ishaan ane streeo - 5 books and stories free download online pdf in Gujarati

ઈશાન અને સ્ત્રીઓ - ૫

(ગયા અંકે તમે જોયું કે ઈશાન અને સાઈમા વાતો કરી રહ્યા હતા. સાઈમાના મિત્ર સાહિલે એક રાત હોસ્ટેલમાં વૈશાલી સાથે વિતાવી અને બીજે જ દિવસે સવારે ઈશાન સામે પિન્ક ટીશર્ટ અને વાઈટ જીન્સમાં એ સામે ઉભી હતી હવે આગળ)

*****************
ઈશાન અને સ્ત્રીઓ
ભાગ - ૫
*****************

"ઈશાન ક્યાં ખોવાઈ ગયો...." વૈશાલીએ વિચાર કરી રહેલા ઈશાનને ટોક્યો. ઈશાન અચાનક વિચારોમાંથી પાછો ફર્યો

"અરે કઈ નહીં. બહુ દિવસો પછી તને જોઈ એટલે સ્કૂલની યાદો યાદ કરતો હતો."

"હા અફકોર્સ કેમ નહીં... બહુ મીઠી યાદો છે કેમ?" વૈશાલીએ ઈશાનને આંખ મારી અને બોલી.

"ઈશાન તમે બંને વાતો કરો હું જાઉં મારે પેશન્ટ ચેક કરવાના છે. વૈશાલી તું ઈશાનને બહુ હેરાનના કરતી તારી આદત જાણું છું હું.." અમીએ વૈશાલીને ટોકતા કહ્યું અને ત્યાંથી નીકળી ગઈ.

"ચાલ ઈશાન આપણે કોઈક સારી જગ્યાએ બેસીએ. આમ ઉભા ઉભા વાત કરવામાં મજા નહીં આવે.."

"હા ઓકે ચાલને વૈશાલી.. અહીં પાછળ હોસ્પિટલનું ગાર્ડન છે ત્યાં જ બેસીએ."

બંને જણા લોબી માંથી ચાલતા ચાલતા હોસ્પિટલના ગાર્ડન તરફ જઈ રહ્યા હતા. વૈશાલીની કાયા એટલી સુડોળ અને ભરાવદાર હતી કે હોસ્પિટલમાં દરેક એને જ નોટિશ કરી રહ્યા હતા. વૈશાલી સ્વભાવે પણ ઓપન માઈનેડ જ હતી એટલે એ કઈ પણ બોલતી તો બિન્દાસ જ બોલતી અને એને જોતા જ લાગતું કે આ ગર્લ એક દમ બિન્દાસ છે. બન્ને ચાલતા ચાલતા ગાર્ડનમાં ગયા. ત્યાં દુર એક બાંકડે જઈને બને બેઠા.

ઈશાનને સાઈમાની વાતો મગજમાંથી કાઢી નહોતો શકતો પણ એ વૈશાલીને ડાયરેક્ટ પૂછી શકે એમ પણ નહોતો. બંનેનો બેઠા બેઠા વાતોનો દૌર શરૂ થયો.

"વૈશાલી અમદાવાદમાં કેવું ફાવે છે?"

"અરે જલસા છે ઈશાન. બહુ મજજાની લાઈફ. તને તો ખબર જ છે મને એવા જ સિટીમાં ફાવે જ્યાં ફ્રીડમ મળે..."

"હા એતો ખ્યાલ જ છે મને તું છે જ બોલ્ડ..." ઈશાને આંખ ઝપકાવતા કહ્યું.

"ઓય હોય.. તો હજી યાદ છે તને એમને...."

"શું યાદ?"

"બારમા ધોરણની મીઠી યાદ..." જોરથી હસતાં વૈશાલી બોલી.

ઈશાન થોડો શરમાયો. નજરો નીચી કરી લીધી. વૈશાલી જાણે બેશરમ બની એને જોઈ રહી હતી.

"વૈશાલી તું કેમ એ વાત યાદ કરે છે. હું તો એ બાળપણની ભૂલ સમજી ભૂલી જવા માંગુ છું. ત્રણ વર્ષ થઇ ગયા એ વાતને હજી તું નથી ભૂલી?"

"ઈશાન... તું એટલો હેન્ડસમ છે કે તારી એ યાદો મને ભૂલવા જ નથી દેતી. આજે પણ ક્યારેક એકલી હોઉંને મારુ યૌવન જાગે તો આંખો બંદ કરી એ જ પળો માણતી હોઉં છું. કેટલો સુંદર એ સમય હતો નહીં... "

"વૈશાલી એ સમયે મને તે ખોટું બોલીને બોલાવેલો... "

