માતા પિતા ને ભૂલશો નહીં Piyush દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

માતા પિતા ને ભૂલશો નહીં

નાના એવા ગામમાં કેટલાક પરિવાર રહેતા હતા.કેટલાક અમીર હતા તો કેટલાક ગરીબ હતા.ગરીબ માણસ સામાન્ય રીતે મજૂરી કરી ને જીવનગુજારો કરતા હતા.ગામ માં કેટલીક સુવિધા જેવી કે શાળા ને દવાખાનું વગેરે પણ હતા.કેટલાક પોતાના જીવન થી દુઃખી હતા તો કેટલાક અત્યંત આનંદિત હતા છતાં ગામ માં શાંતિ હતી ને સંપ હતો.

આજ ગામમાં નાનકડા ઝુંપડા માં એક પરિવાર રહેતો હતો.એક પતિ-પત્ની ને તેમને એક નાનો દીકરો હતો.બંને માતા પિતાને દિનરાત મજૂરી કરી ને બે ટક નું ભોજન નસીબ થતું હતું.આવી પરિસ્થિતિ માં પણ તે પોતાના દીકરા નું ખૂબ જ ધ્યાન રાખતા હતા.માતા તેને વિવિધ વાનગી ઓ પણ આપતી જો કોઈક દિવસ મહેનતાણું વધુ મળી જાય તો.એમાં માતર તેને સૌથી પ્રિય હતી. જ્યારે પિતા એ પણ તે એજ શાળા માં ભણે જ્યાં અમીરો ના છોકરા ભણે છે તેવી ગોઠવણ કરી હતી .તે માટે તેઓ દિનરાત મહેનત કરતા.ક્યારેક લાકડા ઉપાડે તો ક્યારેક અન્ય કોઈ શ્રમિક કામ ,માતા પણ દીકરો ભણવા જાય એટલે કામે જતી રહે ને તેના આવતાં પહેલા ઘરે આવી જાય.

દીકરો પણ ભણવામાં હોશિયાર હતો.તે એ શાળા માં હંમેશા પહેલાં નંબરે ઉત્તીર્ણ થતો.અમીર ઘરાના ના લોકો એ જોઈ ને ખુશ થતા કે એક દિવસ તેને સારી એવી નોકરી મળશે ને તે ગરીબ પરિવાર નું દુઃખ દૂર થશે.તેના માતા પિતાએ તે આશ લઈને બેઠા હતા કારણ કે ઉમર વધવાને કારણે શરીર ધીમે ધીમે ઓછું સાથ આપતું હતું.માતા ક્યારેક દીકરો ભણી ને આવે ને માથું દુખતું હોય તો તેને માથું દબાવી આપતી.તેનાથી તેને તરત રાહત મળતી.

હવે દીકરા નો ગામ ની શાળા માં અભ્યાસ પૂર્ણ થઈ ગયો.સદનસીબે તેને વધું આગળ અભ્યાસ માટે શિષ્યવૃતિ
મળી ગયી હવે તે શહેર ભણવા જઈ શકતો હતો.માતા પિતા પણ ખૂબ જ ખુશ હતા પણ માં થોડી દુઃખી હતી કેમ કે દીકરો તેના થી દૂર જઈ રહ્યો હતો.

દીકરો શહેર જઈ ને ભણવા લાગ્યો ને અહીં માતા પિતા કામ કરી ને પેટ ભરતા.તેમને પોતાના દીકરા ની યાદ ખૂબ જ આવતી.દીકરા ને અભ્યાસ માં રસ હતો તે માત્ર ભણવા માં જ ધ્યાન આપતો.તે ખરેખર માતા પિતા ને વધું યાદ કરતો ન હતો.આ ઉપરાંત તેને શહેરી જીવન પસંદ આવી ગયું હતું તેને હવે પેલા નું જીવન તુચ્છ લાગવા લાગ્યું હતું.તે વેકેશન માં પણ ઘરે ના જતો. માતા ને તે અંગે ચિંતા થતી પણ પિતા તેમને સમજાવતા કે પૈસા બચાવવા ખાતર તે ઘરે નહીં આવતો હોય.આવી રીતે માતા ને શાત્વના મળતી.

