Love Blood - 16 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-16

લવ બ્લડ
પ્રકરણ-16
દેબાન્ચુ કલાસમાં આવ્યો અને એણે વચ્ચેની રો માં ત્રીજી બેન્ચ પર નુપુરને જોઇ અને એની પાસેજ સીધો ગયો અને વાર્તાલાપ થયો. નુપુરની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે એને એનાં પાપાની ડાંટ પડી હતી અને ગુસ્સે થયાં હતાં કોઇ છોકરાં સાથે કોઇ મગજમારી નહીં કરવાની અને ફ્રેન્ડસીપ કરવાની નહીં એની તક્કીદ કરેલી.
દેબાન્શુએ નુપુરને કહ્યું "સોરી નુપુર તને મારાં કારણે તારાં પાપાની ડાંટ પડી... નુપુર આ સાંભળીને થોડીવાર દેબુ સામે જોઇ રહી અને જવાબ આપ્યો એ સાંભળી દેબાન્શુ ચોકી ગયો અને આનંદાશ્ચર્ય સાથે નુપુરની સામે જોવા લાગ્યો.
નુપુરે કહ્યું "ભલેને આવી હજારો ડાંટ પડે દેબુ હું તો તારી સાથે ફ્રેન્ડશીપ કરવાની જ.
આ સાંભળીને દેબુને ખૂબ આનંદ થયો એની આંખોમાં આનંદ સાથે પ્રેમ છલકાઇ ગયો. એણે બીલકુલ વાર કર્યાં વિના નુપુરને કહ્યું" થેંક્સ નુપુર.
દેબાન્શુને નુપુરનો હાથ પકડી લેવાની તીવ્ર ઇચ્છા થઇ આવી પણ એ કાબૂમાં રહ્યો. નુપુર દેબાન્શુની આંખોનો આનંદ જોઇ રહેલી એની આંખોમાં પણ પ્રેમભાવ ઉભરાઇ આવેલો એટલે ખૂબ સમજી પૂરા વિશ્વાસ સાથે કહેલું.
નુપુર થોડું હસીને નીચે જોઇ ગઇ. દેબુએ કહ્યું નુપુર જગ્યા આપ હું અહીં તારી સાથે જ બેસી જઊં.
નુપુર સહસા ખસી ગઇ અને દેબાન્શુ બરાબર બાજુમાં ગોઠવાઇ ગયો. નુપુર હજી મંદ મંદ હસી રહેલી. ત્યાં બીજી બેન્ચ પર પ્રથમ હરોળમાં રીપ્તા શોમીક અને પુષ્પાન્સુ કંઇક વાતો કરતાં કરતાં આ બંન્નેની ગતિવિધી જ જોઇ રહેલાં.
રીપ્તાએ સ્પષ્ટ જોયુ કે નુપુર કંઇક બોલી અને દેબાન્સુ ખૂબ ખુશ થઇ ગયો એનાં ગાલ-કાન લાલ થઇ ગયાં અને કપાળની નશો ઉભરી આવી અને આંખોમાં કંઇક અલગ જ નશો હતો. રીપ્તા શાંતિથી જોઇ રહી હતી સમજી રહી હતી.
શૌમીકે કહ્યું "આ ગયો... આ ગયો.. હવે હાથમાં નહીં આવે.. એવું સાંભળીને પુષ્પાન્સુ અને રીપ્તા જોરથી હસી પડ્યાં અને નુપુર-દેબાન્શુની નજર એ લોકો પર પડી અને રીપ્તાએ હાથનાં ઇશારાથી દેબુને પૂછ્યું "ક્યા હુઆ ? અને નુપુરે એ જોઇને હસી પડી...
**************
જોસેફની વાતો સાંભળીને બોઇદો થોડો વિચારમાં પડી ગયેલો. એ ત્રણે જણાં સીટી કોલેજ પહોંચ્યાં અને ત્યાંજ બોઇદાનો ચમચો કકાઉ ઉભો હતો એને જોઇને બોઇદાને આશ્ચર્ય થયું એણે ઇશારો કરીને કકાઉને એની પાસે બોલાવ્યો. કેમ શું થયું અહીં કેમ આવ્યો ?
કકાઉએ એની નજીક આવીને બોઇદાનાં કાનમાં કંઇક કહ્યું બોઇદાએ કહ્યું "ઓહ એમ વાત છે... મને હમણાંજ જોસેફ વાત કરી છે. પછી બોઇદાએ જોસેફ સામે જોઇને કહ્યું તારી વાત સાચી નીકળી આ કકાઉ વાત લાવ્યો છે પેલાં દેબુની સાથે બાઇક અંગે માથાકૂટ થઇ હતી તો મુંજા એને શોધી રહેલો એને મારવા માંગે છે.
જોસેફ કહ્યું "મને ખબર જ હતી કે એને નહીં છોડે એટલે જ મેં દેબુને પૂછેલું તારી સામે પણ બોઇદા અત્યારે યોગ્ય સમય નથી હમણાં મુંજાને મનાવી લે કોઇ બબાલ ના કરે પછી જોયું જશે.
બોઇદો કહે પણ પેલાને તો દેબુ કરતાં એની સાથે છોકરી હતી એનાં માટે ખુન્નસ છે કે છોકરી થઇને મને મારી ગઇ. જોસેફ હસી પડ્યો કહે એ વખતે માર ખાઇ લીધો હવે શોધવા નીકળ્યો છે ?
જોસેફ આગળ કહ્યું બોઇદા એને ના પાડી દેકે હમણાં કંઇ નહીં. એકવાર આપણે જોઇ લઇએ કે એ છોકરી કોણ છે ? પછી વાત કંઇક અવળું પડી ગયું તો લેવાનાં દેવા થઇ જશે. અને બોઇદા તારે તો બધાં સભ્ય બનાવવાનાં છે અત્યારથી બબાલો કરવા માંડીશું તો કોઇ સભ્ય થવાનું દૂર દૂશ્મનો વધી જશે. આપણે આપણાં મતલબથી મતલબ રાખવાનો છે સમજ્યો ?
બોઇદો થોડીવાર શાંતિથી સાંભળી રહ્યો પછી કકાઊ સામે જોઇ બોલ્યો "મુંજાને કહે બોઇદો જોઇ લેશે હમણાં કોઇ બબાલ નથી કરવાની પછી જોઇ લઇશું અને એને સાંજે આપણાં અડ્ડે બોલાવી લેજે.
જૂલીએ આ બધાની વાત સાંભળી પણ એ સમજીને ચૂપ રહી એને થયું હું કંઇક નોંધાવીશ તો આ લોકો... એ ચૂપ જ રહી.
બોઇદાએ કહ્યું "કકાઉ હતુ જા અને મુંજાને કહે... અહીંથી તું નીકળ સીધો કોલેજની હું આપણાં એવુ જ આવું છું જા. કકાઉએ "ઓકે" કહીને બાઇક સ્ટાર્ટ કરીને નીકળી ગયો.
બોઇદાએ કહ્યું "આ છોકરી છે કોણ ? એણે મુંજાને ફટાકાર્યો કહેવું પડે ? જોવી પડશે ? પછી હસી પડ્યો અને બોલ્યો "માર્યો એને છોકરાએ અને શોધે છે દેબુને ? ખરો છે.
જોસેફે કહ્યું "એ છોકરી કોણ છે કોઇને ખબર નથી પણ દેબુની સાથે હોઇ શકે એટલે દેબુને શોધે છે.
બોઇદો બોલ્યો "દેબુની સાથે હમણાંથી તો રીપ્તા જ હોય છે. રીપ્તાની સમજ નથી પડતી યાર. છોડ હમણાં ચાલ અહીં કોલેજમાં ક્યા ક્યા એડમીશન થયાં છે એ જોઇ લઇએ આપણે અહીંનાં ઇતિહાસ-ભૂગોળ બધુ જ જોઇ લેવું પડશે કોણ ક્યાં કામ લાગશે જોઇએ...
બોઇદો બોલીને થોડીવાર શાંત થઇ ગયો એણે વાત બંધ કરવા કહ્યું "પણ એનાં દિમાગમાં રીપ્તા ફરી રહી હતી સાલી છે બોલ્ડ અને બ્યુટીફુલ.. એ હાથમાં આવી જાય તો મજા પડી જાય. પેટ ભરીને ભોગવવી છે પણ સાલી ખૂબ સ્માર્ટ છે દોસ્તી એવી રાખે છે કે જાણે કેટલીયે ક્લોઝ હોય પણ એની ક્લોઝ જઇ નાં શકો.. અને એને એની સાથેનો એક પ્રસંગ યાદ આવી ગયો.
રીપ્તા, બોઇદા-જોસેફ બધાં સાથે હોંગકોંગ માર્કેટથી બહાર નીકળીને ચા ની કીટલીએ ચા કોફી પીવા ઉભા રહેલાં અને રીપ્તા બોઇદાને જંગલ વિષેની વાતો પૂછી રહેલી એણે એટલી ડીટેઇલ્સ પૂછી હતી કે બોઇદાને આશ્ચર્ય થઇ ગયેલું એણે પૂછ્યું "એય તું જંગલમાં રહેવા આવવા માંગે ? તો અમારા જેનાં જંગલી સાથે લગ્ન કરવા પડે એમ કહીને હસી પડેલો.
રીપ્તાએ કહ્યું "ઓય ઝેરથી મરી જવાય એ ખબર હોય એનાં માટે ચાખવાની જરૂર ના પડે. હું તો કૂતૂહૂલથી પૂછું છું કે તમારો કબીલો કેવો છે કે એમાં તારા જેવો પણ પાકર્યો છે ? એમ કહીને હસી પડી. એવું સાંભળી બધાં જ હસી પડ્યાં ત્યાં બાજુમાં ઉભેલાએ રીપ્તાને જોઇને સીટી મારી.. રીપ્તા કંઇ બોલી નહીં પછી પેલાએ થોડાં નજીક આવીને સીટી મારતાં કંઇક કરવા ગયો. ત્યાંજ બોઇદો ઉભેલો એ એની નજીક જઇ પેલાંને મારવા ગયો ત્યાંજ પહેલાં એનો કોલર પકડીને રિપતાએ નીચો નમાવીને બે પગ વચ્ચે એવી લાત મારી કે પેલો "ઓયં કરતો બેવડ વળી ગયો અને રીપ્તાએ કહ્યું "નીકળી પડ્યાં છે ફર્લ્ટ કરવા માટે આ તારી બેન નથી કે અહીં લે આ તારી બોન પરણી નાંખશે એવી છે ફરીથી આડો ના ઉતરતો અને પેલાની આંખમાં પાણી નીકળી આવેલાં એની સાથે ઉભેલા બીજા બે ત્રણ જણ એને લઇને ત્યાંથી રફ્ફુચક્કર થઇ ગયાં બોઇદો જોતો જ રહી ગયો કે શું આની સ્ફુર્તિ અને પંચ અને લાત હતી માય ગોડ...
જોસેફ કહ્યું બોઇદા ક્યાં ખોવાયો ? શેનાં વિચારો કરે છે ? બોઇદાએ સ્વસ્થ થતાં કહ્યું "અરે કંઇ નહીં યાર.. પેલો પેલી છોકરીની શોધમાં છે જો એ ખરેખર મર્દાના જંગદંબા નીકળી તો આવી બનશે આપણ સીલીગુડ્ડીમાં માં કાળકાની ભક્તાણીઓ બહુ છે વહેલાં જોઇ જાણી લેવુ પછી પડ્વું.
જોસેફે કહ્યું "અલ્યા તું આ શું કહે છે ? તને નથી કોઇ શરમ, ડર, તું તો સાલા ધાતકી પશુ જેવો છે તને ક્યાંથી આવા વિચાર આવી ગયાં ?
બોઇદાએ મનમાં વિચાર કરતાં કરતાં કહ્યું મને જે છોકરીઓ મળી છે એકથી એક ચઢીયાતી મળી છે પછી એકદમ ખંધુ અને બેશરમી ભર્યુ હસીને બોલ્યો આ રીપ્તાડી વાઘણ છે બેંગોલની વાઘણ જેવી આ પેલો શોધે છે એ પણ એવી હશે અને મને પેલા દિવસે પથારીમાં મળેલી.. સાલી જાડી પણ જોરદાર હતી રંભાએ મને હંફાવી દીધેલો પણ સાલી મજા આવી ગઇ હતી એમ કહેતાં કહેતાં લાળ ટપકી ગઇ.
આ લોકો વાતો કરતાં કરતાં વધી રહેલાં ત્યાંજ સામેથી મીંજ આવતો જોયો એ બોઇદાની સામે જ એની પાસે આવી રહેલો. બોઇદો આશ્ચર્યથી જોઇ રહ્યો.
વધુ આવતા અંકે - પ્રકરણ-17


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED