સમય ની ચાલ Vanraj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમય ની ચાલ

પળેપળ સમય પોતાનું રૂપ બદલતો રહે છે. સમયના સાચા સ્વરૂપને સમજવાનું કામ અત્યંત મુશ્કેલ છે. કવિઓ, વિચારકો, ફિલસૂફો અને આર્ષદ્રષ્ટાઓએ, પોતપોતાની રીતે સમયને જોવાના અને મૂલવવાના પ્રયત્નો કર્યા છે પણ એ દરેકના મત એકબીજાથી સાવ ભિન્ન છે.

સમયની ક્ષણો ક્યારેક ઉત્સવ જેવી લાગે છે તો ક્યારેક આંસુ-ભીની! વળી, રોજે-રોજ સંજોગોની ચબરખીમાંથી
તો સાવ અણ ધાર્યા લખાણો જ નીકળે છે! બિચારા માણસનું ભોળું ભટાક મન, ભીતર-ભીતર લાખ સવાલો ઘૂંટતું, ચૂપચાપ બેઠું રહે છે અને વળાંક-વળાંકે સમય સતત બદલાતો રહે છે!
સમય બધાંને મોં માગી અને મનગમતી ચીજો ક્યાં આપે છે? કોઈ નસીબદારને એ વણમાગ્યે જ બધું આપી દે છે તો કોઈ વળી, એકાદ નાનકડી ખુશી માટે પણ જિંદગીભર તરસતું રહે છે, સમયની પાસે! કોઈ વ્યક્તિ જિંદગીને ઉખાણું માને છે તો કોઈ એને સફર ગણીને નિરંતર ચાલ્યું જાય છે! સમજણનો કક્કો શીખી ગયેલ કોઈ-કોઈ વળી નિજમસ્તી માં જિંદગી જીવી જાણે છે! કેટકેટલાંય ચહેરા જિંદગીનાં ને અંતે તોય એ અરૂપ !

આંસુ અને ઇચ્છામાં ડૂબેલો માણસ, સમયને સમજી શક્તો નથી. પરિણામે એના હોઠ પર ‘ગુલછડીના
ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી’ જેવી ફરિયાદોનાં વન ઊગી નીકળે છે. જાણીતા લેખક મોહમ્મદ માંકડના
શબ્દોમાં કહીએ તો ‘કોઈ મનુષ્યની જિંદગી સરસ મજાની સડક જેવી હોતી નથી. અનેક જાળાં-ઝાંખરાવાળી ધરતી.
જેવી આપણાં સૌની જિંદગી હોય છે. એ બધાં કાંટા-ઝાંખરા સાફ કરીને જ આપણે આપણો રસ્તો કરવાનો હોય છે.

સમય માણસની પાસે વિશ્વાસ અને શ્રદ્ધા માગે છે. સમય ઉત્સાહ અને પ્રેમ માગે છે. સમયની પળેપળમાં આશાનાં નવા રંગ ભરીને જિંદગીને રંગીન રંગીન બનાવી શકે, એજ જિંદગી મનુષ્યને જીવવા જેવી લાગે છે. જિંદગીમાં વરસો નહીં, બલકે વરસોમાં જિંદગી ઉમેરવાનું નામ જ સાચી સમય છે!

પિયર સૉલ સ્મિથના શબ્દો બહુ મર્માળુ છે-
“જીવનના બે હેતુ છે : એક તો જેની ઇચ્છા હોય તે મેળવવું અને બીજો જે મેળવ્યું હોય તેનો ઉપયોગ કરવો! ડાહ્યામાં ડાહ્યો માણસ જ બીજો હેતુ પ્રાપ્ત કરી શકે છે.”

ટૂંકમાં, સમયનાં છલકતા જામને અમૃત માનીને ઉત્સાહભેર પી જવામાં જ સંમજદારી છે!
આપણા શાયર ‘મરીઝ'ની વાત હૈયાની પાટી પર કાયમ લખી લેવા જેવી છે :
“જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ',
એક તો ઓછી મદિરા છે તે ગળતું જામ છે!”


ઘણી વખત આપણને ક્યાયને ક્યાય કોઈના દ્વારા એવું સાંભળવા મળે છે કે સમય જ નથી મળતો. પણ વાસ્તવિકતા એ છે કે આપણે સમયની સાથે પગ માંડીને ચાલી જ શકતા નથી અને પછડાઈ જઈએ છીએ. સમય એ ખૂબ જ મૂલ્યવાન સંપત્તિનો ભંડાર છે પણ છતાય આપણે સમય નથી એવું કહીને રડ્યા કરીએ છીએ અને આપણે આવા અમૂલ્ય સમયનો વિચાર્યા વગર જ વ્યર્થ ઉપયોગ કરી નાખીએ છીએ.​

આપણી સફળતામાં જો કોઈ મોટો અવરોધ હોય તો તે સમયની બરબાદી છે. એકવાર હાથમાંથી છૂટી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. આપણો ખૂબ જ મૂલ્યવાન વર્તમાન સમય એ ભૂતકાળ બની જશે અને કદી ક્યારેય પાછો નહી આવે. એટલે જ એક કહેવત સાચી લાગે છે કે વીતેલો સમય અને બોલેલા શબ્દો ક્યારેય પાછા આવતા નથી.
If સંત કબીરે પણ કહ્યું છે કે,’ કલ કરે સો આજ કર, આજ કરે સો અભી’. સાચી જ વાત છે ને મિત્રો, કોઈપણ કામ કાલ પર ના મૂકવું જોઈએ. કારણ કે આજનું કામ કાલે, કાલનું પરમદિવસે એમ કરીને કામનો બોજો વધી જાય છે. વાસી કામ વાસી ખાવા જેવું થઈ જાય છે જેમાં રસ કે રુચિ રહેતી નથી.

મહાન ચાણક્યએ પણ કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં સમયનું ધ્યાન નથી રાખી શકતી એના હાથમાં અસફળતા અને પછતાવાનું જ આવે છે. હજી પણ આપણે સમયની અગત્યતા સંપૂર્ણ રીતે જાણી શક્યા નથી પરંતુ જે લોકો સમયનું મહત્વ સમજે છે એ વિશ્વના ઇતિહાસમાં સદાયને માટે અમર રહે છે.