ધીરે ધીરે સમય વીતતો ગયો.દીકરો હવે પોલીસ ઇન્સ્પેક્ટર બની ગયો હતો. તેણે તેની સાથે જ અભ્યાસ કરતી છોકરી સાથે લગ્ન પણ કરી લીધા હતા.આ બાજુ માતા પિતા વૃદ્ધ થઈ ગયા હતા.તેમનું શરીર થાકી ગયું હતું,કામ હવે વધું થતું ન હતું. હવે માંડ-માંડ જીવન વિતાવી રહ્યા હતા.દીકરા ને બાજુ ના ગામમાં જ નોકરી લાગી છે ને તે ત્યાં જ એક ઘર માં રે છે તેવા સમાચાર ગામ ના એક વ્યક્તિ એ આપ્યાં.આ સાંભળી ને બંને જણ ખુશ થઈ ને પોતાનાં લઘરવઘર ફાટેલા કપડાં માં જ તેને મળવા પોલીસ સ્ટેશન પહોંચી ગયાં.ત્યાં જઈને તેમણે એક ચોકીદાર ને જણાવ્યું કે સાહેબ કહો કે તેના માતાપિતા મળવા આવ્યા છે.ચોકીદાર ને બહું નવાઈ લાગી કે આ તેમના માતા પિતા કેવી રીતે હોઈ શકે ? ને સાહેબ પણ તેમના વિશે કોઈ દિવસ વાત કેમ નથી કરી? તેણે જઈને તેમને આ વિશે જણાવ્યું.દીકરાએ દૂર ઉભેલા માતા પિતા ને જોયા ,તેમના ફાટેલા કપડાં જોઈ ને તેને કહ્યું કે એ મારા માતા પિતા નથી કાઢી મુકો તેમને એવો ઓર્ડર આપ્યો.ચોકીદાર એ ઘણું બધું સંભળાવી તેમને કાઢી મૂક્યા.માતા પિતા ને ખૂબ જ આઘાત લાગ્યો ,તે બન્ને ખૂબ જ રડયા.

પોતાનો દીકરો કે જેને તેઓ એ આટલો પ્રેમ થી મોટો કર્યો હતો એણે જ આવું કહીં ને નીકાળી દીધા એટલે પાછા તેઓ ગામડે જતા રહ્યાં.રોજ તેઓ આ વિશે વિચાર કરતા ને ખૂબ જ રડતા. પિતા આમાંને આમાં બીમાર થઈ ગયા.સરકારી દવાખાના માં દવા કરાઈ ત્યાં મટયું નહીં.ત્યાંના ડૉક્ટરએ આગળ મોટી હોસ્પિટલમાં બતાવવા કહ્યું પણ તેના માટે ના પૈસા નહોતાં.માતાએ દીકરા જોડે મદદ માંગવા કહ્યું પણ પિતાએ ના પાડી દીધી.એક દિવસ તેમનું મૃત્યુ પામ્યું.માતાએ ખૂબ જ રડી તેને એ વાત ની ખબર નહોતી પડતી કે તેના પતિ મૃત્યુ પામ્યા એટલે રડવું જોઈએ કે પછી દીકરો જીવતો હોવા છતાં બાપ ની ચિતા ને અન્ય કોઈ એ આગ આપી.માતા હવે નિરાશ્રિત થઈ ગઈ હતી.

થોડા દિવસ ના વિયોગ પછી માતા પોતાના દીકરા ના ઘરે જ ગઈ.તેની પત્ની ને કામ કરવા રાખવા વિનંતી કરી.પત્ની એ પોતાના પતિ ને પૂછી ને એ માટે હા પાડી.માતા ઘર નું દરેક કામ કરતી ને પોતાના દીકરા આગળ માથે ઓઢી લેતી.તેણેઆ અંગે પૂછ્યું તો કહ્યું કે અમારા સંગઠન નો એવો નિયમ છે.માતા એ એક દિવસ ઘર માં માતર બનાવી.દીકરા ને આ ખાધા પછી તેના માંએ બનાવી હોય એવું લાગ્યું .તેને આ વાત ની ખૂબ જ નવાઈ લાગી.આ પરથી ઘણા દિવસે તેના માતા પિતા ની યાદ આવી.

એક દિવસ દીકરો કંટાળી ને ઘરે આવ્યો જેથી તેનું માથું ભારું ભારું થઈ ગયું હતું.તેણે પત્નીને કહ્યું કે ઘડીક માથું દબાવી આપ પણ પત્ની એ કામ કરનાર માસી પાસે દબાવવા કહ્યું.માંએ તરત જ દબાવી આપ્યું ,દીકરા ને આ હાથ પોતાની માંની જેમ જ ફરતા હોય એમ લાગ્યું.આ વિશે તેણે કહ્યું પણ ખરું.માં ની આંખમાં આંસુ આવી ગયા.તેમણે કોઈ જવાબ આપ્યો નહીં.

એક દિવસ ચુપચાપ જઈને તેમનું મોઢું જોવાનું દિકરે નક્કી કર્યું. જ્યારે માં રસોઈ કરતી હતી તે છાનોમાનો જઈને તેમનું મોઢું જોયું ત્યારે તે અવાક થઈ ગયો.આતો પોતાની જ માં હતી.તેના આંખ માંથી ડબ ડબ આંસુ સરવા લાગ્યા,માંની પાંપણ પણ ભીની થઈ ગઈ.માં એ પિતા અંગે વાત કરી.હવે દીકરા ને શું કરવું એ સમજાતું નહોતું.તેને ખૂબ જ પસ્તાવો હતો પણ અફસોસ તેના પિતા તેણે ગુમાવી દીધા હતા.

જીવન માં આપણે ગમે તેટલું મેળવી લઈએ છતાં આપણા માતા પિતા અને અન્ય જે આપણ ને ઉપયોગી થયાં છે તેમને ભૂલવા ન જોઈએ ને તેમની સ્થિતિ થી શરમ અનુભવવી ન જોઈએ.