Love Blood - 15 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-15

લવ બ્લડ
પ્રકરણ-15
દેબુ પહેલો દિવસ કોલેજનો હતો અને એ ઘણો એક્સાઇટેડ હતો એ બાઇક લઇને નીકળ્યો રીપ્તા મળી અને બંન્ને જણાં સાથે નીકળ્યાં અને કોલેજ પહોચીને નુપુરને જોઇ હતી. રીપ્તાએ નુપુરનો દુપટ્ટો દેબુનાં ગળામાં હતો એ જોયેલો. દેબુએ બાઇક પાર્ક કરી અને નુપુરની સુંદરતાની વાત રીપ્તાએ કરી. ત્યારે દેબુએ કહ્યું તું પણ ખૂબ સુંદર છે. રીપ્તાને એ સાંભળવું ખૂબ ગમેલું એને થયું આ ક્ષણો એ કાયમ માટે કેદ કરી લે.. દેબુએ એની સુંદરતાની પ્રશંસા કરી હતી ત્યાં રીપ્તાની નજર ગેટ તરફ ગઇ અને એણે દેબુને કહ્યું "દેબુ જો સામેથી કોણ આવે છે ? અને દેબુએ એ તરફ નજર કરી અને આર્શ્ચયથી જોઇ રહ્યો.
દેબુએ રીપ્તાને કહ્યું "આ અહીં ક્યાંથી ? એણે અહીં એડમીશન લીધુ છે ?. દેબુએ બોઇદાને અને જોસેફ, જૂલીને અહીં કોલેજ કેમ્પસમાં આવતાં જોઇ પૂછ્યું ?
રીપ્તાએ જવાબ આપ્યો "મને ખબર છે ત્યાં સુધી આ ત્રણે તો સીટી કોલેજમાં છે પણ અહીં... રીપ્તા આગળ બોલવા જાય તે પહેલાં બોઇદા લોકો નજીક આવી ગયાં.
બોઇદો નજીક આવીને પહેલાં રીપ્તાને કહ્યું "હાય રીપ્તા હેપ્પી કોલેજ ડે બેસ્ટ લક. રીપ્તાએ થેક્યું કહીને પૂછ્યું "અરે તમે લોકો અહીં ? અહીં એડમીશન થયુ છે ? રીપ્તા બોલતી રહી અને બોઇદાએ દેબુને કીધુ "હાય દેબાન્શુ લકી બોય... કેમ છે ? પછી રીપ્તા તરફ ચહેરો કરી બોલ્યો "નારે અમને અહીં એડમીશન કોણ આપે ? અહીં તો સ્કોલર્સ હોય દેબુ સામે જોઇને બોલ્યો આતો પહેલો દિવસ છે એટલે અહીંનો માહોલ જોવા આવ્યાં છીએ. પછી બોલ્યો તમારાં ગ્રુપનાં કેટલાં અને કોણ કોણ છે ?
રીપ્તા જવાબ આપે પહેલાં દેબાન્શુએ કહ્યું અરે ભાઇ હજી પ્હેલો દિવસ છે કોણ છે કોણ નહીં કલાસ ભરાય ત્યારે ખબર પડે. હજી તો અઠવાડીયું નીકળી જશે જાણવા.
બોઇદાએ વિચિત્ર હસતાં કહ્યું "ઓહ ઓકે.. કંઇ નહીં ફરી આવતાં રહીશું પછી રીપ્તાની સામે જોઇને બોલ્યો "રીપ્તા તું ક્યારે આમાં એડમીનશન લઇ ગઇ ? તું તો અમારી સાથે સીટી કોલેજમાં ફોર્મ લેવા આવી હતી. યાર તને મીસ કરીશુ પણ કંઇ નહીં અહીં આવન જાવન રહેશે વાંધો નહીં.
રીપ્તાએ કહ્યું "સાચી વાત છે હું પહેલાં ત્યાં જ ફોર્મ લેવા ગયેલી પણ અંકલે ના પાડી અને અહીં એડમીશનનું કરાવ્યું પણ સારું થયું અહીં પણ બધાં ફ્રેન્ડ્રસ છે જ પછી દેબુની સામે જોયું.
બોઇદાએ કરડી નજર કરીને દેબુ સામે જોયું પણ દેબુને કંઇ ફરક નહોતો પડતો એણે જોયું ના જોયું કર્યું ત્યાંજ જોસેફ દેબુને કહ્યું "અરે દેબુ યાર તારે થોડાં દિવસ પહેલાં શું થયેલું બાઇક બાબતે ? મને જાણવા મળેલું કે તારે બાઇકર્સ સાથે ફાઇટ થઇ હતી અને તું ઇન્જર્ડ થયેલો અને તારી સાથે છોકરીઓ હતી એ લોકોએ પણ સારી ફાઇટ કરેલી શું થયેલુ ?
દેબુએ કહ્યું "અરે છોડને કંઇ નહીં આવું બહુ ચાલ્યા કરે. જોસેફે કહ્યું "એમ નહીં મારે જાણવું છે કોણ હતાં ? અને તારી સાથે કોણ હતું ?
દેબુએ કહ્યું " હશે કોઇ હું નથી ઓળખતો હું અને રીપ્તા ઘરે જતાં હતાં અને મારી બાઇકની આડે ઉતરી મસ્તી કરતાં હતાં. એમાં બબાલ થઇ હતી. ખબર નહીં કોણ હતાં ?
બોઇદાએ રીપ્તા સામે જોઇને કહ્યું અરે વાહ રીપ્તા તું હતી ? તેં દેબુને બચાવ્યો ? આમે ય તું તો ફાઇટ મસ્ત કરે છે. એમ કહીને હોઠ પર જીભ ફેરવી.
રીપ્તાએ એ જોયું પણ ગણકાર્યુ નહીં એ બોલી હશે કોઇ રખડેલ લફંગા, બરોબર સ્વાદ ચખાડેલો. એટલે જોસેફ થોડાં ગુસ્સામાં રીપ્તા સામે જોયું અને બોલ્યો "અરે મસ્તી કરી હતી કંઇ વધારે નહીં ને ? એ અમારાં ગ્રુપનાં જ હતાં પણ બીજુ ગ્રુપ છે... આમ ફાઇટ થોડી થાય ?
દેબુએ કહ્યું જોસેફ તું કોલેજનાં પહેલાં દિવસે વીશ કરવા આવ્યો છે કે સલાહ ઠોકવા. એ લોકેએ શું કરેલું તું જોવા આવેલો ? અને ત્યાં દૂરથી શૌમીક પુષ્પાન્દ્ર આવી રહેલાં. એ લોકો નજીક આવીને દેબુ અને રીપ્તાને હાય કહ્યું "અને પછી બોઇદા અને જોસેફ તરફ જોયું હાય કીધુ.
દેબુએ કહ્યું "હાય ફ્રેન્ડ્સ આવી ગયાં ચલો હુ રાહ જોતો જણે ચલો કલાસ તરફ જઇએ. બોઇદા અમે જોસેફ તરફ જોઇને બોલ્યો. ચલો ફ્રેન્ડ્સ બાય અમે કલાસમાં જઇએ છીએ.
બાઇદો ચીંગમ ચાવી રહેલો એ કંઇ બોલ્યો નહીં એનો ચમચો જોસેફ અને જૂલીએ બધાને બાય કીધુ. જૂલી બોલી ચલો યાર આપણે આપણી કોલેજ જઇએ આપણે પણ કલાસ ચાલુ થશે.
જોસેફે જૂલીને સાંભળ્યા વિના બોઇદાને કહ્યું "આ લોકોની સાથે કોઇ બીજી છોકરી પણ હતી મને મુંજાએ કહેલું કે પાછળથી છોકરી આવી એ બ્લેક બેલ્ટ લાગતી હતી એણે બધાને ખૂબ ખંખેરેલા.. જોરદાર છોકરી હતી જે રીતે એનું વર્ણન કરેલું.
બોઇદો બોલ્યો" બધી ખબર પડી જશે ચિંતા શું કરે છે ? જોરદાર હશે તો મજા આવી જશે પછી ખડખડાટ હસ્યો.
જૂલી કહે "ચલો હવે તમે લોકો પછી પંચાત કરજો બધી, બોઇદાએ કહ્યું "આ દેબુ કંઇક જુદી માટી લાગે છે એનાં પર ધ્યાન રાખવુ પડશે. પણ રીપ્તાની ખબર નથી પડતી આપણી સાથે ક્યારેક આવે તો બિન્દાસ લાગે છે આટલી ખૂબસુરત છે પણ ક્યારેય નજીક નથી આવવા દેતી. બોમ્બ જેવી છે પણ જોરદાર છોકરી છે... એ વાતો કરો ત્યારે એવું લાગે આપણી ખાસ દોસ્ત છે અને ક્યારેક સાવ અજાણી લાગે છે.
જોસેફે કહ્યું બોઇદા એનો અંકલ જોરદાર છે બાપ તો ક્યાંક પાલિકામાં નોકરી કરે છે પણ એનો અંકલ રીટાયર્ડ મેજર છે આર્મીમેન છે અને સીક્યુરીટી કે કોઇ કંપની ચલાવે છે રીપ્તા એમની પાસે જ હોય છે એ ખૂબ ટ્રેઇનીંગ આપે એને.
બોઇદાએ કહ્યું તને ખૂબ ખબર છે ને એની ? ખૂબ ખ્યાલ રાખે છે ? શું છે કારણ ?
જોસેફે કહ્યું "યાર એવું કંઇ નથી એ ભાવ પણ નથી આપતી ક્યારેય એટલે એવો વિચારજ નથી આવતો પણ મેં એની ફાઇટ જોઇ છે ગમે તેવાં પહેલવાનને પણ પછાડે એવી છે મને એક જ વાત ચચરે છે કે એ દેબુની ફ્રેન્ડ છે.
બોઇદાએ કહ્યું "યાર મને પણ નથી પસંદ આ દેબાન્સુ લકી છે બધાં એની ફ્રેન્ડશીપ રાખે... ઠીક છે ચાલો નીકળીએ અને એ લોકો બાઇક પાર્ક કરી હતી એ તરફ ચાલવા લાગ્યાં.
જોસેફ અને દેબુએ પાછળ ફરીને જોયુ તો દેબુ રીપ્તા અને એનાં મિત્રો સ્ટેર ચઢી રહેલાં કલાસ તરફ જઇ રહેલો બોઇદાએ બાઇક સ્ટાર્ટ કરી એની પાછળ જોસેફ એ જોસેફ પાછળ જૂલી બેસી ગઇ અને બોઇદાએ બાઇક ભગાવી.
દેબુ-રીપ્તા-શોમીક, પુષ્પાન્દુ બધાં કલાસ તરફ આગળ વધી રહેલાં. દેબુની આંખો તો કોઇકને શોધી રહેલી.
દેબુ બધાં કલાસમાં એન્ટ્રી લીધી અને દેબુની નજર વચ્ચેની લાઇનમાં ત્રીજી બેન્ચ પર બેઠેલી નુપુરને જોઇ અને એ સીધો જ એની પાસે ગયો અને એણે નુપુરને હાય કીધું.
નુપુર એનાં પર્સમાં કંઇક શોધી રહેલી એણે ચહેરો ઉંચો કર્યો દેબુને જોયો એનાં હોઠ પર સિમત આવી ગયુ એણે કહ્યું "હાય દેબુ અને પર્સ બંધ કરી દીધુ.
દેબુએ કહ્યું "મેં તને આવતાં જોઇ હતી પણ બધાં ફ્રેન્ડ્સ ઉભાં હતાં એટલે તને બૂમનાં પાડી.
નુપુરે કહ્યું "હાં મેં પણ તમને લોકોને જોયેલાં અને ખાસ મારાં દુપટ્ટાને... કંઇ નહીં યાદ કરી લાવ્યો પાછો થેંક્સ એમ કહીને દુપટ્ટો માંગ્યો.
દેબુએ હસતાં હસતાં કહ્યું કેમ પાછો જ જોઇએ છે ? કે હું રાખી શકું ? આતો માં એ ધોઇને ચોક્ખો કરેલો છે.
નુપુરે કહ્યું "અરે પાછો જ માંગુને તારાં શું કામનો ? દેબુ બોલ્યો "ખબર નહીં પાછો આપવાનું મન નથી થતું ભલે રહ્યો મારી પાસે ગળામાં રાખુ તો કંઇક.. ચૂપ રહ્યો. દેબુ પછી બોલ્યો હું તારાં ઘરે આવેલો પણ કોઇ જ નહોતું એ દિવસે સાયકલ લેવાં જવાનું હતું... તારી મોમે પણ કહેલું તું આવી જજે નુપુરને લેવાં પણ બીજા દિવસે કોઇ હતું જ નહીં કેમ એવું કરેલું ? શું થયેલું ?
નુપુરે નીચી નજરે કહ્યું "મારાં પાપાને પસંદ નહોતું પડ્યું મને વઢ મળેલી અને પછી એ દિવસે પાપાજ લઇ ગયેલા અને પાછાં લાવેલાં.
પાપાને એ પણ ખબર પડી ગયેલી કે તારે બાઇકનું થયું અને મેં ફાઇટ કરેલી અને મારો દુપટ્ટો.. એ દિવસે પણ વઢ પડેલી.. હું શું કરું ?
પાપાનો ગુસ્સો ખૂબ ખરાબ છે અને એનો ડર રહે છે. તને કોઇ નુકશાન ના પહોચે એજ ધ્યાન રાખું.
દેબુ નુપુરની આંખમાં એનાં માટેનો પ્રેમ જોઇ રહ્યો એણે નુપુરને કહ્યું "ઓહ આઇ એમ સોરી મારાં લીધે તારે વઢ ખાવી પડી.. પછી નુપુરે જે જવાબ આપ્યો સાંભળી.
વધુ આવતા અંકે પ્રકરણ-16

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED