણ બોલવામાં આવે એની કિમત થતી નથી...પોતાનું વ્યકતવ્ય પૂરું કરી એ નીચે આવી પોતાની જગ્યાએ બેસી આગળ નો કાર્યક્રમ માણવા લાગ્યો..અનેક વ્યક્તિઓ ને અલગ અલગ એવાર્ડ થી સન્માન આપવામાં આવ્યું ત્યાર બાદ ભોજન કરી સંઘર્ષ પોતાના ઘર તરફ રવાના થયો....

કાર્યક્રમ લાંબો ચાલ્યો હોવાથી સંઘર્ષ ઓફિસ જવાનું મુલતવી રાખી સીધો ઘર તરફ રવાના થયો..આજે સંઘર્ષ બહુ ખુશ હતો..શહેર ના શ્રેસ્થ યુવા ઉધોગપતિ નો એવાર્ડ ને જોઈને એ ભૂતકાળ માં ખોવાઈ ગયો... એને એની ગરીબાઈ યાદ આવી ગઈ..એક ગામડા ના ગરીબ કુટુંબ માં જન્મેલા સંઘર્ષ માટે આજ નો દિવસ વિશેષ હતો..એ પોતાના વિચારો માં પોતાના જૂના દિવસો ને યાદ કરવા લાગ્યો....કેવી પરિસ્થિતી હતી જીવન ની..

સંઘર્ષ નો જન્મ એવા કુટુંબ માં થયો હતો જે આર્થિક રીતે સાવ ગરીબ હતું...પપ્પા છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા અને એ સમયે સંઘર્ષ ના પિતા પાસે સંઘર્ષ ને સ્કૂલ મોકલવાના પૈસા પણ નહોતા..અને એટ્લે જ પાંચ વર્ષ ની જગ્યાએ સંઘર્ષ છ વર્ષ નો થયો ત્યારે સ્કૂલ માં દાખલ થયો હતો...સંઘર્ષ ના પિતા સંઘર્ષ ને ખુભ ભણાવવા માંગતા હતા એટ્લે ઘર માં મુશેકેલીઓ વેઠીને ને પણ સંઘર્ષ ને શ્ચ્હોલ માં જરૂરી ચીજો પહેલા લાવી આપતા હતા...ગામડા ની સ્કૂલ માં દસ સુધી અભ્યાસ કર્યો પછી અગિયાર માં ધોરણ થી બાજુ ના શહેર માં જવાનું થયું..મહા મુશ્કેલીએ દાખલો મેળવી માધ્યમિક એટ્લે કે બાર માં સુધી નો અભ્યાસ પૂર્ણ કર્યો..પરંતુ હવે કોલેજ માં જવાના પૈસા નહોતા..કોલેજ પણ એ જ શહેર માં હતી..હજાર રૂપિયા જેટલી સામાની ફી ભરવાની પણ હાલત નહોતી અને એ સમયે તો લાગતું હતું કે હવે સંઘર્શે અભ્યાસ છોડી દેવો પડશે..એ સમયે એના એક સંબંધી એ ફી ની વ્યવસ્થા કરી આપી અને સંઘર્ષ કોલેજ માં દાખલ થયો...હવે સંઘર્ષ ના કિશોરાવસ્થા છોડી યુવાની માં પગલાં મંડાઇ ગયા હતા..બાર માં ધોરણ સુધી લગભગ અભ્યાસ સીવાન ના ઈતર વાંચન માં સંઘર્ષ જીરો હતો પણ કોલેજ ની લાઈબ્રેરી એ એને વાંચન તરફ પ્રેર્યો અને અભ્યાસ ની સાથે આની વાંચન માં પણ સંઘર્ષ ગળાડૂબ રહેવા લાગ્યો..કાર્લ માર્કસ ની એક નાની પુસ્તિકા અને એક નવલકથા ના વાંચન બાદ સંઘર્ષ જાણે પૂરો બદલાઈ ગયો હતો... નાનપણ માં પિતાના મોઢે સાંભળેલી દેશ ભક્તિ ની વાર્તાઓ જાણે જીવંત બની ગઈ હતી..પહેલા થી દેશભક્તિ અને શૂરવીરતા ની વાર્તાઓ સભાળીને મોટા થયેલા સંઘર્ષ માં દેશદાઝ અને ક્રાંતિકારી વિચારો નું નિરૂપણ બાળપણ થી જ થયું હતું..અને અત્યારે જે ઉમરે ઊભો હતો એ ઉમર જ કઈક અલગ હોય છે..કિશોરાવસ્થા અને યુવાની વચ્ચેનો એટ્લે કે 16 વર્ષ થી 20 વર્ષ વચ્ચે નો સમયગાળો એ માણસ ના જીવન નો એ પડાવ છે જે માણસ ના બાકી ના જીવન ની દિશા નક્કી કરે છે..કુદરત ની કૃપા થી પ્રાકૃતિક આ ઉમરે શરીર માં કેટલાક બદલાવ થાય છે અને એ બદલવા માણસ ને અદમ્ય સાહસ અને શક્તિ થી ભરી ડે છે..દુનિયા વામણી લાગે છે .. શરીર ના એક ખૂણા માં બેઠેલા કોમલ હૈયામાં અનેક આરમાનો ફૂટે છે..કામદેવ ના બાણ થી વીંધાયેલા મહાદેવ ની જેમ આ ઉમરે પ્રેમ ના અંકુર ફૂટે છે અને આ પ્રેમ માણસ ને કઈક કરી છૂટવાની સતત પ્રેરણા આપે છે..આ ઉમર અજીબ છે જ્યાં નાની સરખી વાત માં જગત દુશ્મન પણ લાગવા લાગે છે તો જીવન ની અનેક હસીન પળો પણ આ ઉમર નું સંભારનું બની જાય છે..માનસિક તણાવ અને સતત એકલતા નો અહેસાસ આ ઉમર ની જ દેણ છે..સંઘર્ષ પોતાના આ દિવસો ને યાદ કરતો જાય છે...એને યાદ છે કે આ ઉમર માં પણ એ શાંત અને સરળ રહેતો હતો..સ્કૂલ, હાઇ સ્કૂલ માં મળેલા શિક્ષકો નો પ્રભાવ પર વધુ પડ્યો અને એટ્લે જ સંઘર્ષ જ્યારે કોલેજ માં પ્રવેશ્યો ત્યારે દિલ માં અનેક નવા અરમાનો ને પૂરા કરવાના સ્વપ્ન જોયા હતા..પોતાના ભૂતકાળ માં ખોવાયેલો સંઘર્ષ રસ્તા પર આવતા જતાં સાધનો ને પાછળ રાખી ઘર તરફ ગાડી હંકારી રહયોપ છે ત્યાં જ ધડમ કરતો અવાજ આવ્યો અને ગાડી ની એક જોરદાર બ્રેક સાથે ગાડી ના ટાયર નો અવાજ સાથે ગાડી ઊભી રહી ગઈ... સંઘર્ષ ના પગ બ્રેક સાથે જડાઈ ગયા હતા......

સંઘર્ષ જાણે લાંબી ઊંઘ માંથી ઉઠ્યો હોય એમ પોતાના ભૂતક્લ માઠી બહાર આવ્યો અને ગાડી ની બહાર નીકળી જોયું તોલોકો ની ભીડ એકઠી થઈ ગઈ હતી..લોકો કાચ પર હાથ ની ઝડી વરસાવી રહ્યા હતા.. શું થયું એનું અનુમાન તો સંઘર્ષ ને આવી ગયું હતું લોકો ની ભીડ અને બુમરાણ જોઈને અને એટ્લે જ કાચ પર તૂટી પડેલા લોકો ને જોઈને પરિસ્થિતી નો ખ્યાલ આવી ગયો હતો.. ગાડી માથી બહાર નિકલવાનું જોખમ લેવા માટે મન ના પાડતું હતું પણ આવનારી મુશ્ક્કેલીઓ થી ડરીને ભાગે એ સંઘર્ષ નહીં.. દરવાજો ખોલીને બહાર નીકળી લોકો ની ભીડ વચ્ચે જઈને ને જોયું તો જો કે ભીડ ની વચ્ચે સુધી પહોચતા સુધી માં તો લોકા ના મોઢે થી છૂટેલા ભયંકર વાકબાણ અને એકાદ બે જાણ ના હાથ સંઘર્ષ ના શરીર સુધી પહોચી જ ગયા હતા પણ છેવટે બધા ને ખસેડી ને એ એક સ્કૂટી પડેલી હતી અને થોડે દૂર એક યુવાન છોકરી પડી હતી...આ જોઈને સંઘર્ષ ના હોશ જ ઊડી ગયા..એવાર્ડ મળવાની ખુશી ગાયબ થઈ ગઈ અને આ પરિસ્થિત જોઈ એ થોડો ઘભરાઈ ગયો પરંતુ ગભરાવાથી પરિસ્થિતી બદલાતી નથી એવો સિદ્ધાંત જેને જીવન માં વાણી લીધેલો છે એ સંઘર્ષ પોતાના મન ના ગભરાહટ ને ખંખેરી એ યુવાન છોકરી તરફ દોડ્યો અને જોયું તો એ બેભાન થઈ ગયેલી હતી .પરિસ્થિતી વધુ બગડે એ પહેલા જ ચોકડી પર ઊભેલી પોલીસ આવી પહોચી હતી અને એમને ટોળાં ને વિખેરી નાખ્યું હતું॥.એને માથા માં થોડું વગેલું હતું અને હાથે પગે પણ થોડીક ઇજા થયેલી જણાઈ.પોલીસ ને વિનંતી કરી સંઘર્ષે એ છોકરી ને પોતાની ગાડી માં જ એને હોસ્પિટલ લઈ જવા ની પરવાનગી મેળવી લીધી હતી કારણ કે આવી પરિસ્થિતી માં એમ્બુલન્સ ની વાટ જોવી જોખમકારક સાબિત થઈ શકે છે.. એટ્લે સૌથી પહેલા એ છોકરી ને ઉઠાવી પોતાની ગાડી માં સૂવાડી પોતાના મિત્ર ને ફોન કરી પરિસ્થિતી વિષે જાણ કરી અને બાજુ ની ચોકડી પર ઉભેલા પોલીસ ને સ્કૂટી ભળાવી પોતાનું કાર્ડ અને ગાડી ના કાગળિયા પોલીસ ને આપી સંઘર્ષ છોકરી ને લઈને શહેર ની એક જાણીતી હોસ્પિટલ માં ગયો,…એક્સિડેંટ નો કેશ હોવાથી છોકરી ને ઈમરજન્સી વોર્ડ માં દાખલ કરી...છોકરી ને અંદર લઈ ગયા પછી સંઘર્ષ ની હાલત ખરાબ દેખાતી હતી..એનું આખું શરીર ધ્ર્જતું હતું..એના રદય ધબકારા વધી ગયા હતા અને જાણે હમણાં જ રદય શરીર ની બહાર નીકળી જશે એવો ગભરાહટ ના કારણે સંઘર્ષ પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો..વારંવાર રૂમાલ થી પોતાનું મોઢું લૂછી સતત પાણી પીને પોતાને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરતાં સંઘર્ષ ના ખભા ઉપર પાછળ થી કોઈએ હાથ મૂક્યો ..

અચાનક આવી રીતે પાછળ થી સ્પર્શ થતાં સંઘર્ષ ની ગભરાહટ વધી ગઈ પરંતુ બીજી જ પળે તેનો દોસ્ત ધવલ ને પોતાની પાસે ઉભેલો જોયો એટ્લે સંઘર્ષ ની ગભરાટ થોડી ઓછી થઈ .. માણસ જ્યારે એકલો હોય છે અને મુશ્કેલી આવી પડે ત્યારે ભલભલા સમર્થ અને શક્તિવાન પણ એક સમયે હીમત હારી જાય છે પણ જ્યારે પોતાનું કોઈ સ્વજન કે મિત્ર એની સાથે હોય છે ત્યારે કમજોર માં કમજોર વ્યક્તિ પણ દુનિયાની ગમે તેવી મુશ્કેલી સામે લડવા સમર્થ બની જાય છે..સંઘર્ષ ની પરિસ્થિતી નોતાગ મેળવી ધવલે સૌ પહેલા એને શાંતિ થી બેસાડયો અને એના ખભે હાથ મૂકી એના ડર ને ઓછો કરવા પ્રયત્ન કર્યો..સંઘર્ષ ના મન માં હજુ પણ ઘભરાહટ છવાયેલી હતી કારણ કે એ યુવતી ને માથા માં વાગ્યું હતું અને એના કારણે કઈ અજુગતું ના બની જાય એ ડર સતત સતાવતો હતો... એના મોઢા પર ની રેખાઓ જોઈ ને ધવલ એના મન ની પરિસ્થિતી નો ખ્યાલ આવી ગયો... દોસ્ત...અઢી અક્ષર નો આ શબ્દ સાયદ એટલો વિશાળ છે કે એનો તાગ મેળવવા માઈલો નું અંતર પણ ઓછું પડે..દુનિયા માં જન્મ લીધા પછી ઘણા સંબંધો થી માણસ ઘેરાયેલો રહે છે ... જન્મ સાથે જોડાયેલા લોહી ના સંબંધ માણસ મારે ફરજિયાત બની જાય છે અને એટ્લે જ કદાચ ઈશ્વરે દુનિયા માં માણસ ની પસંદ માટે દોસ્તી નામ ના સંબંધ નું સર્જન કર્યું હશે.. દિલ માં સંઘરેલા આરમાનો , દુખ અને સુખ ને જેની સાથે આસાનીથી વહેચી સકાય એવો સંબંધ એટ્લે જ દોસ્તી.. આખી દુનિયા થી છુપાવીને રાખેલા રદય ના ઊંડાણ માં સંઘરાયેઌ લાગણીઓ જેને મલતાની સાથે જ ઉમટી ને બહાર આવી જાય એ દોસ્ત.. દુખ માં જેના ખભે માથું રાખીને રડી શકાય અને સુખ ની પળો માં જેની સાથે મન મૂકીને નાચી શકાય એવો પસંદ કરેલા વ્યક્તિ સાથે નો સંબંધ એટ્લે દોસ્તી.. લોહી ના સંબંધ ના હોવા છતાં ભાઈ જેવો બની ને રહેતો હોય એટ્લે જ એને ભાઈબંધ પણ કહેવામા આવે છે.. દોસ્તી શબ્દ બહુ નાનો હોવા છતાં એના પર ગ્રંથો ના ગ્રંથો લખીએ તો પણ એને વર્ણવી ના શકાય અને એટ્લે જ એ દુનિયા નો એવો અનુઠો સંબંધ છે જેની હયાતી માત્ર થી વ્યક્તિ જિંદગી ના મુશ્કેલ માં મુશ્કેલ સમય ની સામે બાથ ભીડી શકે છે અને ભયંકર તોફાનો નો સામનો કરી શકે છે.. ધવલ પણ કઈક એવો જ હતો અને એટ્લે જ સંઘર્ષ ના મોઢા પર ના ભાવ પરથી જ એના મન માં ચાલતા સંઘર્ષ ને ઓળખાતા એને વાર ના લાગી.. બંને જાણ હોસ્પિટલ ના દરવાજા ની બહાર આવ્યા ત્યારે ધવલે હમણાં આવું છું કહીને ક્યાક દૂર ગયો ત્યારે સંઘર્ષ હોસ્પિટલ ની બહાર રાખેલા બાંકડા પર બેસીને પોતાની જાત ને કોશી રહ્યો હતો..કારણ કે ખુશી માં ને ખુસી માં ડ્રાઇવિંગ કરતી વખતે વિચારો માં ખોવાઈ જવાનું એને કેટલું મોઘું પડી શકે છે.. એટલા માં ધવલે આવી ખભે હાથ મૂકી કહું..

લે આ સળગાવ ..એમ કહી એના હાથ માં સિગારેટ અને માચીસ આપી પોતે પણ સિગારેટ સળગાવી.. દવાખાના દરવાજા થી થોડા દૂર જય બંને એ સિગારેટ પીધી અને ત્યાર પછી બંને પાછા હોસ્પિટલ માં ગયા ત્યાં સુધી ડોક્ટર પેલી ઘાયલ યુવતી ને ચેક કરી એમની ઓફિસ માં આવી ગયા હતા..ખબર પડતાં જ સંઘર્ષ દોડતો ડોક્ટર ની ઓફિસ માં ગયો ..ના ચાહવા છતાં પણ ધવલે પણ એની પાછળ જવું પડ્યું...