ઈશાન અને વૈશાલી અહીં જયારે બંને બારમા ધોરણમાં હતા ત્યારે બનેલા પ્રસંગને વાગોળવા લાગ્યા. સ્કુલની પરીક્ષાનો સમય હતો બધા વિદ્યાર્થીઓ તૈયારીમાં જોડાયા હતા. રવિવારનો દિવસ હતો. સોમવારે બપોરે એકાઉન્ટસનું પેપર હતું. દસમાં પછી સાઈમા, ઈશાન અને વૈશાલી આ ત્રણ જણાએ જ કોમર્સ લીધેલું બાકી લોકો સાયન્સ અને આર્ટ્સમાં ગયેલા. વૈશાલીએ રવિવારે બપોરે કોલ કર્યો કે એને એકાઉન્ટ્સમાં બહુ તકલીફ પડે છે તો ઈશાન એને ફ્રી હોય તો ઘરે આવીને સમજાવી દે. ઈશાન પણ કોઈને મદદ માટે ના ન પાડતો. ઈશાન વૈશાલીના કોલ પછી જમીને એના ઘરે જવાનું નક્કી કર્યું. બન્નેનું ઘર પાંચ મિનિટના અંતરે જ હતું. ઈશાન પોતાના ઘરે સાંજે આવી જશે એમ કહીને નીકળ્યો. ઇશાને વૈશાલીના ઘરે પહોંચી બેલ વગાડી. વૈશાલીએ ફટાક દઈને દરવાજો ખોલ્યો.

ઈશાન વૈશાલીને જોઈને દંગ રહી ગયો. વૈશાલીએ એકદમ ટાઈટ ટીશર્ટ પહેરી હતી. એનું ક્લિવેજ એમાંથી ઝાંકી રહ્યું હતું. નીચે બ્લેક શોર્ટ પહેર્યું હતું. એના વાળ ખુલ્લા હતા. ઈશાન બે ઘડી એને જોતો જ રહ્યો.

"આવ ઈશાન .. અંદર આવી જા..." વૈશાલીએ ધીમા સ્વરે કહ્યું.

"વૈશાલી ઘરે કોઈ લાગતું નથી ક્યાં ગયા છે બધા?"

"અરે મામાનો ફોન આવ્યો તો એટલે મમ્મી પપ્પા આજે સવારે જ વડોદરા ગયા.."

"ઓહ તો આજે તું એકલી જ છે એમ..."

"હા... પણ તને શું વાંધો છે?"

"વાંધો તો કંઈ નથી પણ તો'ય આતો પૂછ્યું" ઈશાન થોડો ઘબરતા ઘબરાતા જવાબ આપી રહ્યો હતો. વૈશાલી ઈશાનને જોઈ મંદ મંદ હસી રહી હતી. ઈશાનને એની આંખોમાં કામુકતા નજર આવી રહી હતી.

"ઈશાન તું અહીં સોફા પર બેસ હું તારા માટે પાણી લઈને આવું.." ઈશાનને સોફા પર બેસાડી વૈશાલી કિચનમાં ગઈ.

વૈશાલીએ કિચનમાં જઈ પાણીનો એક ગ્લાસ ભર્યો. વૈશાલી ઈશાનને જાણતી હતી કે એ બહુ શરમાળ છે. એને બહાનું બનાવીને બોલાવેલો પણ તેમ છતાં એ પોતાની પુરી તૈયારીમાં હતી કે ઈશાન કોઈ રીતે ઇન્કાર ન કરી શકે. એને પાણી ભરેલા એક ગ્લાસમાં એક ગોળી નાખી અને એને ઓગળવા દીધી. એ સંપૂર્ણ ઓગળી ગયા બાદ વૈશાલી પાણીનો ગ્લાસ લઈને હોલમાં આવી. ઈશાનને પાણીનો ગ્લાસ આપ્યો અને એ પી ગયો.

"ઈશાન તો તને ક્યાં ફાવશે. અહીં હોલમાં જ કે મારા સ્ટડી રૂમમાં..."

"મને તો ગમે ત્યાં ચાલશે. બસ તને જલ્દી શીખવાડી દઉં પછી નીકળું..."

"અરે.. હજી તો આવ્યો છે. પાસિંગ માર્ક્સ જેટલું તો શિખવાડવું જ પડશે.. ત્યાં સુધી જવા નઈ દઉં.." વૈશાલી ઈશાનને સતાવી રહી હતી.

ઈશાને થોડો વિચાર કર્યો અને પછી બોલ્યો.
"અહીં જ બેસીએ તું તારી ટેક્સબુક, રફ બુક અને એક પેન લઈને આવ. હું તને દસ એક મેથડ શીખવાડી દઉં. જો એ તને ફાવી જશે તો 50-70% માર્ક્સ આરામ થી આવી જ જશે."

"તને જેમ યોગ્ય લાગે. " કહી વૈશાલી પોતાના રૂમમાં ગઈ. પોતાને મિરર સામે ઉભી રઈને જોવા લાગી. ક્લિવેજ થોડું વધારે દેખાય એ રીતે એને ટીશર્ટને થોડુ નીચે કર્યું. એનો મૂડ આજે ભણવામાં ઓછો ને બીજી બાબતે વધારે હતો.

વૈશાલી બુક્સ લઈને આવી. એ ઈશાનની આંખો જોઈ રહી હતી. ઈશાનને દવા અસર કરી રહી હતી. એની આંખો થોડી રતાશ પડતી થઇ રહી હતી. ઈશાનને થોડો પરસેવો થતો હોય એમ અનુભવાઈ રહ્યું હતું. એ જોઈ વૈશાલી મનોમન ખુશ થઇ રહી હતી.

