ઈચ્છા મિલન Vanraj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈચ્છા મિલન

રામચરિત માનસમાં એક જગ્યાએ ગૌસ્વામી તુલસીદાસજી એ એવું લખેલું છે કે..

" जेहि का जेहि पर सत्य सनेहू ,
सो तेहि मिलही न कछु संदेहू।"

એટલે કે જેને જે વસ્તુ થી સાચો પ્રેમ હોય છે તેને એ વસ્તુ મળી જાય છે. મતલબ કે સાચા મન થી ચાહેલી વસ્તુ અવશ્ય ચોક્કસપણે પ્રાપ્ત થાય છે.

પામવા નો સૌથી મોટો આધાર હોય છે પ્રેમ . પ્રેમ થી આપણે કોઈ ને મેળવી શકીએ છીએ, પોતાના બનાવી શકીએ છીએ. આ વાત ને આપણે બીજી રીતે પણ કહી શકીએ છીએ કે આપણે જે વસ્તુ પામવા માંગીએ છીએ એને મન ની ગહેરાઈ થી અથવા સાચા મન થી ચાહવું. અગર આપણે સાચા મન થી કોઈ વસ્તુ ને પ્રેમ કરશું તો એ અવસ્ય ઉપલબ્ધ થઈ જશે.

પ્રેમ સાચો હોય તો મિલન માટે રાહ નથી જોવી પડતી.પોતાની સાચી ચાહના જ વસ્તુઓ અથવા પરિસ્થિતિઓ ને આકર્શિત કરી ને એને શુલભ બનાવે છે. ઉત્તમ સ્વાસ્થ્ય અથવા ખુશી પણ તેનો અપવાદ નથી.

જો આપણે સારા સ્વાસ્થ્ય અને સુખની ઇચ્છા રાખીએ છીએ, તો સંજોગો સારા સ્વાસ્થ્ય અને પ્રસન્નતાને અનુકૂળ બનીને આપણી ઇચ્છા પૂર્ણ કરવામાં મદદ કરશે. એવું કહેવામાં આવે છે કે "शककरखोरे को शक्कर और टक्करखोरे को टक्कर" આપણે જે ખાવાનું પસંદ કરીએ છીએ એજ બજાર થી ખરીદી લાવીએ છીએ. જે ખરીદી ને લાવીએ છીએ એની સ્પસ્ટ છબી પહેલા થીજ મનમાં નિર્મિત કરી લઈએ છીએ. જો તમે આ ન કરો તો ખોટી વસ્તુ ખરીદવાની સંભાવના વધી જાય છે. આપણે शककरखोरे બનવાની કામના કરવી જોઈએ ના કી तककरखोरे. આ પસંદગી આપણું નસીબ નક્કી કરે છે અને આપણને યોગ્ય - અયોગ્ય અથવા સફળ - અસફળ બનાવે છે. જર્મન બોલતા ચેક લેખક ફ્રાન્ઝ કાલ્ફા પણ લખે છે કે એવી વસ્તુ માં સિધ્ધત થી વિશ્વાસ કરવો કે જે છે નહિ, પણ બનાવવાની છે .
ફક્ત એ જ વસ્તુ નથી બની શકતી કે જેને આપણે સિદ્ધત થી પામવા નો પ્રયત્ન જ નથી કરતા.

જેમ કે સારા પાક મેળવવા માટે શ્રેષ્ઠ પ્રકારનાં બીજ વાવવું ફરજિયાત સ્થિતિ છે, તે જ રીતે, બીજું કંઇપણ મેળવવા માટે, તે વસ્તુની તીવ્ર ઇચ્છા, એટલે કે મનમાં તીવ્ર ઇચ્છાનું વાવેતર કરવું પણ ફરજિયાત છે. જ્યારે આપણે બીજ વાવીએ છીએ, ત્યારે ઝાડ ઉગે તે સ્વાભાવિક છે. બીજ વાવ્યા પછી, તેને વધતું અટકાવવું અશક્ય છે. તે જ રીતે, વિચારના બીજને વાસ્તવિકતામાં બદલતા અટકાવવું પણ અશક્ય છે. જો તમે કોઈ પણ રીતે મનમાં સારા વિચારો રૂપી બીજો રોપશો, તો એના પરિણામો ને ઊગતા કોઈ નહિ રોકી સકે. એ સ્પષ્ટ છે કે જેવી ચાહત હસે એવીજ ઉપલબ્ધિ હસે. જો સારા જીવન માટે માવજત કરવી હોય તો સારી વિચારસરણી અથવા શુભ સંકલ્પ જરૂરી છે.

જો આપણી ઇચ્છાઓ સાત્ત્વિક નહીં હોય તો પરિણામ પણ સાત્ત્વિક નહીં આવે. જ્યારે આપણે સારા હોવાનો સંકલ્પ કરી લઈએ તો આપણા સારા હોવા માં કોઈ બાધા ઉત્પન્ન નહિ થાય. ઇચ્છાઓ આપણું જીવન છે, આપણું વ્યક્તિત્વ ઇચ્છાઓ દ્વારા વિકસિત થાય છે અને સમાજ ઇચ્છાઓ દ્વારા રચાય છે. જે પણ કહે છે કે ઇચ્છાઓ જીવનમાં મુશ્કેલી લાવે છે, તે ખોટું કહે છે. ખોટી ઇચ્છાઓ જીવનમાં મુશ્કેલીનું કારણ બને છે, સારી ઇચ્છાઓ નહીં. જો જીવન રૂપી માવજત કરવી હોય તો, પહેલા ઇચ્છાઓ રૂપી માવજત કરવી પડશે અને અસ્વસ્થ ભાવો નો ત્યાગ કરવો પડશે. જ્યારે પાણી કીચડ વાળું હોય ત્યારે એણે હલાવાય નહિ પરંતુ એને શાંત છોડી દેવાય જેથી ગંદકી એની જાતે જ નીચે બેસી જાય, એવીજ રીતે જિંદગી માં જ્યારે મુસીબત આવે ત્યારે વ્યાકુળ થવા કરતાં શાંત વિચારવા થી નિરાકરણ જરૂર મળે છે.