દરેક માં એ માં છે Piyush દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરેક માં એ માં છે

ઘણીબધી કહાનીઓ માં એક નાયક હોય છે. જ્યારે તેનાથી વિપરીત અમુક નાની-નાની વાર્તાઓમાં લાગણીઓ રમત રમી જાય છે જેમાં હાર જીત કોઈ હાર જીત નથી હોતી.આવી વાર્તાઓ હૃદય ને સ્પર્શવા જ ઘટી હોય છે ને હેતુથી જ લખાયેલી હોય છે. આવી જ એક વાર્તા અહીં ઉપસ્થિત છે.
એક માલધારી કુટુંબ એક નાનકડા ગામમાં રહે છે. આમ તો વર્ષોથી બાપ દાદા ગાયો જ રાખતા આવ્યા છે પણ હાલની જરૂરિયાત પ્રમાણે હવે ભેંસો રાખે છે. કુટુંબ ના મોભી રામભાઈ આમતો ભેંસો ની લે-વેચ કરે છે પરંતુ ગવરી નામની ભેંસ ને નાનેથી મોટી કરી છે. ગવરી સાથે આખા કુટુંબ ની લાગણી બંધાયેલ છે. આ ભેંસ તેમનાં પિતાજીએ લાવેલી પ્રથમ ભેંસની પેલી પાડી છે.તે ભેંસ નો બાકી ચેડવાતો વેચી માર્યો પણ આ ભેંસ માં પિતાની યાદો ય રહેલી છે. હમણાં જ ગવરી પ્રથમ વાર પાડે આવી. આખો પરિવાર રાજી રાજી છે. નાના બાળકો ય બહુ ખુશ છે તેમને હવે ગવરી નું દૂધ પીવા મળશે.બધા જ આનંદિત છે.ગવરી નો રુઆબ પણ જોવા જેવો છે!
આખરે ગવરી પાડી ને જન્મ આપે છે પણ અફસોસ પાડી મરેલી જ જન્મે છે. કહેવાય છે કે ભેંસ માં બુદ્ધિ ઓછી હોય છે પણ આજે આંખો માં દેખાતી લાગણીઓ વિશે આ બિલકુલ સાચું નથી.એમાંય આતો માતૃત્વ ની લાગણી હતી એના ઉપર શું હોઈ શકે? રામભાઈ માલધારી એક મજબૂત માણસ હતો તોય એની આંખો માં ઊંડી ભીનાશ હતી.આપણાં મનુષ્યોમાં આવો કોઈ બનાવ આવે ત્યારે માં ને બાપ સરખા દુઃખી હોય છે પણ બાપ તોય માં ને હૈયાધારણ
આપે છે. ગવરી માટે એ શક્ય નહોતું. માલધારી કુટુંબ એની ભાવના ને અવશ્ય સમજી શકતું હતું પણ બીજું શું કરી શકે? એ મૃત્યુ પામેલ બચ્ચાંનો બાપ(પાડો) જ્યાં પણ હશે એનેય થોડી ઓછપ અનુભવાતી હશે. પોતાનો એક અંગ ગુમાવ્યો હોય ને જે પીડા થાય એજ વેદના અનુભવાતી હશે. તે બન્ને ને કદાચ જોરે જોરે થી રડવાનું મન થતું હશે. રામભાઈ જાણે પોતાની દિકરી ના પહેલા બાળક નું મૃત્યું થયું હોય ને કેવી રીતે તેને રડતી શાંત કરવી? શું કરું તો તેનું દુઃખ ઓછું થાય? આવા બધા વિચારો માં ખોવાયેલા શાંત બેઠા હતા. તેમની પત્ની શાંતિબેન તો રડવા જ માંડ્યા. માલધારીઓ ને મન તો તેમનાં માલઢોર એય કુટુંબ ના સભ્ય જ છે. તેમના માલઢોર ને કાંઈ થાય તો તેય સરખું દુઃખ અનુભવે.જે બાળકો ગવરી નું દૂધ પીવા ઉત્સાહિત હતા તેમણે હસવાનું બંધ કરી ને માં ને નિર્દોષ પ્રશ્ન પૂછે છે,'માં-માં ગવરી નું બચ્ચું ઉભું કેમ નથી થતું? , અમારે તેની ભેગું રમવું છે.' માં શું જવાબ આપે? એક વાત તો સ્પષ્ટ હતી ભગવાને બુદ્ધિ મનુષ્ય ને વધુ આપી હોય પણ લાગણીઓ માં કોઈ જ ભેદભાવ રાખ્યો નહોતો.એ વાતાવરણ વર્ણન થી વધું કરુણ હતું!
કોઈ માલઢોર ને જ્યારે મરેલું પાડું જન્મે એટલે ઈન્જેકશન આપીને ટોપલે કરી દેવામાં આવે. ગવરી ની વાત અલગ હતી. રામભાઈ એ તેને એક દીકરીની જેમ ઉછેરી હતી. તેમનાં જોડે ઘણીય ભેંસો હતી પણ ગવરી પ્રત્યે તેમનો વિશિષ્ટ લગાવ હતો. ગવરી સાથે તેમનાં પિતાજી ની યાદો જોડાયેલી હતી.તેમણે ગવરી ને ઈન્જેકશન ન જ આપ્યું. ધીરે ધીરે ગવરી નું ધાવણ સૂકાઈ ગયું. એ બધું જ દૂધ જે તેના બચ્ચા માટે ને રામભાઈ ના પરિવાર માટે હતું એ આંખોમાંની ભીનાશ થઈ ને ઉડી ગયું.ખબર નહીં શું ભૂલ થઈ હશે ગવરી થી કે રામભાઈ થી? આવી સ્થિતિ આવી પડી.
ધીરે ધીરે સમય પસાર થઈ ગયો. ગવરી બીજી વાર પાડે આવી. ગવરી પેલા કરતા થોડી દૂબળી થઈ હતી. રામભાઈ અને તેમનો પરિવાર તેની ખૂબ જ ચાકરી કરતા હતા. સમય પસાર થ્યો ને હવે છેલ્લાં બે મહિના બાકી હતા. ગવરી આ ફેરે વધુ સાવધ હતી. ગવરી આમ તો ક્યારેય ધીમે ન ચાલે પણ આ વખતે તે તેની ચાલ ચલગત માં ધ્યાન બરતતી હતી ને થોડું ધીમે ચાલતી હતી. એક માં પોતાનું પહેલું બાળક મૃત્યું પામેલું જન્મે તો બીજી ફેર કેવી રીતે કાળજી લે તેમ ગવરી પણ થોડી ચિંતિત અને સાવધ હતી.રામભાઈ પણ આ વખતે વધું સારી રીતે દેખભાળ કરતા હતા.
આખરે એ દિવસ આવી ગયો. ગવરી એ આ વખતે એકદમ તંદુરસ્ત પાડા ને જન્મ આપ્યો. લગભગ દોઢેક વર્ષ બાદ ગવરી ના મોઢા પર ચમક હતી. સૂકુંન અને ખુશી આ બંને ભાવ એકસાથે છલકાતા હતા.રામભાઈ નું પૂરું કુટુંબ આજે ખુશમિજાજ માં હતું.માનવીય સ્વભાવ થી વિપરીત ગવરી ને પાડો આવે તો સારું કે પાડી આવે તો સારું એવું કોઈ જ નહોતું.એને તો બસ પોતાનું બચ્ચું તંદુરસ્ત હોય એજ પૂરતું છે.કોઈ પણ માલધારી ને એવું હોય કે પાડી આવે તો વધું સારું પણ આ વખતે રામભાઈના મનમાં એવો કોઈ ભાવ નહોતો. આજે ગવરી અને તેનો પરિવાર બધા જ ખુશ હતી.
ગવરી એના પછી પણ બે-ત્રણ વેતર વિયાણી પણ જે આંખ માં ચમક પહેલું બચ્ચું તંદુરસ્ત જન્મયું તે હતી તે દરવખતે ના જોવા મળી.હા, દરેક માં પોતાનો સૌથી નાના બાળક ને વધુ લાડ કરે એ ગવરી ના કિસ્સામાં પણ જોવા મળતું. ખરેખર આ કોઈ ભેદભાવ નથી.આ લાગણી ભેદભાવ અને સમભાવ ની વચ્ચે ની છે જે સમભાવ ની વધું નજીક છે. આ વાર્તા હતી માતૃત્વ ની જેનાથી ઊંચું કોઈ નથી.