ડોક્ટર ની કેબિન માં ઘૂસતા જ સંઘર્ષ હાંફલો ફાંફલો એ યુવતી વિષે પૂછવા લાગ્યો..એની અધીરાઇ અને અકળામણ ને જોતાં ડોક્ટરે પહેલા એને બેસાડી પાણી આપ્યું અને પછી શાંતિ થી એ યુવતી ને ખાસ ગંભીર ઇજા નથી થઈ એના સમાચાર આપ્યા... ડોક્ટર ના શબ્દો સાંભળતા જ સંઘર્ષ ના મન માં વ્યાપેલો ડર દૂર થઈ ગયો અને સામે બેઠેલા ડોક્ટર માં એને ખરેખર ભગવાન નજર આવવા લાગ્યા.. એ હવે શાંત હતો.. એને શાંત જોઈ ધવલ પણ ખુશ હતો અને હવે એને પણ નિરાંત થઈ હતી.. ડોક્ટર ની રાજા લઈ સંઘર્ષ એ યુવતી ના રૂમ માં ગયો અને એને અભિવાદન કર્યું.. યુવતી ના સમાચાર પૂછી એને બધી હકીકત કહી ત્યારે યુવતી પણ હસી પડી હતી તો બીજી તરફ સંઘર્ષ જેવા વ્યક્તિઓ પણ આ દુનિયા માં છે એવું મન માં વિચારતી યુવતી મન માં ને મન ખુશ હતી.. ભૌતિકતા વાદ ના આ જમણા માં જ્યારે પોતાના પણ દૂર ભાગતા હોય છે અને સામાની સંજોગો માં આવી રીતે અકસ્માત થાય ત્યારે ડ્રાઈવર મોટા ભાગે પોતાનો જીવ બચાવી ભાગી જતો હોય છે એની જગ્યાએ સંઘર્ષ ને આ રીતે મદદ કરતો જોઈ યુવતી આનંદ અનુભવી રહી હતી.. વધુ વાત કરવાનો સમય કે જરૂરત હતી નહીં કારણ કે યુવતી એ ભાનમાં આવતા જ પોતાના ઘરે ફોન કરી દીધો હતો અને એને ઘરના હોસ્પિટલ આવવા નીકળી ગયા હતા.. યુવતી દ્વારા ના પાડવા છતાં હોસ્પિટલ નું બિલ પોતે ચૂકવસે એ વાત પર સંઘર્ષ અડગ હતો.. યુવતી ને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી કોઈ પણ સમયે કોંટેક્ટ કરવાનું કહી સંઘર્ષ અને ધવલ હોસ્પિટલ ના રિસેપ્શન પર આવી બિલ ચૂકવ્યું અને ડોક્ટર ને થોડી ભલામણ કરી બહાર નીકળી ગયા.. રાત્રિ ના લગભગ 2 વાગવા આવ્યા હતા અને સંઘર્ષ અને ધવલ બંને હજુ સુધી ભૂખ્યા હતા.. આટલી મોદી રાત્રે જમવાનું મળવું તો મુશ્કેલ હતું એટ્લે એમને હાઇવે પર એક ચાની દુકાન પર જય ચા પીધી.. ત્યારબાદ સિગારેટ સળગાવી થોડી વાતચીત કર્યા પછી બંને અલગ થયા.. ધવલ નું ઘર નજદીક જ હતું અને એ બાઇક લઈને આવ્યો હતો એટ્લે એને વિદાય કરી સંઘર્ષ પણ પોતાની ગાડી માં ગોઠવાઈ ઘર તરફ રવાના થયો..

સનાથલ ચોકડી થી નરોડા બાજુ જવા ના રિંગ રોડ પર નિકોલ ચોકડી ની બાજુ માં આવેલા ફ્લેટ માં સંઘર્સ નો ફ્લેટ હતો..ચારેબાજુ ખેતરો અને ખુલ્લા મેદાન હતા..આજુબાજુ થોડી ઉધ્યોગીક વસવાટ હતી પરંતુ એકંદરે શાંત હતો .. આવા વિસ્તાર માં ફેલ્ટ રખવાનું કારણ સંઘર્ષ ની કુદરત પ્રત્યે ની અનુકંપા કહી શકાય..એ કુદરત ને ચાહવા વાળો જીવ છે,..એને કુદરત ના ખોળા માં ખુલ્લા મને ફરવાનું બહુ ગમે છે .. ખુલ્લા મેદાન અને ખેતરો માથી આવતા પવન એ આત્મા માં ભરીને મહેસુસ કરી શકે છે.. પોતાના મિત્ર ને વિદાય કરી પોતાના ઘર તરફ નીકળેલો સંઘર્ષ ઘરે પહોચ્યો ત્યારે રાત ના સાડા ત્રણ વાગી ગયા હતા.. કિચન માં જય જોયું તો રાંધેલું પડ્યું હતું એટ્લે થોડું જમી ને પથારી માં પડ્યા પછી ક્યારે ઊંઘ આવી ગઈ એની પણ ખબર ના રહી..આખા દિવસ અને હોસ્પિટલ ના કામ માં એટલો થાકી ગયો હતો કે પડતાં વેત જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ..બીજા દિવસે રવિવાર હતો એટ્લે જલ્દી ઉઠવાની જરૂર ના હતી .. જો કે સામાની સંજોગો માં સવારે છ વાગે ઉઠી જવાનો નિયમ એને કાયમી બનાવી દીધો હતો...