"ઈશાન તો ચાલ શરૂ કરીએ..." વૈશાલીએ ઈશાનને બુક્સ આપી અને એને લગોલગ બેસીને કહ્યું. ઈશાનની હાર્ટબીટ વધી રહી હતી. એ જાણે પોતાને કન્ટ્રોલ કરી રહ્યો હોય એમ એને લાગતું. વૈશાલીના ક્લિવેજ અને એના શોર્ટસમાં ખુલ્લા પગ તરફ વારંવાર ઈશાનની નજર જતી.

ઈશાન બુક્સ ખોલીને પરાણે મેથડ સમજાવવા લાગ્યો. વૈશાલી શીખતાં શીખતાં ઈશાનને પોતાનો સ્પર્શ કરાવતી. જયારે પણ વૈશાલી આવું કરતી ત્યારે ઈશાનની લિંક તૂટી જતી અને એ વૈશાલીની કામુકતામાં સંડોવાતો જતો. એક મેથડ હજી તો પુરી નહોતી થઇ કે ઈશાનના શરીરમાં એક ધ્રુજારી પ્રસરી. એનું યૌવન જાગી ઉઠ્યું. એનું શરીર હવે કન્ટ્રોલમાં નહોતું એને પેન અને બુક્સ બાજુ પર મૂકી વૈશાલીને એકી ટશે જોવાનું શરૂ કર્યું. વૈશાલી પોતાના ઇરાદામાં સફળ થઇ રહી હતી. ઈશાન ધીરે ધીરે વૈશાલીની નજીક આવવા લાગ્યો.વૈશાલી ખોટા ઢોંગ કરી જાણે એને દૂર કરવા લાગી પણ ઈશાન હવે દૂર હટે એમ ન હતો.

વૈશાલીને એને ઝડપથી પકડીને પોતાનામાં લપેટી લીધી. વૈશાલી અને ઈશાન પોતાના જીવનમાં પહેલીવાર એકબીજાને આ રીતે હગ કરી રહ્યા હતા. વૈશાલી મનોમન ખુશ હતી. ઈશાન પણ વાસનામાં પ્રવેશી ગયો હતો. ધીરે ધીરે હગ બાદ ઈશાને વૈશાલીની આંખોમાં આંખો નાખી અને તરજ પોતાના હોઠ વૈશાલીના નાજુક હોઠ પર મૂકી એક ગાઢ ચુંબનની શરૂઆત કરી. બંને હવે જાણે યુવાનીની અસલી મજા માણી રહ્યા હતા. એ પછી બંને એક બીજામાં એવા ખોવાયા કે દરેક મર્યાદાઓને ભૂલીને બંનેએ જાણે એક પતિ પોતાની પત્નીને પહેલી રાત્રે મળે એ રીતે એ પળોને માણી. બંને ક્યારે સોફા પરથી વૈશાલીના રૂમમાં પહોંચ્યા અને બંનેને ચરમસુખ પ્રાપ્ત થયું એનું એકેયને ભાન જ નહોતું.

સાંજના છ વાગ્યા ઈશાનની આંખ ખુલી. એ વૈશાલીના બેડરૂમમાં જ હતો. ઘડિયાળ સામે એની નજર પડી. છ વાગી રહ્યા હતા. પોતે નિઃવસ્ત્ર અવસ્થામાં એક ચાદરમાં છુપાયેલો હતો. પોતાને ભાનમાં લાવી એને ઝડપથી વસ્ત્રો ધારણ કર્યા. એના વસ્ત્રોની પાસે જ વૈશાલીના પણ વસ્ત્રો એમ જ પડ્યા હતા. વૈશાલી રૂમમાં ન હતી. ઈશાન હવે વધારે ઘબરાયો હતો. વૈશાલી થોડી જ વાર પછી ઈશાન પાસે આવી એના હાથમાં એક ટ્રે હતી. ટ્રેમાં બે ગ્લાસ મોસમીનું જ્યુશ હતું

"ઈશાન... કેવું રહ્યું..." વૈશાલીના આ શબ્દો ઈશાનના કાને પડ્યાને એ સમજી ગયો કે વૈશાલીએ આ પ્રિપ્લાન કર્યું હતું. પોતે એની જાળમાં ફસાઈ ગયો હતો. પણ વૈશાલી આ શોખ માટે કરતી હતી એ વાત ઈશાન જાણતો હતો.

હોસ્પિટલના બાંકડે બેઠેલા વૈશાલી અને ઈશાન વચ્ચે ત્રણ વર્ષ પહેલાની આ યાદ આજે તાજી થઇ અને બંને એકબીજાને જોઈ રહ્યા. આ એક સિક્રેટ હતું જે વૈશાલી અને ઈશાન સિવાય બીજા કોઈને એની ભનક પણ નહોતી. ઈશાન એ વાતને એક ભૂલ સમજી ભૂલવા માંગતો હતો પણ વૈશાલી એને ભૂલવા દે એમાંથી નહોતી...

(ક્રમશ: આવતા અંકે...)

*******
ઈરફાન જુણેજા
અમદાવાદ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED